Losted - 28 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ - 28

Featured Books
Categories
Share

લોસ્ટેડ - 28

લોસ્ટેડ - 28

રિંકલ ચૌહાણ

"જયશ્રીબેન તમે શું બોલો છો? આધ્વીકાને કઈ રીતે ખબર પડી શકે? ગામમાં આપણા બાળકોને કોઈ ઓળખતું પણ નથી તો કોણ જઈને કેવાનું હતું એને?" આરાધના બેન બોલતા તો બોલી ગયા પણ પોતાના જ શબ્દો એમને નબળા અને અર્થહીન લાગ્યા.
"હું કંઈ જાણતી નથી ભાભી કે સોનું ને કોણે કીધું અને શું કીધું પણ ભાભી જ્યારે બન્ને છોકરીઓને ખબર પડશે કે એ બન્ને મારા લીધે અનાથ થઈ ગઈ તો હું શું મોઢું બતાવીશ બન્ને ને?" એસીની ઠંડી હવામાં પણ જયશ્રીબેનને પરસેવો વળી ગયો.
"જયશ્રીબેન તમે જાણો છો તમારો કોઈ જ વાંક નહોતો વાંક તો એ નરાધમ રાક્ષસ રાજેશ ચૌધરીનો હતો, જે થયું હતું એનો ગુનેગાર માત્ર ને માત્ર એ એકલો જ છે. એ ગોજારી ઘટના ને યાદ ન કરો જયશ્રીબેન, એ ઘટનાએ તો આપણા કાળજામાં કદીએ ના રૂઝાય એવો ઘા આપ્યો છે... પણ આપણા બાળકો સામે એ ઘટનાની હકીકત ક્યારેય ન આવવી જોઈએ." બન્ને ની આંખો સામે થી 21 વર્ષ પહેલાની ઘટના ફરી ગુજરી ગઈ, બન્ને સ્ત્રીઓ અતીત માં એટલી તો ખોવાઈ ગઈ કે એમને આભાસ સુદ્ધાં ન થયો કે જીજ્ઞાસા દરવાજા પર ઊભી રહીને બધું સાંભળી ચૂકી છે.

***

"હું જાણું છું કે તું અાજ ઘરમાં ક્યાંક છે, સામે આવ..." આધ્વીકાનો અવાજ ધીમો પણ મક્કમ હતો. થોડી મીનીટો પછી પણ ઓરડામાં શાંતિ છવાયેલી રહી," અરે આવને બાર, એ દિવસે તો મારી સામે બહું ઊંચા અવાજમાં વાત કરી રહી હતી તો આજે શું થયું? ડરપોક છે સાવ તું તો" આધ્વીકા એ પેલું પાસ્સું ફેંક્યું. એક જોરદાર હવાની લહેર અચાનક ઓરડામાં આવીને જતી રહી, એના પાછળ ધુમાડાના ગોટેગોટા રૂમમાં ભરાઇ ગયા.
"હું ડરપોક નથી, અને તને તો હું છોડીશ નઈ આધ્વીકા રાઠોડ." આધ્વીકાની નજર સામે હવામાં બનેલી ધુમાડાની આકૃતિ એ જવાબ આપ્યો.
"તને લાગે છે તું કંઈ કરવાના હાલમાં છે મિતલ ચૌધરી?" આધ્વીકાના મોઢા પર હાસ્ય ફરી વળ્યું.
"તું બહું હોશિયાર છે..... મને આઝાદી પણ તારે કામ આવે એટલી જ અપાવી, મારી સંપૂર્ણ આઝાદીનો રસ્તો હું શોધી લઈશ આધ્વીકા રાઠોડ, તું જઈને તારા પરિવારને બચાવવાનો રસ્તો શોધ." એક અટ્ટુહાસ્ય ઓરડામાં ગુંજ્યું અને એ આકૃતિ વિખેરાઇ ગઈ.
"તું પણ જોઈ લેજે કે તે કોની સામે બાથ ભીડી છે." આધ્વીકા એ દાંત કચકચાવ્યા અને જીજ્ઞાસાનો નંબર ડાયલ કર્યો.

જીજ્ઞાસા વારંવાર પોતાની મા અને મામીનો સંવાદ યાદ કરી રહી હતી, એમનો કીધેલો એક એક શબ્દ રહી રહીને એના કાનમાં ગુંજતો હતો. "મા એવું કેમ બોલી કે સોનું અને મીરા તેના લીધે અનાથ થઈ ગઈ, એવું શું બન્યું હશે 21 વર્ષ પહેલાં જેના કારણે મા મારી સામે જુઠું બોલી..."

"જીજ્ઞા એ મારો ફોન ના ઉપાડ્યો? જરૂર કઈક તો બન્યું છે ઘરમાં. જયશ્રીફઈ અને આરાધનામાસી પણ સવારથી મારો ફોન નથી ઉપાડી રહ્યા, હવે જીજ્ઞા પણ. શું થઈ રહ્યું છે આ બધું...." આધ્વીકા એ ગુસ્સામાં ફોન સોફા પર ફેંક્યો.
"હું અંદર આવી શકું છું?" આધ્વીકાના ઘરના અર્ધખુલા દરવાજા પર રયાન ઊભો હતો. આધ્વીકા એ હકારમાં માથું હલાવ્યું.
"આધ્વી મે તને બહું દુખી કરી છે, પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું કાલે જ પપ્પા જોડે તારા વિશે વાત કરીશ પછી આપણે લગ્ન કરી લઈશુ." રયાન એ આધ્વીકાને પોતાના બાહુપાશમાં લીધી.

***

"રયાન ચિત્રાસણી માં છે હેતલ, તું ચિંતા ના કર રાહુલ એની સાથે છે." રાજેશભાઈના ચહેરા પર રાહતના ભાવ હતા.
"એનું તો નામ ના લો તમે, અને હાલ જ મારા રયાનને લઈ આવો. મારો રયાન એ છોકરા જોડે એક સેકન્ડ પણ ના રહેવો જોઈએ." હેતલબેન ગુસ્સામાં હતા.
"રાત થઈ ગઈ છે હેતલ, કાલે લઇ આવીશ એને. અને આમ પણ એ બન્ને ભાઈ છે અને બે ભાઈઓ જોડે રે તો શું વાંધો છે તને?" રાજેશભાઈએ છેલ્લી દલીલ કરી.
"મારો એક જ દિકરો છે અને એનું નામ રયાન છે, સમજી ગયા તમે." હેતલબેન એ રાડ પાડી.
"તને તકલીફ શું છે રાહુલથી? તારી ખુશી માટે એ છોકરો પોતાના પરિવાર અને પોતાના પિતાથી દૂર રહે છે, છતાંય તારું મન નથી ભરાતું." રાજેશભાઈ ગુસ્સામાં પોતાના રૂમમાં જતા રહ્યા.
"તમે ક્યારેય નઈ સમજો મારું દુખ રાજેશ, હું કઈ રીતે મારી શોક્યના દિકરાને સ્વીકારી લઉ? રાહુલનો ચહેરો મને સતત યાદ અપાવે છે કે તમે મને આખી જીંદગી માત્ર દગો આપ્યો છે. રાહુલ તમારું અને રાધાનું પાપ છે એ હું કઈ રીતે ભૂલી જઉં??"

ક્રમશઃ