(આગળના ભાગમાં જોયું કે કાકાએ મહેશભાઈ ની મદદ કરી, અને તેમના જીવનની કહાની કીધી ,હવે આગળ )
હું અને રઘુ તો બેસી રહ્યા ,અને હું તો વિચારોમાં ખોવાઈ ગયો કે શું મારું સપનું? પુરું કરી શકીશ, અને રઘુ બોલ્યો મહેશ યાર તને એક વાત પૂછયુ તું એનો સાચો જવાબ આપજે,
યાર તું સાચું કહે તુ ઘરેથી ભાગીને મુંબઈ આવ્યો છે ,રઘુ આજે તારે ઘરે જવાનું મોડું થશે, ચાલ હું તને કાલે બધી વાત કરીશ અને તેના ઘરે ચાલ્યો,
અને હું વિચારમાં પડી ગયો કે કાલે તો હવે રઘુને સાચી હકીકત કહેવી જ પડશે હવે તો કોલેજમાં એડમિશન થઈ ગયું છે,અને બીજો વિચાર આવ્યો કે મારો પગાર થશે ત્યારે કાકા ને પૈસા પાછા આપી દઈશ,
એવું વિચારતો ઊંઘી ગયો ને રાત્રે તો ઊંઘ બહુ સરસ આવી, થોડા ઘણા અંશે મારું સપનું પુરૂ થવા જઈ રહ્યું હતું,
સવારે પક્ષીઓના કલરવ અને મંદિરનાઝાલર સંભળાયા હું ઉઠીને નાહીધોઈ ને તૈયાર થયો, અને
આજે તો મંદિર જવાનું વિચાર્યું નજીકમાં જ ગણપતિનું મંદિર હતું, હું ત્યાં જવા નીકળ્યો આજે પણ વાતાવરણ ખુશનુમા લાગતું હતું ,મંદિરમાં જઇ ભગવાન આગળ હાથ જોડી ઉભો રહ્યો ,હે પ્રભુ તુ મારો સાથ આપજે
અને હું પાછો મંદિરની બહાર પગથિયા ઉતરતો હતો, ત્યાં તો ભિખારીઓની લાંબી લાઇન લાગી ગઇ હતી, અરેઆટલા બધા ભિખારીઓ જોઇને દયા આવી પણ આ પેટની ભૂખ જ લાચાર વશ ભિખારી બનાવી દેતી હશે!
તેમાં એક ભિખારી તો આજીજી કરતો મારા જોડે આવી ગયો કે મને કંઈક આપો, પણ હું શું આપું! હું જ ભગવાન પાસે માંગવા આવ્યો હતો, કે મારા ખિસ્સામાં એક રૂપિયો છૂટ્ટો પણ નહોતો ,તેથી હું ત્યાંથી ચાલી નીકળ્યો, અને રસ્તામાં વિચારતો કે આવા લોકો કંઈ કામ ધંધો કરતા હોય, તો આ રીતે ભીખ માગવીના પડે કદાચ અપાહિજ હોય તેમને કંઈ કામ ન મળે પણ હટ્ટાકટ્ટા થઈને અહીં ભીખ માગે છે ,
પછી થયું મનમાં કે હું પણ શું કરી આવ્યો ?ભગવાન પાસે આજીજી કરી એ પણ ભીખ જ છે, ને ભગવાન હંમેશા મારી સાથે છે, છતાંય હું મંદિર ચાલ્યો આવ્યો,
તેમ કદાચ આ લોકો પણ કોઈને કોઈ મજબૂરી માં ભીખ માગતા હશે, એવું વિચારતો હોટલ પર આવી ગયો, અને વિચારતો હતો કે હવે તો શેઠ ને સારું થઈ જવું જોઈએ ,એટલામાં રઘુ આવ્યો ,મેઅને રઘુ એ સાથે બેસીને ચા પીધી, પછી ટેબલ સાફ કર્યા, રઘુ એ પણકહ્યુ આજે શેઠ આવવા જોઈએ,હવે તો પૈસાની જરૂર છે,
સાચી વાત અને અમે બધી સાફ-સફાઈ કરીને બહાર નીકળ્યા કે રિક્ષા આવીને ઉભી રહી અમને લાગ્યું કે શેઠાણી હશે, પણ આ તો શેઠ આવ્યા, અમે દોડતા શેઠ ની પાસે ગયા અને તેમની તબિયત ના સમાચાર પુછી લીધા,પછી તે અંદર આવીને બેઠા મેં કહ્યું શેઠ શેઠાણી બા હિસાબ લેવા આવ્યા હતા,
હા મેં તમને મોકલ્યા હતા મારે થોડા પૈસાની જરૂર હતી,
મને મનમાં થયું કે અમારે તો પૈસાની જરૂર જ નહીં હોય,થોડીક વાર તો શેઠ કંઈ બોલ્યા નહી અને પછી બોલ્યા આજે હું તમારો પગાર કરી દઉ તમને પણ પૈસા વગર તકલીફ પડી હશે
અને તમારા બંનેનો આભાર માનુ છું
કે હું ના હોવા છતાં તો તમે પ્રમાણિકતાથી મારી હોટલ ચલાવી તે બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી પ્રામાણિકતા હું તમને 100 રૂપિયા પગાર વધુ આપીશ,
મને અને રઘુ ને 300 -300 રૂપિયા પગાર મળ્યો, આજે તો અમે બંને ખુબ જ ખુશ હતા,
ચાલ રઘુ આજે તો રાતે ચોપાટી ફરવા જઇએ, ઘણું સાંભળ્યું છે ચોપાટી વિશે હા ચાલ જઈશું અને અમારો આખો દિવસ કામમાં ગયો ,
અને રાતે પેલા કાકા આવ્યા તો હું એમને ફીના ૨૦૦ રુપિયા પાછા આપવા ગયો,
તો તેમણે મને કીધું દીકરા તું 200 રૂપિયા તારી પાસે રાખ મારે નથી જોઈતા, મેં તને મારી કહાની તો કીધી છે, એકલા માણસને કેટલુ જોઈએ
ના કાકા જુઓ આજે હું તમારી પાસેથી આ રીતે લઇશ તો મને કોઈની મદદની ટેવ પડી જશે, અને મારો સ્વ વિકાસ અટકી પડશે,
એટલે તમે લઈ લો મારે જરૂર હશે તો હું તમારી પાસેથી માંગી લઈશ, અને મેં બસો રૂપિયા પરત કર્યા,
હું અને રઘુ બધું કામ પરવારી ચોપાટી ફરવા ગયા,
કેવો મસ્ત દરિયા કિનારો ઉનાળાની રાત સહેલાણીઓ થી ભરચક આનંદ ઉપજાવે તેવું વાતાવરણ, કેવો ઠંડો ઠંડો પવન,
રઘુ ને હું દરિયાકિનારે મસ્તી કરતા હતા ત્યાં બેઠા રઘુ એ કહ્યું ચાલ બરફ નો ગોલો ખાઇએ,
મે કહ્યું ચાલ નામ સાભળ્યુ છે પણ ખાધ્યો નથી, રઘુ આજે હું તને ખવડાવુ મારા માટે તો આજે ખુશીનો દિવસ છે,
અને 50 પૈસા બે ગોલા લીધા અને દરિયાકિનારે ખાતા ખાતા બેઠા, રઘુએકહ્યું મહેશ સવાર વાળી વાત અધૂરી છે, તારે મને કહેવી જ પડશે સારું ચાલ તને કહ્યું
તો સાંભળ મારા બાપુએ મારા લગ્ન કરાવવા માગતા હતા અને મારે લગ્ન નહોતા કરવા ને આગળ ભણવું હતું ,
તેથી હું ઘરેથી ભાગ્યો મને તો ખબર પણ નહોતી કે હું અહીં મુંબઈ આવી જઈશ,
અને અહીં આવી તારા જેવો દોસ્ત મળશે, પણ હું મારું જે સપનું લઈને અહીં આવ્યો છું તે મારે પૂરું કરવું છે, દોસ્ત,
રઘુ: સ્વપ્ન ચોક્કસ પૂરું થશે એકવાર તમે સપનું જોઈને નક્કી કરી લો છો તો, તે પૂરું થવાનું છે , હિંમત અને આપણો આત્મવિશ્વાસ મજબુત હોવો જોઈએ,
પણ મહેશ તારો પરિવાર તને યાદ નથી આવતો,
મારી આંખમાં આંસુ ભરાઈ આવ્યા કેવી વાત કરે છે યાર ક્ષણે ક્ષણે યાદ આવે છે. મા બાપ ને કઈ રીતે ભૂલી જવાય,
પણ મારી જીદ અને મારા બાપુ ની જીદ બંનેનીસામ સામી જીદને લીધે હું અહીં આવી ગયો, અમે બંને પોતપોતાની રીતે તો સાચા જ હતા,
મારા ઘરના બધાને મારા ઉપર બહુ વિશ્વાસ હતો પણ મેં બધાનો વિશ્વાસ તોડ્યો છે,
પણ" એક દિવસ હું મારે ગામ જરૂર જઈશ" મારું સપનું પૂરું કરીને,
સારું સારું ચાલ યાર હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તારું સપનું પૂરું થાય,
અને વાત કરતાં કરતાં અમારો ગોલો પણ હાથમાં ઓગળી ગયો,
એટલી ઠંડી હવા હતી કે ત્યાંથી ઉભું થવાનું મન નહોતું થતું, અમે મોડા સુધી મૌન બેસી રહ્યા, પછી ત્યાંથી ઊભા થઈને ચાલ્યા,
રઘુ તેના ઘરે ગયો અને હું પાછો હોટલ પર હવે એક મહિના પછી તો કોલેજ શરૂ થશે, કોલેજમાં જઈશ કેવી રીતે ? અને કામ કેવી રીતેકરીશ,
જો હું આ હોટલમાં કામ નહીં કરું તો મને રહેવાનું ક્યાં મળશે?
એવા વિચારો કરતા ઊંઘી ગયો બીજે દિવસ સવાર થયું અને નિત્યક્રમ પ્રમાણે હું તૈયાર થઈ ગયો અને પાછું એના એ જ કામકાજ અને શેઠ પાછા બે-ત્રણ દિવસ નહોતા આવ્યા, તેથી મારે હિસાબ રાખવાનો હતો, હવે તો હું હિસાબ રાખવાનો પણ પાક્કો થઈ ગયો હતો ,
ધીરે-ધીરે મુંબઇ અનુકૂળ આવવા લાગ્યું હતું ,આમ ને આમ દિવસો વીતતા જતા હતા,
હવે કોલેજ ખુલવાના થોડા દિવસો બાકી હતા, અને મને ચિંતા થઈ રહી હતી કે
હું શું કરીશ? શેઠ ને વાત કરવી પડશે,
મારે નોકરી પણ બદલવી પડશે અહીંથી રોજનું ૨૦ કિલોમીટર અપડાઉન નહીં થઈ શકે, અને પાર્ટ ટાઈમ નોકરી કરવી પડશે,
હવે સો રૂપિયા પાસે છે, અને આ મહિનાનો પગાર થઈ જશે, એટલે કદાચ મારી પાસે 300 રૂપિયા થશે, પણ એ તો એક-બે મહિના ચાલે પણ પછી શું થશે?
નોકરીનું કોને પૂછવું ?રઘુ ને
રઘુ ને પણ દુઃખ થશે અને મને પણ
રઘુ અને આ હોટલને છોડવી પડશે, જે મારી પહેલી આજીવિકા છે, પણ મારે આગળ વધવા તો જવું જ પડશે,
અને હવે કોલેજ ખુલવાના બે દિવસ બાકી હતા ,અને મેશેઠને ને વાત કરી કે મારી કોલેજ અહીંથી થી 20 કિલોમીટર દૂર ,છે તો મારે નોકરી તે જ એરિયા મા શોધવી પડશે, શેઠે કહ્યું તને વિશ્વાસ છે કે નોકરી મળી જશે, અને તારું રહેવાનું શું થશે? નોકરી મળશે કે નહી મળે એપણ ખબર નથી અને રહેવાનું ક્યાં એ પણ ખબર નથી..
શેઠે: જો બેટા તારી જિંદગી છે અને તેનો નિર્ણય પણ તારે કરવાનો છે, મને તો કોઇ બીજો છોકરો મળી જશે,
પણ આતો મુબઇ નગરી છે, જ્યાં જાય ત્યાં સાવચેતી રાખજે અને બે દિવસ રહેવાની સગવડ ના થાય તો અહીં આવી જજે ...
કાલે સાંજે તારો પગાર કરી દઈશ,
પણ જ્યારે રઘુને ખબર પડી કે મહેશ કાલે નોકરી છોડી ને જાય છે, તે તો ખૂબ જ દુઃખી થઈ ગયો,
રઘુ: યાર તું મને છોડીને જઈશ મને નહી ગમે, અને તે રડવા લાગ્યો, મારી આંખો પણ ભરાઇ ગઇ, કારણકે મને તો એક સાચો દોસ્તો મળ્યો હતો, અને તેને છોડવો પડશે..
રઘુ આપણી દોસ્તી નહી તૂટે, હવે કહે મારે તો એ એરિયામાં નોકરી પણ શોધવાની છે, બોલ હું શું કરીશ?
હું તને દર રવિવારે મળવા આવીશ હજુ તો હું કાલનો દિવસ છું, તું પણ કંઈક વિચાર અને હું પણ વિચારું છું, અને રઘુ મને ભેટી પડ્યો,
અને હું વિચારમાં પડ્યો કે હવે હું નોકરી શોધવા ક્યાં જઈશ?
( શું મહેશભાઈ ને કોલેજની સાથે પાર્ટ ટાઇમ નોકરી મળશે, કે પછી...અને તે રહેશે ક્યાં? હવે આગળના ભાગમાં)