અવકાશમાં ટ્રેન
ટ્રેન ઊપડી ગઇ હતી.
મેં મારા પરિવાર સાથે અને બીજા સહ યાત્રી સાથે આ પૃથ્વી છોડી બીજા ગ્રહ પર જવાના છે. પૃથ્વી ઊપર બરફ પીગળવાનું ચાલુ થઇ ગયું હતુ. થોડા જ દિવસોમાં આ પૃથ્વી ડુબી જવાની હતી. તેથી બધાં લોકો મંગળ ગ્રહ પર જવાના હતા. અમુક લોકો તો ક્યારના નીકળી ગયા હતા. આ અમારી છેલ્લી ટ્રેન હતી જે પૃથ્વી થી લઇ મંગળ ગ્રહ પર જશે.
આ એવી ટ્રેન હતી જેના પાટા પૃથ્વી થી લઇ મંગળ ગ્રહ સુધી હતા. પાટા પૃથ્વી ની હવામાં હતા જાણે કે કોઈ પાણી માં તરતું ન હોય. પૃથ્વી બહાર આ પાટા અવકાશમાં હતા. માનવ ની વૈજ્ઞાનિક ક્ષમતા નું પરિણામ હતુ. ટ્રેન ઘણી લાંબી હતી. તેમાં બધીજ સગવડો હતી. જમવા માટે 3 માળવાળી હોટલ હતી. રમવામાટે મોટી જગ્યા હતી. ફુલ છોડ અને નાના વૃક્ષો પણ હતા. ટ્રેન બધીજ સુવિધા થી સજ્જ હતી.
અમે લોકો ટ્રેન ની બારીઓ થી નીચે જોઈ રહયા હતા. અમુક લોકો નાસ્તો કરી રહયાં હતા. અમુક લોકો વાત ચીત કરી રહયાં હતા. ટ્રેન ઊપરથી જોતા પૃથ્વી સુંદર લાગી રહી હતી. પણ પૃથ્વી પરનો બરફ પીગળી ને પૃથ્વી ડુબી જશે. અમે લોકો થોડી 50 મિનિટ માં પૃથ્વી અને તેની ગુરૂત્વાકર્ષણ માંથી બહાર આવી ગયા. હવે અમારા લોકો ની અવકાશ સફર શરૂ થશે. બધાં લોકો ખુબ જ ઉત્સાહિત હતા મંગળ ગ્રહ પર જવા માટે !
અવકાશ માં ટ્રેન ચાલી રહી હતી. અચાનક એન્જીન બંધ થઇ ગયુ. ટ્રેન ત્યા અવકાશ માં જ ઉભી રહી ગઇ. આ ટ્રેન ઓટોમેટીક ચાલતી હતી. ટ્રેન નું સંચાલન એન્જિનિયર કરતા હતા. તે લોકો ટ્રેન નું એન્જીન ફરી શરૂ થાય તે માટે પ્રયત્ન કરી રહયાં હતાં. ટ્રેનના યાત્રી ઓ ચિંતા હતા કે આપણે મંગળ ગ્રહ પર પહોચી તો જશું ને! લોકો એકબીજા સાથે આમ વાતો કરી રહયાં હતા. 30 મિનિટ થઇ ગઇ હતી પણ ટ્રેન ચાલુ થઇ ન હતી. અમુક યાત્રીઓ પ્રાર્થના કરી રહયાં હતાં. બધાં જ લોકો પ્રભુ ને યાદ કરી રહયાં હતા.
ત્યા એક મોટી રકાબી જેવું એક વિચિત્ર યંત્ર આવ્યુ. બધાં નું ધ્યાન એ તરફ ગયું. થોડી વાર માટે તો યંત્ર અવકાશ માં જ ઊભું રહયું. બધાં નું ધ્યાન એક પણ ક્ષણ માટે તે રકાબી જેવા યંત્ર થી ખસતું ન હતું. એ યંત્ર નો દરવાજો ધીમે ધીમે ખુલતો હતો. તેમાંથી એક પછી એક એમ પાંચ વ્યકિત ઊતર્યા.એ લોકો માણસ જેવા લાગતા ન હતાં. આંખ મોટી મોટી હતી. માથામાં બે એન્ટેના જેવા વાળ હતા. શરીર પર ભુરો અને લીલો કલર હતો. હાથ અને પગ નાના અને જાડાં હતા. પોતાની ની જ ભાષામાં કંઈ વાત કરી રહયાં હતાં. અમને એ લોકો પર ગ્રહ વાસી એલિયનસ લાગી રહયાં હતા. તેઓ અમારા એન્જીન બાજુ ગયો. તે લોકો પોતાની શક્તિ ની મદદથી એન્જી ન સરખું કરતાં હતાં. એન્જીન સરખુ થઇ ગયુ હતું અને એલિયનસ પોતાની રકાબી જેવા યંત્ર તરફ જઇ રહયાં હતા. બધાં લોકો તેમનો આભાર માનતા હાથ ઊંચા કરતાં હતા. એલિયનસ લોકો આભાર નો જવાબ આપતા હાથ ઊંચા કરતાં હતા. એલિયનસ લોકો રકાબી ની અંદર જાય છે અને દરવાજો બંધ થાય છે. રકાબી જેવું યંત્ર થોડી જ વારમાં ગાયબ થઇ જાય છે. ટ્રેન ફરી શરૂ થઇ જાય છે. બધાં લોકો પ્રભુ નો આભાર માને છે.
અમે લોકો મંગળ ગ્રહ ઊપર 30 મિનિટ માં પહોંચી જાય છે. બધાં લોકો ટ્રેનમાંથી ઊતરી જાય છે. બધાં એક બીજાને હાથ મિલાવે છે. બધાં એકબીજા સાથે વાત કરતાં મંગળ ગ્રહ ના અતિથિ ગૃહ તરફ જાય છે.
નોંધ :- આ મારી કાલ્પનિક કથા છે.