Dhyey in Gujarati Motivational Stories by Jayesh Soni books and stories PDF | ધ્યેય

Featured Books
Categories
Share

ધ્યેય

વાર્તા- ધ્યેય લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
રૂપશૃંગાર આર્ટ જ્વેલર્સ પ્રા.લિ. કમલ ને આજે ત્રીસ વર્ષ પછી પણ નામ અને સરનામું બરાબર યાદ હતું.વી.એસ.હોસ્પિટલ પાસે કોમ્પલેક્ષ માં પહેલા માળે જ સોના,ચાંદી, ડાયમંડ જ્વેલરી નો ભવ્ય શો રૂમ હતો.ત્રીસેક માણસોનો સ્ટાફ હતો.ગ્રાહકોની બહુ સરસ રીતે આગતાસ્વાગતા કરવામાં શોરૂમ નું આગળ પડતું નામ હતું.સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી શોરૂમ ધમધમતો હતો.
કમલ તેના ખાસ મિત્ર સુધીરની બહેનના લગ્નના દાગીના ખરીદવા માટે એની સાથે પહેલીવાર આ શોરૂમ માં આવ્યો હતો.શોરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે આખો સ્ટાફ કમલની સામે જ વિસ્મયથી જોઇ રહ્યો હતો.કમલને તથા સુધીરને પણ નવાઇ લાગી.પણ સુધીરની બેન વીણાએ કહ્યું કે કમલની સુપર પર્સનાલિટી જોઇને આ બધા એને કોઇ ટી.વી.સ્ટાર સમજીને અંજાઇ ગયાછે.કમલે પણ ટી.વી.સ્ટાર તરીકે જ અભિનય ચાલુ રાખ્યો.કમલની આ ઇમેજનો સુધીરને ખરીદીમાં ડિસ્કાઉન્ટ માં લાભ મળ્યો.
શોરૂમના સ્ટાફ અને કસ્ટમર્સને કમલે એવું કહીને ખુશ કરી દીધા કે ટૂંક સમયમાં મારૂં નવું મુવી રિલીઝ થવાનું છે પણ અત્યારે એની વિગત નહીં આપું.ઑટોગ્રાફ કરીકરીને કમલનો હાથ દુખવા લાગ્યો.
બહાર આવ્યા પછી ત્રણે જણા પેટ ભરીને હસ્યા.
' ખરેખર કમલ તેં કમાલનો અભિનય કર્યો.અમને પણ નવાઇ લાગી કે કમલ ખરેખર કોઇ ઊંચો કલાકાર છે.' સુધીરે હસતાં હસતાં કહ્યું. વીણાએ પણ કમલ સામે મોહક સ્મિત આપીને સુધીરની વાતનું સમર્થન કર્યું.કમલ સુધીરનો કૉલેજ ફ્રેન્ડ હતો.આજે પ્રથમવાર જ તેના ઘરે આવ્યો હતો.વીણાએ પણ તેને આજે પહેલીવાર જ જોયો હતો.કોઇપણ યુવતી ને પ્રથમ દ્રષ્ટિએ ગમી જાય એવો સુંદર ચહેરો, માંજરી આંખો, આંકડિયા વાળ, સાડા છ ફુટની હાઇટ અને કસરતી શરીર અને એ બધા કરતાં પણ ચડિયાતી વાત હતી એનું મોહક સ્મિત.વીણાએ પણ આજે એને પહેલીવાર જોયો ત્યારે હૈયું ધબકારો ચૂકી ગયું હતું.
'સુધીર હવે કકડીને ભૂખ લાગીછે યાર પેટપૂજા કરવી જ પડશે.' કમલે પેટ ઉપર હાથ મુકીને જે અભિનય કર્યો એ જોઇને ત્રણે જણા ખડખડાટ હસી પડ્યા.ખરીદીમાં બહુ સમય પસાર થયો હતો.અત્યારે બે વાગ્યા હતા.નજીકમાં એક સારી લૉજ જોઇને એન્ટ્રી મારી.જમવાનું ખરેખર મજેદાર હતું.વાતો કરતાં કરતાં જમવાની મજા આવી.કમલે એક વાતની નોંધ કરી હતીકે વીણા તેની સામે પ્રેમભરી નજરે જોઇ રહેતી હતી.વીણા પણ બ્યુટી ક્વીન હતી.એકક્ષણ માટે કમલને એવો વિચાર તો આવી જ ગયો કે આવી જીવનસાથી હોયતો જીવવાની મજા આવે.ચાર આંખોએ એકબીજાની ભાષા તો સમજી લીધી હતી.કમલે તેની મમ્મીના આગ્રહ ને કારણે ચાર કન્યાઓ જોઇ હતી પણ એકેયમાં તેનું મન બેસતું નહોતું.જો મમ્મી વીણાને જોઇ જાયતો વહુ તરીકે પસંદ કરી જ દે.
સુધીરે ઘડિયાળમાં જોયું ત્રણ વાગ્યા હતા. ' કમલ ચાલ ઘરે.સાંજે જમીને જ જજે.'
' ના સુધીર મારે બજારમાં થોડું કામછે.ફરી કોઇવાર ઘરે આવીશ.અને હવેતો અઠવાડિયા પછી વીણાના મેરેજ માં આવવાનું જ છે ને' કમલે વીણા સામે જોઇને કહ્યું.વીણા શરમાઇ ગઇ.વીણાની નજર કમલ સામે થી હટતી જ નહોતી.પણ કમલ સાવધાન હતો કેમકે એના જીગરજાન મિત્રની બહેન હતી અને અઠવાડિયા પછી તો એના લગ્ન છે.
કમલ, મૂળ ગુજરાતના એક ગામડાનો જ વતની હતો પણ તેના પિતાજી ચાલીસ વર્ષ પહેલાં ધંધાર્થે મુંબઇ સ્થાયી થયા હતા.કમલનો તો જન્મ જ મુંબઇમાં થયો હતો.પણ અમદાવાદ કૉલેજ કરવા આવવાનું થયું પછી સારા પગાર વાળી નોકરી પણ અમદાવાદમાં મળી ગઇ.સુધીર પણ એ જ કંપનીમાં નોકરી કરતો હતો એટલે બંને ગાઢ મિત્રો બની ગયા.
વીણાના લગ્નની બે દિવસની વાર હતી એવામાં મુંબઇ થી કમલના પપ્પાનો ફોન આવ્યો કે તારી મમ્મી બિમાર છે આજે જ આવીજા.કમલને તાબડતોબ મુંબઇ દોડવું પડ્યું.અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દોડાદોડી પછી મમ્મીને સારૂં થઇ ગયું.
પંદર દિવસ પછી કમલ અમદાવાદ આવ્યો અને સીધો જ સુધીરના ઘરે લગ્ન ની ગીફ્ટ લઇને પહોંચ્યો.વીણાના લગ્નમાં હાજર ના રહી શક્યો તેનો એને બહુ અફસોસ થયો હતો.
ડોરબેલ સાંભળીને દરવાજો ખુલ્યો તો સામે સાદાં કપડાંમાં વીણા જ ઊભી હતી.વીણાનો ચહેરો ઉદાસ જોઇને કમલને નવાઇ લાગી.એ કશું પૂછે એ પહેલાં વીણા ઘરની અંદર જતી રહી અને અંદરથી સુધીર દોડતો બહાર આવ્યો અને કમલને ભેટી પડ્યો.કમલ અસમંજસમાં પડી ગયો.
ચા પાણી કર્યા એટલામાં સુધીરના પપ્પા બહારથી આવી ગયા.એમણે કમલની મમ્મીના સમાચાર પૂછ્યા.એ દરમિયાન કમલ જોઇ રહ્યો હતો કે ઘરમાં ઉદાસી છવાયેલી છે, કશુંક ન બનવાનું બની ગયું લાગેછે.થોડીવાર સુધી બધા મૌન થઇ ગયા.હવે કમલને અકળામણ થવા લાગી.
એટલામાં વીણાએ એના રૂમનો દરવાજો ખોલ્યો અને કમલને અંદર આવવાનું કહ્યું.કમલને આશ્ચર્ય થયું.પણ સુધીરે જ પછી કહ્યું કે જા કમલ વીણાને તારૂં ખાસ જરૂરી કામ છે.કમલ ને એવું લાગ્યું કે વીણાએ મને અંદર જે કામે બોલાવ્યો છે એ ઘરના બધા જાણેછે.
કમલ સંકોચ સાથે વીણાના રૂમમાં પ્રવેશ્યો.વીણા બારી પાસે બેડ ઉપર બેઠી હતી.કમલને જોઇને દોડતી આવીને કમલને ભેટી પડી.તેના ચહેરા ઉપર ઉદાસી છવાયેલી હતી.કમલે તેને બેડ ઉપર બેસાડી.
' વીણા કેમ ઘરનું વાતાવરણ આવું છે? અઠવાડિયા પહેલાં તો તારા મેરેજ હતા.' કમલે ચિંતાતુર અવાજે પૂછ્યું.
' લગ્ન બંધ રહ્યા કમલ.જે થયું એ સારૂં થયું.મારા પપ્પા એ દહેજમાં વીસ લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા પણ જાન આવી ત્યારે છોકરાવાળા એ પચીસલાખ ની માગણી કરી.મારા પપ્પા ઘણું કરગર્યા પણ તેઓ માનતા નહોતા.છેવટે મેં જ હિંમત કરીને કહી દીધું કે મારે આ છોકરા સાથે લગ્ન નથી કરવા.અને જાન લીલા તોરણે પાછી ગઇ'
' પણ વીણા તમે વીસ લાખની વ્યવસ્થા કેવી રીતે કરી હતી? તારા પપ્પા નિવૃત્ત છે અને સુધીરતો હમણાં નોકરીએ લાગ્યો છે.'
' કમલ, ઘરના બધા જ દરદાગીના ગીરવે મુક્યાછે અને આ ઘર વેચવાનું નક્કી કરેલું છે.જો રૂપિયા ના આપીએતો સમાજમાં સારૂં ના દેખાય અને તો સુધીરને કોઇ કન્યા ના આપે.સમાજ હજી સુધર્યો નથી.અને મેં તો મારો સપનાનો રાજકુમાર, મનનો માણીગર શોધી લીધો છે.આ લગ્ન ફોક થયા એ સારૂં જ થયું'
' કોણછે તારા સપનાનો રાજકુમાર વીણા?'
' મારી આંખો માં જો પ્રતિબિંબ દેખાય એ.તું છે મારા મનનો માણીગર કમલ.તને જોયો ત્યારે જ મેં ભગવાન ને પ્રાર્થના કરી હતી કે આ મુરતિયા સાથે મને પરણાવ. મારી અંતરની પ્રાર્થના ભગવાને સાંભળી અને સંજોગો જ એવા નિર્માણ કર્યા કે તું મારી ઝોળી માં આવીને પડ્યો.'
' વીણા તું મારા ખાસ મિત્ર ની બહેનછે.તારા ઘરના કેવું વિચારશે?
' મારા ઘરના બધા સંમતછે.તને જમાઇ તરીકે સ્વીકારી લીધોછે હવે તું બોલ મારો હાથ પકડીશ?
' લાવ તારો હાથ વીણા.આજથી આપણે જીવનસાથી બસ હવે ખુશ?'
કમલે બહાર આવીને કહી દીધું કે મારે ફક્ત વીણાનો હાથ જોઇએ છે.દરદાગીના કે રોકડ કશું જ નહીં.અમે દહેજના વિરોધી છીએ.દહેજ મહાપાપ છે.વીણાના માતાપિતા રાજીના રેડ થઇ ગયા.કમલે ત્યાં બેઠા બેઠા જ મુંબઇ મમ્મી પપ્પાને ફોન ઉપર વાત કરી દીધી અને વીણાના મમ્મી પપ્પા સાથે પણ વાત કરાવી દીધી.દસ દિવસ પછી લગ્ન લેવાનું નક્કી કરી દીધું.
બીજા જ દિવસે કમલ મુંબઇ ઉપડી ગયો.લગ્ન અમદાવાદમાં જ કરવાનું નક્કી કર્યુ હતું એટલે ચાર દિવસ પછી કમલ પાછો આવી ગયો પણ સાથે એક ગુડ ન્યુઝ લઇને આવ્યો.ગુડ ન્યુઝ આપવા કમલ સીધો વીણા ના ઘરે જ પહોંચી ગયો.બધાની હાજરીમાં જ કમલે કહ્યું કે એક માંડવે બે લગ્ન થશે.સહુને નવાઇ લાગી આ સાંભળીને.કમલ આગળ શું કહેછે એ જાણવા બધા આતુર હતા.' તમને બધાને ચિંતા સતાવેછે કે સુધીરને કોણ કન્યા આપશે.પણ સુધીર માટે વીણા જેટલી જ રૂપાળી કન્યા રૂપલ મારા કાકાની દીકરી સાથે લગ્ન કરાવવાનું અમારા કુટુંબે નક્કી કર્યુ છે.આવતીકાલે સુધીર અને રૂપલની મુલાકાત કરાવવાની છે.' ગુડ ન્યુઝ સાંભળીને ઘરમાં વાતાવરણ હર્ષોલ્લાસથી ભરાઇ ગયું.
તડકો ચડી ગયો હતો.કમલે ચશ્મા કાઢીને નેપકીન થી પરસેવો લુછ્યો.એક સ્કુટર પાર્ક કરેલું હતું એના ઉપર થેલો મુક્યો અને પાણીની બૉટલ કાઢીને થોડું પાણી પીધું.પાણી પીતાં પીતાં સ્કુટર ના અરીસા સામે નજર પડી.કમલે પોતાના સફેદ વાળ જોયા અને ચહેરા ઉપર ઝાંખપ પણ જોઇ.પાણીના રેલાની જેમ વર્ષો વિતી ગયા હતા.ત્રીસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં ડૂબકી લગાવીને કમલ પાછો વર્તમાનમાં આવી ગયો હતો.રૂપશૃંગાર આર્ટ જ્વેલર્સ ની જગ્યાએ મોટું કોમ્પલેક્ષ બની ગયું હતું.
લગ્ન પછી કમલ બે દિવસ સાસરીમાં જ રોકાયો હતો.ત્રીજા દિવસે વિદાય લેતી વખતે તેના સસરા તેને ભેટીને રડ્યા હતા અને તેના હાથમાં એક બંધ કવર આપ્યું હતું અને કહ્યું હતું કે પછી શાંતિથી વાંચજો.
ટ્રેનમાં બેઠા પછી તેની કવર જોવાની ઇચ્છાએ જોર પકડ્યું.કવર ખોલ્યું તો અંદર એક પત્ર હતો.' ચિ.કમલકુમાર, વીણાનો હાથ પકડીને તમે અમારા આખા કુટુંબ ઉપર કેવડો મોટો ઉપકાર કર્યો છે એની તમને કલ્પના પણ નથી.વીસ લાખ રૂપિયા આપીને અમે દેવામાં ડૂબી જવાના હતા અને અમારૂં ઘડપણ બગડવાનું હતું.સુધીરને કુંવારા રહેવું પડત.અમારે ઝેર ખાવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની હતી પણ તમે દેવદૂત બનીને આવ્યા અને અમને ઉગારી લીધા.અમારા અંતઃકરણપૂર્વક આપને આશીર્વાદ છે.સુખી થાઓ'
કમલની આંખો ભરાઇ આવી.સામાજિક રીતરિવાજો અને દહેજ જેવી કુરૂઢીઓ નિભાવવામાં માણસ કેટલી હદે બરબાદ થઇ જાયછે એ વિચારથી તે કંપી ઉઠ્યો.કેટલી કન્યાઓ ના જીવન બરબાદ થતા હશે? કેટલા માબાપો આપઘાત કરતા હશે? આ પત્ર એ તેને એક ધક્કો આપ્યો.અને આ ધક્કો તેનો પથદર્શક બન્યો.જીવનધ્યેય નક્કી કરવાનું નિમિત્ત બન્યો.
મુંબઇ થોડા દિવસો રોકાઇને બંને જણા અમદાવાદ આવવા નીકળ્યા.રસ્તામાં કમલે વીણા સાથે ચર્ચા કરીને એવું નક્કી કર્યુ કે એક મેરજ બ્યુરો ચાલુ કરવું એમાં જે સમાજોમાં હજી દહેજ પ્રથા ચાલુ છે એવા સમાજની કન્યાઓ દહેજ આપ્યા વગર પરણાવવી.અન્ય સમાજના ભણેલાગણેલા અને કમાતા મુરતિયાઓને આવી કન્યાઓ પરણાવવી.જ્ઞાતિ કે સમાજનો કોઇ બાધ રાખવો નહીં.તે પોતે પાર્ટ ટાઇમ અને વીણા ફુલટાઇમ આ કામ કરશે.કેટલા મજબૂર માબાપો ના આશીર્વાદ મળશે.
આશીર્વાદ મેરેજ બ્યુરો ને આજે ત્રીસ વર્ષ થઇ ગયા.અસંખ્ય કન્યાઓ ને સારા મુરતિયાઓ સાથે પરણાવીને ઘર વસાવી આપ્યા હતા.લોકોએ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા એના કારણે તો કમલના બંને દીકરા ડૉક્ટર બન્યા હતા.ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ એ વાસ કર્યો હતો.
' કમલ શું વિચારમાં પડી ગયો છે? કેટલી બૂમો પાડી પણ તું બેધ્યાન છે.' વીણા બજારનું કામ પતાવીને આવી ગઇ હતી.આજે રાતની ટ્રેનમાં બંને કાયમ માટે મુંબઇ જતા રહેવાના હતા.મેરેજ બ્યુરો પણ આજથી બંધ કર્યો હતો.નોકરીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.LIVE FOR OTHERS ને તેમણે સાર્થક કર્યુ હતું.
કમલે વીણાનો હાથ પકડીને સામે કોમ્પલેક્ષ સામે જોઇને કહ્યું ' વીણા કશું યાદ આવેછે?' ' હા આ જગ્યાએ મને મારા મનના માણીગર ની ભાળ મળી હતી.We Are Made For Each Other. '