પરાગિની – ૧૨
દાદી- પરાગ મને સાચું કહે તારા આ છોકરી સાથે કોઈ રિલેશન નથી??
પરાગ- દાદી તમે જેવું વિચારો છો એવું કંઈ નથી..!
સમર- દાદી, ભાઈ જૂઠ્ઠું બોલે છે. ભાઈ હવે દાદીથી શું છુપાવવું..?!
પરાગ- સમર તું તો કંઈ બોલીશ જ ના..! તારા કારણે હું દર વખતે ફસાઈ જાઉં છું. મને એ છોકરી સહેજ પણ નથી ગમતી. દાદી સાચેમાં એવું કંઈ જ નથી આ કોઈએ અફવા ફેલાવી છે.
પરાગ આટલું કહી ગાર્ડનમાં બેસવા જતો રહે છે.
દાદી- સમર શું સાચેમાં જ પરાગને આ ટીયા ગમે છે?
સમર- દાદી, એક કામ કરો ટીયાને ઘરે બોલાવો અને જોઈ લો.. કેવી છોકરી છે તે.. તમને નંબર હું આપું...!
દાદી ટીયાને ઘરે બોલાવી તેને મળવા માંગતા હોય છે અને જોવા માંગતા હોય છે કે કેવી છોકરી છે તે,,!
આ બાજુ રિની પોતાનું દુ:ખ ભૂલાવવા ઘરકામમાં વ્યસ્ત રહે છે. રાત્રે જમીને આશાબેન તેને તેમના રૂમમાં બોલાવે છે.
આશાબેન- જો ત્રણ-ચાર છોકરા જોઈ રાખ્યા છે.. તું જોઈ લેજે તને જે પસંદ પડે તે કહેજે એટલે જોવાનું રાખીએ.
રિની- જો મમ્મી મને ઊંઘ આવે છે અને કાલે જોબ પર પણ વહેલું જવાનું છે. મને સૂવા જવા દે અને હા, મારે અત્યારે મેરેજ નથી કરવા.
રિની તેના રૂમમાં જતી રહે છે. રૂમમાં જઈને બેસે છે અને સમરનો ફોન આવે છે, રિની ફોન ઊપાડે છે.
સમર- કેમ છે રિની? કેવું છે તને હવે?
રિની- કાલ કરતાં સારું છે અને કાલે હેલ્પ કરવા માટે થેન્કસ.. કાલે તને થેન્ક યુ પણ નહોતું કીધું..
સમર- અરે... એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. હવે કાલે જે થયુ તે ભૂલી જઈએ.. ભાઈ પણ કાલે વહેલા ઘરે આવી ગયા હતા અને ઉદાસ દેખાતા હતા.
રિની- કેમ શું થયું હતું એમને?
સમર- એ તો ખબર નથી મને..!
રિની- ઓકે ચાલ કાલે ઓફીસમાં મળીએ. બાય. ગુડ નાઈટ.
સમર ગુડ નાઈટ કહી ફોન મૂકે છે.
નિશા- તારો ફ્રેન્ડ સારો કહેવાય તને કોલ કરી તબિયત પણ પૂછે છે.
રિની- હા, સમર સારો વ્યકિત છે... મેં નક્કી કર્યુ છે કે હવે હું પરાગ બાજુ ઓછું ધ્યાન આપીશ.. કેમ કે તે હવે ટીયાનો છે.. મારા કામ પર જ ફોકસ રાખીશ..!
એશા- ધેટ્સ માય ગર્લ..! બધા મર્દ એક જેવા જ હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે આવે અને કોઈ બીજી સુંદર છોકરી મળી જાય એટલે એની પાછળ ભાગે..!
ત્રણેય જણાં મોડી રાત સુધી વાતો કરી સૂઈ જાય છે.
***********
સવારે રિની ઊઠી તૈયાર થાય છે. રોયલ બ્લ્યુ લોંગ જમ્પશુટમાં રિની હિરોઈન જેવી લાગતી હોય છે. ચાલતા ચાલતા ઓફીસ પહોંચે છે. રિની અને પરાગ એકસાથે જ ઓફીસમાં પ્રવેશે છે. બંને એકબીજાને ઓટીટ્યૂડ બતાવે છે અને બોલતા નથી.
બંને સાથે લિફ્ટમાં ઉપર જાય છે. રિની ઉપર જઈ તેના ડેસ્ક પર બેસી કામ કરવા લાગે છે. પરાગ સિયાને તેની કેબિનમાં આવવા કહે છે. સિયા પરાગની પાછળ તેના કેબિનમાં જાય છે.
સિયા પરાગને આજની મીટિંગનું કહે છે અને બધી નવી ડિલનું લિસ્ટ આપે છે.
પરાગ- સિયા મને કોફી આપી જજે.
સિયા- હા, સર રિનીને કહું છું તે આપી જશે.
પરાગ- મેં તમને કીધુ છે.. તમે આપી જાઓ.
સિયા ફટાફટ કોફી બનાવી પરાગને આપી જાય છે.
પરાગ સિયાના ડેસ્ક પર ફોન કરે છે પણ સિયા નથી હોતી એટલે રિની ફોન ઉઠાવે છે.
પરાગ- સિયા ક્યાં છે?
રિની- તે નથી.. ઉપર ગઈ છે. કંઈ કામ હતું?
પરાગ- ટીયાને ફોન કરી કહો મને મળી જાય.
રિની- હા, કહી દઉં છું.
રિની ફોન મૂકી દે છે.
ટીયા જૈનિકા પાસે જાય છે. જૈનિકા નવા ક્લેકશન માટેની ડિઝાઈન બનાવી રહી હોય છે.
ટીયા- હાય.. જૈનિકા કેમ છે?
જૈનિકા- હાય.. મજામાં.. તું બહુ ખુશ દેખાય છેને?
ટીયા- હા... શું તે કાલે ન્યૂઝપેપર કે ટી.વી. માં ન્યૂઝ નથી જોયા? બધા ન્યૂઝમાં હું અને પરાગ જ દેખાતા હતા.. બધાને ખબર પડી ગઈ કે હું અને પરાગ એકબીજાને લવ કરીએ છે..!
જૈનિકા- હેં..... પરાગ.. લવ કરે.. એ પણ તને?? કોણે કીધું?
ટીયા- (નાટક કરતાં) હું પણ આ ન્યૂઝ સાંભળીને શોક થઈ ગઈ હતી.
જૈનિકા- તારા અને પરાગ વચ્ચે કંઈ છે જ નથી તો મીડિયાવાળા શું કામ ખોટું ખોટું છાપે અને બતાવે?
ટીયા- હા, મને ખબર છે.. પણ ભવિષ્યમાં કદાચ સાચું પણ થઈ શકે છે..! એટલાંમાં જ રિની નો ફોન ટીયાના મોબાઈલ પર આવે છે.
ટીયા- બોલ રિની શું કામ પડ્યું?
રિની- તને પરાગ સર તેમના કેબિનમાં બોલાવે છે તો મળી જા તેમને..
ટીયા- હા, હમણાં જ આવી.. ટીયા પરાગને મળવાં તેની કેબિન તરફ જાય છે.
જૈનિકાને કંઈક ગરબડ હોય તેવું લાગે છે.
ટીયા પરાગની કેબિનમાં જાય છે.. પરાગ ગુસ્સામાં હોય છે.
ટીયા- કંઈ કામ હતું?
પરાગ- શું તે કાલનું પેપર નથી વાંચ્યું? તું તો એકદમ રિલેક્સ અને બિંદાસ દેખાય છેને.. કંઈક આ બધું તે તો નથી કર્યુને??
ટીયા થોડી ગભરાઈ જાય છે અને નાટક કરતાં કહે છે, મેં પણ જ્યારે જોયું આ બધું તો હું પણ ટેન્શનમાં આવી ગઈ હતી. તે વધારે જૂઠ્ઠું બોલતા કહે છે, મારી ફેમીલી પણ આ બધું જોઈને ટેન્શનમાં છે.
પરાગને ટીયાની વાત પર વિશ્વાસ આવે છે તેથી તે કંઈ નથી બોલતો અને કહે છે, આ વાતને ભૂલી જઈએ તો સારૂં..! તો પણ હું તપાસ કરાવીશ કે આ બધું કોણે કરાવ્યું છે? જો તું આમાં સામેલ હોઈશ તો તારી હાલત પણ હું ખરાબ કરીશ...!
ટીયા- મેં કંઈ જ નથી કર્યુ..!
ટીયા પછી ત્યાંથી જતી રહે છે.
આ બાજુ આશાબેન અને રીટાદીદી હોસ્પિટલમાં જાય છે જ્યાં નિશા કામ કરતી હોય છે, તેઓ રેગ્યુલર ચેકઅપ માટે જાય છે. નિશા તેમના બધા ટેસ્ટ કરે છે અને તેમને નીચે કેબિનમાં બેસવાનું કહે છે.
થોડીવાર પછી નિશા તેમના રિપોર્ટ લઈ નીચે આવે છે. એટલી જ વારમાં માનવ પણ નિશાની કેબિનમાં આવે છે. નિશા માનવની ઓળખાણ આશાબેન અને રીટાદીદીને કરાવે છે અને કહે છે મારો ભાઈ અને દોસ્ત પણ છે આ..! આશાબેનને તો માનવ એક જ નજરમાં રિની માટે પસંદ આવી જાય છે. માનવને તેમની સાથે બેસાડી તે શું કરે છે, ક્યાં રહે છે બધું જ પૂછી લે છે. નિશાને ખબર પડી જાય છે કે દીદી અને આંટી બંનેને માનવ રિની માટે પસંદ આવી ગયો છે.
આશાબેન, રીટાદીદી અને માનવનાં ગયા પછી નિશા રિની અને એશાને ફોન કરી બધું કહી દે છે.
રિની- યાર.. એક મુસીબત જતી નથીને બીજી મુસીબત તૈયાર જ હોય છે.
એશા- યાર.. આ માનવ પણ ચીપકૂની જેમ ચોંટ્યા જ કરે છે. તેને ત્યાં જવાની શું જરૂર હતી?
રિની- આ મુસીબતને તમે જ સોલ્વ કરજો મારાથી નહીં થાય.
આ બાજુ દાદી ટીયાને ફોન કરી ઘરે બોલાવે છે. પરાગની દાદીનો ફોન આવવાથી ટીયા ખુશ થઈ જાય છે અને મનમાં વિચારે છે, મારૂં અડધું કામ તો થઈ ગયું બસ હવે દાદીને ઈમ્પ્રેસ કરી દઉં. તે ફટાફટ પરાગના ઘરે પહોંચે છે. દાદીને મળે છે બધી વાતો કરે છે. દાદી તેને કીચનમાં લઈ જઈને ચા બનાવવાનું કહે છે. ટીયાને ચા બનાવતા નથી આવડતી હોતી પણ દાદીને ઈમ્પ્રેસ કરવા તે ચા બનાવવાનું ચાલું કરે છે. દાદી જોઈ છે કે ટીયાને ચા બનાવતા પણ નથી આવડતું અને એક ગ્લાસ ચા બનાવવામાં આખો સ્ટવ ગંદો કરે છે. દાદીને ટીયા પસંદ નથી આવતી. ટીયાના ગયા પછી દાદીને હાશ થાય છે અને બબડે છે, શું બલા હતી આ? એક કીચન નથી સંભાળી શક્તી એ શું મારા ઘર અને પરાગને સાચવવાની? હે.. શ્રી નાથજી બાવા...! આ બલાને મારા પરાગથી દૂર રાખજો..!
આ બાજુ પરાગ, સમર અને જૈનિકા તેમના નવા ક્લાઈન્ટ સાથે મીટિંગ કરતા હોય છે. તેઓ ડિઝાઈન બાબતે ચર્ચા કરતાં હોય છે. રિની ત્યાં પરાગને ફાઈલ આપવાં આવે છે.
જૈનિકા- રિની તારી ડિઝાઈન્સ મને ગમે છે.. અમે મૂંઝવણમાં છીએ કે નવા કલેક્શનની ડિઝાઈન કેવી રાખીએ? તું શું કહીશ?
રિની- (એટીટ્યૂડમાં) વાત એવી છે કે પરાગ સરને અમુક ચોઈસની જ વસ્તુઓ ગમે છે જેમ કે એમને જૂની ડિઝાઈન્સ જ ગમે છે, તો તમે જૂની ડિઝાઈન્સને નવા કલેક્શન સાથે મેચ કરી કંઈક નવું કરી શકો છો. આફ્ટરઓલ ઈટ્સ અપ ટુ યુ..!
સમર- મને રિનીનો આઈડીયા ગમ્યો..!
પરાગ- મને પણ..! તો આ ડિલ ફાઈનલ કરીએ.
કામ કરવાં માટે ટાઈમ ઓછો છે તો આજથી જ આ ડિલ માટે કામ ચાલુ કરી દેવું પડશે. સમર અને જૈનિકા તમે બંને મારા ઘરે આવી જજો આપણે ત્યાં કામ કરીશું ઓફીસ ટાઈમ પછી..!
ઓફીસનો ટાઈમ પત્યા બાદ સમર એને જૈનિકા પરાગના ઘરે પહોંચે છે. પરાગ સમરને સિયાને ઘરે બોલાવાનું કહી ફાઈલ લેવા ઉપર જાય છે.
સમર રિનીને કોલ કરે છે.
જૈનિકા- તે રિનીને કેમ કોલ કર્યો? પરાગે તો સિયાને બોલાવવાનું કહ્યું છે..!
સમર- એને નથી બોલાવી.. એટલે રિનીને કોલ કર્યો..!
રિની- હા, સમર બોલ..
સમર- આજે જે ડિલ થઈ તેનું કામ વધારે છે તું અહીં ભાઈના ઘરે આવી જા.. અને કામ કરતાં કદાચ લેટ થઈ જશે.
રિની- હા, આવી જઉં છું.
રિની એ હા તો કહી દીધું પણ તેની મમ્મીને કહેશે તો બીજા દસ સવાલ કરશે કે એવું તે કેવું કામ કે મોડું થાય..! તેથી તે જૈનિકાને ફોન કરીને તેની સમસ્યા કહે છે અને જૈનિકા રિનીની મમ્મી સાથે વાત કરે છે. રિનીની મમ્મી રિનીને કામ પર જવા માટે હા કહે છે.
રિની કપડાં બદલી પરાગના ઘરે જવા નીકળે છે, તેને સમર પાસે એડ્રેસ મંગાવી લીધું હોય છે તેથી તે કેબ બૂક કરી પરાગના ઘરે પહોંચે છે.
જૈનિકા રિનીને જોઈ છે અને તેને બૂમ પાડી ગાર્ડનમાં આવવા કહે છે. ટેબલ પાસે જતાં તે રિનીને પૂછે છે, કેમ છે મારી પ્યારી ઢીંગલી?
પરાગ- સમર મેં તને સિયાને બોલાવવાનું કીધું હતું..! રિનીને કેમ બોલાવી?
રિની- (પરાગને ગુસ્સામાં કહેતા) જો કંઈ પ્રોબ્લમ હોય તો હું જતી રહું.. મને કંઈ શોખ નથી થતો અહીં આવવાનો..!
સમર- હોહોહો... બંને શાંત થાઓ..! ભાઈ રિનીને બોલાવી એમાં શું વાંધો છે? કામ જ તો કરવું છે.
બધા કામ કરવા લાગી જાય છે. સાંજ પડી જાય છે.
સમર- બસ ભાઈ, આઠ વાગી ગયા હવે કામ નહીં થાય મને તો ભૂખ લાગી છે. રિની આખો દિવસ પરાગ સાથે માત્ર કામ પૂરતી જ વાત કરે છે, એના સામે જોતી પણ નથી. રિની અને સમર ઘરમાં જઈ કંઈક ખાવાનું બનાવે છે. રિની સમરને બહાર મોકલી થોડીવાર સોફા પર બેસે છે.. તે ક્યારે સૂઈ જાય છે તેને ખબર નથી પડતી..!
આ બાજુ પરાગ અને જૈનિકા વાતો કરતા હોય છે.
જૈનિકા- સવારના જોઉં છું તું ચિંતામાં દેખાય છે.
પરાગ- હા, ન્યૂઝપેપરમાં જે છપાયું છે એને લઈને ચિંતામાં છું. આપણા એડિટરને કહીને તપાસ કરાવું.
જૈનિકા- વેઈટ..! ન્યૂઝપેપરના એડિટરને હું ઓળખું છું હું જ ડાયરેક્ટ વાત કરી લઉંને..!
જૈનિકા જે ન્યૂઝપેપરમાં પરાગ અને ટિયાના ન્યૂઝ છપાયા હતા તેના એડિટરને ફોન કરે છે અને તપાસ કરવા કહે છે.
સમર પણ ત્યાં આવી જાય છે. બધા બેસીને જમી લે છે.
જૈનિકા- સમર રિની ક્યાં છે? આપણે જમી પણ લીધું.. હજી સુધી આવી નથીને?
સમર- એને મને જવા કીધું અને કહ્યું કે હું પાંચ મિનિટમાં આવું..!
જૈનિકા- હું ચેક કરી આવું એ ક્યાં છે તે..!
સમર પરાગને ઘરે જવાનું કહી નીકળી જાય છે.
રિની ક્યાં હશે?? શું પરાગ અને રિની ફરી બોલતા થઈ જશે?
શું ટીયાની સચ્ચાઈ પરાગ સામે આવશે?
વાંચતા રહો આગળનો ભાગ - ૧૩