Jindgi ni aanti ghunti - 13 in Gujarati Fiction Stories by Pinky Patel books and stories PDF | જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-13

Featured Books
Categories
Share

જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-13

(આગળનાભાગમાં જોયું કે હવે મહેશભાઈ ને એક દિવસ હોટલમાં કામ કરવાનું બાકી છે નોકરી ક્યાં શોધશે? અને વિચારે કાલથી શું થશે હવે આગળ)
આજનો આખો દિવસ તો બેચેની માં ગયો,
હવે શું કરવું? હું શું કરી શકીશ? અહીં આવ્યો ,પછી અત્યાર સુધી નો સમય,
રઘુ નુ મળવું સખારામ કાકાએકરેલી મદદ બધું આખો આગળ તરવરતુ હતુ,
રઘુ પણ આજે તો બહુ ઓછું બોલતો હતો, સાજ પડવા આવી હતી, ગ્રાહકો ધીરે ધીરે આવવા લાગ્યા,
હું અને રઘુ કામમાં લાગી ગયા, આજે સખારામકાકા જમવા નહોતા આવ્યા, કદાચ ક્યાંક બહાર ગયા હશે,
અમે કામ પૂરું કરીને બેઠા,
રઘુ હવે આપણે કાલનો દિવસ મળીશું!
રઘુ ની આખ પાણી થી ભરાઈ ગઇ ,
યાર મને આટલા વર્ષો પછી માંડ માંડ દોસ્ત મળ્યો હતો, અને એ પણ છુટી જશે
તને તો કાલથી નવા દોસ્ત મળી જશે ,
પણ મારું શું? હું તો અહીં પાછો એકલો થઈ જઈશ ,
રઘુ મને ગમે તેટલા દોસ્ત મળશે પણ બધા તારા પછી હશે,
તુ તો આખી જિંદગી મારો દોસ્ત રહીશ, દોસ્ત કોઇ દિવસ ભુલાતો નથી,મને તારું એડ્રેસ લખીને આપી દે ,
હું તને મળવા તો આવીશ, પણ કોઈવાર કામ લાગે, ભલે યાર,
ચાલ હવે હું ઘરે જવું અને તે ઘરે જવા નીકળ્યા,
હું પણ ખાટલામાં પડ્યો વિચારતો હતો કે સમય પણ કેટલો જલદી વીતી જાય છે,
હવે કાલે અહીં છેલ્લો દિવસ છે, પણ હું પરમ દિવસ સવારે અહીંથીથી કોલેજ જવા નીકળીશ પણ પછી ત્યાંથી ક્યાં જઈશ?
અને શેઠે કંઈ ના મળે તો અહીં બે દિવસ રોકાવાનો તો કહ્યું છે, પણ ક્યાં સુધી?
મારે મારુ તો ઠેકાણું શોધવું પડશે!
શું થશે એ તો સમય બતાવશે,
અને હું ઊંઘી ગયો...
સવાર થતાં રઘુ વહેલો હોટલ પર આવી ગયો, મને કહે યાર આજે તો આખો દિવસ તારી જોડે રહેવું છે,
મન ભરીને વાતો કરવી છે અને અમે બંને કામ કરતાં કરતાં વાતો કરવા લાગ્યા,
સમય થયો અને શેઠે મને બોલાવ્યો અને મારા પગાર ના 200 રૂપિયા આપ્યા, મારી પાસે 300 રૂપિયા થયા,
હવે આજનો દિવસ હતો કાલથી તો કોલેજ જવાનું હતું, મારા સપના નું પહેલું કદમ માંડવાનું હતું ,
અંદરથી તો ખુશી હતી સમય વહ્યા કરતો હતો ,અને સાંજ પડવા આવી રાતના ગ્રાહકો જમવા આવવા લાગ્યા
આજે પણ સખારામકાકા ની રાહ જોઈ પણ એ આજે નહોતા આવ્યા,મારે સખારામકાકા ને મળવું હતું પણ તે આજે આવ્યા નહિ..
અમે રાતે રઘુ ને બંને બેઠા,
આજે તો આ હોટલની છેલ્લી રાત હતી નેકાલ નું તો કોઈ ઠેકાણું નહોતું,
રઘુ: મહેશ તું મને ભૂલી ના જતો આપણે ક્યારેક તો મળીશું, આ બે મહિનામાં તો જાણે તું મારું સર્વસ્વ બની ગયો છે ,તને ભૂલી તો કઈ રીતે શકીશ
મહેશ: સાચી વાત કરી યાર તારા જેવી જ મારી પણ હાલત છે ,?હું શું કરીશ એ પણ મને તો ખબર નથી, !
પણ હું તને પ્રોમિસ આપું છું કે હું તને મળવા ચોક્કસ આવીશ, પાછા ફરીથી આપણે મળીશું,
અને રઘુ રડતો રડતો તો ઘરે ચાલ્યો
અને મારાથી પણ રડી પડાયું ,આજ ની રાત તો ઊંઘ ન આવી
કાલ નો દિવસ કેવો હશે?
કોલેજનો પહેલો દિવસ અહીં બધા શહેરના છોકરાઓ વચ્ચે હું ગામડાનો છોકરો,
શું મારા કોઈ દોસ્ત બનશે, અરે, દોસ્ત તો આકાશ છે જ ને પછી ચિંતા શું કરવાની
. કાલે તો તે મળશે અને તેની પાસેથી માહિતી મેળવી શકાશે
એવા વિચારો માં અડધો જાગતો અને અડધો ઊંઘતો , સવાર પડી સવારે વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો, અને રઘુ આવી ગયો, રઘુ મને વિદાય કરવા વહેલો આવેલો,
અમે બંને મિત્રો ભારે હૈયે છૂટા પડ્યા,
"" કેવી હોય છે એ વિદાય વેળા એ તો જાણે આપણુ કોઈ વિદાય લેતો જ ખબર પડે તેની વેદના""
અને આજે તો રિક્ષામાં કોલેજ જવું પડે તેમ હતું ને, મે રીક્ષા લીધી, માનબા કોમર્સ કોલેજ અને રીક્ષામાં બેસી ગયો,
. આજે તો આનંદ જ કંઈ ઓર જ હતો,
કોલેજનું વાતાવરણ કોલેજમાં નવા દોસ્તો બનશે કે પછી શું થશે?
તેની ઉત્સુકતા હતી અને રિક્ષા કોલેજના ગેટ આગળ આવી ઉભી રહી,
રિક્ષાનું ભાડું ચૂકવ્યુઅને જેવો કોલેજમાં પ્રવેશ કર્યો,
. કેવી સુંદર અરે આખી કોલેજ રંગબેરંગી લાગતી હતી,
હું આમ તેમ નજર ફેરવતો ફેરવતો કોલેજની અંદર પ્રવેશ્યો, બધા મારી સામે ટગર ટગર જોતા હતા, મને પણ નવાઈ લાગી કે આ બધા મારી સામે કેમ જોઈ રહ્યા છે,
કદાચ હું નવો હશું તેથી!
અને મારી નજર આકાશની શોધતી હતી
તે એક જ હતો, જે મને ઓળખતો હતો, પણ કદાચ એક વખત જ મળ્યા હતા, તો તે મને ઓળખી જશે, અને હું તેને ઓળખી શકીશ
અને હું ચાલતો ચાલતો ઓફિસની આગળ જઈ ઊભો રહ્યો, મારો ક્લાસ ક્યો એ પણ મને તો ખબર નથી,
. તેથી હું પૂછવા ગયો ત્યાં બે છોકરા ઉભા હતાં તેમને પૂછ્યું ફર્સ્ટ યર નોક્લાસ ક્યાં આવ્યો,
તો એમને મને બતાવ્યો, હું ક્લાસમાં જઈ બેઠો, તો થોડાક જણ ત્યાં બેઠેલા હતા,
અને બીજા બધા આવતા હતા, જે સાથે ભણેલા હોય તે તો સાથે બેસતા હતા ,
અને હું તો એકલો જ બેઠો આકાશ હજુ પણ આવ્યો ન હતો,
મેં એક બે છોકરાઓ ને વાત કરવાની કોશિશ કરી પણ મને જવાબ ના મળ્યો ,કદાચ હું ગામડિયો હતો એટલે આજે હું એકલું મહેસુસ કરતો હતો

પેલી પરી એનું નામ તો શું છે, એ ખબર નહોતી પણ તે આજ ક્લાસમાં હતી,
એ આવી પણ આજે તો એને મને જોયો ના જોયો કરી, અને ફર્સ્ટ બેન્ચ પર જ ગોઠવાઈ ગઈ,

એટલામાં સર લેકચર લેવા આવ્યા
અહીંતો હિન્દી ક્યાંતો અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હતો, પણ મને ઇંગ્લિશ લખતા વાંચતા આવડતું બોલતા , તો આવડતું નહોતું એટલે હિન્દી નો ઉપયોગ કરતો હતો ,
પહેલું લેકચર પૂરું થયું આજે તો ખાસ કંઈ હતું નહીં એકબીજાનો ઇન્ટ્રોડક્શન અને આગળ નુ તમારું સપનું શુંછે?
તેના વિશે બોલવાનું હતું ,દરેકપોતપોતાના સપના કહેતા હતા,
કોઈને સી એ બનવું હતું ,તો કોઈને એમબીએ કરી બિઝનેસમેન બનવુ હતું , મારો નંબર આવે ત્યારે મેં મારો ઇન્ટ્રોડકશન આપ્યું ,અને કહ્યું કે હું એમબીએ કરી બિઝનેસમેન બનવા માંગુ છું ,
મારી વાત સાંભળી બધા હસવા લાગ્યા,
હું ખાસિયાણો પડી ગયો, હું કંઈ ખોટું બોલી ગયો હોય એવું લાગ્યું કે,
એ ખોટું સમજ્યા હોય કે ગામડાનો છોકરો શું કરી શકવાનો,
આમ આજનો કોલેજનો પ્રથમ દિવસ પૂરો થયો, આકાશ તો આજે કોલેજ આવ્યો નહી

તેથી કોને પૂછયું કે રહેવાનું કે નોકરી ક્યાં મળશે? થોડે દુર મોટું સીટી સેન્ટર એરિયા હતો , ત્યા હું જાતે પૂછપરછ કરવા નીકળી ગયો,
એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ કરતાં કરતાં ઘણી જગ્યાએ ફર્યો પણ કોઈએ નોકરીની હા ના પાડી, પાર્ટટાઇમ નોકરી કોણ આપશે,
હવે નોકરી નું ઠેકાણું નહી પડે તો રહેવાની સગવડ તો કેવી રીતે થશે! થયું હોટલ પાછો જતો રહ્યુ પણ પાછો વિચાર આવ્યો કે ના,
આજે જઇશ અને કદાચ કાલે જઈશ? પણ પછી તો રહેવાનું શોધવુંજ પડશે ને ,
અને હું નોકરી અને રહેવાનું શોધવા આમતેમ ભટકી રહ્યો ...
( શું મહેશભાઈને નોકરી મળશે અને નોકરી મળશે તો રહેવાનું મળશે હવે જોઈશું આગળના ભાગમાં)