ભાગ - 17
ખબરી રઘુની વાત સાંભળી, પોલીસ ઈન્સ્પેક્ટર એક માસ્ટર પ્લાન બનાવે છે.
માસ્ટર પ્લાન એવો બનાવે છે કે, જે માસ્ટર પ્લાન થકી, પેલા ત્રણ બદમાશોને રંગેહાથ પકડી પણ શકાય, અને
એ બદમાશોએ બંદી બનાવીને અજયના ફાર્મ હાઉસ પર રાખેલ, વેદના પપ્પા ધીરજભાઈ અને શ્યામના પપ્પા પંકજભાઈને હેમ-ખેમ છોડાવી પણ શકાય.
આ પ્લાન મુજબ સૌ-પ્રથમ ઈન્સ્પેક્ટર સાહેબ,
ખબરી રઘુને કહે છે કે,
તું ફોન કરીને એ ત્રણ બદમાશોને એવી જાણ કરી દે કે,
વેદના અમુક મેડિકલ ટેસ્ટ કરાવવાના હોવાથી,
શહેરથી થોડે દૂર આવેલ એક લેબોરેટરીમાં વેદને લઈ જવાના છે, અને ખાસ
આ ટેસ્ટ કરાવવા જતી વખતે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં વેદની સાથે, એકલો શ્યામ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સિવાય બીજુ કોઈ નથી.
જેથી કરી,
પોલીસ ઈન્સપેક્ટરની ધારણા મુજબ
શ્યામ અને વેદ ઉપર હુમલો કરવા માટે પેલા ત્રણ બદમાશો,
કે જે અત્યારે ધીરજભાઈ અને પંકજભાઈને બંદી બનાવી તેમની પાસે ફામ-હાઉસ પર બેઠા છે, તેઓ બહાર નીકળે, અને તેઓ આ પ્લાન મુજબ જેવા બહાર નીકળે,
તે જ વખતે
ઈન્સપેક્ટર સાહેબના બનાવેલ બીજા પ્લાન મુજબ,
ત્રણ પોલીસની બીજી એક ટીમ બનાવી, તેમની સાથે RS અને ખબરી રઘુને રાખી, તેઓને ફામ-હાઉસ પર મોકલે
ફાર્મ હાઉસ પર જઈ બીજી ટીમ,
પંકજભાઈ અને ધીરજભાઈને હેમ-ખેમ છોડાવી પણ શકે.
હવે
પ્રથમ પ્લાન મુજબ રઘુ પેલા ત્રણ બદમાશોને ફોન કરી,
વેદને રીપોર્ટ માટે હોસ્પિટલથી લઈને લેબોરેટરી માટે નીકળવાના છે, અને આ સમયે એમ્બ્યુલન્સમાં વેદ, શ્યામ અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર સીવાય બીજુ કોઈજ સાથે નહીં હોવાનું જણાવતો મેસેજ રઘુ પેલા ત્રણ બદમાશોને આપે છે.
પેલા ત્રણ બદમાશો રઘૂની આ વાત સાંભળી, જવાબમાં રઘુને કહે છે કે,
રઘુ તુ ફટાફટ ફામ પર આવીજા, અમે લોકો હાલજ ત્યાં જવા માટે નીકળીએ છીએ.
અમે લોકો જયાં સુધી ત્યાં જઈને પાછા ન આવીએ, ત્યાં સુધી તુ ફામ પરજ રહેજે.
રઘુ પર પેલા ત્રણ બદમાશોનો, આ રીતનો રીપ્લાય આવતા,
પોલીસ ઈન્સ્પેક્ટરને, તેમણે બનાવેલ પહેલો પ્લાન સક્ષેશ થતો દેખાય છે.
હવે પ્લાન એક મુજબની તૈયારીના ભાગ રૂપે,
એક ડમી સ્ટેચ્યુ સ્ટ્રેચર પર સુવડાવી, તેની પર એક કપડું ઢાંકી, સ્ટ્રેચર એમ્બ્યુલન્સમાં મૂકી, બાજુમાં શ્યામને બેસાડવામાં આવે છે, અને પોલીસ ઈન્સ્પેક્ટર પોતે ડ્રાઈવરનો ડ્રેસ પહેરી જાતે એમ્બ્યુલન્સ ચલાવીને હોસ્પિટલથી નીકળે છે.
બાકીની પોલીસને સાદા ડ્રેસમાં અને સાદી ગાડીમાં એમ્બ્યુલન્સથી થોડે દૂર પાછળ-પાછળ આવવા જણાવે છે. એમ્બ્યુલન્સ શહેરથી થોડે દૂર પહોંચે છે.
આ બાજુ પેલા ત્રણ બદમાશોએ પહેલેથીજ રસ્તાની વચ્ચો-વચ પોતાની ગાડી આડી કરીને ઉભી રાખી છે, અને ત્રણે એમ્બ્યુલન્સ આવે એટલે હુમલો કરવાની પુરી તૈયારી સાથે ઊભા છે.
થોડીવારમાંજ દૂરથી એમ્બ્યુલંસ આવતી જોતા, ચૉકકના થઈ જાય છે.
રસ્તા વચ્ચે એ લોકોની ગાડી, આડી ઊભી હોવાથી એમ્બ્યુલન્સ પણ ઊભી રહે છે.
એમ્બ્યુલન્સ ઊભી રહેતા, ત્રણે બદમાશ એમ્બ્યુલન્સની નજીક આવે છે.
એમ્બ્યુલન્સની બિલકુલ નજીક આવી, પેલા ત્રણ બદમાશો ડ્રાઇવરને ધમકાવી નીચે ઉતરવા જણાવે છે.
ડ્રાઇવરના ડ્રેસમા બેઠેલ ઈન્સપેક્ટર સાહેબ, એમ્બ્યુલન્સમાંથી નીચે ઊતરે,
ત્યાં સુધીમાં તો, પાછળ આવી રહેલી સાદા ડ્રેસ વાળી પોલીસ પણ આવી જતા,
આ ત્રણે બદમાશોને પોલીસ ઇન્સ્પેકટર અને એમની ટીમ રંગેહાથ પકડી લે છે.
બીજી તરફ RS, રઘુ અને ત્રણ પોલીસની જે બીજી ટીમ હતી,
તે ફાર્મ પર પહોચીને
પંકજભાઈ અને ધીરજભાઈને છોડાવી પણ લે છે.
સાથે-સાથે ગઈકાલે જે એટીએમમાં ચોરી થઈ હતી, એ બધા જ રૂપિયાની બેગ પણ જપ્ત કરી લે છે.
આ પ્રમાણેનો, પોલીસ ઈન્સપેક્ટર પર ફામ પર ગયેલ પોલીસની બીજી ટીમનો ફોન આવતા, અને ઈન્સપેક્ટર સાહેબે બનાવેલ બન્ને પ્લાન સક્ષેશ થતા, શ્યામની સાથે-સાથે બધા રાહતનો દમ લે છે.
વધું ભાગ - 18 માં