Devilry - 21 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 21

Featured Books
  • My Wife is Student ? - 9

    वो दोनो स्वाति के जाते ही आपस में जोड़ जोर से हसने लगती हैं!...

  • चलो मुस्कुरा दो अब

    1.अपनी अच्छाई पे तुम भरोसा रखना,बंद मत करना खुद को,किसी कमरे...

  • Aapke Aa Jaane Se - 2

    Episode 2अब तक साहिल दिल्ली से अपनी पढ़ाई खतम करके वापिस कोल...

  • जिंदगी के पन्ने - 7

    रागिनी की ज़िंदगी में एक ऐसा समय आया जिसने पूरे परिवार को गह...

  • आई कैन सी यू - 26

    अब तक हम ने पढ़ा के मां के समझाने के बाद रोवन ने आवेदन पत्र...

Categories
Share

જંતર મંતર - 21

પ્રકરણ 21

જુલિયટ ચીખ પાડીને જાગી જાય છે.)

જુલિયટ એટલી ભયાનક ચીખ પાડીને ઉઠી હતી કે જેમ્સ નો જીવ તો ભયાનક હાલાતમાં આવી ગયો હતો. જેમ્સ માટે હવે ઘણું અઘરું હતું જુલિયટ ને સંભાળવાનું. જેમ્સ ની જિંદગીમાં ચાલી રહેલા હાલાતથી જેમ્સ પણ હવે મજબૂર થઈ ચૂક્યો હતો. જેમ્સ પાસે હવે કોઈ ચારો ન બચ્યો હતો. જેમ્સ એ જુલિયટ નો આજનો શો કેન્સલ કરી દીધો એ પણ જુલિયટ ને પૂછ્યા વગર. જેમ્સ સીધો જ શીલ પાસે જાય છે. જઈને રૂમ નો દરવાજો ખખડાવે છે.

“ કોણ ? “ શીલ

“ ભાઈ હું જેમ્સ, જલ્દીથી દરવાજો ખોલ મારે તારી સાથે વાત કરવી છે. ભાઈ હું ખૂબ ખરાબ હાલાતનો સામનો કરી રહ્યો છું.” જેમ્સ

“ ભાઈ બસ બે મિનિટ આપ મને, હું હાલજ નાહી ને આવ્યો છું તો કપડાં પહેરી લઉં. બસ થોડો વેઇટ કર જેમ્સ હું હાલ આવ્યો.” શીલ

શીલ જેમ્સ ને આટલું કહીને કાળી વિદ્યા નો સામાન સમેટવા લાગે છે. પછી જઈને જલ્દી નાહી આવે છે. થોડીવાર પછી શીલ જેમ્સ માટે દરવાજો ખોલે છે અને જેવોજ તે દરવાજો ખોલે છે કે તરત જ જેમ્સ તેને બાથ ભરાવી દે છે. જેમ્સ પછી ખૂબ રડે છે. જેમ્સ ને રડતો જોઈ શીલ ના ચહેરા ઉપર સ્મિત હોય છે. પણ શીલ પોતાની જાત ને થોડી ઉદાસ કરીને જેમ્સ ને શાંત કરવાની કોશિશ કરે છે. જેમ્સ જેવો જ શાંત થઈ જાય છે કે તરત જ શીલ તેને સોફા ઉપર બેસાડી દે છે.

“ જેમ્સ થોડો શાંત થઈ જા અને મને કે શું થયું? આમ રડવાનું કારણ શું છે ?” શીલ

“ ભાઈ યાર જિંદગી એટલી ગુંથાય ગઈ છે કે હવે તેને સુલજાવી આસન નથી. જુલિયટ ની લાઈફ ને મે બહુજ સમેટી છે પણ ભાઈ હવે એના દુઃખ મારાથી જોવાતા નથી. જુલિયટની સાથે એવી ઘટનાઓ બની રહી છે જેનો અંદાજ લગાવવો પણ શક્ય નથી. મે જુલિયટ નો આજનો શો પણ કેન્સલ કરી દીધો. હું ઇચ્છું છું કે જુલિયટ ને લઈને હું ઇન્ડિયા પાછો જતો રહું. પોતાની જન્મભૂમિ ઉપર જઈને જુલિયટ ને શાંતિ મળશે.” જેમ્સ

“ જેમ્સ પહેલા તો તું તારી જાત ને સંભાળ ભાઈ. જો તું ઠીક હશે તો આપડી જુલિયટ પણ ઠીક રહેશે. ભાઈ ઇન્ડિયા લઈ જવી છે ને જુલિયટ ને તો હું તારી સાથે છું. આપડે જુલિયટ ને એના વતન એના ઘરે મહેસાણા લઈ જઈએ. “ શીલ


શીલ એ કરેલો આજનું કાવતરું નિષ્ફળ થતું હોય તેવું તેને લાગી રહ્યું હતું! પણ શીલ કાળી વિદ્યા માં ઘણો હોશિયાર હતો. શીલ બરાબર જાણતો હતો કે જુલિયટ ના શરીરમાં બે આત્માનો વાસ કરાવવામાં એ સફળ થઈ ચૂક્યો હતો. શીલ હવે રસ્તા માં જ પોતાનો દાવ રમશે અને જેમ્સ ને જુલિયટ ના હાથે જ ખતમ કરાવશે. પણ એની પહેલા જેમ્સ અને શીલ જુલિયટ નો બર્થડે મનાવવાની થોડી ઘણી તૈયારીઓ કરી લે છે.

જેમ્સ જઈને જુલિયટ ને લઈ આવે છે. જુલિયટ ની આંખો ઉપર જેમ્સ ના હાથ હોય છે એટલે જુલિયટ કશું જોઈ શકતી નથી. જેમ્સ જુલિયટ ને લઈને તેના રૂમમાં આવે છે અને જુલિયટ ની આંખો ધીરેથી ખોલી દે છે. જુલિયટ ધીરે ધીરે પોતાની આંખો ખોલે છે અને જુવે છે કે એ કોઈ મોટા આયના ની સામે ઉભી છે જેની આજુબાજુ બસ ખુશીયો છે. જુલિયટ આ જોઇને થોડી ખુશ થઈ જાય છે. જુલિયટ ની ઉદાસી થોડા સમય માટે ક્યાંક ગાયબ થઈ જાય છે. શીલ પાછળથી જુલિયટ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. શીલ ના મોઢા પર થોડું સ્મિત હતું કેમકે આટલા સમય થી એ જુલિયટ ને બરબાદ કરવામાં લાગ્યો હતો. પણ હકીકત માં તો સચ્ચાઈ કંઇ અલગ જ હતી. શીલ જુલિયટ ને બેઇન્તેહા પ્રેમ કરતો હતો. જુલિયટ ને એ હાની એટલા માટે પોહચાડી રહ્યો હતો કે જુલિયટ તેના હાથે જેમ્સ નો જીવ લઈ લે અને એ જેમ્સ ની હત્યા કરવા બદલ પોતાની જાતને ગુનેગાર માનવા લાગે. જ્યારે જુલિયટ જિંદગી થી ખફા થઈ જાય ત્યારે આ શીલ તેને સંભાળી લેશે અને તેની સાથે લગ્ન કરી દેશે.

“ હેપ્પી બર્થડે ટુ યુ , હેપ્પી બર્થડે ટુ યુ , હેપ્પી બર્થડે ટુ જુલિયટ , હેપ્પી બર્થડે ટુ યુ. “ શીલ

જુલિયટ પોતાની પીઠ ફેરવે છે અને પાછળ શીલ ને જોઇને ખૂબ જ ખુશ થઈ જાય છે. શીલ ના હાથમાં રેડ વેલ્વેટ કેક હતી. જેને જોઈને જુલિયટ ના મોમાં પાણી આવી ગયું કેમકે આ કેક જુલિયટ ની ફેવરીટ હતી. જે વાત ખાલી શીલ જાણતો હતો કેમકે જેમ્સ ને જુલિયટ સાથે એટલો સમય પસાર કરવા મળ્યો જ ન હતો કે એ જુલિયટ ની પસંદ અને ના પસંદ ને જાણી શકે. જુલિયટ શીલ ના હાથમાં રેડ વેલ્વેટ કેક જોઇને સીધી જ શીલ ના ગળે જઇને લાગી જાય છે.

“ શીલ તને યાદ હતું કે આજે મારો બર્થડે છે? શીલ તું મને સપ્રાઇઝ આપવા માટે ઇન્ડિયાથી અહિં સુધી આવી ગયો. શીલ આઇ એમ સો હેપ્પી. “ જુલિયટ

“ જુલિયટ હું તો હંમેશા થી તારી સાથે છું. તારી ખુશીમાં અને તારા ગમમાં. જુલિયટ મે તારા શો કેન્સલ કરી દીધા છે અને હું તને ઇન્ડિયા લઈ જવા માટે આવ્યો છું. “ શીલ

“ પણ શીલ….” જુલિયટ આટલું બોલી એના પહેલા તો શીલ એ તેના મોં ઉપર હાથ મૂકી દીધો.

“ જુલિયટ હું કશુજ સાંભળવા માગતો નથી. મે કહી દીધું બસ એ ફાઇનલ. જુલિયટ તું ઇન્ડિયા આવી રહી છે બસ. હું તને લેવા માટે જ આવ્યો છું અને લઈને જ જઈશ.” શીલ

“ હા જુલિયટ હવે બઉ સમય થયો યાર. હવે તારે ઇન્ડિયા પાછું આવવું જ પડશે. “ જેમ્સ

જુલિયટ આખરે માની જાય છે અને પછી કેક કટ કરી શીલ અને જેમ્સ ને ખવડાવે છે. જેમ્સ જુલિયટ ને ભેટમાં એક લોકિટ આપે છે જેમાં જેમ્સ અને જુલિયટ નો ફોટો હોય છે. શીલ પણ જુલિયટ ને એક બ્લેક ડાયમંડ વાળી ચેન આપે છે. જુલિયટ ને એ ખૂબજ પસંદ આવે છે. શીલ પોતાના હાથે જુલિયટ ને આ ચેઇન પહેરાવી દે છે. જેમ્સ ને થોડું અજીબ લાગે છે પણ એ જુલિયટ અને શીલ ના સંબંધ ઉપર શક કરવા માગતો ન હતો એટલે તે કંઇ પણ બોલતો નથી.

થોડા સમયમાં જ ત્યાંની બત્તી ઘૂલ થઈ જાય છે. આખા રૂમમાં અંધારું છવાઈ જાય છે. પેલા લોકિટે તેની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. જુલિયટ ની નજર કમ થઈ રહી હતી. જુલિયટ તરફ એક ભયાનક ખંજર લઈને કોઈક આગળ વધી રહ્યું હતું. જુલિયટ ખૂબ ડરી રહી હતી. ભયાનક ખંજર લઈને આવતો માણસ એકદમ જુલિયટ પાસે આવી જાય છે. જુલિયટ પોતાની આંખો ખોલીને જોવે છે તો તેને ખબર પડે છે કે આ માણસનું એકલું ધળ જ હતું તેનું માથું હતું જ નઈ. શીલ એ આ લોકિટ ના સહારે જુલિયટ ની અંદર ખવી ની આત્મા જુલિયટ ના ગાળામાં પહેરાવી દીધી હતી. ખવી જુલિયટ તરફ ખંજર લઈને આગળ વધી રહ્યો હતો ને તેને જુલિયટ ઉપર ખંજર થી વાર કરી દે છે. )

જેની એ જોરદાર ચીખ પાડી ને તરત જ ઉભી થઇ ગઈ. જેની ની ચીખ સાંભળી બાજુમાં સૂતી જીયા પણ ખૂબજ ડરી ગઈ. હેરી અને ફેરી ભાગતાં ભાગતાં જેની ના રૂમમાં આવી ગયા. જેની જીયાની બાહોમાં છુપાયેલી હતી. જેની રોજ કરતા આજે વધારે ડરેલી હતી. જેની ની હાલત ખુબ ખરાબ થઈ ચૂકી હતી. આજે જેની ની ચીખ તેના પાડોશીઓ ના કાન સુધી પોહચી ગઈ હતી. જેની ની ચીખ સાંભળીને અમથી મા દોડી ને ત્યાં આવી ગયા.

“ ફેરી દીકરા શું થયું ? જેની એ આટલી જોરથી ચીખ કેમ પાડી ?” અમથી બા

“ બા હવે તમે તો ઘરના છો તો તમારા થી શું છુપાવવાનું ? જેની ની સાથે રોજ અજીબ અજીબ ઘટનાઓ થઈ રહી છે. જેની ની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. જેની ના પપ્પા તેને મનોચિકિત્સક ને બતાવવાની પણ ના કહે છે. મને તો સમજાતુ નથી કે મારી દીકરી જેની સાથે થઈ શું રહ્યું છે? બા તમારી પાસે કોઈ રસ્તો હોય તો મને બતાવો કે જેથી હું અને હેરી અમારી દીકરી જેની ને આ બધામાંથી અલગ કરી શકીએ. “ ફેરી

અમથી બા પછી જેની ની પાસે જાય છે. જેની ના માથા ઉપર હાથ મૂકીને જેની ની સામે ટકર ટકર જોઈ રહે છે. પછી જેની ની આગળ પાછળ ફરવા લાગે છે. જેની ની આંખો નીચે ઘેરા બદામી રંગ ના સર્કલ બની રહ્યા હતા. તેની આંખોમાં ભરપુર ડર હતો. જેની ની આંખો ઉપરની પોપણ પણ ખૂબ મોટી હતી. જેની નું શરીર કાળુ પડી રહ્યું હતું. આ બધી જ વસ્તુ એક તરફ ઈશારો કરી રહી હતી જે અમથી બા બરાબર સમજી ચૂક્યા હતા.

“ ફેરી આપડી જેની ઉપર કોઈક આત્માનો વાસ થઈ ચૂક્યો છે. જલ્દી થી જલ્દી આપડે આ આત્મા ને જેની ના શરીર માંથી અલગ કરવી પડશે નહિ તો આ આત્મા આપડી જેની ને બરબાદ કરી દેશે. જલ્દી કંઇ ના કર્યું તો આપડે આપડી જેની ને હંમેશા માટે ખોઈ દઈશું. “ અમથી બા

અમથી બા ની વાત સાંભળી ફેરી અને હેરી ના ચહેરા ઉપર ડર છવાઈ જાય છે. “ અમથી બા હવે આપડે જેની ને આત્મા ના છાયા માંથી કંઇ રીતે અલગ કરીએ ? આપડે જેની ને બચાવવી પડશે. તમે કોઈક રસ્તો બતાવો. “ ફેરી

“ ફેરી આપડે જેની ને કોઈક તાંત્રિક પાસે લઈ જવી પડશે. જે આપડી મદદ કરશે જેની ને આમાંથી બચાવવા માટે. “ અમથી બા

અમથી બા ની વાત ઉપર હેરી અને ફેરી ને વિશ્વાસ થઈ ચૂક્યો હતો પણ જીયાના મનનો ડર વધી ગયો હતો. જીયા ને ડર હતો કે તાંત્રિક વિધિ કરીને જેની ના માથા પરથી કાળ બનીને લટકેલ કાળી વિદ્યાની તલવાર ને મિટાવી દેશે. જીયાની પોલ ખુલી જશે તો એનું માન અને સન્માન દાવ ઉપર લાગી જશે. જીયા ના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. જીયાની મન હવે રસ્તો શોધવામાં લાગી ગયું હતું. જીયા તેની ફ્રેન્ડ જેની અને તેના પરિવાર ને બાય કહીને નીકળી જાય છે.

ક્રમશ…..




આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary