રશ્મિ ને સવાર થી થોડી બેચેની લગતી હતી. આમ પણ એનો સમય એક અઠવાડિયા ઉપર થઇ ગયો હતો. એણે સાંજે ગાયનેક ડૉ.રેખા મેહતા ને મળવાનું નક્કી કર્યું. ક્લિનિક પર ફોન કરી સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. બરાબર ચાર વાગે ક્લિનિક પર પહોંચી તો ત્યાં બે વ્યક્તિ એની આગળ હતા. એનો વારો આવવાની રાહ જોતા જોતા વિચારે ચડી.
એ કોલેજ ના છેલ્લા વર્ષ મા હતી અને એનુ ગ્રુપ સાપુતારા ફરવા ગયુ હતુ . બધા ત્યાં પોત પોતાની મસ્તી મા હતા. રશ્મિ એની ખાસ બહેનપણી અનિતા સાથે વાતો કરતા કરતા તળાવની પાળે પાળે ચાલતા હતા અને તળાવ ના શાંત જળ પર પડતા સૂર્ય કિરણ ને લીધે રચા તા નયનરમ્ય દ્રશ્યનો રસાસ્વાદ પણ માણતા હતા. અચાનક એક ડાઘીયા કૂતરો ભસતો ભસતો એલોકો તરફ આવતો દેખાયો, અનિતા એજોઈ ને ઘબરાય ગઈ અને કોઈ કંઈ સમજે તે પેહલા એનો પગ લપસ્યો અને તળાવ મા જઈ પડી. રશ્મિ ને શું કરવું એ સૂઝે તે પેહલા છપાક...... નો બીજો અવાજ સંભળાયો, એણે જોયું તો એક યુવક પાણી માં ઝડપથી તરતા તરતા અનિતા તરફ વધી રહ્યો હતો, જોતજોતામા એ અનિતા પાસે પોહચી ગયો અને એને લઇ કિનારે આવી ગયો. રશ્મિ દોડી ને ત્યાં પહોંચી ત્યારે, એ વ્યક્તિ અનિતાન ઉંધી સુવળાવી એની પીઠ દબાવી ન પાણી બહાર કાઢી રહ્યો હતો. અનિતા ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી, એટલે પેલા વ્યક્તિએ પોતાનો હાથ લંબાવી અનિતા ને કહ્યું, મારુ નામ મનન, મનનશાહ, હવે કેમ લાગે છે. અનિતાએ પણ સેમ પ્રતિઉત્તર આપ્યો, આભાર,મારુ નામ અનિતા એને આ મારી સહેલી રશ્મિ. અનિતા ભીની હોવાં ના કારણે ક્ષોભ અનુભવી રહી હતી અને સાથે ધ્રૂજતી પણ હતી. આ જોઈ મનન પોતાનો પહેરેલો કોટ કાઢી પાછળ થી આવી અનિતા નેઓઢાડી દીધો અને કહ્યું,
"ચાલો હું તંમને બને ને તમેં રોકાયો હો ત્યાં મૂકી આવું. મારી ગાડી બહાર જ છે."
રશ્મિ અને અનીતાએ બહુ ના પડી તો કહે,તમે જો એમ ઈછતા હો કે હું તમારી માંદગી મા તમારી મદદે આવું તો તમારું સરનામું આપો એટલે હું જાંવ.
અનિતાના સુંદર ચેહરા પર ક્ષોભ સાથે દ્વિધા ના ભાવ આવી ગયા, સાથે જાય તો પણ અને જાય તો પણ આ ભાઈ હોટેલ પર આવવાના જ. એલોકો ની દ્વીધા જોઈ મનન બોલ્યો,
"હું તો બસ એટલે રૂમ પર આવવા માંગુ છું, કે ત્યાં પોહચી મારો કોટ પાછો લઇ લઈશ." આ સાંભળી બને ના મોઢા પર સ્મિત આવી ગયું. એલોકો ગાડી માં બેઠા અને અનિતાએ આપેલા સરનામા તરફ જવા લાગ્યા .
"તમને સાથે લેવા પાછળ મારો એક સ્વાર્થ પણ છે....." એમ કહી મનન થોડી ક્ષણ અટક્યો અને અનિતા ની તરફ જોવા લાગ્યો. અનિતા દેખાવે શુંદર, કોઈ પણ પેહલી નજરે એના પ્રેમ મા પડી જાય. ગોળ ચેહરા પર મોટ્ટી આંખો, તેના પર તિક્ષીણભ્રમર કોઈના પણ ધ્યાનમાં આવ્યા વગર ન રહે. ગુલાબી ગાલોની વચ્ચે અણિયાળું નાક, ને એની નીચે નારંગી ના બે ફાડીયા જેવા લાલ હોઠ. એ હસે ત્યારે એના શ્રેણી બધ્ધ દંતાવળી સફેદ મોતી ની જેમ ચમકે. ખભા સુધી ના સ્ટેપકટ કરેલ વાળ ચેહરા ને ઓર આકર્ષક બનાવી દે. એની સાથે ફરતા ફરતા, રશ્મિ કાયમ વિચારતી, આને જોયા પછી મારી સામે તો કોઈ ની નજર ઠરેજ નહિ. એ મશ્કરી કરતા કરતા ઘણી વાર કેહતી,"અનિતા, મને તારી ઈર્ષ્યા થાય છે, તું આમ નેઆમ મારી સાથે ફરશે તો માર લગ્ન થઈ રહ્યા, કાશ હું છોકરો હોત તો તને ક્યારનો ઉપાડી ને પરણી જાત". આ સાંભળી અનિતા મોઢું બનાવતા કેહતી શું તું પણ કઁઇ ભી બોલે છે." આટલી શુંદર છોકરી ને બચાવી, એટલે મનન ચોક્કસ એને પ્રપોઝ કરશે એવું રસ્મિ માની બેઠી, અને એનું મન બેસી ગયું.
મનન ૫'૧૧" ઊંચો,સુદ્રઢ બાંધો, સોહામણો ચેહરો અને આંખો માં ખુમારી, એક ક્ષણ માટે કોઈ ભી છોકરી નું ધ્યાન એના તરફ જ વગર રહેજ નહિ.જે રીતે અનિતા ને બચાવી હતી તે જોઈ રશ્મિ ના મન માં કૂણી લાગણીઓ અંકુરિત થઇ ચુકી હતી,પણ મનનનું અધૂરું વાક્ય સાંભળી એનું મોં પડી ગયું, એ ઉત્સુકતા થી મનન શું કહે તે સાંભળવા કાન માંડીને બેઠી.
મનનને આગળ ચલાવ્યું, " અનિતા તુ ખૂબ મીઠડી લાગે છે, તને જોઈ મને મારી નાનકી યાદ આવી ગઈ, આમ પણ બે દિવસ પછી બળેવ છે તો તુ મને રાખડી બાંધીશ?" આ સાંબળી રસ્મિ ના જીવ મા જીવ આવ્યો. અનિતા એ મલકાતા કહ્યું,"આજે તમેં મારો જીવ બચાવ્યો તે નાતે તમે મારા જીવન રક્ષક કેહવાઓં, અને જીવન રક્ષક ને ભાઈ પણ કહેવાય.
વાત વાત મા ખબર પડી કે મનન પણ સૂરત રહે છે. પછી તો ત્રણ જણ ઘણી વાર રવિવાની રજા સાથે વિતાવતા. રસ્મિ ને મનનની સલૂકાઇ અને જેરીતે એણે અનિતા સાથે સંબંધ કેળવ્યો તેના પરથી માન વઘી ગયું હતું. જેમ જેમ એલોકો મલતા ગયા તેમ તેમ એ એના વ્યક્તિત્વ થી અંજાવા લાગી.
મનન અને રશ્મિ કેવી રીતે એક થાય છે તે હવે પછી ના પ્રકરણ મા.
આપ ન અભિપ્રાય ની પ્રિતક્ષા સઃ ભાગ ૨ વિરમું છું.