The Author Bharat Prajapati Follow Current Read પ્રેમ નું પ્રકરણ - ભાગ 4 By Bharat Prajapati Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Bharat Prajapati in Gujarati Love Stories Total Episodes : 5 Share પ્રેમ નું પ્રકરણ - ભાગ 4 (6) 1.2k 3.1k હું બીજા દિવસની સાંજે કોફી શોપે ગયો અને સાથે કાલની જેમજ આજે રંગબેરંગી ફુલ અને ચોકલેટ લઈ ગયો અને હા..આજે પણ ટાઇમસર પહોંચી ગયો. પોણા કલાક પછી અવની આવી. આમ તો મારે રોજ મોડુજ થતું હતું અને એને ખબર હોવા છતાં હંમેશા મને પુછે કેમ મોડું થયું?.. અને મને ખબર પણ નથી તો પણ હું ચુપ જ રહ્યો. બે મીનીટ સુધી તો હું અને અવની અમે બન્ને નીચે જ જોઇ રહ્યા. પછી અવની બોલી; આ ફુલ અને ચોકલેટ મારા માટે લાવ્યો? હા, અને એક વાત પણ કહેવી છે. સ્મિત સાથે મારો આભાર વ્યકત કરતા કહ્યું," મારે પણ એક વાત કહેવાની છે. તો પહેલા હું બોલું અને પછી તું." હું મન માં.. (એકતો હું સરપ્રાઇઝ વાળા દિવસ ઉપર આવ્યો નહતો અને અત્યારે પહેલા હું બોલવા જઈશ તો વધારે ગુસ્સે થશે એના કરતા એ જેમ બોલે છે, એમ જ કરવુ જોઇએ.) સારું, તો પછી તું બોલ પહેલા. સૌથી પહેલાં ફરીથી થેંક્યુ ફોર ધ બ્યુટિફૂલ ફ્લાવર્સ અને મને માફ કરી દે જે. વેલકમ... કેમ?તે શું કર્યું? અરે.. પેલા દિવસે હું આવી શકી નહિ. તો માફ કરી દે મને..સોરી. ( એ આવીજ નહિ તો ભુલ મારી તો ના જ કહેવાય. હા..!એ આવી હોત તો ભુલ મારી કહેવાય. ) અને આજે?.. આજે પણ લેટ થયું એમાંય પોણો કલાક. હં.? અને મેસેજ ના પણ એકેય રિપ્લાય નહિ. આ બધા પાછળ નું કારણ? આજના દિવસ માટે પણ સોરી અને એ મેસેઝ ના રિપ્લાય ના આપવા માટે પણ હું દિલગીર છું. Actually, I was very busy during those two days ( ખરેખર, તે બે દિવસ દરમિયાન હું ખૂબ જ વ્યસ્ત હતી. ) તેથી તે ના આવી શકી.. આજે લેટ આવી અને મેસેઝ નો રિપ્લાય પણ ના આપી શકી અને વાસ્તવમાં મે મેસેઝ પણ હજી સુધી નથી જોયા. બીઝી હોવા પાછળનું કારણ શું? અને હા , તું ક્યાં સાડી પહેરે છે તે આજે સાડી પહેરી ને આવી?..કોઈ ખાસ કારણ? હું તને એ જ પૂછવાની હતી કે , " સાડી મારા પર સારી તો લાગે છે ને ? વાત બદલ નઇ જે પૂછ્યું એનો પેલા જવાબ આપ નહિતર હું તો જતો રહીશ. ઓકેય, તો પછી ચાલો બાય મને પણ મોડું થાય છે. શુ ? અરે, મજાક કરું છું. પહેલાં એમ બોલ કે સાડી કેવી છે? ના, તારા ઉપર સાડી જરાય સારી નથી લાગતી . હવે બોલ શું કારણ છે આ બધા પાછળનું ? .. હં ? ( વાસ્તવમાં એના ઉપર રાત્રિના છાયામાં એ વાદળી કલરની સાડી ખુબજ સુંદર લાગી રહી હતી અને એ પણ હંમેશા ની જેમ જ સુંદરતાની મૂરત લાગી રહી હતી . પણ હું કહી જ ના શક્યો કે એ સુંદર લાગી રહી છે. ) મને પણ લાગ્યું કે સાડી સારી નહી લાગતી હોય પણ મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે અને રવિવારે મને એક છોકરો જોવા આવ્યો હતો એટલે એ દિવસે હું આવી ના શકી. ઓહ, તો એ વાત છે ? છોકરો કેવો છે ?. અને નામ શું છે ?. કામ શું કરે છે ? બોલ.... ( અને પછી મે પ્રશ્નોની વર્ષા કરી દીધી ) તે બોલી," છોકરનું નામ આકાશ છે અને ડૉક્ટર છે. સ્વભાવ પણ ખૂબજ સારો છે. દેખાવમાં પણ સારો છે." તો પછી તારી તરફથી હા જ હશે ને..? ના પાડવાનું કોઈ કારણ જ નથી. છોકરો બધી રીતે સારો છે. ના કોઈ વ્યસન છે.. ના તો કાઇ ખરાબ આદત અને સાથે સાથે ડૉક્ટર પણ છે. તો મારા તરફથી તો હા જ છે. ઓકેય, પણ આકાશ નામ હવે ખૂબજ જુનું થઈ ગયું. કેવું નામ છે...આકાશ.! અને ડૉક્ટરો નું કામ કાજ પણ ઘણુ અટપટું હોય અને એ લોકો ઘણા અનિયમિત હોય. અને તેઓ ખૂબજ કંટાળા જનક હોય છે. [ વાર્તામાં આવતા પાત્રો કાલ્પનિક છે તેનો સંબંઘ કોઈ જીવીત કે મૃત વ્યકિત સાથે નથી. અને હું હંમેશાં ડૉક્ટરોની Respect ( સંમાન ) કરું છું. તેથી કોઇએ આ વાત દિલ ઉપર લેવી નહિ. આભાર 🙏 ] ના..ના એવું કાંઈ હોતું નથી અને બધા એક સરખા ના હોય. અને આકાશ એ તો બહું સારા માણસ છે. મે હતાશા સાથે કહ્યું, "હશે, Congratulations ( ખુબ ખુબ અભિનંદન )." " હવે, હું રોજ નહિ આવી શકું..કોઈ દિવસે સમય મળશે તો આવીશ. " અને મે કહ્યું," સારું, આ કૉફી શોપ.. આ ટેબલ.. આ કૉફી અને હું... હંમેશા તારી રાહ જોતા રહીશું." કહેવા ખાતર તો, સારું કહી દીધું પણ હવે ખબર નહિ કેમ પણ આકાશ નામથી મને ચીડ ચડવા લાગી અને આકાશ નામ પણ હવે નથી ગમતું.. "ચલો જે થાય એ સારા માટે જ થાય"..એમ કહીને મે મન ને મનાવી લીધું. અને પછી ઘરે ગયો. મમ્મીએ કહ્યું," ચાલ બેટા જમી લે" પણ મારો મૂડ તો સારું હતું નહિ એટલે કહી દીધું કે," મમ્મી, ઓફિસના એક મિત્ર ની સગાઇ નક્કી થઈ ગઈ છે એટલે એને પાર્ટી આપી હતી. તો હું ત્યાં જ જમી ને આવી ગયો" પછી પપ્પા બોલ્યા કે," આવું હોય ને તો ફોન કરી દેવો ઘરે એટલે અનાજ નો બગાડ ના થાય." "ઓકેય સારું પપ્પા.. હવેથી ધ્યાન રાખીશ" ~ આટલું કહીને હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાં પપ્પા પાછા બોલ્યા; "અને સાંભળ, કાલે વહેલા તૈયાર થજે અને ઓફિસે રજા પણ રાખી દેજે..કાલે સવારે કામથી બાર જવાનું છે." મે ઉડાઉ જવાબ આપતાં હા કહીને મારા રૂમ માં ચાલ્યો ગયો. હું એ છોકરા ના અને અવની ના વિચાર મા ખોવાઇ ગયો અને એના કારણે આખી રાત ઉંઘી શક્યો નહિ. પછી સવાર પડી અને રોજ ની જેમ આજે પણ તૈયાર થઈ ને ઓફિસે જવા માટે નિકળ્યો. પણ ત્યાં તો પપ્પાનો અવાજ આવ્યો કે, "ક્યાં ચાલ્યો..? કાલે રાત્રે તો ના પાડી હતી કે ઓફિસે જવાનું નથી રજા માંગી લેજે." નક્કી હું વિચારો મા ખોવાઇ ગયો હોઇશ એટલે મે પપ્પાને કહ્યું કે,"સોરી, હું ભૂલી ગયો." ~ પછી હું પાછો અંદર જઈને બેસી ગયો અને કપડા બદલી નાખ્યાં. પપ્પા મારા રૂમ માં આવ્યાં અને કહ્યું, "અરે..! બેસી શું ગયો?..અને કપડા કેમ આવા પહેર્યાં છે?" "ઘરમાં તો આવા સાદા કપડા જ પહેરવાના હોય. અત્યારે બાર ક્યાં જવું છે?" "એટલે..? કાલે રાત્રે કહ્યું તો હતું કે, 'આપણે સવારે વહેલા બહાર કામ થી જવાનું છે તો, તૈયાર રહેજે.' એ પણ ભૂલી ગયો કે શું? " ના પપ્પા યાદ જ છે.. પણ ક્યાં જવાનું હતું એ ભૂલી ગયો.. એતો મે કહ્યું જ ન હતું એટલે તને એ યાદ નથી કે આપણે બહાર જવાનું છે?..હં? એ તો કામનું ભારણ થોડું વધારે હોવાથી વિસરાઇ ગયું. હું હમણાં પાંચ મીનીટ મા તૈયાર થઈ જાઉં છું. પછી હું તૈયાર થઈ ને બહાર આવ્યો અને હું અને મમ્મી - પપ્પા અમે ગાડી માં બહાર જવા માટે નિકળી ગયા. પપ્પા ગાડી ચલાવતાં હતાં. અડધા કલાક માં અમે પહોંચી ગયા. મમ્મી - પપ્પા ગાડી માંથી ઉતરી ગયા પણ હું તો હજી સુધી વિચારોમાં જ ખોવાયેલો ગાડી માં બેસી રહ્યો હતો. પછી પપ્પા બોલ્યા; "કેમ ભાઇ..! ગાડી સાથે એવો તે કેવો લગાવ થઇ ગયો છે કે ગાડી માંથી બહાર આવવાનું મન નથી થતું?" પહોંચી ગયા?.. પણ આ કઈ જગ્યા છે? આપણે ક્યાં જવાનું છે? ~ મે પુછ્યું. "કેમ, તને નથી ખબર? તો ખબર વગર જ ગાડી માં બેસી ગયો?" પપ્પાએ જવાબ માં પ્રશ્ન પૂછ્યો. ના, મને નથી ખબર. અને તમે મને ક્યાં કહ્યું જ હતું કે ક્યાં જવાનું છે. "પણ તે પુછ્યું હોય તો કહું ને. મને લાગ્યું તારી મમ્મી એ કહ્યું હશે." મને લાગ્યું કામથી બહાર જવાનું હશે..એટલે ના પુછ્યું. "હા, કામ થી જ આવ્યાં છીએ." પણ આ જગ્યાએ કેવું કામ?..કોઈ સંબંધી ના ઘરે જવાનું છે..? ' અરે, તમે બાપ - દિકરો આટલે જ રાત કરી દેવાના છો કે શું? અને તું ગાડી માંથી બહાર નિકળ ' ~ મમ્મી ગુસ્સા માં બોલી. હું બહાર નીકળ્યો અને પુછ્યું," શું કામથી આવ્યા છીએ?" ' તારા માટે છોકરી જોવા માટે આવ્યાં છીએ. ' " શું...? " ‹ Previous Chapterપ્રેમ નું પ્રકરણ - ભાગ 3 › Next Chapter પ્રેમ નું પ્રકરણ - ભાગ 5 Download Our App