· શ્યામની મીરાના મમ્મી પપ્પા સાથે મુલાકાત
શ્યામ કહે ના હો એ પોસીબલ જ નથી, શુ વિચારે તારા મમ્મી પપ્પા?
મીરા બિન્દાસ્ત બોલી, શુ વિચારે એટલે શુ? તુ મારો ફ્રેન્ડ છે એ તો સત્ય છે અને આ વાત તો મે ઘણા દિવસ પહેલા જ ઘરે કહિ દિધી હતી.
શ્યામ નવાઇથી કહે છે, સાલુ ગજબ કહેવાય મીરા હુ તો છોકરો છુ તો પણ ઘરે કેતા ફાટે છે અને તે તો મારુ વિવરણ પણ કરિ દિધુ હશે.
શ્યામ પ્લીઝ તારી સાથે બીજી કોઇ વાત નથી કરવી તુ આવે છે કે નહિ એ કહિ દે, મીર સીધુ સટ જ પુછે છે
ચાલ આવુ પણ આજે હુ બાઇક નથી લાવ્યો એટલે તારે મને બસ સ્ટોપ સુધી ડ્રોપ કરી જવો પડશે, શ્યામ કહે છે
મીરા કંટાળીને અરે હુ તને તારા ઘર સુધી ડ્રોપ કરી જઈશ,શ્યામલી વહુને મારા મોમ ડેડની શરમ આવતી હશે તો હુ ઘુંઘટ ઓઢાડી દઇશ તો આવશે નહિ.
ના ના એવુ કઈ જરુર નથી, શ્યામ કહે છે
તો પછી ચાલ એમ કહિને મીરા આગળ ચાલવા લાગે છે શ્યામ એની પાછળ ચાલવા લાગે છે બન્ને દાદર ઉતરી જાય છે.
મીરા શ્યામની ગાડીમાં બેસે છે પણ રસ્તામાં કઈ જ બોલતો નથી કેમ કે તેના મનમાં એક અજીબ પ્રકારનો ડર હતો કેમકે આજ શહેરના પ્રતિષ્ઠિક વ્યક્તિને એની દિકરીના બોયફ્રેન્ડ તરીકે મળવાનો હતો.
મીરા અને શ્યામ બન્ને ઘરે પહોચે છે. ઘરે રજવાડી ડિઝાઇનની કંમ્પાઉન્ડ વોલ, અંદર મોટો ગાર્ડન અને ગાર્ડનની વચ્ચેથી રસ્તો ગાડી સડસડાટ ફોયર પાસે જઈને ઉભી રહિ. ગાડિમાંથી બહાર નિકળતા જ આપોઆપ ગાર્ડન તરફ નજર જાય એવા રંગબેરંગી ફુલ હતા. બન્ને સાથે લિવિંગ રુમમાં પ્રવેશ કરે છે. અંદર રજવાડી સોફા. ૭૨”નુ એલ.ઈ.ડી. ટી.વી અને ખુબ વિશાળ લાઈટીંગ વાળુ ઝુમર આખુ રજવાડી ઇન્ટીરીયર એમ લાગે કે કોઇ રાજમહેલમાં પ્રવેશ કર્યો હોય.
શ્યામ તો આજુબાજુ જોયા જ કરે છે રજવાડી સોફા પર તેનુ સ્થાન લે છે.
હજી તો શ્યામ નોર્મલ થઈને બેઠો હતો ત્યા જ મીરા જોરથી બુમ મારે છે, મોમ ડેડ અહિ આવો જુઓ કોણ આવ્યુ છે?
મીરાના પપ્પા ફોનમાં વાત કરતા કરતા જ બહાર આવે છે અને શ્યામ સામે એક નજર કરે છે શ્યામ સ્માઇલ આપવા જ જતો હતો ત્યા તેની નજર ફરી જાય છે અને મમ્મી તો આવીને શ્યામની બાજુમાં બેસી જાય છે. મીરાના પપ્પા પણ ફોન મુકિને તેની બાજુમાં જ બેસી જાય છે.
મીરા ઉપરને ગુસ્સો આવતો હતો કે એક તો પેલેથી ફાટતી હતી અને એમા મીરા નવા નવા તુક્કાઓ અજમાવે છે.
શ્યામને જોવે છે, શ્યામ બન્ને ને તબિયત પુછે છે પણ મીરા ઓળખ નથી આપતી અને બન્ને ને પુછે છે બોલો આ કોણ છે તમે આને ઓળખો છો?
મીરાના મમ્મી હવામાં તુક્કો લગાડે છે લે જ્યોત્સનાનો ભાણીયો આટલો મોટો થઈ ગયો.
બધા જોરથી હસવા લાગે છે. શ્યામને તો હસવુ કે શુ કરવુ એ કાઈ ખબર જ ન પડિ પણ માંડમાંડ કૃત્રિમ હાસ્ય લાવ્યો.
મીરા કહે છે, કઈ પણ બોલવાનુ મમ્મી? તુ જો તો ખરી.
મીરાના પપ્પા બોલે છે, મને તો શ્યામ લાગે છે.
શ્યામ પણ અચરજ માં પડયો કે મીરાએ મારો પરિચય અને મારી આટલી બધી વિગત ઘરે આપી કે માત્ર જોઇ ને કઈ દિધુ. હવે શ્યામને થોડો હાશકારો થયો. અત્યાર સુધી તો એવુ લાગતુ હતુ કે તે એક સાહસ કરી રહ્યો છે.
મીરા કહે, વાહ પપ્પા તમે ઓળખી ગયા.
શ્યામ ઉભો થઈને રાઘવ દેવ એટલે કે મીરાના પપ્પાને શેક હેન્ડ કરે છે,
હેલ્લો સર હાઉ આર યુ ?
રાઘવ દેવ એટલ શહેરના પ્રતિભાશાળી અને અમીર વ્યક્તિ. આજ શ્યામ તેની સામે બેઠો હતો પણ જેટલુ નામ છે એવો કોઇ ઘમંડ નહિ અને શ્યામને પ્રથમ દ્રષ્ટીએ જ લાગ્યુ કે, તે તેની દિકરીને ખુબ જ પ્રેમ કરતા હશે.
મીરાને કહે છે, બેટા શ્યામ પહેલીવાર આપણી ઘરે આવ્યો છે. એના માટે જ્યુસ કે નાસ્તો કઇક વ્યવસ્થા કરાવો.
શ્યામ ફોર્માલીટીઝ માટે કહે છે, ના મીરા પ્લીઝ એમ જ બેસીએ.
મીરાના મમ્મી કહે, એ તો એમ પણ બેસીશુ જ
મીરા અને તેના મમ્મી અંદર નાસ્તો લેવા માટે જાય છે. એક સોફા પર શ્યામ બેઠો હતો. બાજુના જ સોફા પર રાઘવ દેવ બેઠા હતા. શ્યામના મનમાં એ જ વિચાર હતો કે હજારો કરોડના બિઝનેસ એમ્પાયર ધરાવનાર આ વ્યક્તિ સાથે આમ મુલાકાત થશે. એ પણ આટલી સરસ રીતે આવુ તો સપનામાં ક્યારેય વિચાર્યુ પણ નહિ હોય.
મૌન તોડતા રાઘવ દેવ વાતની શરુઆત કરે છે. પોતે એક રીઅલ એસ્ટેટ ટાયફુન હોવાથી ટેકનીકલ વાતોથી જ શરુઆત કરે છે.
શ્યામ હુ ભુલતો ન હોઉ તો તમને હવેના સેમેસ્ટરમાં બિલ્ડિંગ મટીરીયલ્સની ઇન્ફોર્મેશન આપતા હશે ને ?
હા સર બિલ્ડિંગ મટીરીયલ્સ અને એસ્ટીમેન્ટ અને કોસ્ટીંગ
હા અને પછી સ્ટીંગ ડિઝાઇન અને જનરલ પ્લાનીંગ પણ શીખવશે. તમને અત્યારે ચાલે એ બધુ તો પરફેક્ટ આવડી ગયુ હશે ને?
હા સર હુ તો ઓલ રેડિ પ્રેક્ટીસ કરુ છુ એટલે મને તો પરફેક્ટ આવડી ગયુ. હુ હાલમાં પ્રોજેક્ટની સ્ટિલ ડિઝાઇન પણ આપી શકુ બસ એમા મારા સિનિયરને ચેક કરવી પડે પણ એમા માઇનોર જ ફર્ક આવે.
શ્યામ આઇ કાન્ટ બિલિવ પણ તુ આ કઈ રીતે શીખ્યો?
સર હુ સ્ટડી સાથે પ્રેક્ટીસ પણ કરુ છું. મારુ ફુલ ફોકસ આમા જ હોય એટલે બધી ફાવટ આવી ગઈ.
રાઘવ દેવને પણ નવાઇ લાગતી હતી કે સામાન્ય છોકરો અસામાન્ય વાતોના જવાબ આપે. કોઇ મોટા સ્પેશિયાલીસ્ટ જેટલુ નોલેજ શ્યામ પાસે જોઇને નવાઇ લાગતી હતી. અચાનક જ એક શુટ બુટ ટાઇ માં એક વ્યક્તિએ ત્યા પ્રવેશ કર્યો. એ ફાઇલ આપીને ત્યાથી નિકળી ગયો. રાઘવ દેવનો ઓફિસનો એમ્પ્લોય હતો. રાઘવ દેવ એ ફાઇલ ખોલી જોવા લાગ્યા. થોડી મુંઝવણમાં હોય એવુ લાગતુ હતુ.
શ્યામ પણ એ જોતો હતો, અચકાતો અચકાતો બોલ્યો, sir may I help you.
રાઘવ દેવે સ્માઇલ આપીને ફાઇલ આપી. શ્યામે ફાઇલમાં બધુ ચેક કર્યુ પછી કહ્યુ સર આમા પ્રોબ્લેમ એક જ છે ને કે બે કોલમ વચ્ચે સ્પાન વધુ જોઇએ અને એવુ કરવા જઈએ તો ડેપ્થ વધી જાય છે.
યસ ડિઅર એ જ પ્રોબ્લેમ છે પણ આનુ કોઇ સોલ્યુશન નથી બટ અમારા એક્સપર્ટ કઈક રસ્તો કાઢશે.
સર ડોન્ટ માઇન્ડ એક રસ્તો મારા મગજમાં આવ્યો છે ઇફ પોઝીબલ યુ કેન ડુ ઇટ, જસ્ટ ટ્રાય જસ્ટ , શ્યામને આટલુ બોલતા પરસેવો વળી ગયો હતો. આટલા મોટા વ્યક્તિ જેનુ સોલ્યુશન ન લાવી શકે એમા શ્યામ પોતાની બુધ્ધિ વાપરે પણ એ ખોટો પડે તો એની બિક પણ હતી અને આ બધુ રાઘવજી સમજતા હતા એટલે નોર્મલ થતા કહે છેPlease shyam say your opinion, not mention your status only mention your smartness.
સર એમા પોસ્ટ ટેન્શન કેબલ જે બ્રિજમાં વપરાય એ વાપરીએ તો પોશિબલ છે. સર જસ્ટ માય ઓપીનિયન, શ્યામ થોથવાતા થોથવાતા કહે છે.
રાઘવજી તેની સામે જ જોયા કરે છે અને વિચારતા હતા. અચાનક જ સરપ્રાઇઝ હોય એમ કહે છે, ગ્રેટ શ્યામ, સુપર્બ આવો વિચાર અમારા એક્સપર્ટને ન આવ્યો. હુ તારો વિચાર એપ્લાઇ કરીશ જ થેન્ક્સ
મીરા બન્નેના સંવાદમાં જોડાઇ ગઈ. પપ્પા શુ કમાલ કરી આ નંગે એ તો કહો?
બેટા શ્યામ ઇઝ સ્માર્ટ એ નંગ નથી ડાયમંડ છે, રાઘવજી કહે છે
શ્યામ તારી જોડે માત્ર બે કલાક કોઇ રહે એટલે એ તારી ઉપર ફિદા થઇ જાય, મીરા કહે છે
મીરા તુ આજ સુધી જે બધુ કેતી હતી એ કરતા વધુ સ્માર્ટ છે શ્યામ, રાઘવજી કહે છે.
ડૅડ તમને ખબર છે કોલેજીયન સ્ટુડન્ટનો પ્રોજેક્ટ ગુજરાત લેવલ પર ચમક્યો હતો? મીરા પુછે છે
હા અમારો કોન્ક્રિટ સોલ્યુશન વાળો એ કે બીજો? રાઘવજી પુછે છે
હા ડેડ એ પ્રોજેક્ટ શ્યામનો જ હતો, મીરા કહે છે
ઓહ તો તો આવા સોલ્યુશન કોઇ મોટી વાત નથી, રાઘવજી હસતાહસતા કહે છે.
મીરાના પપ્પા અચાનક ઘડીયાળમાં જોઇને કહે છે, ઓકે બેટા મારે એક ફંકશનમાં જવાનુ છે. તમે બેસો હુ જાઉ છુ. બેટા આવતો રહેજે ઘરે અને તારૂ જ ઘર સમજજે.
મીરા એના પપ્પાની લાડકોડથી ઉછરેલી હશે. એકની એક જ હતી. મીરાના પપ્પા બહાર શુઝ પહેરતા હતા. ત્યારે મીરા બહાર એની સાથે જ જાય અને પુછે છે, કેવો લાગ્યો મારો ફ્રેન્ડ? તમે કહેતા હતા કે, સુરતમાં કેરફુલ રહેજે.
મીરાના પપ્પા તેની માથે હાથ મુકીને કહે છે, હિરો છે હિરો તને મદદ કરશે અને તારુ ધ્યાન પણ રાખશે.
મીરા, શ્યામ અને તેના મમ્મી ત્રણેય નાસ્તો કરે છે. શ્યામને હવે મન પર કોઇ ભાર ન હતો એટલે ખુલ્લા મનથી વાતો કરતો હતો. એવુ લાગતુ હતુ કે આ ઘર સાથે તેનો વર્ષો જુનો સંબંધ હોય.
શ્યામ પણ એ જ વિચારતો હતો કે કેવા સંજોગ અને કેવી સમયની બલિહારી કે એક દિવસ તોફાનમાં ફસાયેલા પંખીની જેમ અસ્તિત્વ ટકાવી રાખવા આમથી તેમ હવાતીયા મારતો હતો. તેને કામ પ્રત્યે નહિ પણ સમયથી નફરત હતી. નાનપણથી મા બાપના પ્રેમ વગર જ એકલો જ રહેતો. એક લક્ષ્ય હતુ પણ ક્યારેય ખુલીને હસતો પણ નહોતો. એના બદલે આજે એક પરિવારનો સ્નેહ મળવા લાગ્યો. એ પણ સુરતના નામખ્યાત વ્યક્તિ. જ્યારે તેના ઘર કે પરિવારમાં રાઘવદેવ વિશે કે એની મિલકત વિશે વાતો થતી ત્યારે એ મનમાં જ મલકાતો હતો. તેના પરિવાર કે તે જ્યા રહેતો ત્યા એટલો જ ખ્યાલ હતો કે શ્યામ કોલેજ જ્યા અને ત્યાથી નોકરી પર જાય છે. બસ એનાથી વધારે કોઇ માહિતી ન હતી અને શ્યામ કોઇ માહિતિ શેર પણ નહોતો હતો.
આમ પણ જીંદગીમાં કોઇ દુઃખ અને સુખમાં ભાગ પડાવવા વાળુ હોય તો, એ જિંદગી જીવવાની મજા જ કઈક અલગ હોય. જ્યારે જીંદગી મધ દરીયે તોફાનમાં હોઇએ અને જીંદગી ભરતી ઓટ વચ્ચે જોલા ખાતા હોઇએ. ત્યારે જો કોઇ વહાણ મદદે આવે તો એની કિમત સૌથી વધુ થાય. ત્યારે જ આપણે ઇશ્વર હોવાનો અહેસાસ કરીએ છીએ.
એક્ઝામ નજીક આવવા લાગે છે અને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. બધા જેને સાચે જ ભણવુ હતુ તેનું એક અલગ ગ્રુપ બની ગયુ. આઠ થી દસ વિધાર્થીની ટિમ હતી. શ્યામ અને બધા જ હવે સવારમાં સમયસર આવીને પોતાની તૈયારીઓ શરુ કરી દેતા.
સર પણ બધા વિધાર્થીઓ શ્યામથી પ્રેરીત થઈને તૈયારી કરે છે, એટલે ખુબ ખુશ હતા.
સુદિપ ઘણા દિવસથી અનિયમિત હતો અને તેનુ કારણ ટીના જ હતી. પોતાની સેલેરી અને બચત કરેલ રૂપિયા પણ ઉડાવવા લાગ્યો હતો. ટીના પાછળ એટલો એટલો અંધ બની ગયો હતો કે એના માટે કઈ પણ કરવા માટે તૈયાર થઈ જતો હતો. એક દિવસ કલાસમાં આવ્યો. ગાડી સ્લિપ થઈ જાય ત્યારે જેમ પેન્ટ ફાટે એવી ડિઝાઇનનુ પેન્ટને ટી શર્ટ, સિગરેટની સ્મેલ પણ આવતી હતી. દાઢી અને વાળ પણ લાંબા કર્યા હતા. બધા એને જોઇને એમ જ વિચારતા હતા કે આની જીંદગી બરબાદ થઇ ગઇ.
શ્યામને તેનો આવો વેશ જોઇને ગુસ્સો આવતો હતો.એ જે બુકમાં લખતો હતો એ બંધ કરીને ઉભો થતો જ હતો ત્યા જ વીર અને મીરા તેને બન્ને રોકી લે છે.
મીરા તેનો હાથ પકડિને કહે છે, હજી તારે કેટલુ અપમાનીત થવુ છે?
શ્યામ ઉભો રહી જાય છે. સુદિપ ક્લાસની બજાર જતા જતા જાણી જોઇને શ્યામ સાથે અથડાઇ છે અને પાછો કહે છે, કે મારા રસ્તામાં ન આવતો.
શ્યામ ને ખુબ જ દુખ લાગે છે વીર એની બાજુમાં ઉભો હતો એ કહે છે, તુ જા ને ભાઇ જે કામ કરતો હોય એ કર.
સુદિપ વીરને કહે હુ બધી અસલીયત જાણુ છું, તુ તારા દોસ્તને લઈને નીચે આવજે એટલે બધા પડદા ખુલ્લા કરીશ.
શ્યામથી રહેવાતુ નથી એટલે ગુસ્સા માં કહે છે, તારા દોસ્ત એટલે ? તુ શુ કહેવા માંગે છે એમ કરીને એની બાજુ ધસે છે.
મીરા અને વીર રોકે છે અને કહે છે, હમણા નહિ શ્યામ એને નાક શરમ કાઇ નથી એ અહિ બબાલ કરવા જ આવ્યો છે હમણા લેક્ચર પુરો થઇ એટલે નીચે જાઇએ.
લેકચર પુરો થવાની રાહમાં જ હોય એમ જેવો બેલ વાગે એટલે તરત જ બધા જ પેકઅપ કરીને શ્યામની પાછળ પાછળ કોલેજ ગ્રાઉન્ડમાં જાય છે.
સુદિપ તો નીચે જઈ કોલેજના ગાર્ડનમાં બેસે છે. વીર,મીરા, શ્યામ અને બીજા બધા મીત્રો પણ નીચે આવે છે.
શ્યામ હજી તો નીચે આવે એટલે તરત જ સુદિપ બોલવા લાગે છે કે, ઓહો આજે ટો રાજા રાની ને આખી સેના આવેલી ને? શ્યામ ટારો પ્રોબ્લેમ શુ છે એ કઈ દે ચલ એટલે એની પટાવટ કરીએ.
વીરથી રહેવાયુ નહિ એટલે એ બોલ્યો, તારે હુ પ્રોબ્લેમ સે ઇ કે ને પેલા
સુદિપને વીર વચ્ચે બોલે એ નહોતુ ગમતુ પણ વીર કઠોર સ્વાભાવનો હતો. વીરથી લગભગ બધા ડરતા હતા એટલે પણ કઈ બોલતો ન હતો. વીર ફરેલા મગજનો હતો. ગમે ત્યારે ગમે એનો ભાજીપાલો બનાવી દે.
સુદિપ કહે, તુ મને ટીના જોડે રહેવાની ના એટલા માટે કહે છે ને કે એ તને જોઇતી હતી. બધા અચરજ માં મુકાઈ ગયા.
શ્યામ પણ વિચારમાં પડી ગયો કે, “આ વ્યક્તિ આવો આરોપ લગાડે છે” માત્ર એટલુ જ બોલે છે કે “શુ આ વાત અશક્ય છે સુદિપ?”
મીરા ઉકળી ગઈ હતી અને વચ્ચે બોલી ઉઠી, તુ શુ બોલે છે એની તને ભાન છે કે નહિ?
સુદિપ કહે, તુ ચુપ રહી જા. તને ક્યા કોઇએ પુછયુ? તમે બન્ને પ્રેમની છોળો ઉછાળો છો અને બહાર ફરો છો. ત્યારે મે તમને કઈ કિધુ ? મારૂ સારૂ ન જોઈ શકતો હોઇ એવુ મને લાગે છે.
વીર પણ ઉકળિ ગયો હતો અને તે બોલવા જતો હતો. ત્યા શ્યામ તેને રોકીને કહે છે કે, અટકી જા હવે નથી સમજાવવો.
સુદિપ જેવા જ બીજા બે ટપોરી પણ આવી ગયા અને સુદિપને પુછવા લાગ્યા કે શુ થયુ કોઇ પ્રોબ્લેમ હોય તો કે જે આપડિ પાસે ઘોડા તૈયાર જ છે.
ના ના આ તો નાની મેટર છે આમા કાઈ જરુર નથી, સુદિપ પણ એ જ વટમાં કહે છે.
સુદિપ કહે,હુ ટીના સાથે લગ્ન કરી લઈશ. તમારાથી સારૂ જોવાઇ નહિ તો, મારે તમારી કોઇ જરૂર પણ નથી.
શ્યામ તુ તો વચ્ચે આવતો જ નહિ.
એની સાથે સાથે આવેલો ટપોરી હાથથી કાપી નાખવાનો ઇશારો કરતો કહે છે, કાટ દેંગે સબકો
વીરનો ગુસ્સો સાતમાં આસમાને હતો. એણે તો હાથથી ઇશારો કરતો હતો એને પીઠ પાછળ એવો પંજો માર્યો કે એ જમીન પર પડિ ગયો.
શ્યામ વીરુ ને પકડે છે, ના વીરુ આ બધુ આપણે નથી
વીરુ હજી એ તરફ જોઇને જ બોલતો હતો, શુ કાટ ડાલેંગે? તારા બાપની સાત પેઢીમાં કિડિય મારી છે કોઇ દિ? ભોં મા ભંડારી દઈશ.
સુદિપ અને તેનો પંટર તો હેબતાઇ ગયા હતા.
વીર બોલવા લાગ્યો અરે નફાવટ આ તુ જે બોલે છે. એ બોલાવનાર આ શ્યામ જ છે. તે તારી ઓકાત બતાવી દિધી આખરે પણ યાદ રાખજે જિંદગી એવી સડક છાપ તો ઠેબે ચડતી મળશે પણ આવો દોસ્ત ક્યારેય નહિ મળે.
મીરા વીર ને શાંત પાડે છે અને કહે છે કે, હમણા ૧૫ દિવસ પછી એક્ઝામ છે. શુ કામ મગજ બગાડે છે?
સુદિપનો ટપોરી દોસ્ત જમીન પર પડ્યો હતો એને જેમ તેમ ઉભો કરીને ચાલતી જ પકડી.
બધા અંદર અંદર ચર્ચા કરવા લાગે છે કે, આ કેવો વ્યક્તિ છે? શ્યામ સાથે આવુ વર્તન કેમ કરતો હશે? સુદિપ કોઇ બોલે એ સાંભળ્યા વગર જ બધાની વચ્ચેથી નિકળીને ચાલતી પકડે છે.
શ્યામ સુદિપ સામે જોઇ નરવશતાથી બોલે છે, એક મિનિટ સુદિપ મારી વાત પણ સાંભળતો જા.
મિસ્ટર સુદિપ બીજી વાત કે હુ તારા બધા સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેનાર હતો પણ તે આજ મર્યાદાઓ તોડી નાખી છે. છતા તે મને ભાઈ કિધો એટલે કોઇ પણ સમયે તારે મારી જરુર હોય ત્યારે કાયમ હુ તૈયાર જ છુ.
એમ કહી શ્યામ અને બધા ત્યાથી કલાસ તરફ આવવા લાગ્યા.
સુદિપ તો એકીટશે જોઇ જ રહ્યો. આ શુ કહેવાય? જે હોય તે મારે શુ ? હુ મારી ટીના ભલી હવે તો. એમ વિચારીને ત્યાથી નિકળી જાય.
શ્યામ, મીરા અને વીર બીજા મિત્રો પણ એક સાથે કોલેજ તરફ જાય છે. દાદર ચડતા ચડતા શ્યામ વીરને કહેછે, યાર આ તો બગડ્યો છે. જોરદાર ફસાવશે પેલી.
વીર કહે, શ્યામ હવે આ આપણા હાથની વાત નથી. જે થાય તે જોયા કરીએ. એને જ્યારે ખબર પડશે. ત્યારે આપણી પાસે આવશે.
હવે તો યુધ્ધના ધોરણે તૈયારીઓ ચાલતી હતી. સતત ક્લાસમાં અને કલાસમાંથી લાઇબ્રેરી ધક્કા ચાલુ જ હતા.
૬- ૭ દિવસ રોજના ક્રમ પ્રમાણે બધુ જ નિયમીત હતું. હવે વાંચવાનુ વેકેશન પડિ ગયુ હતુ. છતા પણ બધા નિયમિત કોલેજ આવતા હતા. એક દિવસ વીર, શ્યામ, મીરા, રિયા, નિશા બીજા બધા જ એક સાથે જ કોલેજના ગાર્ડનમાં બેઠા હતા. બધા અભ્યાસ લક્ષી જ વાત ચીત કરતા હતા. કોઇ હસી મજાક કરતા હતા.
મીરા શ્યામ બન્ને બાજુ બાજુમાં બેઠા હતા. શ્યામ ઉદાસ લાગતો હતો. છતા બધાની વાતમાં હસવા જેવુ હોય ત્યા હસતો હતો. રોજ રોજ જે મજાક મસ્તી કરતો એ નથી કરતો. બીજાને ન ખ્યાલ આવે પણ જે એકબીજાને સમર્પિત હોય એને તો ખ્યાલ આવી જ જાય. પોતાના સ્નેહીને શુ મુશ્કેલી છે? ઘણીવાર તો એ મુશ્કેલી એને પુછ્યા વગર દુર પણ કરી નાખે એટલી તો એનામાં તાકાત હોય છે.
મીરા શ્યામની સામે જોઇને કહે છે, શ્યામ શુ વાત છે? હુ ક્યારની તને જોઉં છુ. કેમ આજ તારું અલગ વર્તન છે ?
શ્યામ જાણે કઈ જ ન હોય એમ, ના કઇ જ નથી. બસ એમ જ
મીરા કહે, ના કહેવુ હોય તો રહેવા દે. મને ખબર જ છે, એમ પણ તુ કઈ મને કેતો નથી.
શ્યામ કહે, કઈ નહિ જે વૃક્ષને પાન આવે પણ એ સુકાઈ જાય એટલે એ પાન ખરી જાય. મીરા કદાચ એનાથી ઝાડને કઈ જ ફરક નહિ પડતો હોય પણ ડાળને તો પીડા થતી જ હશે ને?
મીરા શ્યામનો હાથ પકડી અને બીજો હાથ ઉપર મુકીને કહે છે, જો શ્યામ એ સુદિપે જે કર્યુ. એ ખરેખર દુઃખ થાય કોઇની પણ લાગણીને ઠેસ પહોચે એવુ જ હતુ પણ, હમણા પરિક્ષા નજીક છે. તુ પ્લીઝ એ કઈ મગજમાં ન લે. પછી આપણે તેને મનાવીશુ.
શ્યામ કહે, એણે જે શબ્દો કહ્યા એ મને તલવારના ઘા ની જેમ વાગ્યા. તલવારના ઘા રૂજાય પણ વાણીના ઘા નહિ.
મીરા કહે, શ્યામ તારે તારા લક્ષ્યમાં ધ્યાન આપવાનુ છે. તારો જે વિચાર હતો એ આજ જો બધાનો અવાજ બની ગયો છે. તારા પગલે ચાલવા જો આજ આખી બેચ તૈયાર છે. તુ પ્લીઝ એ વિચાર મનમાંથી કાઢી નાખ
.
શ્યામની આંખોમાં આસુ આવી જાય છે અને એ કહે છે, મીરા આજ બહારના હતા એને હુ સમજાવી શકયો પણ મારા હતા એ જ દુર થઈ ગયા. આજે મારૂ શરીરનુ એક અંગ કપાઇ ગયુ હોય એમ લાગે છે.
પાછળથી અવાજ સંભળાઈ છે, વાહ દોસ્ત વાહ કદાચ મારા મમ્મી અને પપ્પા દુર છે પણ એ બન્નેનુ રૂપમાં મને શ્યામ મળ્યો છે. મારા ભાઇ મને માફ કરી દે.
બધા જ અચરજથી પાછળ જોવે છે તો, સુદિપ ઉભો હતો. આંખોમાં માત્ર અને માત્ર પસ્તાવો જ હતો. આંખો સોજી ગઈ હતી એના પરથી એવુ લાગે છે કે, બે ત્રણ કલાક રડ્યો હશે.
વીર તો એને જોઇને ઉકળી ગયો અને ઉભો થઈ સીધો જ તેની સામે ઉભો રહી ગયો અને કહેવા લાગ્યો, હજી હુ બાકી સે તે આયા આવ્યો સે? શામલાના મોં પર ખુશી સે ઇ પણ લઈ લે બાકી રેતુ હોય તો કે પસી કાપવા આવ્યો સો.
સુદિપ વીરાના ખભે હાથ રાખીને કહે છે તુ મને માર મને સજા આપ મારે મારા પાપનુ પ્રાયશ્ચિત કરવુ છે.
બન્નેને અટકાવી શ્યામ આગળ આવે છે અને શ્યામ કહે છે, સુદિપ હવે ઝઘડવા નહિ માફિ માંગવા આવ્યો છે, એ બોલે કે ના બોલે એની આંખો બોલે છે. જે ઘા માર્યા એનો મલમ બનીને મારો ભાઈ પાછો આવ્યો છે.
સુદિપની આખો તો આંસુઓથી છલકાઇ જાય છે.
શ્યામ બન્ને હાથ પહોળા કરીને પાસે બોલાવે છે.સુદિપ સીધો આવીને શ્યામના પગમાં બેસી ને જોર જોરથી રડતો રડતો બોલે છે, તુ તો મને માફ કરી દઈશ પણ હુ મારી જાતને માફ નહિ કરી શકુ. મારી જીંદગીમાં સાક્ષાત શ્યામ શ્રીકૃષ્ણ બનીને આવેલો પણ હુ તને ઓળખી જ ન શક્યો. મારા ભાઇ તુ તો મને માફિ આપી દઈશ પણ હુ મને માફ નહિ કરૂ ક્યારેય.
શ્યામ એને પગમાંથી ઉભો કરીને કહે છે કે, ભાઇ ભાઇ લડે ને પછી ભેગા જ હોય.
મીરા સામે જોઇને શ્યામ કહે છે કે મીરા હુ કહેતો હતો ને કે મારો સુદિપ ક્યાય ન જાય પાછો તો આવશે જ અને આવી ગયો.
મીરા માત્ર હકારાત્મક માથુ હલાવે છે.
બધાને નવાઇ લાગે છે આ તે કેવુ પરિવર્તન કહેવાય કાલે તો હજી કઈક બીજુ કેતો હતો અને આજ તો પગમાં પડે છે.
વીર બોલે છે, સુદિપ જો આને ભાઈ અને એની કરતા ઉપર સ્થાન આપજે. આજે એક પળની રાહ જોયા વગર કહિ દિધુ કે ભાઇ ભાઇ તો ભેગા જ હોઈ.
સુદિપ વીરના ખભે હાથ રાખીને કહે છે કે આ તો શ્યામ છે એ તો, માફ કરશે હુ માફ નહિ કરી શકુ મારી જાતને.
શ્યામ કહે, શુ તે એવુ મોટુ પાપ કર્યુ તે તુ તારી જાતને માફ નહિ કરે? ચુપ થઈ જા પહેલા તુ.
આવ આપણે નવી શરુઆત કરીએ. પેલાની જેમ જ આપણી વચ્ચે કઈ થયુ જ નથી. તુ જા ઘરે આરામ કર. જોબ પર ન જવાનો હોય તો મને ફોન કરજે. અમે તારા ઘરે આવીશુ.
સુદિપ ત્યાથી બહાર જવા નિકળે છે. તેની આંખમાં પાછા આંસુ આવી જાય છે. એ ત્યાથી દસ ડગલા ચાલીને પાછો વળે છે અને શ્યામના પગ પાસે બેસીને શ્યામના પગલાની ધૂળ લઈને એના માથે ચડાવે છે અને પાછો શ્યામને ભેટી જાય છે.
શ્યામ તો આ બધુ જોઇને અકળાઈ જાય છે અને કહે આ શુ માંડ્યુ છે તે? તુ ઘરે જઈ આરામ કર એવુ કઈ હોય તો, મને ફોન કર જે હુ ને વિરૂ તારી પાસે આવી જઈશુ અને જે બન્યુ એનુ સોલ્યુશન લાવીશુ.
શ્યામ વધુ ઉદાસ થઈ ગયો હોય એવુ લાગતા મીરા કહે છે કે યાર તારૂ અંગ કપાયુ નથી માત્ર ઓપરેશન કરવાનુ હતુ એટલે બેહોશીનુ ઇન્જેક્શન આપ્યુ હતુ.
વીર પણ હસવા લાગ્યો અને શ્યામ પણ.
કોલેજમાંથી છૂટી બધા પોતાના ઘરે જાય છે. શ્યામ પણ એકઝામની તૈયારી કરવાની હોય એટલે જોબ પર રજા મુકેલી હોય છે. એ પણ સીધો જ ઘરે જાય છે.