Amar prem - 11 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પે્મ - ૧૧

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

અમર પે્મ - ૧૧

રમતુજી :(સાહેબ -બાપુ-મુખીજી)
આ ચોરીમાં મારો કોઇ હાથ નથી પરંતુ વસતાજીએ લગ્નનો ખર્ચ કાઢવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને મારી વનેચંદભાઇની દુકાન તથા ઘરે ચોરી કરવા રેકી કરવા મદદ માંગી હતી કારણ કે તે બીજા ગામનો હતો અને એકલો અવર-જ્વર કરે તો લોકોને શંકા પડે તેથી તેની સાથે બેસી રેકી કરવા સાથ આપવા મને મનાવ્યો હતો અને લોકોને શંકા ના પડે તેથી અમે બીડી પીવા બેઠા છીએ તેવી રીતે વાતો કરતા તેમની દુકાનની અવર-જ્વર ઊપર નજર રાખતા હતા.વનેચંદભાઇ જયારે ખરીદી કરવા અંગે બાજુના ગામ જાય છે અને તેમના ઘરવાળા તે દિવસે તેમના પિયર જાય છે તેની નોંધ કરી તે દિવસે ચોરી કરવી તેવો પ્લાન વસતાજીએ બનાવ્યો હતો.મેં વસતાજીને ચોરી કરવા સાથ આપવાની કે તેમાં મારો ભાગ રાખવાની ચોખ્ખી ના પાડી હતી તેથી આ ચોરીમાં મારો કોઇ હાથ નથી ફક્ત વસતાજીએ જ ચોરી કરી છે તેથી બાજુના ગામથી વસતાજીને પકડી લાવશો તો મુદ્દામાલ કયા સંતાડ્યો છે તે ખબર પડી જશે.

સાહેબે બાપુના માણસ તથા બે હવાલદારને બાજુના ગામે જઇ વસતાજીને પકડી લાવવા રવાના કયાઁ,થોડીવારમા તેઓ તેને પકડી લાવી હાજર કર્યો.સાહેબે પુછયુ કે બોલો વસતાજી વનેચંદભાઇની ચોરીનો માલસામાન કયા સંતાડ્યો છે,રમતુજીએ
બધી વાત કરી દીધી છે તેથી સમય બગાડ્યા વગર જલદી જણાવો એટલે માલસામાન મેળવી હાજર કરીએ.

વસતાજી-બાપુ,મુખી,વનેચંદભાઇ તથા રમતુજીને જોઇને મામલો સમઝી ગયા કે હવે બધી વાત જાહેર થઈ ગઈ છે અને ચોરીનો ભેદ ખુલ્લો થઇ ગયો છે તેથી સાહેબ પૂછપરછ ચાલુ કરે તે પહેલા તેમના પગે પડી ગુનો કબુલ કરી લે છે.

સાહેબ: વસતાજી હવે મને જણાવો કે માલમતા કયાં સંતાડી છે તે જણાવો તો મારઝૂડ કરવામાં નહી આવે.વસતાજીએ કહ્યું કે સાહેબ મારી સાથે ચાલો હું બધું જ બતાવું છું.

સાહેબે તેમના બે હવાલદારને તથા બાપુના માણસને વસતાજીને લઇને તેમના ગામ જવા કહે છે અને સુચના આપે છે કે રસ્તામાં જો કોઇ ચાલાકી કરે તો ડંડાથી ફટકારજો.વસતાજી તેમના ગામ પહોંચી બધાને સમશાનમાં લઇ જઇ આંબલીના ઝાડ નીચે ખાડો ખોદવા કહે છે તેથી હવાલદારો ખાડો ખોદે છે અને થોડા ઊંડા ખોદતા એક દેગડો દેખાય છે,દેગડો બહાર કાઢી જોતા બધી માલમતા તથા રોકડા રુપિયા મલી આવે છે તે બધુ લઇને પાછા રતનપર ગામ બાપુની ડેલીએ આવે છે.સાહેબ બાપુની હાજરીમાં પંચનામું કરી દેગડામાથી મળેલ બધી વસ્તુની નોંધ કરી રમતુજીને ચોરી કરવામાં સાથ આપવા અને વસતાજીને ચોરી કરવા સબબ ધરપકડ કરી તાલુકા પોલીસ મથકે લઇ જવા તૈયાર કરે છે.

બાપુ ,સાહેબને બાજુના ઓરડામા ખાનગી મંત્રણા કરવા બોલાવે છે.બાપુ કહે છે કે જુઓ સાહેબ મને લાગે છે કે વનેચંદભાઇની બધીજ ચોરી થયેલી વસ્તુ હેમખેમ મળી ગઇ છે તો વનેચંદભાઇને બોલાવી કેસ પાછો ખેંચી લેવા સમજાવીએ કારણ કે હજુ સુધી આ ગામમા ચોરી થઇ નહતી અને જો કેસ થયો તો ગામની અને મારી આબરુને ડાઘ લાગશે તો તમે સહમત
હોય તો વનેચંદભાઇ ને બોલાવીએ.સાહેબને બાપુની વાત યોગ્ય લાગે છે તેથી વનેચંદભાઇને બોલાવી કેસ પાછો ખેંચવા સમજાવે છે.રમતુજી તથા વસતાજીને બોલાવી કહે છે કે જૂઓ બાપુની મહેરબાનીથી તમે ગુનો કર્યો હોવા છતા વનેચંદભાઇ કેસ પાછો ખેંચવા તૈયાર થયા છે એટલે તમને સજા કરવામાંથી મુક્ત કરવામાં આવે છે.ભવિષયમા કોઇ ગુનો કરશો નહી તેવા સોગન ખાવો.આમ બન્ને જણા બાપુની હાજરીમાં સોગન ખાય છે કે આજ પછી કોઈ દિવસ ચોરી નહી કરીએ. મહેનત મજુરી કરીશું તેવું વચન આપે છે.

સાહેબ બાપુને કહે છે કે બાપુ F.I.R થઇ હોવાથી તાલુકાના પોલીસ સ્ટેશને આમને લઇ જવા પડશે અને ત્યાં વનેચંદભાઇ આવી કેસ પાછો ખેંચે છે તેવી અરજી આપે પછી આ બન્ને ને મુક્ત કરીશું.

સાહેબે વનેચંદભાઇને આવતી કાલે પોલીસ સ્ટેશન આવી કેસ પાછો ખેંચો છો તે મતલબની અરજી આપશો પછી તમારી માલમતા પાછી મલી જશે તેવી સુચના આપી બન્નેને લઇને તાલુકે જવા બાપુની રજા માંગે છે.બાપુ-મુખી તથા વનેચંદભાઇ સાહેબનો આભાર માને છે અને મિત્રતાના દાવે ફરી પધારવા આમંત્રણ આપે છે.સાહેબ બધાને લઇને રવાના થાય છે.

સાહેબના રવાના થયા પછી બાપુ,મુખીને કહે છે કે મને લાગે છે કે માણસને સંજોગો ચોરી કરવા મજબૂર કરે છે,વસતાજીને તેમની દિકરીનાે લગ્ન પ્રસંગ હોવાથી અને દુકાળનું વર્ષ છે તેથી ચોરી કરવા મજબૂર થવું પડ્યું. મારી તમને તથા ગામ લોકોને વિનંતી છે કે આપણે ભેગા મળી થોડું ઉઘરાણું કરી વસતાજીને તેમની દિકરીના લગ્ન પ્રસંગમાં ટેકો કરીએ.મુખીએ બાપુની વાતને સહષઁ સ્વીકાર કરી ગામમાંથી ફાળો ઉઘરાવી આપવા કહી બધા પોતાના ઘરે જવા રવાના થયા.........

વધુ માટે વાંચો પ્રકરણ -૧૨