Jivan Aek Sangharsh - 11 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | જીવન એક સંઘર્ષ - 11

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

જીવન એક સંઘર્ષ - 11

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-11

આપણે પ્રકરણ 10 માં જોયું કે આશ્કા હવે પોતાના માસીના ત્યાં પીનામાસીને ત્યાં રહેતી હતી. માસીના ઘરે બધા પોત પોતાની જોબ પર ચાલ્યા જતા એટલે આશ્કા એકલી પડી જતી. તેણે પોતાના માસીના દીકરાને પોતાને માટે જોબ શોધી આપવા કહ્યું અને તેને એક રૂબીના આન્ટીને ત્યાં જોબ મળી પણ ગઇ હવે તેને થોડી રાહત લાગી. માસીના ઘરથી આ જોબ માટે દૂર જવું પડતું તેથી તેણે આન્ટીને પોતાના માટે રહેવાની જગ્યા શોધી આપવા કહ્યું.

આન્ટીને ઇન્ડિયન ઇમાનદાર અને સ્વીટ આશ્કા ખૂબ ગમી ગઈ હતી. તેણે આશ્કાને પોતાના ઘરમાં પી.જી.તરીકે રહેવા માટે કહ્યું. આશ્કાને જોબની સાથે સાથે રહેવા માટેનું ઘર પણ મળી ગયું હતું. હવે તે થોડી ખુશ હતી.

આશ્કા પૂરી ગુજરાતી હતી તેથી સ્વભાવે મિલનસાર અને કામકાજમાં પહેલો નંબર હતી. તેણે એક જ મહિનામાં આન્ટીના આખા સ્ટોર્સનો વહીવટ પોતાના હાથમાં લઇ લીધો હતો અને આન્ટીને સારું ગુજરાતી જમવાનું પણ બનાવી આપતી હતી. આન્ટી તેને પોતાની દીકરી થઇને આવી છે તેમ કહ્યા કરતા હતા અને આશ્કાને પોતાની દીકરીની જેમ રાખતા પણ હતા.

આશ્કાએ એક દિવસ રૂબીના આન્ટીને પોતાની સાથે અત્યાર સુધીમાં જે કંઇપણ બન્યું તેની બધી જ વાત કરી, આન્ટીની આંખમાં આંસુ આવી ગયા, અને તે બોલી પડ્યા કે ઇન્ડિયન લેડી ખૂબ જ સહનશક્તિ ધરાવે છે અમારી અહીંની કોઇપણ લેડી પોતાની મેરેજલાઇફ ટકાવી રાખવા માટે આમાંનું કશું જ સહન કરે નહિ અને તે દિવસથી તેમને આશ્કા માટેનું માન પણ વધી ગયું અને તેના પ્રત્યેનો પ્રેમ પણ વધી ગયો. આશ્કા અને આન્ટી બંને મા-દીકરી ની જેમ રહેવા લાગ્યા.

આશ્કાએ પોતાની સાથે યુ એસ એ માં જે કંઇ પણ બન્યું તેની બધી જ વાત પોતાની બેન નિરાલીને અને પ્રદીપજીજુને કહી રાખી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે જો કોઇ સારો છોકરો મળશે તો હું મેરેજ કરી લઇશ જેથી ઇન્ડિયા પરત ન આવવું પડે અને તેણે આ બધી જ વાત મમ્મી-પપ્પાને ન જણાવવા કહ્યું હતું. નિરાલીએ અને પ્રદીપે આ વાત પોતાના સુધી જ રાખી હતી અને આશા રાખતા હતા કે યોગ્ય છોકરો મળી જાય તો આશ્કાને પરત ન આવવું પડે અને પછીથી આ બધીજ વાત મમ્મી-પપ્પાને જણાવી દઇશું.

સમય તો ક્યાં પૂરો થઇ જાય છે ખબર જ નથી પડતી અને આશ્કાને છ મહિના પૂરા થવામાં હવે એક જ મહિનો બાકી હતો. જો આ મહિનામાં તે મેરેજ ન કરી લે તો તેણે પરત આવી જવું પડે તેથી તેણે આન્ટી ને તેના માટે કોઈ સારો ઇન્ડિયન છોકરો શોધીને આપવા કહ્યું. આન્ટીને ઘણાં બધાં સારા ઇન્ડિયન ફેમીલી સાથે રીલેશન હતા તેમણે પોતાને ઓળખીતા દરેક ઇન્ડિયન ફેમીલીમાં આશ્કા માટે વાત કરી તો એક છોકરો સામેથી આન્ટીને મળવા માટે આવ્યો.

નિસર્ગ, હાઇટ-બોડીમાં એકદમ બરાબર પાંચ-પાંચ ની હાઇટ, દેખાવે એકદમ રૂપાળો, હેન્ડસમ અને પર્સનાલેટેડ વ્યક્તિત્વ આન્ટીના સ્ટોર્સમાં આવીને ઉભો રહ્યો, આન્ટીએ તેને આવવા માટેનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તમે મેરેજ માટે કોઈ ઇન્ડિયન છોકરીની વાત કરી હતી તો હું તેને મળવા માટે આવ્યો છું. આન્ટી તેને જોઇને ખુશ થઇ ગયા. નિસર્ગને પોતાના ઘરે લઇ ગયા અને આશ્કા સાથે ઓળખાણ કરાવી.

આશ્કા તો બિલકુલ તૈયાર પણ થઇ ન હતી કારણ કે તેને તો ખબર પણ ન હતી કે આ રીતે અચાનક તેને કોઇ જોવા કે મળવા આવી જશે તે તો બસ ટી-શર્ટ અને હાફપેન્ટ પહેરી ઘરકામ કરી રહી હતી. પણ આશ્કા નોર્મલ કપડામાં પણ એકદમ બ્યુટીફૂલ લાગતી હતી કે કોઈને પણ ગમી જાય.

નિસર્ગ આશ્કાને તેના અતીત સાથે એક્ષેપ્ટ કરે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં.....