ધ કિલર ટાઇગર ભાગ - 4
રાઇટર - S Aghera
આગળના ભાગમાં આપણે જોયું,
ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા કારના શો રૂમે તપાસ કરવા જાય છે જ્યાં વિકાસ, રોનક અને કમલેશ કામ કરતા હતા. ત્યાં તેના મેનેજર કૃણાલ સાથે પુછતાજ કરે છે.
હવે આગળ......
મેનેજર કૃણાલ હવે વિકાસ વિશે વાત કરવાનું ચાલુ કરે છે.
" વિકાસ શો રૂમમાં કામ થી કામ મતલબ રાખતો. પરંતુ ક્યારેક ક્યારેક કામમાં ધ્યાન પણ નો હોય. એટલે હું એનાથી કંટાળી ગયો હતો. હમણાં થોડાક દિવસ થયા તેનું કામમાં બિલકુલ ધ્યાન ન હતું. ક્યારેક કોઈ કઈ પૂછે તો ચીડાય પણ જતો એટલે તે બધા સાથે જોતા પૂરતું જય કામ રાખતો કોઈ સાથે બોવ મિત્રતા પણ ના કરતો. "
" ઓકે પણ જો તમારું કઈ કામ હશે તો પાછા આવશું."
પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા ત્યાંથી પોલીસ સ્ટેશને આવતા રહે છે. પછી બંને ઇન્સ્પેક્ટર વિચારે છે.
" આ રોનક અને કમલેશ બંને ખાલી શો રૂમમાં નોકરી કરે છે. એની પાસે કઈ આવડો મોટો બંગલો કઈ રીતે હોય અને આટલી મોંઘી ઘડિયાળ, બુટ અને કપડા ક્યાંથી હોય. જો તે એટલા બધા પૈસાવાળા હોય તો શો રૂમમાં નોકરી થોડા કરે. " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ ઇન્સ્પેક્ટર પહાડસિંહને કહ્યું .
"હા હું પણ તે જ વિચારું છું. મને નક્કી કઈ કરના શો રૂમમાં જ ગરબડ લાગે છે.ત્યાં ફરીથી એકવાર જવું જ પડશે. આ કારના શો રૂમનો મેનેજર કૃણાલ કંઈક તો છુપાવે છે અથવા તેને પણ કઈ ખબર ના હોય તેવું પણ બને. " પહાડસિંહે ઇન્સ્પેક્ટર સોનાલિકાની વાતને સમર્થન આપતા કહ્યું.
" કંઈક તો ગોલમાલ થાય જ છે ત્યાં મને એવું લાગે છે તો આપણે ત્યાં જવું જોઈએ. પણ ક્યારે? " ઇન્સ્પેક્ટર સોનાલિકા પૂછે છે.
પછી અચાનક ઇન્સ્પેક્ટર પહાડસિંહને મિતાલીની વાત યાદ આવે છે. "મિતાલી કહેતી હતી કે વિકાસનું જે રાતે ખૂન થ્યું હતું ત્યારે પોલિસ સ્ટેશને જવાનુ કહેતો હતો. અને તે કહેતી હતી કે વિકાસ ઇન્સ્પેક્ટર રાઠોડના ખાસ માણસ હતો. આપણે ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જવું જોઈએ. તે આપણને કદાચ આ કેસમાં મદદ કરી શકે. "
પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા બંને ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જાય છે. ઇન્સ્પેક્ટર રાઠોડ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકાને કહે છે કે હું પણ તેની જ તપાસ કરું છું કે વિકાસનું ખૂન કેમ થ્યું.
" મિતાલી કહેતી હતી કે વિકાસ તે રાતે પોલીસ સ્ટેશન આવવાનો હતો.તો તમને ખબર છે કે એ શા માટે આવવાનો હતો? એવુ શુ કઈ જરૂરી કામ હતું? " ઇન્સ્પેક્ટર પહાડસિંહ પૂછે છે.
" ના વિકાસે મને કઈ કહ્યું નથી. એ ક્યાં કામ માટે આવવાનો હતો એ પણ મને ખબર નથી. "ઇન્સ્પેક્ટર રાઠોડે ચોખવટ પાડતા કહ્યું.
" મને તો એ કારના શો રૂમમાં જ ગરબડ લાગે છે. કારણકે જે ત્રણ વ્યક્તિના ખૂન થયા તે ત્રણેય ત્યાં જ કામ કરતા હતા. અને કદાચ વિકાસ પણ એ કારના શો રૂમ વિશે જ કેવા આવવાનો હોય એવુ પણ બને. " ઇન્સ્પેક્ટર સોનાલિકાએ કહ્યું.
" હા તો આપણે ત્યાં તે શો રૂમ ઉપર કડી નજર રાખશુ. આજે રાતે ત્યાં જઈશુ. "
રાતે ઇન્સ્પેક્ટર રાઠોડ, ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા પોલીસની ટુકડી સાથે ત્યાં શો રૂમ જાય છે. અને શો રૂમ ખોલાવીને ચેકીંગ કરે છે. ત્યારબાદ તે તેની પાછળ રહેલા ગોડાઉનમાં જાય છે.એ જોઈને બધા સ્તબ્ધ થઇ જાય છે.કારણકે ત્યાં ગોડાઉનમાંથીડ્રગ્સ સપ્લાય કરાતુ હતું. કારના ગોડાઉનમાં રાતે ડ્રગ્સની હેરાફેરી થતી હતી.
ત્યાં રહેલા લોકોમાં જુએ છે તો કારના શો રૂમનો મેનેજર કૃણાલ હતો. તે જ તેમા મેઈન વ્યક્તિ લાગતો હતો. એ આમ અચાનક પોલીસને આવતા ગભરાય જાય છે.
પોલીસે બધી તરફથી તેણે ઘેરી લ્યે છે.આમ ડ્રગ્સના કેસમાં તેને ગીરફ્તાર કરી લે છે.
પછી ઇન્સ્પેક્ટર સોનાલિકા ઇન્સ્પેક્ટર પહાડસિંહ સામે જોઈને કહે છે, " આપનો અંદાજો સાચો જ પડ્યો. અહીંયા તો ડ્રગ્સનો વેપાર ચાલે છે. "
હજી ઇન્સ્પેક્ટર પહાડસિંહ કઈ બોલે તે પહેલા પાછળથી કંઈક અવાજ આવે છે. પાછળ ફરીને જુએ છે તો ઇન્સ્પેક્ટર રાઠોડ પાછળથી એક વ્યક્તિનો કાટલો પકડીને સાથે લઈને આવે છે. તે આ કારના શો રૂમનો બોસ અખિલેશ હોય છે. તે જ આ ધંધો ચલાવતો હતો. મેનેજર કૃણાલ તેની નીચે કામ કરતો. કૃણાલ તેનો વારસો થયા ગ્રાહક હોવાથી તેને અખિલેશે મેનેજર બનાવ્યો હતો. જેથી રાતે આ કામ કરવામાં પણ સરળતા રહે અને ગ્રાહક પણ સચવાઈ જાય.
પરંતુ ઇન્સ્પેક્ટર પહાડસિંહ આ અખિલેશ જે કારના શો રૂમનો બોસ હતો તેણે જોઈને કંઈક વિચારે છે. તેને જોઈને થોડીકવાર વિચાર્યા બાદ અચાનક ઝબકી જાય છે. જાણે તેને કંઈક યાદ આવી ગયું હોય એમ.
પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ એવુ કંઈક બોલે છે જે સાંભળીને બધાને આશ્ચર્ય થાય છે. બધા તેની સામું જોતા રહી જાય છે.
(ક્રમશ:)
એવુ તો ઇન્સ્પેક્ટર પહાડસિંહ શુ બોલે છે જે સાંભળીને બધાને આશ્ચર્ય થાય છે? આ ડ્રગ્સના વેપારમાં ગુનેગાર તો પકડાઈ ગયા પણ ખૂની કોણ છે જે વાઘનો પહેરવેશ ધારણ કરીને બધાના ખૂન કરે છે? અને શા માટે તે એવી રીતે ખૂન કરે છે? શુ આ ડ્રગ્સ ના ગુનામાં જે પકડાયા તેમનો કોઈ વ્યક્તિ છે? કે પછી બીજું કોઈ છે? અને રોનક અને કમલેશ આટલા બધા પૈસાવાળા કેમ હતા? વગેરે જાણવા આગળનો અંતિમ ભાગ અચૂક વાંચજો.
રાઇટર - S Aghera
ધ કિલર ટાઇગર નોવેલને આપ સૌએ ખુબ સારો પ્રતિભાવ આપ્યા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારું કિંમતી રીવ્યુ અચૂક આપજો જેથી મને ઉત્સાહ મળે.