Sky Has No Limit - 64 - last part in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-64 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-64 - છેલ્લો ભાગ

સ્કાય હેઝ નો લિમિટ..
પ્રકરણ -64

મને બધીજ ખબર હતી છતાં મેં ફાલ્ગુન અને હીમાંશુને મલ્લિકા પાસે રોકવા કિધેલું..હજી કેટલી નિચતા આલોકો કરી શકે છે અને ફાલ્ગુન સોનિયા સાથે હતાં જ..પણ કમનસીબે ફાલ્ગુન રોકાયેલો નહીં...પણ એ રાત્રે બગીચામાં હિમાંશુ સ્મોક કરીને આવું એમ કહી બહાર નીકળેલો ત્યારે ફાલ્ગુનને પણ તલપ હતી..પણ મલ્લિકા બહાર ગયેલી ગાર્ડનમાં અને હીમાંશુને તક ગુમાવવી નહોતી એણે ફાલ્ગુનને રોકેલો તું અંદર રહે સોનિયા...અને એ બહાર નીકળ્યો મલ્લિક્કાને ચુંબન કર્યું એ ફાલ્ગુન જોઈ ગયેલો..
ફાલ્ગુને મને એ સમયે કંઈ જ ના કીધું. મારાં ફાધરના બીમારના સમાચારે મને વધુ ડિસ્ટર્બ નહોતો કરવો...
પણ ઇન્ડિયા ગયા પછી હું ફાલ્ગુનનાં સતત સંપર્કમાં રહેતો હતો..એની પાસેથી બધું જાણતો રહેતો..બીજા દિવસે એ ઘરે જવા નીકળી ગયેલો એ હીમાંશુના દંભ અને દુરાચાર વિશ્વાસઘાતથી ખૂબ આઘાત પામેલો.. પછી ખબર નહિ આ પિશાચ પણ ઘરે જતો રહેલો એ મને આશ્ચર્ય હતું... ત્યાંજ શિલ્પાનું મોં ખુલ્યું મેં જ કીધું હતું ઘરે જવા ..મોહિત તારાં અને ફાલ્ગુનભાઈના ગયા પછી આલોકોને જાણે છૂટો દોર મળેલો હું ખૂબ આઘાતમાં હતી બન્ને જણા એવું વર્તે કે....એમ કહી ડૂસકું મુક્યું..
પછી સ્વસ્થ થઈ બોલી મારે રસ્તામાં અને ઘરે પહોંચી ખૂબ ઝગડો થયો..હું સાચુજ નહોતી માની રહી કે હિમાંશુ આવું કરે?
હિમાંશુ તો પુરુષ હતો..મારાં મનથી ઉતરી ગયેલો પણ મલ્લિકા...? એની પાસે શું નહોતું આટલો સારો પ્રેમાળ પતિ આટલી સુખ સગવડ પૈસો..મોહિતનો અપાર પ્રેમ..એને શું ખૂટતું હતું? કેમ આમ? પછી ખબર પડી કે લગ્ન પહેલાં પણ આલોકો આવાં સંબંધમાં હતાં જ..કોના પર ભરોસો કરવો?
મોહિત બોલ્યો “ એની પાસે બધુંજ હતું છતાં આ કુલટા તરસી હતી..એ જાતથી સંસ્કારથી વિયર્ડ અને વિકૃત પહેલેથી જ હતી એને વિકૃત અદાઓમાં રસ હતો..માઁ ઉભી છે વધુ નહીં બોલી શકું. સંસ્કાર જેવું એની માઁ માં હોય તો એનામાં આવેને.. અને આ વાક્ય હું પુરી જવાબદારીથી બોલું છું કહેવત છેને કે કૂવામાં હોય તો હવાડામાં આવે..આનાં માટે કોઈને સ્પષ્ટતા જોઈતી હોય તો હું આપવા તૈયાર છું એમ કહી મલ્લિકાનાં પેરેન્ટ્સ સામે જોયું.. આટલું સાંભળ્યું અને મલ્લિકાનાં પાપા વિજયભાઈની આંખમાં આંસુ આવ્યા એ ગુસ્સામાં મલ્લિકા પાસે ગયા જોરથી બે થપ્પડ મારી દીધી અને કાલિન્દી બહેન સામે જોઈ બોલ્યા “રાંડ આ તારાં જ વઢાયા છે અને માથું કૂટવા લાગ્યાં.
મિહિતે કીધું અંકલ આ બધું તમારે બહુ પહેલાં કરવાનું હતું હવે પાણી માથા પરથી વહી ગયાં.. હવે કોઈ અર્થ નથી.
હજીતો આ રાસ્કલોનો ભેદ તમને કહું..પેલો હિમાંશુ પિશાચના ફોન આવે તો સગવડ અને સલામતીથી વાત થાય એનાં માટે મેડમે એનું નામ મિસિસ એક્સ રાખેલું..આટલાં તો સ્માર્ટ છે.
ટૂંકમાં પોતાનાં સ્વાર્થ અને સુખ માટે મને બલીનો બકરો બનાવ્યો મારી જીંદગી બરબાદ કરી અને આ ચુડેલના પ્રેમમાં મેં મારાં વહાલસોયા પિતા ખોયા...
ઈશ્વર તમને કદી માફ નહીં કરે.
મારાં પિતાનું અવસાનનું કારણ અને જવાબદાર મલ્લિકા જ છે અને એનાંથી વધુ એની માતા કાલીન્દી આન્ટી છે એમણે મલ્લિકાને ક્યાંય રોકી નહીં એ સ્વતંત્ર નહીં સ્વચ્છદતાથી જીવી રહેલી અને ખબર નહીં કયું સુખ લુટવું હતુ કે ઓછું પડતું હતું મને તો ક્યાંય ક્યારે સમજાયું નથી...
એને ઇશ્વરે ચારે હાથે સુખ આપેલું પણ જેની કેળવણી અને ઉછેર એનાં અંગત ગંદા વિચારો અને પૈસા સુખની ભૂખે એનાં વિચાર બગાડ્યા એને સુખ હતું જ પણ કોઇ પિશાચી ઇચ્છાઓ સંતોષવી હતી પતિથી છાનાં છીનાળા કરવાં હતાં શારીરિક ભૂખે ઉપાડો લીધો હતો એને બધોજ ભોગવટો ભોગવવો હતો એટલે આડા રસ્તે બંન્ને જણાં ઉતરી ગયાં. મારાં બાળકને આ દુનિયામાં આવવા ના દીધુ એબોર્શન કરાવી લીધુ મને ખબર છે મારાં ઇન્ડીયા પાછા આવવાનાં આગલાં દિવસેજ કરાવી લીધું.
જોકે એક રીતે એ પાપ મુક્ત થઇ કે મને કયાં ખબર હતી કે એ પાપ હતું કે મારોજ અંશ હતો પછી તો મેં પણ મારી ઇચ્છાઓને દાટી દીધી હતી મને એટલો અવિશ્વાસ થઇ ગયેલો કે એ મારા અંશ નહીં પણ મલ્લિકા હિમાંશુનું પાપજ ઉછરી રહ્યું હોય તો કોને ખબર ?
અહીં મારાં પિતા મૃત્યુ પામેલાં હતાં શું અહીં એમનાં માટે ઘરે આવેલો પિતાના મળ્યાં પછી મારે ક્રીયાકર્મ કરવાનાંજ આવ્યાં. અને એવાં સમયે પણ આ બંન્ને કાળમુખા પાપીઓ ત્યાં માંરાંજ ઘરમાં એમની પાશવી નગ્ન કામક્રીડીઓ કરતાં હતાં. ધિક્કાર છે થૂ... હિમાંશુ.. અને મોહીત આંખનાં આંસુ સાથે થૂ થૂ કરી રહેલો. એને ગુસ્સામાં આંસુ આવી રહેલાં ધિક્કાર અને તિરસ્કારનાં ગરમ ગરમ આંસુ પડી રહેલાં.
સોનીયા અને શિલ્પા એકબીજાને વળગીને ખૂબ રડી રહેલાં. મલ્લિકા ત્યાં જમીન પર માથાં પછાડીને આક્રંદ કરી રહેલી મોહીત મને માફ કર મને માફ કર.
મોહીતે થોડાં સ્વસ્થ થતાં કહ્યું "તમારી આ પાપ લીલા બધીજ હું જાણી ચૂક્યો હતો. મને યુ એસ રહેવું નહોતું એ ધરતી મને ભારરૂપ લાગવા માંડી હતી મારાં બોસને મેં રીકવેસ્ટ કરી મારી શરતો માનીને મને ઇન્ડીયામાં પણ એજ પોસ્ટીંગ આપ્યું હું મારી માં પાસે આવી ગયો.
પણ મને આજે એ વાતનું આશ્ચર્ય છે કે આટલી તમારી કાળી પાપ લીલા છે મને બધીજ ખબર છે છતાં તમે લોકો ક્યાં મોઢેં અહીં મારી પાસે આવ્યાં છો ? મારી જીંદગી બરબાદ કરી મેં મારાં વ્હાલ સોયા પિતાની છત્રછાયા ગુમાવી હજી તમારે મારું શું બરબાદ કરવું છે તો અહીં આવ્યાં છો ? તમારાં કાળા મોઢાં મારી સામેથી લઇ જાવ એન્ડ ગેટ લોસ્ટ.. ખૂબ ગુસ્સામાં મોહીત બોલી રહેલો. એનો ચહેરો ગુસ્સાથી લાલ અને આંખમાંથી આંસુ પાડી રહેલો.
મોનીકાબહેન મોહીતને પોતાની છાતીએ વળગાવી દીધો. મોહીત માં ને વળગીને બોલ્યો "માં આમાં મારી ક્યાં ભૂલ હતી ? મને કેમ સજા મળી ? મેં કોઇનું શું બગાડ્યું હતું ? માં હું શું કરુ માં... માં.. માં અને મોહીત ખૂબજ રડ્યો.
વિજયભાઇ મોહીત અને મોનીકાબહેન પાસે આવ્યાં હાથ જોડીને ઉભા રહ્યાં એમની આંખમાં આંસુ હતાં અને મલ્લિકાએ મોનીકાબહેનાં પગ પકડી લીધાં અને માફી માંગવા માડી... માં મને માફ કરો મારી ગંભીર ભૂલ થઇ છે હું સુખ શોધવામાં પાપ આચરી બેઠી મેં મોહીતને દગો દીધો છે હું માફીને કાબીલ નથી પણ મારાં પેટમાં મોહીતનોજ અંશ હતો હું ખોટું નહીં બોલું પણ આ સ્ત્રી જાત અને મારાં કુસંસ્કાર, મારો ઉછેર બધુજ મેં વગોવ્યું છે હું નીચ છું માં મને માફ કરો સારું થયુ. મોહીતે મને તરછોડી હું એને જ લાયક હતી માં તમે મને માફ કરો પાપાને માટે હુંજ જવાબદાર છું. મોહીતે શું ના કર્યું? પણ હું પીશાચી કંઇ સમજી ના શકી માં મને માફ કરો. એ સતત રડતી રહેલી અને કાલીન્દી બહેન પણ પગમાં પડ્યાં મોનીકાબહેને મોહીત સામે જોયું... મોહીતની આંખો સાવ કોરી હતી.





મારાં વહાલાં વાચક મિત્રો,

દુનિયામાં અલગ અલગ સ્ત્રી ચરિત્રો હોય છે એમાં આ નોવેલનું ધૃણાસ્પદ ગંદુ ચરિત્ર વાર્તા રૂપે વર્ણવ્યું છે. જગતમાં પૈસાની લાલચ, મોહ અને વાસના ખૂબ ખરાબ પરિણામ લાવે છે જે ચરિત્ર ઉજાગર કરવાનું હતું એ સંપૂર્ણ નગ્ન રીતે સ્પષ્ટ રજૂ થાય..એની વિકૃત અને વાસનામય મનોદશા અને વર્તન આબેહૂબ રજૂ કરી શકાય એટલે અમુક પ્રકરણમાં કદાચ સુરુચી ભંગ થયો હોય તો વાચકોની માફી માંગુ છું પણ વાર્તાની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખી લખાયું છે.

આજે ખૂબ રસપ્રચુર અને લોકપ્રિય થયેલી નવલકથા સ્કાય હેઝ નો લિમિટ પુરી થઈ રહી છે.
એનો અંત સાથે બધાજ રહસ્ય ખોલી નાખ્યાં છે પણ.. પણ.. મારે આ તમે અંત વાંચો પછી અભિપ્રાય જોઈએ છે.

૧. મલ્લિકાની સાથે કેવો વ્યવહાર થવો જોઈએ? તમે ન્યાય કરો જણાવો. એને માફ કરવી
જોઈએ કે કેમ?

૨. આપને નવલકથા કેવી લાગી એ જરૂર જણાવશો.

આવનાર નવી નવલકથા ખૂબ રસપ્રદ આવી રહી છે એની ખાતરી આપું છું.
આજનો યુવાન શું કરે છે?... સ્વતંત્રતાને વટાવી સ્વચ્છંદતા કરી પિશાચી આનંદ મેળવે છે...
આજની યુવા પેઢીને દર્શાવતી એમની અંગત ડાયરીનાં પાનાં ખોલી લખી રહ્યો છું..
રસપ્રદ યુવા નવલકથા...
*વાઈલ્ડ ફ્લાવર્સ...*
યુવા હૈયાઓને વાંચી કલમથી ટપકાવી રજૂ કરનાર લેખક...*દક્ષેશ ઇનામદાર.*

આભાર...