Part 3
પ્રેમની માસુમિયત
હવે થોડા દિવસોમાં કોલેજ શરુ થઇ ગઈ. ભણવામાં રસ હોય તે ભણે બાકીના કેન્ટીનમાં કે ગાર્ડનમાં ફરે , તો વળી કોઈ બંક મારવા ની કલામાં પારંગત બનવાનો અભ્યાસ કરે. રિદ્ધિ અને અંકિત પણ એ જ કરતા , થોડું ભણવાનું થોડું રખડવાનું. પણ જે કરે તે એકબીજાના સથવારે . સવારે વહેલી ટ્રેનમાં બન્ને સાથે નીકળે , કોઈ વખત જગ્યા મળે અને ન પણ મળે, પરંતુ બન્ને સાથે હોઈ ત્યારે તેઓને કોઈ ફરક ન પડતા કે ઉભા રહેવું પડે કે બેસવા મળે, હસીમજાક કરતા કરતા દોઢ કલાક નો રસ્તો આરામથી પસાર થઇ જતો. રિદ્ધિને તેનાં મમ્મી કહેતા કે માસીના ઘરે અમદાવાદ જ રહે આ રોજના ચાર ચાર કલાક અપડાઉનમાં થાકી જવાય, લાંબાગાળે બીમાર પડી જવાય ,પણ તે માનવા તૈયાર ન હતી પણ લાંબો સમય તેની ના ચાલે તેમ ન હતી. રોજ સાંજે આવે ત્યારે તેની હાલત જોઈ બધા રિદ્ધિની પાછળ જ પડી ગયાં. આખરે રિદ્ધિએ પણ નમતું મુક્યું.
દિવસ આખો તો બન્ને સાથે હોય જ હોઈ વળી રાત્રે પણ મોડે સુધી એકબીજા ચેટ પર વાતો કર્યા કરે , બન્ને વચ્ચે એકદમ ઊંડી આત્મીયતા બંધાઈ ગઈ , સાથે હોઈને દિવસ કેમ નીકળી જતો ખબર ન પડે. પણ એકદમ નિર્દોષ મૈત્રીભાવ , મોટેભાગે તો એકબીજાની ટાંગ ખેચવામાં જ લાગેલા હોય સાથે સાથે મીઠા ઝઘડા પણ ચાલ્યા જ કરતા , નક્કી ન રહે ક્યારે કોણ રિસાઈ જાય , પણ બે જ મિનીટ માં કોઈ મનાવે કે ણ માનવે આપમેળે માની પણ જવાનું.
બન્ને મળ્યા હજુ થોડો સમય જ થયેલો પણ લાગે કે વર્ષો જુના મિત્રો હોય !! વળી ક્યારેક કોલજ બંક કરી ફિલ્મો જોવા પણ જતા રહે તો ક્યારેક ભર બપોરે કાંકરિયા નહી તો બીજા કોઈ ગરદનમાં જઈ બેસી જાય. પોતાની પાસે સ્કુટર કે બાઈક તો હતા નહી, માટે કોઈ ને કોઈ દોસ્તો પાસે માંગી લે , અને ક્યાંયથી મેળ ના પડે તો કોઈ પ્રોફેસર પાસેથી માંગવામાં પણ ખચકાય નહી, એમાં પણ બન્ને ના વારાં રાખેલા એકવાર રિદ્ધિએ માંગવાનું તો એક વાર અંકિત નો વારો. કોલેજમાં તેઓના બીજા પણ ઘણા મિત્રો બન્યા પણ કોઈ એટલા નજીક નહી જેટલા કે તે બન્ને હતા. બસ એમજ ચાલ્યા કરતું હતું દિવસો નીકળી રહ્યા હતા.
એક દિવસ સવારે અંકિત ગાડીની રાહ જોઈ રહ્યો હતો રિદ્ધિ પણ હજુ નહોતી આવી , એટલી સવરે ટ્રાફિક તો શું હોઈ ! બસ અમુક લોકો બગાસાં ખાતા આમતેમ આંટાફેર કરી રહ્યા છે, તે થોડી થોડી વારે ઘડિયાળ સેમ જોઈ લેતો ના ગાડીનો પત્તો કે ના રીદ્ધીનો. તેને એ જ નહોતું સમજાતું કે પોતે કોની રાહ જોવે છે ટ્રેન ની કે રીદ્ધીની !.......અચાનક જ તેની પીઠ પર ધબ્બો પડ્યો, તે પડતા પડતા બચ્યો ,..ગાંડી ! આવી રીતે તો કોઈ મારતું હશે ? દુશ્મની કાઢવી હોય તો સામે આવી જા ...પ્રેમથી ગુસ્સો કરતા તે બોલ્યો.
રિદ્ધિને તો એટલું જ જોઈતું હતું , ‘’ તો લેતો જા ‘’ કહી તેના ગાલ પર મુક્કો મારતા બોલી , ‘’ હવે તારે ક્યાં વધારે મુક્કા ખાવાના છે મારા ,તને મારાથી છુટકારો મળી જશે. મારી પણ જાન છુટી આ રોજ રોજના ધક્કા ખાવાથી. ‘’ અંકિત અચાનક થયેલા પ્રહાર ના કારણે હેબતાઈ ગયો.અને તેનાથી વધુ રિદ્ધિની વાત સાંભળી આશ્ચર્યચકિત પણ , .......કેમ ? કોલેજ છોડી દેવી છે કે શું ! સગાઇ બગાઈ તો નક્કી નથી થઇ ગઈ ને ? ‘’ અમિતે મજાક કરતા પૂછ્યું. અરે યાર ! ક્યાં પહોચી ગયો તું તો ! બ્રેક માર બ્રેક માર ! એટલો જલ્દી મારાથી છુટકારો નથી મળવાનો તને. ‘’ રિધ્ધિ એ તેનો કોલર પકડતા કહ્યું. અને આમેય મારા માટે એક મસ્તીનો મુરતિયો તો તુજ શોધી લાવશે ને !
અંકિત હસવા લાગ્યો,’’ હા નાલાયક તને બીજું કંઇ આવડે કે ના આવડે મસ્તીતો આવડવી જ જોઈએ નહી તો તારી હરે ફીટ કેમ થઇ શકે ‘’ કહેતા અંકિત તેની સામે આંખ મારી. સામે રિદ્ધિ પણ હસી પડી ,’’ હા હું નાલાયક અને તું .’’ તો આપને બન્ને નાલાયક બરાબર ને ? વળી થોડો સીરીયસ મો બનાવી કહેવા લાગી , ‘’ જે હોય તે પણ અત્યારે તો તારા માટે દુખદ સમાચાર છે. ‘’ અંકિત કોલર સરખો કરતા પૂછ્યું , ‘’ તો ભઈ જે હોય તે ચોખ્ખું કે ને , સીધી અને સરળ વાર્તાને સસ્પેન્સ થ્રીલર શા માટે બનાવે છે. હરામી ? ‘’
‘’ એ તો તું સાંભળ ત્યારે ખબર પડશે, સરળ તો મારા માટે છે તારા માટે તો થ્રીલર જ છે. ‘’ કહી તે હસવા લાગી ‘’ રેવાડે મારે નથી સંભળાવી તારી કોઈ વાત , ‘’ કહી બાજુ પર રહેલા બાંકડા પર બેસી ગયો. ત્યાંજ બન્ને ની વાતને કાપતી ટ્રેનની વિહ્સ્લ વાગી. ટ્રેન આવી બન્ને ની વાતચીત ત્યાંજ અટકી ગઈ. ખબર નહિ આટલા બધા લોકો સવાર સવારમાં નીકળી પડતા હ્શે ! સુતા રહેતાં હોઈ તો શાંતિથી . ‘’ જગ્યા શોધતા શોધતા અંકિતે હૈય થી વરાળ કાઢી. રિદ્ધિ હસવા લાગી , ‘’ એલા મારો ગુસ્સો બિચારા બીજા લોકો પર નિકાળે છે. ? આપણી જેમજ બધાની મજબુરી હોય , કોઈ ને શોખના થાય આવી રીતે ધક્કા ખાવાનો. રિદ્ધિ એ ડહાપણ બતાવ્યું.
હા, ચાબલી તને બહુ બધાની ચિંતા થાય છે, ચાલો ઉપર ચડો , નીચે તો મેળ પડે એવું લાગતું નથી, કહેતા અંકિત ઉપરની પાટિયા વાળી સીટ પર ચઢી ગયો , રિદ્ધિ પણ સાથે સાથે. એ પાટિયા વાળી સીટ પર બેસવાની મજાતો એ જ જાણે જેઓએ પેસેન્જર ટ્રેનોમાં અપડાઉન કર્યા હોઈ ! થોડી થોડી વારે હલનચલન કરતા રહેવું પડે !
વ્યવસ્થિત રીતે ગોઠવાયા પછી રિદ્ધિએ વાત શરુ કરી , ‘’ હા તો આપણે ક્યાં હતા ! ‘’.......પ્લેટફોર્મ નંબર ૨ પર અંકિત તરત જ તેનાં તેની વાતનો ઉલાળિયો બોલ્વીઓ. ......’’ જા તારી સાથે વાત જ નથી કરવી , ‘’ રિદ્ધિ ચટકો ચડવતા બોલી , .....‘’ હા તો એક કામ આ પંખા સાથે વાત કરી લે ‘’ ડબ્બામાં લટકેલા અને અટકી અટકી ફરી રહેલા પંખા સામે ઈશારા કરતા અંકિત બોલ્યો. રિદ્ધિને મસ્તી સુજી , રિદ્ધિએ પંખા તરફ જોઈ વાત ચાલુ કરી , ‘’ હા તો પંખાભાઈ ! વાત જાણે એમ છે કે હવે આપણી મુલાકાત થવાનાં ચાન્સ બહુ ઓછા છે , કેમકે હું હવે અમદાવાદ રહેવા જતી રહીશ , મારા માસીને ઘેર , માટે મારે તમારી આ સીટના પાટિયા નહિ ખાવા પડે ! તે બાળકો જેવી કાલી ભાષામાં બોલી.
તેની વાત સાંભળી અંકિત ચમક્યો , ‘’ અચ્છા તો આ હતી તારી થ્રીલર સ્ટોરી ? તો સીધી રીતે નહોતું કહી શકાતું ! ક્યારની વાતને ગોલ ગોલ ફેરવે છે, ‘’ અમિતે બનાવટી ગુસ્સો કરતા કહ્યું.......રિદ્ધિ તરત જ બોલી ગુસ્સે થવાનું કારણ કે શો સાહેબ , મેં સીધી રીતે કહ્યું નહી એટલે કે હું જતી રહેવાની એટલા માટે ? અંકિત કાઇ ન બોલ્યો બસ વિચાર કરતા રહ્યો. રિદ્ધિ તેનો ચેહરો જોઇને જ ઓળખી ગઈ , ‘’ શું વિચારે છે ? ‘’ અંકિત ને કોણી મારતા એ બોલી ‘’ કઈ નહી . ‘’ કહેતા ફોનમાં અંકિત કંઇક જોવા લાગ્યો.... ‘’ ગુગલમાં જવાબ નહી મળે . ‘’ કહેતી હસવા લાગી. પાગલ હું અમદાવાદ જવ છું અમેરિકા નહી. ! કોલેજ માં તો મળશું જ ને ..... ‘’ મને તો એ મગજમાં જ ના આવ્યું .....ન્યુટન ની દીકરી.... ! ‘’
રિદ્ધિએ કહ્યું તો અહી ચહેરા પર બાર કેમ વાગ્યા છે ? અંકિતના ચેહરા સામે આંગળી ફેરવતાં એ બોલી, સાચું કહું યાર ! આ ચાર કલાકનું અપડાઉન એકલા એકલા કેમ થશે એ વિચારું છું. ‘’ રિદ્ધિ સામે જોયા વગર અંકિત બોલ્યો...... ‘’ કેમ પહેલા કેમ કરતો ? બીજી રિદ્ધિ શોધી લેજે , આમેય એમાં તો તું માસ્ટર છે , ‘’ રિદ્ધિ ને એમ કે અંકિત ગુસ્સે થશે પણ તે ના થયો. .......બસ પત્યું કે બીજું કશું બાકી છે . ચાપલી ! .ટાઈમપાસ માટે તો એક નહી ચાર મળી જશે પણ રિદ્ધિ......! તે વાક્ય પૂરું કરી ના શક્યો.
કક્ર્મશ
આગળ નો ભાગ વાંચો