fari malishu - 5 in Gujarati Fiction Stories by Vijay Khunt Alagari books and stories PDF | ફરી મળીશુ - પ્રકરણ-5

Featured Books
Categories
Share

ફરી મળીશુ - પ્રકરણ-5

· સુદિપ સાથે ઘર્ષણ

સુદિપ જેને પ્રપોઝ કરવાનો હતો એ છોકરી ટીના ને લઈને આવે છે.એ છોકરી જેને જોતા જ એવુ લાગે કે, આના આંખ અને કાન અલગ અલગ દિશામાં કામ કરતા હશે. દેખાવમાં તો એવરેજ પણ મેકઅપ અને લિપસ્ટિક પરથી એવુ લાગે કે ઘરનુ બ્યુટી પાર્લર હશે અને દર પાંચ મીનીટે પર્સમાંથી કાચ કાઢીને કાચમાં જોવે પાછી લીસ્પટીક કરે, વાળ સરખા કરે પાછી કાચમાં જોવે લટ સરખી કરે પાછી કાચમાં જોવે અને છેલ્લે પેરેલીસીસ થઇ ગયુ હોય એમ બે વાર મોં કરે આવુ દર દસ મિનીટે કરતી હતી.

સુદિપ ટીનાને બધાની ઓળખાણ કરાવે છે.

સુદિપ શ્યામ પાસે આવીને તેના ખભે હાથ રાખીને કહે છે,ટીના આ મારો યાર ને જીગરી ફ્રેન્ડ ને જે પણ કઈ કે એ શ્યામ છે આજે હુ જો કાઈ પણ છુ તો એ શ્યામને કારણે જ છું.એમ સમજની કે શ્યામ વગર હુ અઢુરો જ છુ.

શ્યામ માત્ર કૃત્રિમ સ્માઇલ કરે છે, “યસ યુ આર રાઇટ બટ બન્ને સાઇડ એવુ જ છે એ પણ મારો યાર ને ફ્રેન્ડ છે.”

પણ અચાનક જ એની સામે ગુસ્સાથી જોવે છે જાણે વર્ષોના જુના દુશ્મન હોય એમ જોયા જ કરે છે અને ફરીવાર કહે છે “સુદિપ મારો બેસ્ટ ફ્રેન્ડ છે માઇન્ડ ઇટ”

મીરાને શ્યામનુ વર્તન સમજાયુ જ નહિ એટલે મીરા પરિસ્થિતી સંભાળવા શ્યામનો હાથ દબાવીને દાંત ભીસતા કહે છે,શ્યામ પ્લીઝ કંટ્રોલ કર પ્લીઝ પ્લીઝ

શ્યામને જાણે પરિસ્થિતીનુ ભાન આવ્યુ હોય એમ અચાનક જાગ્યો હોય એમ અચકાતા અચકાતા “ઓકે નાઇટ યોર ચોઇસ સુદિપ” એટલુ જ કહિ શકે છે.

વીરને વાતાવરણ તંગ બનશે એવો ભાસ થતા કહે છે, હાલો આ પ્રેમી પંખીડાને એકલા મુકિ દો આપડે કેન્ટિનમાં જઈને પેટપુજા કરીએ.

બધા કેન્ટીનના ટેબલ પર બેઠા હતા. શ્યામ થોડો નર્વશ દેખાતો હતો.

તારે એવુ ન કરવુ જોઇએ. તુ કેમ એવુ વર્તન ટીનાને જોઇને કરતો હતો? હુ સમજુ છુ કે એ તારો ફ્રેન્ડ છે પણ એની ચોઇસ પર આટલી બધી તકલીફ કેમ થતી હતી?, મીરા કહે છે.

વીર વચ્ચે જ બોલે છે, તો કેવુ કરે? તુ એને ઓળખતી નથી. એનુ કામ માત્ર મોજમજા અને જલસા કરવાનુ છે. એ જે છોકરાને પકડે એને પુરેપુરો બરબાદ ન કરે ત્યા સુધી મુકે જ નહિ.

યુ આર રાઇટ વીરૂ ગયા વર્ષે માધવને માનસીક પાગલ બનાવી દિધો. તને ખબર નહિ હોય જો અમે સમયસર ન પહોચ્યા હોત તો એ ટેરેસ પરથી કુદવાના જ પ્લાનિંગમાં હતો, શ્યામ ધુઆપુઆ થતો થતો બોલે છે.

ને ગ્યા વરહે એના લીધે કોલેજમાં મોટી બબા થઇ તી, ખાલી એની એકલી લીધે બે ગેંગ સામસામે થઈ ગઈ ને કેટલાયના હાથ ભાંગ્યા ને કેટલાયના પગ ભાંગ્યા, વીરૂ કહે છે

વીરૂ કાઉન્ટર પરથી સમોસાની બે પ્લેટ લાવે છે અને એક શ્યામ અને મીરા સામે અને એક પોતે લેય છે.

ફરી ત્યાથી જ વાત શરુ કરે છે, આમ તો આને કોઇ બોલાવતુ નથી પણ સુદિપ એની જાળમાં કેમ ફસાઇ ગયો એ જ ખબર નથી પડતી.

શ્યામ ગુસ્સાથી આ સાલી સુદિપને ફસાવશે અને હેરાન કરશે. એ છછુંદરીમાં શુ જોઇ ગયો છે કે મારી વાત પણ માનતો નથી.

મીરા શ્યામના હાથ પર હાથ રાખીને કહે કે, આપણે તેને રોકિ તો ન જ શકીએ. એ એનો પર્સનલ મામલો છે એમા દખલ ન દેવાય.

વીર સમોસુ ચટણીમાં બોળીને મોં મુકતા કહે છે,હુ રાખ પર્સનલ મામલો હોય? એને પર્સનલની પર્સનાલીટી દેનાર બીજુ કોઇ નહિ આ તારો શ્યામ સે. એને મા બાપ કોઇ નથ એની મા તો આના જનમતા જ ભગવાન પાહે પોચી ગઈ તી ને એના બાપને દારૂને બીડીની એવી લાગી તી કે હજી સુદિપ્યો સાત વરહનો હતો ને ત્યારે એ પણ એને અનાથ કરતો ગયો. નસીબજોગ એક ત્રણ માળનુ મકાન હતુ તે એના ભાડામાંથી એનુ પાલન પોષણ થાય એવી ગોઠવણ કરી દિધી પણ ખાલી પૈસે પેટ થોડુ ભરાય જિંદગી થોડી નિકળે.

સમોસાનો ટેસ્ટ લેતા લેતા જ “તો એના કોઇ સગા સંબંધી નોતા?” મીરા પુછે છે

આમ તો ઇ પેલેથી હોટલમાં કે લારી પર જમવા ટેવાયેલો હતો. એનો એક કાકો હતો જે એના બાપના મરવા ટાઇમે મોટે મોટે રડીને કેતો તો કે મારે આજથી બે દિકરા મોટાભાઇ તમારી જવાબદારી હુ નિભાવીસ પણ એવુ ક્યારેય ન થયુ. કઇક કાકાને ઘરે ખાવા જાય તો ખાવા કરતા તો કાકીના મેણા વધુ હાંભળે ને એક મામો હતો ન્યા જાય તો ન્યા પણ કાકીનુ માથુ ભાંગે એવી મામી હતી.

સુદિપ સમોસા ખાઇ હાથ ધોઇ પાછો ટેબલ પર આવે છે અને કહે છે, મીરા હાસુ કવને તો કાગડા કુતરા જેવી રખડતી ને રજળતી જિંદગી ઇ જીવતો હતો ને જ્યારે ઇ કોલેજમાં આવ્યો ને તઇ તો કોઇ હારે બોલવુ નહિ. સ્કુલમાં કઇક કઇક જાતો એને ખબર નહિ કેમ એડમિશન મળ્યુ હસે પણ નો પ્રોજેક્ટમાં ખબર પડે કે નો અસાઇનમેન્ટમાં

એક દિ હુ ને શ્યામ પ્રેક્ટીકલ રૂમમાં ગયા અને અમે તો અમારુ કામ ચાલુ કરવાના હતા ત્યા જોયુ તો છેલ્લી બેન્ચ પર ખુણામાં કોઇ માથુ નાખીને સુતુ હતુ. એની ડુસકાનો અવાજ પણ અમને સંભળાતો તો. અમારા બન્નેનુ ધ્યાન ત્યા ગયુ. હુ ને શ્યામ તરત એની પાહે ગયા તે દિ એની આંખમાં બસ અમને લાચારી જ દેખાતી તી એકલતા દેખાતી તી.શ્યામે એની પાહે જઈને ઉભો રયો ને જગાડીને પાણી આપ્યુ રોવાનુ કારણ પુછ્યુ ઇ શ્યામને ભેટીને રોવા લાગ્યો પેટભરીને રોયા પસી એ હળવો થઈ ગયો હતો.

ઇ એટલુ જ બોલ્યો, “મારુ કોઇ નથી હુ એકલો સુ” શ્યામે કહ્યુ અમે સીએ ને તારે જે કાઈ તકલીફ હોઇ મને કે જે એમ સમજજે કે તુ મારો ભાઇ સો.

શ્યામ કહે છે, મીરા મે એને મારા મિત્ર તરીકે ઓળખ આપી. મારા ટીફીનમાંથી એને જમાડ્યો.સુદિપ કોલેજથી સીધો પોતાના મિત્રો પાસે પહોચી જતો ત્યા ગાંજા, ચરસ સુધી લત લાગી હતી.

મે નક્કિ કર્યુ કે આની જિંદગી મારે સુધારવી છે. એને આ બધી લતમાંથી પણ છોડાવ્યો.

એને વ્યસત રાખવા માટે નોકરીએ પણ લગાડયો. એના ઘરે ગ્યો ત્યા બધુ અસ્ત વ્યસ્ત અને ખુબ જ ગંદકી વાળુ હતુ. સાફ સફાઈ વાળા ને નિયમિત બોલાવીને રહેવા લાયક બનાવ્યુ.એને એક નવી જિંદગી આપવામાં મે કોઇ કસર નથી છોડિ. જો કે મીરા એનુ મને કોઇ અભિમાન નથી પણ માનવતાને નાતે એક ફરજ હતી.

વીરુ કહે છે, ને મીરા જ્યારે સુદિપને એના માં બાપની યાદ આવે એટલે એ નાના છોકરાની જેમ રોતો ત્યારે એને આંસુ પાડવા માટે ખભો શ્યામે આપ્યો તો.

તો તો શ્યામ તે એને એક નવો જન્મ આપ્યો તો સ્વાભાવિક છે તને પીડા થાય જ, મીરા કહે છે

શ્યામ ઉભો થતા વીર અને મીરા પણ ઉભા થઈને કોલેજ તરફ ચાલવા લાગે છે. કેમ કે આજે કોલેજમાં ફુલ ડે સેલિબ્રેશન હતુ.

શ્યામ ચાલતા ચાલતા જ કહે છે, મીરા એ જ્યારે એકલો છુ એમ કહિને એકલતા મહેસુસ કરતો ત્યારે હુ જ કહેતો કે તુ મારા પરિવારનુ સદસ્ય છો. એને ખુબ હિમ્મત આપી અને એ સુધરી પણ ગયો. એનુ ઘર ચોખ્ખુ રાખતો અને વ્યસન પણ મહામહેનતે છોડાવ્યા. આખા દિવસની પંદર વીસ સિગારેટ પી જતો કેમ કે નાની ઉમરમાં એને કોઇ કહેવા વાળુ તો હતુ નહિ.

હા પણ એને કોઇ સંસ્કારનુ સિંચન જ ન થયુ હોય એટલે વ્યસન તો આવી જ જાય પણ આટલી બધી હદે વ્યસન હાવી હતુ? મીરા પુછે છે

હા મીરા પણ ત્યારે શ્યામે કિધેલી બધી માનતો હતો એ વારંવાર ના કહે એટલે એની સામે સિગરેટ નો પીવે પણ એ નો હોય એટલે પીધા જ કરે પણ જ્યારે શ્યામ જોઇ જાય એટલે સળગતી સિગરેટ હાથમાં લઈ લે ને કે મારા ભાઇના ફેફસા દાઝે એના કરતા મારા હાથ દાઝે એમા શુ ખોટુ છે? વીર કહેતા મીરા ચોકિ જાય છે,

વીર ફરી પોતાની વાત શરુ કરે છે, સાચુ કહુ તો લોકો કહે છે કે જેના લોહિના સંબંધથી જોડવાનુ ઇશ્વર ભુલી ગયો છે એને એકબીજાના મિત્રો બનાવી ને પોતાની ભુલ સુધારી લેતો હોય છે. એ વાત શ્યામે સાબિત કરી દેખાડિ છે.આજે એના સમાજમાં એની સામે લોકો ઇજ્જતથી જોતા હોય તો માત્ર અને માત્ર શ્યામને કારણે

શ્યામ મીરાને કહે, તુ જ કહે કે હુ કેમ એની બાબતમાં વચ્ચે ન બોલુ? એ મારો ભાઈ છે.

મીરા શ્યામનો હાથ પકડિને કહે, પ્રાઉડ ઓફ યુ શ્યામ મને ખબર ન હતી કે તુ આટલી સરસ રીતે સંબંધ નિભાવી જાણે છે. પછી ભલે પ્રેમ હોય કે દોસ્તી

વીરના પગલા ધીમા પડવા લાગ્યા એટલે શ્યામ બોલ્યો લ્યા શુ થયુ? કેમ ઉભો રહિ ગયો?

વીર ડરતા બોલ્યો, “દેખ સામને બડી મેમ આ રહિ હૈ “ અને સામેથી પ્રિન્સીપલ મેમ એ લોકો તરફ જ આવતા હતા.

શ્યામ હસતા હસતા કહે છે, એમા શુ ગભરાઇ ગયો હુ છુ ને? આપડે ફોડિ લઈશુ.

વીરુ મીરાને કહે છે, મીરા મને શંકા છે આની અને મેમ વચ્ચે…

શ્યામ હસતા હસતા કહેવા લાગ્યો, “વીરુ તુ તો ગયો જો હમણા” અને મેમ એની પાસે જ આવીને ઉભા રહિ ગયા અને બબડતા હતા કે “વેલેન્ટાઇન ડે ના દિકરાઓ નહિ જોયા હોય તે હાલી જ નિકળ્યા છે તમારા બાપાને પુછો તો કેશે.”

ગુડ આફટર નુન મેમ શ્યામ શરુઆત કરી દે છે

ઓહ શ્યામ દિકરા કેવુ ચાલે છે? મેમ કહે છે

મેમ એકદમ ફાઇન બસ હમણા અસાઇનમેન્ટ પુરુ થયુ તો બહાર રાઉન્ડ મારીએ એટલે થોડા ફ્રેશ થઈ જઈએ, શ્યામ જવાબ આપે છે.

મેમની નજર વીર અને મીરા પર જાય છે, “વેરી ગુડ વેરી ગુડ” કહે છે ફરી સવાલનુ તીર છોડે છે,”શ્યામ આ છોકરી કોણ છે?”

મેમ આ જયપુરથી ટ્રાન્સફર થઈ અને આવી એ છે એને નવેસરથી અસાઇનમેન્ટ અને પ્રેક્ટીકલ કરવાના છે એટલે મારી સાથે જ રહે છે. શ્યામ ફરીવાર લપેટે છે.

મેમ ફરી વીર સામે જોવે છે તેણે પહેરેલા લાલ ટીશર્ટ સામે જોઇને કહે છે, ને આ વેલેન્ટાઇનની પેદાસ કોણ છે?

મેમ આ વીર છે એ પણ અમારી જ બેચમાં છે

“પણ તમે બન્ને તો સિન્સીયર લાગો છો પણ આ લોફર લાગે છે”, મેડમનો અવાજ ઉચો થતો ગયો “તારે વેલેન્ટાઇન ઉજવવો છે? તારા બાપાને કે કોઇ છોકરી શોધી આપે એની સાથે ઉજવ્યા કરજે. આવાને લીધે જ કોલેજનુ કલ્ચર ખરાબ થયુ છે.”

વીર તો અચાનક આવેલા વારથી હેબતાઇ ગયો, સો સોરી મેમે મેડમ

શ્યામ બળતામાં ઘી હોમે છે, મેમ મે તો એને કેટલી વાર કિધુ કે આપણે સ્ટડી કરવા આવ્યા છીએ તો એ કરવુ જોઇએ. આ બધુ આપણને ન શોભે.

હા તો પછી આવા જડ મગજનાને ખબર જ નહિ પડે. લાવ તો તારા બાપાનો નંબર ફોન કરીને વાત તો કરુ એને પણ ખબર પડે કે એનો લાલ અહિ શુ કરે છે, મેડમના વાક્ય સાંભળતા જ વીરના તો હાંજા ગગડી ગયા.

મેમ એના પપ્પા ગામડે રહે છે ત્યા ફોન નથી રાખતા પણ એ મારી સાથે રહેશે એટલે સુધરી જશે. હવે એ બીજીવાર ધ્યાન રાખશે, શ્યામના શબ્દો પુરા થતા મેડમનો ગુસ્સો પણ શમી ગયો

“શ્યામ યુ આર ગુડ બોય તુ આવા નફ્ફટને સુધારી દે જે. અમારે એટલુ ઓછુ ભારણ”વીરુ સામે જોઇને કહે છે “અને તુ સાંભળ બીજીવાર જપટમાં નહિ આવતો”અને મેડમની સવારી ત્યાથી નિકળી.

મેડમ દેખાતા બંધ થયા એટલે તરત જ માંડ માંડ પોતાની જાતને રોકિ રાખેલ. બન્ને હસીહસીને લોટપોટ થઈ ગયા અને વીરુ નિમાણુ મોં રાખીને ઉભો હતો.

વીરુ બોલ હવે કાઈ શંકા છે? શ્યામ હસતા હસતા કહે છે

શામલા તુ ઝપટમાં આવ તે દિ તુ પણ ગયો, વીરુ કહે છે

હા વીરુ મારો તને ફુલ સપોર્ટ હુ પણ તે દિવસ ઘા મારી જ લેવાની છું, મીરાના શબ્દોથી વીરને પણ આશ્વાસન મળ્યુ.

શ્યામ અને મીરા માટે આજનો દિવસ ખુબ જ અગત્યનો હતો. મીરાને તો હવે એટલો વિશ્વાસ હતો કે શ્યામથી વધુ સારુ પાત્ર તેને ક્યારેય પણ મળશે જ નહિ. શ્યામને પણ જિંદગીમાં પોતાના ગોલ પુરા કરવા ક્યારેય અડચણ રૂપ તો નહિ જ થાય પણ હંમેશા દરેક પગલે સાથ આપે એવુ પાત્ર મળી ગયુ હતુ.ક્યારેક શ્યામને એમ પણ થતુ કે મારી કુલ મિલકત જેટલી તો એના ઘરની રોજની આવક હશે એવા વ્યક્તિની દિકરી મારા ઘરમાં આવે તો કેમ રહિ શકશે? પણ મનોમન એ પણ નક્કિ કર્યુ હતુ કે પરીવારના આવા દિવસો અને આવિ પરિસ્થિતિ ક્યારેય કાયમ તો નહિ જ રહે પહેલા જે સ્તર પર છીએ એ શરુઆત છે. ત્યાથી અનેક ગણા ઉપર આવ્યા બાદ જ બન્ને ના સંબંધો વિશે આગળ કંઇક વિચારશુ.

બીજે દિવસે રેગ્યુલર શેડ્યુલ મુજબ કોલેજ પહોચે છે,બધા કલાસમાં જઈને બેસે છે.

સર તો આજ બધાની પહેલાના ક્લાસમાં બેઠા હતા.

શ્યામને જોઇ સરના મોં પર સ્માઇલ આવે છે આવવી પણ જોઇએ. પોતે એક બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ પર્ફોમર તૈયાર કર્યો એવુ કેવુ હોઇ તો એ શ્યામ સામે ગર્વથી જોઇ કહિ શકે.

શ્યામે કોલેજની શરુઆતમાં એક પ્રોજેક્ટ બનાવેલો જેના સોલ્યુશન માટે મોટા મોટા એક્સપર્ટ પ્રયત્ન કરતા હતા. એ માહિતિ તેના પ્રોફેસરે ક્લાસમાં શેર કરી એટલે શ્યામે પુછ્યુ સર એના માટે હુ પ્રયત્ન કરી શકુ.

સરને એવુ લાગતુ હતુ કે એ શક્ય નથી તે નિરાશ નહોતા કરવા માગતા એટલે કહ્યુ કે તુ સિલેબર્સના પ્રોજેક્ટના બદલે આ પ્રોજેક્ટ કરિ શકે છે.

શ્યામ ખરા દિલથી પ્રોજેક્ટ પાછળ લાગી ગયો. લાઇબ્રેરિમાં બેસીને ક્લાકોના કલાકો સુધી માહિતી શોધતો હતો. લાઇબ્રેરીવાળા કઈ કઈને થાકે કે ટાઇમ પુરો થઇ ગયો ત્યારે તે બહાર નિકળે

અંતે તેની મહેનત સફળ થઈ અને શ્યામે જે પ્રોજેક્ટ પ્રેઝન્ટ કર્યો એમા એ સમસ્યાનુ સોલ્યુશન હતુ. સરે પણ શ્યામને એક મજબુત ઓળખ આપવાનુ નક્કિ કર્યુ. તેણે શ્યામના નામ સાથે જ જાહેરાત કરી. જ્યારે આ પ્રોજેક્ટ કોલેજમાં રજુ કર્યો ત્યારે અનેક ન્યુઝ પેપરમાં શ્યામનો ફોટો આવેલો. એ પેપર કટીંગ આજ પણ પ્રિન્સીપલના ટેબલ પર કાચની નીચે જોવા મળે છે એટલે જ પ્રિન્સીપલનુ શ્યામ પ્રતિ હકારાત્મક વર્તન છે. સરને અંદાજ તો હતો જ કે આ છોકરો કોઇ સામાન્ય પ્રતિભા નથી. એક દિવસ તે શ્યામ પર ગર્વ લઈ શકશે.

સર શ્યામના હાથમાં ડ્રેસીંગ જોઇને પુછે છે કે શુ થયુ શ્યામ હાથમાં ?

શ્યામ થોડો બોલવામાં થોથરાયો ત્યા વીરએ કિધુ કે, કાલે સાઇટ પર હાથમાં સળીયો વાગી ગયો હતો.

સર શ્યામને કહે, બેટા સંભાળીને કામ કરજે અને ડોક્ટરની બરાબર સલાહ લેજે.

સુદિપ પણ ક્લાસમાં આવીને બેસે છે. શ્યામને હાથમાં લાગેલુ હોય એટલે કાંઈ કામ થઈ શકે એમ હતું નહીં એટલે એ તો કલાસમાં ફરતો હતો. પ્રેક્ટીકલ લેક્ચર હોય એટલે બધા પોતાની જગ્યાએથી અવર જવર કરી શકતા. ચાલુમાં ક્લાસની બહાર જઈ શક્તા એટલી સ્વતંત્રતા હતી.

સુદિપ પાસે જઈને શ્યામ કહે છે કે, ચાલ બહાર આવ તો તારુ કામ છે મારે. સુદિપને અંદાજ તો આવી જાય છે. છતા બહાર આવે છે.

શ્યામ સુદિપના ખંભા પર હાથ રાખીને કહે છે કે, ટીના વિશે થોડુ કહેવુ હતુ કે એનો ભુતકાળ જાણે છે. પછી શુ કામ તુ એની પાછળ પડયો છે? તને બરબાદ કરી નાખશે. તારી સારામાં સારી જીંદગીને નર્ક બનાવીને મુકિ દેશે.

સુદિપ ધ્યાનથી સાંભળતો હતો અને એટલુ જ બોલ્યો કે, તારી જગ્યાએ બીજુ કોઇક હોત તો, મે શુ કર્યુ હોત એની મને જ નથી ખબર.

સુદિપ ગુસ્સામાં ક્લાસની અંદર ચાલ્યો જાય છે, અને શ્યામ તેની પાછળ પાછળ જાય છે ક્લાસમાં બધાની વચ્ચે જ શ્યામને કઈ દે છે કે, ઇનફ ઇસ ઇનફ પ્લીસ મારી ઉપર હકુમત ચલાવવાની કોશિશ પણ નહિ કરતો.

મીરા સુદિપને પુછે છે, શુ થયુ સુદિપ કેમ એમ બોલે છે?

સુદિપ બધાની વચ્ચે જ બોલે છે, પુછને તારા શ્યામને જ શુ થયુ એ ? એ હવે લિમિટ ક્રોસ કરી જાય છે. મીરા તમે બન્ને નિર્ણય લેવા સ્વતંત્ર હતા મે તમને ક્યાય રોક્યા નથી તો એ શુ કામ વારંવાર મારી વચ્ચે આવે છે?

સદનસીબે સર હજી કલાસ છોડિને ગયા એના પાંચ જ મિનીટ થઈ હતી. મીરાને પણ અંદાજ આવી ગયો હતો કે શેની બબાદ છે? ક્લાસમાં કોઇ તમાશો ન થાય એટલે મીરા શ્યામને લઈને ક્લાસની બહાર નિકળી જાય છે અને કહે છે, શ્યામ એ બધાની વચ્ચે તારુ અપમાન કરે છે, તુ શુ કામ મગજમારી કરે છે?

વીર સુદિપ પાસે જઈ શાંત પાડી ને કહે છે, “હુ એને કઈ દઇશ એ હવે નહિ કહે તુ કામ પર લાગી જા.”વીર પણ બહાર જતા જતા સુદિપ ને કહેતો જાય છે કે, “શ્યામ તારો ભાઇ છે એ ક્યારેય તારી બુરાઇ નહિ ઇરછે, છતાંય તારે જે કરવુ હોઇ એમા તુ સ્વતંત્ર છે.”સુદિપ કઇ પણ બોલે એ પેલા વીર ત્યાંથી નિકળી જાય છે.

શ્યામ ને પણ હાથમાં દુખાવો થવા લાગે છે હાથ પર દાબીને શ્યામ મીરાને કહે છે કે, મીરા હાથમાં ખુબ પેઇન થાય છે. એ લાગે છે આજે જોબ પર પણ નહિ જઇ શકાય.

મીરા કઇક વિચારીને બોલી, તો પછી શ્યામ આજ મારા ઘરે ચાલ તને થોડો આરામ પણ થઈ જશે.

શ્યામને તો નવાઇ લાગી કેમ કે પોતાના મીરા સાથેના સંબંધો વિશેની વાત પરીવારમાં ક્યારેય કોઇ સાથે શેર પણ નોતી કરી અરે ફોનમાં પણ મીરાને બદલે એમએસ લખીને જ નંબર સેવ કર્યો હતો. એ વાત પણ સાચી જ હતી કે જુની વિચારધારાના પરીવારમાં કોઇ છોકરી કોઇ છોકરાને ઘરે લઈને ગઈ હોય તો એનુ કોલેજ જવાનુ બંધ થઈ જાય.