સકારાત્મક વિચારધારા 6
"જે નથી સુંદર તેને બનાવી મૂકુ ચાહી ચાહી ને સુંદર".
કવિ સુન્દરમ
તરૂણા અને સરિતા બંને નાનપણ ની મિત્રો તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર ની ટોપ કોલેજ માં ભણેલા.તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર માં મોટા થયેલ હોવાથી તેઓ દેખાવ ને વધુ મહત્વ આપે. તેમની મતે નામી શાળા માં ભણતા બાળકો, ફેશન માં રહેતા બાળકો એટલે સારા. બાળકો હાઇ ફાઈ રીતે ચાલતા મોંઘી દાટ કાર માં ફરે એટલે સારા.પણ સરિતા અને તરૂણા લાગણીઓ તાંતણે બંધાયેલ.તેમની મૈત્રી જોઈને આપણા માનસ પટલ પર કૃષ્ણ સુદામા ની છબી ઉપસી આવે પણ સરિતા ના મમ્મી ને આ વાત ગમતી નહી.
સંસ્કાર, પણ શું સારા સંસ્કાર કે પ્રેમ ની આ વ્યાખ્યા સાચી ગણાય ખરી? શું માત્ર બાહ્ય આડંબર જ સંસ્કાર છે? ના,તો પછી શું દેખાવે કુદરતે આપેલું ઐશ્વર્ય અને રૂપ એને સુંદર કહી શકાય.
જ્યારે તરૂણા ના મમ્મી ગામડા ધો.12 સુધી ભણેલા પર ખૂબ ગણેલા. ઘર નું કામ હોય કે પછી ગમે ત્યાં મોટા લોકો સાથે વાત કરવાની હોય ક્યારેય પણ ગમે ત્યારે ગમે તેની જરૂર પડે લોકો પોતાના કામ છોડીને પણ તેમની પાસે પહોંચી જાય.કયારેય ખૂબ મોંઘા કપડાં માં ના દેખાય,સદૈવ જાત પાત જોયા વિના ઉંમર કે હોદો જોયા વિના પ્રેમ થી જ વાત કરે. કાયમ એક પણ પ્રશ્ન કર્યા વિના કોઈની પણ મદદ કરવી. વળી, એમનું વાક્ચાતુર્ય પણ ગજબ નું .આવું એ જ વ્યક્તિ કરી શકે જેના હદય માં પ્રેમ ના મુળિયા રોપાયેલા હોય."કહેવાય છે કે પીળીઆ ને બધું પીળું દેખાય" જેનું મન સુંદર હોય તેને બધું સારું જ દેખાય.પ્રેમ નું બીજ રોપે તેમને પ્રેમ ના ફળો મળવાનો.
સરિતા ની મમ્મી દરરોજ સરિતા ને દરરોજ કહે કે તને આપણા જેવી કોઈ મિત્ર નથી મળતી.સામે સરિતા અને તેના પપ્પા એક જ વળતો પ્રશ્ન કરે કે, "શું પૈસા થી મિત્રતા ખરીદી શકાય ?"
... એક દિવસ થયું એવું કે સરિતા તેની મમ્મી સાથે કીટી પાર્ટી માં ગઈ હતી.ત્યાં સરિતા ની મમ્મી ઘણી ફ્રેન્ડ્સ અને સાથે તેમના બાળકો આવેલા.મમ્મીઓ પોતાની રીતે એન્જોય કરી રહી હતી અને બાળકો પોતાનું અલગ ગ્રુપ બનાવી ને એન્જોય કરી રહ્યા હતા.રમતા રમતા સરિતા ને કોઈક નો ધક્કો વાગ્યો અને તે પડી ગઈ.તેનો પગ દાદરા પર થી લપસી ગયો અને માથા ના ભાગે વાગ્યું હોસ્પીટલ માં લઇ જવું પડ્યું ડોક્ટરે કહ્યું કે ,રક્તપ્રવાહ વધુ થઈ ગયો હતો.તેથી તાત્કાલિક રક્ત ની જરૂર પડશે.મમ્મી પપ્પા નું બ્લડ ગ્રુપ "A"
અને "B" પોઝિટિવ હતું. આથી સરિતા એટલે કે પોતાની દીકરી ને રક્ત આપી શકે તેમ નહોતા.સરિતા હોસ્પીટલ માં છે તેની ખબર પડતાં જ તરૂણા નું મન કેવી રીતે શાંત રહી શકે?તે તો દોડી સીધી તેના પપ્પા ને ફોન કર્યો."અંકલ મારે સરિતા ને મળવું છે" ત્યારે સરિતા ના પપ્પા ખૂબ કરુણ સ્વરે કહે છે,"સરિતા ને તું જોઈ શકીશ પરંતુ એ વાત નહી કરી શકે. "ડોક્ટરે એને બ્લડ ચઢાવવાનું કહ્યું છે અને મારું અને એના મમ્મી નું બંને નું બ્લડ ગ્રૂપ મેચ થતું નથી આથી તે જ શોધવા જવું છું .તરૂણા સરિતા ની સારી મિત્ર હોવાથી તેને ખ્યાલ હતો કે,તરૂણા નો બ્લડગ્રૂપ "o" પોઝિટિવ છે અંકલ મારું બ્લડગ્રૂપ પણ "o" છે અને અંકલ બહાર ક્યાંય શોધવાની જરૂર નથી મારી ફ્રેન્ડ ને હું જ બ્લડ આપીશ.આજ સુધી અમારો હદય નો સબંધ હતો પણ હવે થી રક્ત સબંધ પણ બંધાઈ જશે.
આમ, સરિતા ની મમ્મી ને તેના પપ્પા કહે છે કે ,તરૂણા નું બ્લડગ્રૂપ "o" પોઝિટિવ છે લઈ આવું તરૂણા ને? સરિતા ના મમ્મી ચુપ હતા .તેના પપ્પા એ કહ્યું લેતો આવું છું.
આખરે સરિતા ના મમ્મી પૈસા થી મૈત્રી ના ખરીદી શકયા.મન માં ને મન માં પશ્ચાતાપ કરવા લાગ્યા અને તે દિવસ થી જ તેમની વિચારસરણી બદલાઈ ગઈ .તેથી જ તો કવિ સુંદરમ કહે છે કે,
"જે નથી સુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહીને"
મહેક પરવાની