ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-22
રાનડે અને કાંબલે સર નીલાંગ સામેજ જોઇ રહેલાં અને રીપોર્ટ સાંભળવા કાન અધીરાં થયાં હતાં. નીલાંગે કહ્યું "સર તમારી ટ્રેઇનીંગ અને મારી સૂઝ પ્રમાણે મે તપાસ કરી છે અને છેક અંદરની ગુપ્ત માહિતી લાવ્યો છું હું ચેલેન્જ કરુ છું કે આવી માહિતી કોઇ મીડીયા કે કોઇ પણ મોટાં માથાનાં રીપોર્ટર પાસે નહીં હોય એમ કહીને એણે એક ફાઇલ બંન્ને સર સામે ટેબલ પર મૂકી....
ગણેશકાંબલે અને રાનડે સર રાજી થઇ ગયાં અને કૂતૂહલ વશ બંન્ને જણાંએ ફાઇલ ઉધાડીને વાંચવી શરૂ કરી.
નીલાંગ બંન્ને જણાંનાં ચહેરાં જોઇ રહેલો અને એની ગુપ્ત પેન દ્વારા એ બંન્ને જણાંનુ રેકોર્ડીગ કરી રહેલો જેની એ લોકોને ખબર નહોતી એમનુજ આપેલું ડીવાઇસ એ એલકો માટે યુઝ કરી રહેલો દેવસીંગ મહારાજનું રેકોર્ડીંગ થયેલું એમ પોતાના બોસનું કરી રહેલો.
નીલાંગને પણ અચાનકજ આઇડીયા આવ્યો એ લોકોનાં રેકોર્ડીંગનો અને એણે પેનકેમેરાની ચાંપ દબાવી દીધી નિલાંગ કાંબલે અને રાનડેસરનાં ચહેરાં જોઇ રહેલો.
બંન્ને સર જેમ જેમ વાંચતાં ગયાં એમ એમ એમની આંખો પહોળી થતી ગઇ અને ચહેરો આનંદથી જાણે ગુલાબી થઇ ગયો.
રાનડે સરે અધવચ્ચેજ ઊંચુ જોયુ અને બોલ્યો નીલાંગ શાબાશ કોઇએ આજસુધી આવુ સજ્જડ પુરાવા સાથેનું કામ નથી કર્યું આઇ એમ હેપી એન્ડ ઇમ્પ્રેસ્ડ શું કહો છો કાંબલે ?
કાંબલે સરે રાનડે સરની વાતમાં સૂરમાં સૂર પુરાવતાં કહ્યું સાચેજ નીલાંગ તેં જબરજસ્ત કામ કર્યું છે તારી સૂઝ અને ગટ્સ કહેવું પડે તેં કોઇ ના કરે એવો પગ પેસારો કરીને શું હકીક્ત જાણી લાવ્યો છે વાહ વાહ...
કાંબલે એમ બોલીને ખુરશીથી ઉભા થઇને નીલાંગને ગળે વળગાવ્યો અને બોલ્યાં "વેલ ડન માય બોય વેલ ડન.. કોન્ગ્રેચ્યુલેશન આ તારું કામ સાચેજ બિરદાવવા લાયક છે હજી આ પહેલો કેસ છે અને આવો ગંભીર અને મોટા માંથાનો કેસ આવી રીતે માહિતી લાવવી એટલે વાઘની બોડમાં હાથ નાંખવા જેવું કર્યુ છે કહેવું પડે પણ તેં જે રીપોર્ટ બનાવ્યો છે એનાં બધાં પુરાવા પણ છે ને તેં રેકર્ડ કર્યુ છે એ બધુજ. એ ઘણું અગત્યનું અને કામનું છે જે ઓરીજીનલ છે એ અહીં જમા કરાવવાનું છે તારે !
નીલાંગે કહ્યું "સર બધુજ છે મારી પાસે એમ કહીને એણે એનાં પાઉચમાંથી રેકર્ડ કરેલુ બધુજ એની યુ.એસ.બી. બધુ આપ્યુ છે અને બોલ્યો સર આ ઓરીજનલ તમને આપી ચેક કરી લેજો.
રાનડેએ આખો રીપોર્ટ જોઇ લીધાં પછી કાંબલે ને કહ્યું કાંબલે આ રીપોર્ટ પરથી તમે આજની હેડલાઇન બનાવી લો અને એ પ્રીન્ટ કરવાનો આદેશ આપીદો. બધાં પુરાવા અને રીપોર્ટ સાચવીને રાખો.. રખે... ગમે ત્યારે કામ લાગશે.
રાનડે સરે નીલાંગ સાથે હાથ મિલાવીને કહ્યું "તું પહેલીવાર નોકરી માટે આવેલો ત્યારેજ તારો જુસ્સો જોઇને હું ઇમ્પ્રેસ થયેલો તને નોકરી રાખીને મેં કોઇ ભૂલ નથી કરી વેલડન માય સન.. એમ કહીને લાગણીવશ થઇને ફરીથી હાથ મિલાવ્યાં.
રાનડે સર કહ્યું "નીલાંગ બીજુ કંઇ કહેવા માંગે છે ? નીલાંગે કહ્યું "કાંબલે સર ગુસ્તાખી માફ પણ મેં રાત્રે ઘરે અભ્યાસ કરીને હેડ લાઇન્સ રીપોર્ટ પણ બનાવ્યો છે તમારી મહેનત મેં કરી છે તમને ગમે તો રાખો નહીંતર.. એ આગળ બોલે પહેલાં કાંબલે કહ્યું "વાહ એમાં ગુસ્તાખી શું ? તારામાં આવડત અને હેસીયત અમે આંકી છે એનાં કરતાં ઘણી વધારે છે અને ગુરુ કરતાં ચેલો આગળ ચઢે તો એમાં ગુરુનું સન્માન છે બતાવ મને એમ કહી રીપોર્ટ માંગ્યો.
નીલાંગે એક કવર કાઢીને કાંબલે સરનાં હાથમાં મૂક્યુ કાંબલેએ કવરમાંથી ફ્રુલ સ્કેપ પેપર કાઢ્યાં વાંચ્યાં અને પછી રાનડેને બતાવ્યા બંન્ને જણાં એક સાથે બોલી ઉઠ્યાં વાઉ એક્ષેલેન્ટ નીલાંગ જા આ બહાર ટાઇપસેટીંગ અને હેડલાઇન માટે આપી દે બરોબર છે સુધારવાનું પણ નથી...
નીલાંગ ખૂબજ ખુશ થઇ ગયો અને એ કાગળ બહાર આપવા માટે ગયો. નીલાંગ જેવો બહાર ગયો અને રાનડે સરે કહ્યુ "કાંબલે તમે શું કહો છો ? મારાં મનમાં જે વિચાર ચાલે છે એજ તમે વિચારો છો કે શું ?
કાંબલે એ સમજી જતાં કહ્યું.. હાં સર નીલાંગ એનો હકદાર છે એણે જાતને જોખમમાં મૂકીને પોતાની સૂઝસૂઝથી કામ કર્યુ છે ખૂબ સ્માર્ટલી બધુ બતાવ્યુ છે છતાંયે કોઇને ગંધ નથી આવવા દીધી એ ખૂબ મોટી વાત છે અને રીપોર્ટ જે રીતે તૈયાર કર્યો છે એવુ લાગે એને 50 વર્ષનો અનુભવ છે.
રાનડે સરે કહ્યું "સાચેજ હું ખૂબજ સરસ તાલિમ આપી છે. કાંબલે સાચુ કહું "આ સમાચાર બધે પ્રસરશે અને ખબર પડશે કે નીલાંગ નામનાં રીપોર્ટરે આ કામ કર્યુ છે એની ડીમાન્ડ વધી જશે. પ્રતિસ્પર્ધી મીડીયા અને પેપર વાળા એને અહીંથી ખેંચી જવા જાતજાતની લાલચો આપશે અને ક્યાંક આપણે એ ગુમાવીનાં બેસીએ એટલે વેળાસર એને યોગ્ય વળતર અને હોદ્દો આપીને સુરક્ષિત કરી લઇએ. શું કહો છો તમે કાંબલે ?
કાંબલેએ કહ્યું "સર તમે મારાં મનની વાત કીધી અને બંન્ને જણાંએ નીલાંગ અંગે ચર્ચા કરી લીધી અને નીલાંગ બહાર બધુ આપીને ચેમ્બરમાં પાછો આવ્યો.
રાનડે સરે કાંબલે સાથે ચર્ચા કરી લીધી હતી બધો રીપોર્ટ-ફાઇલ-યુએસબી બધુ ઠેકાણે મૂકીને પછી રાનડે સરે કહ્યું નીલાંગ તું હજી હમણાં જોડાયો છે પણ તેં કામ કોઇ સીનીયર કરે એનાંથી ઉત્તમ કર્યુ છે. તને અહીંથી કાંબલેસર જેવા દિગ્ગજથી તાલિમ મળીએ તાલિમ તે ફળદાયી બનાવી તારી સૂઝબૂઝથી અમે બંન્ને તારાં આ કામથી ખૂબજ ખુશ છીએ અને આ ખુશી તને વળતરમાં અમે આપવા માંગીએ છીએ એ સાંભળ...
આજ ક્ષણથી તું આસીસ્ટન્ટ ચીફ એડીટર કાંબલે સરનાં સીધાંજ હાથ નીચે તારો પગાર અમે મીનીમમ 60K તારાં હાથમાં આવે એમ મળશે. અમારાં પ્રોમીસ પ્રમાણે સારામાં સારી કંપનીની બાઇક બધાંજ પેટ્રોલ-મેઇનટેઇન્સનાં ખર્ચા સાથે તને મળશે. કંપનીનીકાર જ્યારે તારે જરૂર પડે તું વાપરી શકે અમારી પરમીશનની પણ જરૂર નથી.
અને ખાસ વાત આપણને મીડીયાવાળાને સાચવવા ફાઇવસ્ટાર હોટલનાં પાસ અને વેકેશન મળે છે અમુક ખર્ચ કંપની ભોગવશે જે તને આજેજ અમે આપીએ છીએ તારાં રીપોર્ટ પ્રમાણે હવે અમે સમાચાર પ્રકાશિત કરીશું અને આજે રાત તું તારી રીતે બનાવ... અને રાત્રે તને કંપની આવા થોડો સમય આપીશું બાકી તું તારાં દોસ્ત-ફીઆન્સી કે પ્રેમીકા જેની જોડે મનાવવા માંગે તુ મનાવી શકે છે.
રાનડે સરે ડ્રોઅરમાંથી એક પેક નાની બુક જેવુ કાઢ્યું અને એમની ડાયરીમાં એનો નંબર નોંધીને એવી બે બુક એમણે નીલાંગને આપીને કહ્યું "તારે પેટ્રોલ માટે બસ આ પહોચ સહી કરી તારીખ નાંખીને આપવાની એટલું પેટ્રોલ-ડીઝલ કંઇ પણ તારી ગાડીમાં ભરાવી શકીશ આ કંપનીનાં ગમે તે પેટ્રોલપંપ ગમે તે એરીયા શહેરમાંથી ભરાવી શકીશ...
આ બધુ સાંભળીને નીલાંગતો ખુશ થઇ ગયો એણે મનમાં વિચાર્યુ હું ધારતો હતો એનાંથી ઘણુ વધારે મળ્યું છે મને અને એને ખૂબજ ખુશી થઇ.. કાંબલે સરે એમનાં વોલેટમાંથી 2 હજારની નોટ કાઢીને નીલાંગને કહ્યું મારાં તરફથી આ નાની ભેટ અને આશીર્વાદ...
નીલાંગ ઇમોશનલ થયો એણે કાંબલે સરનાં પગે પડ્યો આશીર્વાદ લીધાં અને બોલ્યો સર આ નોટ કાયમ મારાં વોલેટમાં રહેશે એની આંખમાં જળ આવ્યા અને કાંબલેએ કહ્યું ખબર નહીં તારાં પ્રત્યે શું ખેંચાણ છે લાગણી છે પણ... ગોડ બ્લેસ યુ માય સન. એમ કહીને લાગણીસભર આશીષ આપ્યાં.
રાનડે સરે કહ્યું "નીલાંગ અમારાં આશીર્વાદ છે અને કંપનીનું પ્રોટેકશન છે બસ આમજ મહેનત કરતો રહેજે અને રીપોર્ટીંગનાં મળેલાં બધાં અધિકાર વાપરજે પણ ક્યારેય કોઇ કાયદાકીય ભૂલ ના થાય એ ધ્યાન રાખજે પછી તારો કોઇ વાળ વાંકો નહીં કરે કંપની તરફથી તને આજે જ 25K CASH ઇનામમાં મળશે.. ગોડ બ્લેસ યુ.
નીલાંગનાં માથે આશીર્વાદ અને ભેટ સોગાદની જાણે વર્ષા થઇ રહી હતી એનાં દિવસો અચાનકજ બદલાઇ ગયાં હતાં એને સ્વપ્ન જેવું લાગી રહેલું.
રાનડે સરે કહ્યું "નીલાંગ તું અને કાંબલે સર બેસીને આગળની સ્ટ્રેટેજી વિચારી રાખો આપણાં ન્યૂઝ પછી બધાં ઘણાં પ્રતિધાત અને તપાસ સામે આવશે એનાં માટે તૈયાર રહેજો.. અને રાન્ડેએ બન્નેને શુભેછા આપીને ચેમ્બરની બહાર નીકળ્યા એકાઉટન્ટને સમાચાર આપીને હુ નીલાંગને 25k રોકડા આપી દેજો.
નીલાંગનો દિવસ બદલાઇ ગયો હવે જુઓ રાત...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-23