remya - 8 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | રેમ્યા - 8 - મયુર મૈત્રી નું મિલન

The Author
Featured Books
Categories
Share

રેમ્યા - 8 - મયુર મૈત્રી નું મિલન

મયુર અને મૈત્રી આમ તો અજાણ એકબીજાથી, બાળપણમાં ખાલી એક કલાસમાં હોવાથી પરિચય, એ પણ વર્ષો થઇ ગયા એને મળ્યે, સ્કૂલ પુરી થયે મયુરની જે લાગણીઓ હતી એ પણ એ ચોપડાઓમાં સમાઈ ગઈ, એ એની વધતી જિંદગી સંગ જુના પત્તાંઓ પલટાવવાનો સમય ચુકી ગયો, એ એની મૈત્રી પ્રત્યેની જે આછીપાતળી ભાવના હતી, જે વણકહ્યે રૂંધાઇ ગઈ હતી એને સાવ ભૂલી જ ગયેલો. મૈત્રી આ બાબતથી સાવ અજાણ હતી, બસ એક વણકહી વાત અધૂરી જ હતી.

આજે એટલા વર્ષો બાદ માંડ્યા તો બધી ભાવનાઓ ભૂલીને માત્ર એક મિત્ર સમાન હતા, પરિવારની લાગણીઓ સાથે હતી, રૈમ્યાની નિર્દોષતા સાથે હતી, આમ તો બન્નેને જોબ ચાલુ હતી તો રૂબરૂ મળવાનો મોકો નતો મળતો. રેમ્યા એકબીજાને વાતની કડીરૂપ બનતી હવે કોઈ કોઈ વાર, એમના મળ્યાના બે ત્રણ દિવસ બાદ મયુરે ફેસબુક પર મૈત્રીને રિકવેસ્ટ મોકલી, જાણતા હતા હવે એટલે વિશ્વાસ કરી સ્વીકારી પણ લીધી એને. દિવસે તો ચેટિંગ ના થાય, પણ રાતે થોડી વાર રૈમ્યાની વાતો કરવાના બહાને થઇ જાય.

આમ ને આમ એકાદ વીક ગયું, કોરોનના કેસ વધવા મંડ્યા બીજા વિસ્તારોમાં, મૈત્રીની ઓફીસ જે એરિયામાં હતી એ અનાયાસે રેડ ઝોન જાહેર થયો, એનું વર્ક પણ ફ્રોમ હોમ બની ગયું, લોકડાઉનમાં હવે ઘરે ને ઘરે રહેતા બન્નેને એકબીજા માટે ટાઈમ મળી જતો. રેમ્યાને રમાડવાના બહાને એમને મળવાનું પણ થતું, એકબીજા પ્રત્યે નિકટતા વધવા માંડી હોય એમ લાગવા માંડ્યું, પણ મૈત્રી એની મર્યાદા જાળવીને બોલવાનું ઓછું રાખતી, એ એની મનની વાત દિલ ખોલીને કહી નતી શક્તિ.

મયુર પણ એની ખુબ જ રિસ્પેક્ટ કરતો, એ દુઃખી છે એને માત્ર એક મિત્રની જરૂર છે એમ સમજીને એનું મન હળવું કરવાનો પ્રયત્ન કરતો, ઘણી વાર સ્કૂલની વાતો પણ બન્ને ફેમિલીને હસાવતા, એકબીજાના ઘરે બેસતા, રેમ્યા જોડે મસ્તી કરતા, એ બાળકીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા....બન્ને વચ્ચે એક અજીબ શો સંબંધ બંધાઈ ગયો હતો....અનામી....અજાણ્યો મિત્રતા....મર્યાદિત મિત્રતા....ઘણું કહેવું છે, ઘણું જાણવું છે છતાં સંબંધોની મર્યાદા એડીઇ આવી જાય છે.

પરંતુ આ બધાની પાછળ વડીલો જે બહુ સમજુ છે એ કંઈક જુદું જ વિચારી રહ્યા હતા, ઘણી વાર એ બે રૈમ્યાને લઈને ગાર્ડન બાજુ ચાલવા લઇ જતા તો ચારેય વડીલોની નજર એમની સામે મંડાઈ રહેતી, એ કઈ બોલતા નહિ છતાં ચારેયની બોલતી આંખો બધું કહી દેતી, એમના સંબંધને નામ આપવા આંખોમાં ને આંખોમાં મંજૂરી અપાઈ જતી.

વાત તો એમને પણ આગળ વધારવી હતી, પણ ક્યાંક સચવાયેલા સમ્બન્ધોમાં કોઈ ખોટના આવી જાય એનો ડર હતો! જો બન્ને છોકરાઓને જણાવે એને એ અસહમંત થાય તો રૈમ્યાને કારણે સ્થાપાયેલા નિર્દોષ સંબંધને તાળું વાગી જાય. એમને બધાને જોડતી કદી જ તૂટી જાય.

એકદિવસ સવારે ચારેય જણ રૈમ્યાને લઈને નીચ બાંકડે બેઠા હતા, એમની જોડે રેમ્યા એવી રીતે રમતી હતી કે જાણે ચારેય એના પોતાના જ ના હોય! રેખાબેન થી રહેવાયું નહિ, એમને વાત કરી." આપણને એવું નથી લાગતું રેમ્યા અમારી જોડે વધારે સેટ થઇ ગઈ છે પ્રેમલતા બેન?"

"હા, સાચી વાત છે, તમારા પરિવારને એ એનો જ સમજવા માંડી છે."

"નીરજભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત કહું?"

"હા, બોલોને આલેખભાઈ, એમાં શું ખોટું?"

"રૈમ્યાને અમે તમારા ઘરે કાયમી મોકાલાવા માંગીએ તો? એક દીકરી તરીકે?" અસ્પષ્ટ રૂપે પણ આલેખભાઈએ મયુર અને મૈત્રીની વાત છેડી દીધી.

"શું વાત કરો છે? તમે ત મારા દિલની વાત કહી દીધી.." એકદમ હરખપદુડા થઈને નીરજભાઈ એ ખુશી વ્યક્ત કરી દીધી, ચારેય માં એક સ્મિતનું મોજું રેલાઈ ગયું.

"બધું બરાબર છે, બન્નેને એકબીજા જોડે ફાવે છે, અને એકદમ મહત્વની વાત બન્ને જોડે રેમ્યા હોય છે ત્યારે એવું લાગે કે ભગવાને એ ત્રણે ને એકબીજા માટે જ અહીં ભેગા કાર્ય છે, બાકી આવા લોકડાઉન આ કોરોનામાં માણસો એકબીજા થી દૂર જ ભાગે છે, અને અહીં ત્રણે નજીક આવતા જણાય છે." પ્રેમલતાબેન એ એમની જોયેલી નજરથી અનુમાન કહ્યું.

"પરંતુ, એ બંનેને આ વાતની ખબર છે? આપણને તો જોઈને ખબર પડી ગઈ, પણ એ બંને બુદ્ધુ છે આ બધી બાબતમાં." - રેખાબેન એ એમના અનુભવથી મંતવ્ય જાતાવ્યુ.

"આપણે એ બન્ને ને વાત કરાય?" નિરાજભાઈએ સલાહ માંગી.

"ના, આપણે કહીશું તો પાછું મૈત્રીને એ લાગશે કે એની પાર દયા ખાઈને બધાએ ઠેકાણું પડી દીધું"

"તો પછી? કેવી રીતે એમને ખબર પાડવાની?"

"જુઓ રેખાબેન, ઈશ્વર એટલા ખુદ એટલા કરીબ લાવ્યો છે તો એમની લાગણીઓ પણ એ જ સમજવાની ક્ષમતા પણ આપશે."

"હા સાચે, ઈશ્વર જ એમને લઇ આવશે જોડે." પ્રેમલતાબેન એવું કૈક બોલતા હતા ત્યાં તો રેમ્યાએ પાપા પાપા ની લાવરી ચાલુ કરી દીધી.બધા હસવા માંડ્યા. એમને બધાને ઈશારો મળી ગયો. આસ્થા જાગી ઉઠી કે આ બાળરૂપી ઈશ્વર જ જોડી બનાવી આપશે.

સવારે તો હજી વડીલોમાં ચર્ચા થતી હતી, સાંજે એ ઈશ્વર એનો સાક્ષાત્કાર કરવા આવી ગયો.સાંજે બધા જોડે બેઠા હતા,રેમ્યા રમતી હતી મયુર જોડે, એના ખભો પકડીને મસ્તી કરતી હતી, અચાનક જ એની સવારવાળી લાવરી ચાલુ કરી દીધી, "પાપા...પાપા..."

ખબર નહીં પણ મયુર એ સાંભળીને એટલો ખુશ થઇ ગયો કે વાત જ ના પૂછો.એને મન જાણે એની સગી દીકરીએ એને પહેલી વાર પાપા કીધું હોય એમ....મૈત્રી સામે જ બેઠી હતી, એ મયુરના હાવભાવ પારખી શક્તિ હતી, એની આ ફીલિંગ જે બધા સામે હતી એ અકલ્પનિય હતી. મૈત્રી ખુશ થઇ એક પળ પણ જીગરને યાદ કરીને એને ઓછું વૈ ગયું, આજે એ હોત તો કેટલો ખુશ થાત! એના આશું જોઈને મયુર જરા વ્યાકુળ બની ગયો.ખબર નહીં, વર્ષ પહેલા સૂતેલો પ્રેમ અચાનક પ્રગટી ગયો હોય એમ! બધા બેઠા હતા છતાં એ મૈત્રી પાસે ગયો.

"રડીશ નહિ, જીગર નથી તો શું થઇ ગયું તારા જીવનમાં, રેમ્યા તો છેને તારી જોડે, અને એ જેને પાપા કહે છે એ હું તો છું." મયુરે એને સંતાવના આપતા કહ્યું. એ એક્ટિસે એને જોવા લાગી.

" મૈત્રી, જો તને વાંધો ના હોય તો હું રૈમ્યાને આખી જિંદગી મારી સાથે રાખી શકું? જોડે તને પણ?" મયુરે આમ રૈમ્યાને આડે લાવીને મૈત્રીને પ્રપોઝ કરી દીધું.

"પણ તું કુંવારો અને હું વિધવા ....શું વિચારશે દુનિયા?...અને આપણા પેરેન્ટ્સ ?" બધાની સામે રડતી નજર કરીને મન્જુરી માંગતી હોય એમ મૈત્રી જોઈ રહી.

"મને કે વાંધો નથી તો દુનિયાનું શું વિચારવાનું? મારે મન હું તમને પામીને ખુશ જ રહીશ.રેમ્યા પામીશ, જોડે તારો સાથ પામીશ.પપ્પા તમને બધાને મંજુર છે?" મયુરે નીરજભાઈ સામે મીટ માંડી.

"મયુર તે તો અમારા બધાની મન ની વાત કહી નાખી." નિરજભાઈએ બધા વતી હા ભણી ને મંજૂરી આપી દીધી.

મયુર હજી મૈત્રી સામે જોઈ રહ્યો હતો, એના જવાબની આશાએ, એની આખો સામે જોઈ રહ્યો હતો. મૈત્રીએ એની સામે જોયું આંખથી આંખ મળી,ને મૈત્રીએ આંખ ઝુકાવીને માથું હલાવીને એચ સ્મિત સાથે હા ભરી દીધી. બધામાં ખુશીનો વ્યાપ પ્રસરી ગયો, સૌથી વધારે માત્ર રેમ્યા પાર! એનું પાપા પાપા બોલવાનું બંધ જ નતું થતું ઘડીક તો. ભલે એને ઈઝહારની ખબર નતી છતાંય!

બન્નેને જોડતી કદી રેમ્યા આજે ખરેખર ખુબસુરત સાબિત થઇ. આજ બધાએ રેમ્યાને એક નવું સરનામું આપ્યું, રેમ્યા મહેતાનું! જોડે મૈત્રી મહેતાનું પણ!