Badlata Sambandho - 4 in Gujarati Love Stories by મનિષ ઠાકોર ,પ્રણય books and stories PDF | બદલાતાં સબંધો ભાગ 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

બદલાતાં સબંધો ભાગ 4

ભાવિન સવારે વહેલા ઊઠીને જોબ માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે ગાર્ડન તરફ જોયું તો આશ્ચયૅચકિત થઈ ગયો કેમ કે ત્યાં સોનિયા અને અન્ય અે છોકરો અે જે ભાવિન તેને પહેલા પણ ગાર્ડનમાં જોયો હતો, ત્યાં જવા માટે જાય છે પણ તેને બેન્કમાં થી ફોન આવે છે અને તે પાછો નોકરી માટે ચાલ્યો જાય છે.
બેન્કમાં બધાં કર્મચારી ભાવિન રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક બધાએ તેને બર્થ ડે વિશ કર્યું.
ભાવિન કહ્યું બધા મિત્રો ખુબ ખુબ આભાર
એક કર્મચારી કહ્યું ભાવિન આજે બપોરે લંચ ટાઈમ માં પાટી તારા તરફથી....
ભાવિન કહ્યું હા કેમ નહિ જરૂર...
ભાવિન બેન્કમાં કમ્પ્યૂટર આગળ કામ કરતા કરતા વિચારતો રહ્યો કે સોનિયા અને તે છોકરો હમેશા સાથે જોવા મળે તેનાં મનમાં અનેકો પ્રશ્નો નું પુર હતું.
બપોરનો સમય થયો લંચ માટે બધા મિત્રો ભાવિન પાટી માટે એક હોટેલમાં જમવાં માટે ગયાં. બધા પોત પોતાના ઓડર વેટર પાસે નોધાવી રહ્યાં હતાં.
વેટર કહ્યું સર તમારા માટે શું લાવું.
ભાવિન કહ્યું જે ઓડાર મારા મિત્રો આપ્યો તે લઈને આવો.
ભાવિન મિત્રો સાથે જમી રહ્યો હતો ત્યારે તેનો પરમ મિત્ર પ્રણય નો ફોન આવ્યો અને તે વાત કરવા માટે હોટેલના ગાર્ડનમાં ટેબલ પર બેસીને વાતો કરતો હતો. તે સમયે તેની નજર સામેના ટેલબ પર જાય છે, ત્યાં સોનિયા અને ગાર્ડન વારો છોકરો બન્ને એકબીજાને હાથમાં હાથ પરોવીને બેઠા હતા.
ભાવિન પ્રણય સાથે વાત કરતાં કરતાં અટકી ગયો.
પ્રણય કહ્યું શું થયું ભાવિન બધું ઠીક છે કેમ કોઈ બોલતો નથી.
ભાવિન કહ્યું પ્રણય હુ થોડી વારમાં ફરી ફોન કરું.
પ્રણય કહ્યું બોલ ભાવિન શું થયું કેમ તારો અવાજ બદલાઈ ગયો તું ઠીક છે.
ભાવિન ફોન મુકીને તને સોનિયાને ફોન કર્યો.
સોનિયા કહ્યું ભાવિન જમી લીધું. હુ તારા ગીફ્ટ માટે બજારમાં આવી હતી, માટે આપણે થોડીવાર પછી વાત કરીએ.
ભાવિન તેનાં દિલમાં આ આઘાતજનક પરિસ્થિતિમાં પોતાને રોકી રાખે છે અને તે હોટેલના માલિકને તેનાં મિત્રોનું બિલ ચૂકવે છે અને સાથે સોનિયા નું પણ બિલ આપી દે છે.

ભાવિન જોબ પર જવાનને બદલે ઘરે પાછો આવી જાય છે. ઘરે તેનાં માશી અને પરેશ તેનાં બર્થ ડે માટે તૈયારી કરી રહ્યા હતા.
પરેશ કહ્યું ભાવિન આજે અડધી રજા લીધી સારું કેવાય ભાઈ....
ભાવિન કંઈ પણ કહ્યા વગર તેનાં રૂમમાં ચાલ્યો જાય છે.
પરેશ તેની પાછળ જાય છે અને જોવે છે તો ભાવિન ગુસ્સે હતો સાથે દુઃખી પણ.
પરેશ કહ્યું શું થયું ભાવિન કેમ આજે આટલો બેચેન લાગે છે કોઈ ચિંતા છે.
ભાવિન કહ્યું ના પરેશ કઈ નથી બસ મને થોડો સમય એકલો રહેવા દઈશ અને સોનિયા આવે તો મને કહેજે.
પરેશ કહ્યું હા ભાવિન ઓકે

ભાવિન ચિંતા કારણે સૂઈ ગયો હતો ત્યાં સોનિયા તેનાં રૂમમાં આવીને તેને સહેલાઈથી માથા પર હાથ ફેરવવા કહ્યું ચાલ બર્થ ડે બોય જાગો ફેશ થઈ જાવો હમણાં બધા આવતા હસે.
ભાવિન જાગ્યો અને સોનિયાનો હાથ પકડીને કહ્યું સોનિયા આજે બપોરે ક્યાં હતી.
સોનિયા કહ્યું કેમ ભાવિન આમ પૂછે છે તને કહ્યું તો હતું ફોન પર બસ.
ભાવિન કહ્યું મારે સત્ય અને સાચો જવાબ જોઈએ છે.
સોનિયા કહ્યું શું થયું છે ભાવિન હુ સાચું કહું છું,અને કેમ આવું વર્તન કરે છે.
ભાવિન કહ્યું વર્તન....... તું શું કરે છે મારી સાથે તને ખબર છે.
ત્યાં ભાવિન ની માશી આવે છે અને કહ્યું ભાવિન ચાલ બહાર થોડાં સમય પછી હોટેલમાં જમવા માટે જવાનું છે. તું પણ આવજે સોનિયા ......
સોનિયા અને માશી બન્ને વાતો કરતાં કરતાં સાથે બહાર જતા હોય છે.
ભાવિન કહ્યું પરેશ મારે મારા ઘરે જવું છે મમ્મી પપ્પા ની ખુબ યાદ આવે માટે હુ આજની સાંજની બસમાં ઘરે જવું છે.પ્લીઝ તું માશીને સમજાવે તે જરૂર સમજી જસે.
પરેશ કહ્યું પણ કેમ અચાનક આજે તારા બર્થ ડે ના દિવસે જ કાલે જજે મમ્મી હવે નહિ માને ભાઈ.
ભાવિન કહ્યું ઓકે હુ માશી ને વાત કરીને આવું.
પરેશ કહ્યું અરે ભાઈ સાંભળ......(ભાવિન ચાલ્યો જાય છે)

થોડાં સમય બાદ ભાવિન ચાલ પરેશ તારે પણ આવાનું છે કેમ કે માશી એક જ વાત પર રજા આપી છે કે તું પણ મારી સાથે આવે તો....
પરેશ કહ્યું ભાઈ હુ તારી જેમ જોબ પર અચાનક રજા ના લઈ શકું.
ભાવિન કહ્યું તું મારી સાથે ચાલે છે બસ નહિ તો હુ તો જવાનો છું.
પરેશ કહ્યું ઓકે ચાલ હુ આવું છું પણ એક દિવસ રોકાઈ વધારે નહિ.
ભાવિન કહ્યું હા ભાઈ તું કાલે પાછો આવી જજે બસ. જલ્દી તૈયાર થઈ જાય બસનો સમય થઈ ગયો છે.

બન્ને ભાઈઓ બસમાં બેસીને જાય છે અને પરેશ કહ્યું ભાવિન સોનિયા કેમ આજે ઉદાસ થઈ ગઈ હતી.
ભાવિન કહ્યું પરેશ તું આરામ કર બસસ્ટેન્ડ આવે ત્યારે તને જગાડી ઓકે.
પરેશ કહ્યું ભાઈ તારો બર્થ ડે આજે કેમ ગુસ્સો કરે છે કોઈ ચિંતા છે.
ભાવિન હાથ જોડીને કહ્યું ભાઈ બસ કરો.

બન્ને ભાઈઓ ઘરે આવી ગયા ઘરે બધા તેમની રાહ જોઈ રહ્યા હતા, અચાનક તેમની સામે પ્રણય અને તેના અન્ય મિત્રો બર્થ ડે વિશ કરે છે.
ભાવિન કહ્યું ઓહ આભાર.
બધા મિત્રોને પછી બધાં ઘરમાં જાય છે ભાવિન ઘરમાં બધાને મળે છે. અને મિત્રોને ભેટી પડે છે ત્યારે બાદ કેક કાપીને બધાં ખુશીથી ઝૂમી રહ્યાં હતાં.
ભાવિન, પ્રણય, પરેશ અને અન્ય મિત્રો બધા આઇસ્ક્રીમ અને સોડાની પાટી કરી પછી એક પછી એક મિત્ર પોતાના ઘરે જાય છે, છેલ્લે પ્રણય, પરેશ ભાવિન વધે છે.
પ્રણય કહ્યું ભાવિન બપોરે શું થયું હતું મે તને ફોન કર્યો ત્યારે....
પરેશ કહ્યું હા ભાવિન બપોર પછી તારું વર્તન બદલાઈ ગયું મે પણ નોટિસ કર્યું છે.
ભાવિન કહ્યું પ્રણય હવે શું કહુ તને સોનિયા આજે એ છોકરા સાથે હતી જે મે તને વાત કરી હતી. અને હદ તો ત્યાં થઈ કે મે આજે તેને મારી આંખે જોઈ અને મે ફોન કર્યો તો કહે કે મારા બર્થ ડે ગિફ્ટ લેવા ગઈ છે આવું ખોટું બોલીને મારા વિશ્વાસને ઠેશ પહોચાડી પછી હુ તને તે સમયે કેવી રીતે વાત કરું.
પરેશ કહ્યું ભાઈ આટલી મોટી વાત થઈ અને મને પણ ના કહ્યું તે.
ભાવિન કહ્યું શું કહુ ભુલ મારી હતી તે મને કહ્યું હતું કે આ બાબતમાં ઉતાવળ ના કરતો.
પરેશ એ સોનિયાને ફોન કર્યો અને કહ્યું ભાવિન વાત કરે છે. (પરેશ ભાવિન ફોન આવ્યો)
ભાવિન કહ્યું સોનિયા આજે તારે સત્ય વાત કરવી પડસે......
સોનિયા કહ્યું કઈ વાત અને ભાવિન કેમ આમ અચાનક જતો રહ્યો શું થયું.
ભાવિન કહ્યું હવે ત્યાં રહેવા જેવું છે.
સોનિયા કહ્યું એટલે શું થયું.
ભાવિન કહ્યું આજે નિશાની હોટેલમાં તમારું જેણે તમારું બિલ ચુકવ્યું તે હુ હતો. અને મે તને ફોન કર્યો ત્યારે જે જવાબ આપ્યો........
સોનિયા કહ્યું ભાવિન મારી વાત સાંભળ તો જે છોકરો તેનું નામ હિતેન છે જેને હુ પ્રેમ કરું છું પણ તે થોડા સમય માટે સ્ટડી માટે ચાલ્યો ગયો. મને એક મિત્રની જરૂર હતી તેવા માં મને તુ મળ્યો સમયે જતાં તારી તરફ હુ આકર્ષાઈ મને તારા પ્રત્ય પ્રેમ જાગવા લાગ્યો અને તારી કેર તારું વર્તન તારી દરેક મારા પ્રત્યે ભાવના મને ગમી હુ તારો પ્રપોઝ ઠુકરાવી હતી તો તું મને ફરી ના મળે, પણ ભાવિન અને હિતેન બન્ને સાથે હુ તેમની લાગણી સાથે હુ શું કરી રહી મને સમજાતું નહોતું. માટે મે હિતેન ના હતો એટલો સમયે મે તારી સાથે વિતાવ્યો. પણ આપણા પ્રેમ ઝગડા થયા પણ તે કારણ નથી. પણ હુ જ્યારે હિતેન મળી ત્યારે બધું જાણે ભૂલી ગઈ હોય પણ તને આ વાત કેવી રીતે કરવી તે વિચારતી રહી ગઈ પણ મોકો ના મલ્યો પણ તારા વિશ્વાસ કારણે મને ડર હતો કે તું આ વાતની તને ખબર પડશે તો........
ભાવિન કહ્યું તો તે પણ મારા દિલ સાથે ગદારી કરી મને એકવાર કહ્યું હોય તો હુ તમારાં રસ્તામાંથી જતો રહ્યો હોત અને તું વિશ્વાસ ની એવી વાતો કરી કે....
સોનિયા કહ્યું મને માફ કરજે ભાવિન હુ તારી ગુનેગાર છુ.
ભાવિન કહ્યું માફી ક્યાં હકથી માંગો છો. (ફોન મૂકી દે છે)
પરેશ કહ્યું ભાવિન સોનિયા તને તેનાં હિતેન સાથે સબંધ વિશે વાત કરી ના હતી.
ભાવિન કહ્યું એને કહ્યું હતું કે..........................

વધુ આવતાં અંકે
લેખક મનિષ ઠાકોર, પ્રણય

મિત્રો તમારો પ્રતિભાવ આપજો આગળની વાર્તા શું ભાવિન અને સોનિયા વિશે ની તમારી કલ્પના મને જરૂર જણાવજો.