Traveler - a journey of love - 4 - The last part in Gujarati Love Stories by soham brahmbhatt books and stories PDF | મુસાફર - a journey of love - 4 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

મુસાફર - a journey of love - 4 - છેલ્લો ભાગ

Part 4

તો તું પણ આવી જા, તારે કોઈ માસી કે ફોઈ અમદાવાદમાં ? આખો દિવસ અમદાવાદમાં જ રેશું ફરશું મજા કરીશું.ક્યારેક કોલજ ક્યારેક કાંકરિયા હા. હા ..હસતા હસતા રિદ્ધિ બોલી.......છોડ ને જોયું જશે કહી અંકિત શાંતિથી બેસી ગયો અને એ વાત પર પૂર્ણવિરામ લાગ્યું. થોડા દિવસમાં રિદ્ધિ અમદાવાદ રહેવા જતી રહી બન્ને આખો દિવસ કોલેજ માં તો સાથે જ હોય , ત્યારે ખાસ કંઇ તકલીફ પણ ન પડતી. પણ અંકિતને હવે અપડાઉનમાં જરાય મજા નહોતી આવતી. રેલવેના મોટામોટા પ્લેટફોર્મ તેને ભેંકાર લાગતાં , ગમે એટલી ભીડ હોઈ પણ અંકિતને તો એવું જ લાગતું કે તે એકલો જ છે. બન્ને એ સાથે કરેલી મસ્તીઓ અને હસીમજાક વારે વારે યાદ આવી જતા , બીજી ઘણી છોકરીઓ આવતી જતી પણ હવે તેને કોઈ સાથે વાત કરવાની ઈચ્છા જ ન થતી.
‘’ અમદાવાદ જતી કેપિટલ એક્સપ્રેસ તેનાં સમયથી અડધો કલાક મોડી આવશે..આ એનાંઉન્સમેન્ટ સાંભળી અંકિતના ગુસ્સાનો પારો થર્મોમીટર તોડી ને બહાર નીકળી ગયો. ‘’ એક તો આ રેલ તંત્ર ક્યારે સુધરશે કોણ જાણે , ટ્રેનો કોઈ દિવસ હોતી જ નથી , ઉપરથી આ બધા ભિખારીઓ સાલાઓ ને ક્યાંય જગ્યા નથી મળતી તે અહિયાં બાંકડા પર આવીને સુઈ જાય છે. ‘’ કહેતા પ્લેટફોર્મ પરના લોખંડના થાંભલા પર મુઠીઓ વડે પ્રહાર કરવા લાગ્યો...થાંભલાનો એ ‘’ ખનનન ‘’ કરતો જે અવાજ આવ્યો અંકિત લાગ્યું જાણે થાંભલો તેનાં પર હસી રહ્યો હોય અને કહેતો હોય કે , ‘’’ અમારો શું દોષ છે ભાઈ ? ગુસ્સો અમારા પર શામ અતે કરે છે. ‘’અમે રિદ્ધિને અમદાવાદ નથી મોકલી .....’’
એવું તો રોજ થતું કેમ થતું ? એ તો પોતે પણ નહોતો સમજી શકતો ! કોલોજ પહોચવાની ઉતાવળ હશે કદાચ , ના કોલેજ પહોચવાની નહી રિદ્ધિને મળવાની ઉતાવળ હોય છે. રોજ સવારે નીકળતો , રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ કે જ્યાં બન્ને મસ્તીમજાક કરતા એક કલાક પણ નીકળી જતી, હવે ત્યાં પાંચ મિનીટ પણ ઉભો રહે તો તેને એ પ્લેટફોર્મ ખાવા દોડતું ! ગંદી વાસ આવતી ! કોલેજ પહોચી રિદ્ધિને મળે ત્યાં સુધી મગજ સાતમાં આસમાને જ રહેતું કોઈ સાથે જગ્યા માટે ઝગડી પડે તો કોઈ સાથે બારી પાસે બેસવા માટે .....
ઉપરથી રિદ્ધિ ક્યારેક એ ભળભળતી આગમાં ઘી હોમી જતી ,, ‘’’ કેવું લાગે છે અપડાઉન ? મજા આવેને , હા મજા તો આવતી જ હશે ! હું સાથે ન હોઉં તો પરેશાન કરવા માટે . ‘’ કહી તેનાં પીઠ પર એક ધબ્બો મારે . રીદ્ધીના આ ધબા એને હમેશા મીઠા જ લાગતાં પણ તેની એની વાત , તેને બેચેન કરી દેતી , તે સમજી નહોતો શકતો કે પોતાની સાથે શું થઇ રહ્યું છે.
હવે આ બન્નેના આ મીઠી મિત્રતા કે પછી પ્રેમ જેવી વીડમણાનો ઉકેલ આ પ્રેમ કહાની લખવા માટે તે હવે આ આવનારા વાવઝોડા વગર ઉકેલી શકાય તેમ નહતું...........કોઈ મોટી લાગવગ લગાવી બીજી કોલેજ માંથી આવેલો એ પાવન , એકદમ હીરો જેવો લાગે , બ્લેક ગોગલ્સ પહેરીને કોલેજના ગેટ પરથી એન્ટ્રી કેટલી છોકરી ઘાયલ થઇ જાય એવો એનો લુક. છોકરાઓ પણ તેની હેરસ્ટાઇલ અને કપડા એ બધું જોઈ ઈર્ષા પણ થતી.
પણ તે રિદ્ધિ ને ઘાયલ ન કરી શક્યો ! રિદ્ધિ તો રિદ્ધિ હતી , તેને ઘાયલ કરવા તો સ્વયં ધરતી પર અવતાર પામેલો અંકિત ! અંકિત માટે તેનાં મનમાં કુણી લાગણીઓ તો ઘણો વખત પેલા જન્મી ગયેલી , પણ તેને ડર હતો , અંકિત નો સ્વભાવ તો તે જાણતી જ ! માટે પહેલે અંકિત તરફ થાય તે માટે રાહ જોવું તેને વધારે ઉચિત લાગ્યું . પણ અંકિત એવી વાત કદી છેડતો જ નહી.
એક વખત બન્ને કેન્ટીનમાં બેસેલા ત્યારે જ પાવન ત્યાંથી નીકળી અને રિદ્ધિના શેતાની દિમાગમાં એક વિચાર આવ્યો. ‘’ યાર ! સાલ્લો કેવો હેન્ડસમ છે નહિ ! આવો કોઈ બોય ફ્રેન્ડ મળી જાય તો ......’’ તો શું ધૂળ ,અહિયાં ભણવા આવી છો કે બોયફ્રેન્ડ બનાવવા કહી અંકિતે રીદ્ધીની વાત કાપી નાખી. અને કહ્યું ‘’ અને તારી પાસે તો હું છું ને . ‘’ ? ! રિદ્ધિ સમજી ગઈ તીર બરોબર નિશાના પર લાગી રહ્યું છે. રિદ્ધિ તરત જ બોલી તું બોયફ્રેન્ડ! એ પણ મારો તું મારો બોયફ્રેન્ડ કદી ન બની શકે અંકિત , ‘’ એની આ વાત સાંભળી અંકિત ને ગુસ્સો આવ્યો , ‘’ કેમ મારા માં કોઈ વાંધો છે ? બાડો છું , બોબળો છું , કાળો છું , જાડો છું , બોલ શું વાંધો છે મારા માં, તને મળ્યો એ પહેલા લાઈનો લગતી છોકરીઓની.’’
અંકિતના ગુસ્સામાં રિદ્ધિને મજા પડી, એ કહેવા લાગી , ‘’ તું મારો બોયફ્રેન્ડ એટલે ણ બની શકે કારણકે તું તો મારો જીગરજાન દોસ્ત છે ! ‘’ રીદ્ધીના મો એ થો પોતાના માટે જીગર જન શબ્દ સાંભળી અંકિતનો ગુસ્સો થોડો ઓગળીયો. અને તે બોલ્યો, ‘’ એ સારું , એક જીગરજન અને બીજો બોયફ્રેન્ડ , અને હવે બીજી કોઈ પોસ્ટ કે વેકેન્સી છે. તો અરજીઓ મંગાવું ‘’ કહી તે ચાલવા ની તૈયારી કરવા લાગ્યો.
રૂક હરામી , હું મજાક કરતી હતી ! ગુસ્સે કેમ થાય છે ? તે કદી જોઈ મને તારા સિવાય કોઈ સાથે બેસતા કે વાત કરતા પણ ? કદાચ ‘’ જીગરજાન ‘’ નો મતલબ તને નહી સમજાતો હોઈ, બેસ સમજાવું. કહી અંકિતનો હાથ ખેંચી તેને બેસાડ્યો. રીદ્ધી પાસેથી પોતાના માટે જીગરજાન શબ્દ સાંભળી અંકિતના મનમાં થોડી હાશ નો અનુભવ થયો પણ રિદ્ધિની ઈચ્છા તો અંકિતને વધારે હેરાન કરવાની હતી. રિદ્ધિ એ હાથ પકડી પોતાની પાસે બેસાડતા કહ્યું ..’’ જો અંકિત તું મારો ખાસ મિત્ર છે , આપણા બન્નેના સ્વભાવ પણ સરખા છે, પણ તને મેં ક્યારેય એક બોયફ્રેન્ડની નજરથી જોયો નથી , માટે તું પણ ક્યારેય મારા વિશે એવું ક્યારેય ના વિચારતો. ‘’ રિદ્ધિની આ વાત સાંભળી અંકિતને થયું કે હવે તો મારા ધબકારા બંધ થઇ જશે...
વળી તે હસતા હસતા બોલી , ‘’ એનો મતલબ એવો નથી કે બોયફ્રેન્ડ મળી જશે તો હું તને છોડી દઈશ....! તારો પીછો તો જિંદગીભર નથી છોડવાની . ‘’ કહી તે ચુપ થઇ ગઈ. અંકિતને લાગ્યું કે રીદ્ધીની સાથે અત્યારે તો વાત કરવી નકામી જ છે. તે ફરી ચાલતો થયો પણ રિદ્ધિએ તેનો હાથ પકડી તેને રોક્યો, ‘’ અલ્યા હું તો મજાક કરતી હતી , ‘’ તારું મન તો મેં ઘણા સમયથી વાંચી લીધેલું , બસ તું જ મારા મનની વાત ણ સમજી શક્યો, ‘’ અંકિતનો હાથ પોતાના હાથમાં લઇ રિદ્ધિ એ બોલવાનું ચાલુ રાખ્યું. તું ક્યારે દોસ્ત અને દોસ્તીથીયે વધારે બની ગયો એ મને પોતાને પણ ન સમજાયું.
હું ....પણ તને ... એ ...જ .. અંકિતે બોલવાનો પ્રયત્ન કર્યો પણ ન બોલી શક્યો. રિદ્ધિ હસવા લાગી..’’ શું ? તું પણ શું ? કેમ બોલતી બંધ થઇ જાય છે ? એ પણ ધ ગ્રેટ કિંગ ઓફ સેન્સ ઓફ હ્યુમનની કહી રિદ્ધિ હસવા લાગી...હાહાહાહા.
હસ નહિ રિદ્ધિ હું સીરીયસ છું, મારે તને એમ કહેવું છે કે .....’’ અંકિત ફરી બોલતો અટક્યો ..રિદ્ધિ એ તેનો બીજો હાથ પકડી લીધો...’’ બોલ હવે જે કહેવું હોઈ કહે .હું સાંભળું.’’ ........બન્ને હાથ મૂકી ઝડપથી તે કેન્ટીનમાં ગયો રિદ્ધિ વિચારમાં પડી શું થયું આને વળી....હવે અંકિતને કાઈ ન મળ્યું એટલે વેફરનું પેકેટ લઇ આયો...આ શું ...
પેકેટ માંથી એક વેફેર કાઢી અને નીચે બેસી રિદ્ધિ ને કહ્યું. ...,’’ વેફેર જેવી નમકીન , સ્વીટ છો તું......અને જ્યારથી તે આ દિલ સાથે દોસ્તી કરી છે ને આ દિલ રોજ પ્રેમના હપ્તા ભરે છે.....જયારે પણ તને હસતા જોવ છું ખબર નહી ક્યાં ખવાઈ જાઉં છું...બસ એટલું જ કહેવું છે મારે તને કે તારા માસુમ હદય નો જાગીદાર બનવું છે...ઝીંદગી ના છેલ્લા શ્વાસ સુધી તને પામવી છે....શું તું મને .......ત્યાંજ રીદ્ધીના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા ને હા બોલી ...પાગલ ! વેફર લઇ કોઈ પ્રપોઝ કરે ? અવળીતરો પુરેપુરો પણ.....બસ એકબીજા ની આંખો ચાર થઇ ગઈ એકબીજા સામે જોતાં જ રહ્યા આ બે મિત્રો મટી હવે પ્રેમી પંખીડા બની ગયા અને વિહરવા લાગ્યાં પોતાની પ્રેમની દુનિયામાં, એકદમ પવિત્ર પ્રેમ , કોઈ દિવસ પોતાની મર્યાદાઓ ભૂલ્યા વગર , બસ એકબીજાનો હાથ પકડી ફરતા રહે , કોલેજ , ગાર્ડન , થીયેટર સાથે સાથે અભ્યાસ ને પણ એટલુ જ મહત્વ આપતા.
...........................કોલેજ પૂરી થઇ રિદ્ધિ અમદાવાદ છોડી પોતાના શહેરમાં આવી ગઈ... રિદ્ધિ વધુ અભ્યાસમાં જોડાઈ ગઈ અને અંકિત પોતાના બાપદાદાના બિઝનેસમાં લાગી ગયો. વચ્ચે વચ્ચે મોકો મળે એટલે બન્ને મળી લેતા...ચોરી છુપી....થોડો સમય વીત્યો એટલે અંકિત તેનાં ઘરમાં વાત કરી બધી અને રિદ્ધિ સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી. બન્ને પક્ષોને મંજુર એ અને બધું મળીને નક્કી કરીયું.. ...અંકિતે ફરી રિદ્ધિને કીધું મારે તારી સાથે બહુ નથી રહેવું બસ ખાલી તારા ચોર્યાસી લાખ જન્મ આપી દે...વધારે નહી માંગું કરી રિદ્ધિ પેલ્લા ની જેમ એક ધબ્બો માર્યો અને બન્ને મસ્તી કરતા કરતા હસવા લાગ્યાં..રિદ્ધિ એ લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો....બન્ને ના લગ્ન થયા બહુ જ ખુશ હતા એકબીજામાં અને સંસારની પણ એકપ્રેસ ચાલવા લાગી..બન્ને એકબીજાના હમરાહી બન્ની ગયા.......કઈ મિત્રતા ક્યાં સમાપ્ત થાય છે શું ખબર બસ આ તો નાદાન દિલ છે.

પૂર્ણ વાર્તા વાંચીને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપશો.