ભાગ -4
છબી: "ok thanks,...bay" આટલું કહી છબી ત્યાંથી નીકળી ગઈ પરંતુ તેના અંતરમન માં તો જાણે ઘમાસાણ ચાલુ હતું, આખો દિવસ અંદરના આ યુદ્ધ સાથે પસાર કરી ને સાંજ પણ તેની આવી ગઈ, સવારે ઉઠીને તે નિત્યક્રમ મુજબ આરાધ્ય ને મળવા રોજિંદી જગ્યાએ સમયસર પોહચી...
આરાધ્ય પણ હાજર હતો,
આરાધ્ય (આશ્ચર્ય સાથે) : "અરે છબી !! આજે એકદમ સમયે આવી ગઈ!!??"
છબી:" આજનો દિવસ મારા માટે ખાસ છે."
આરાધ્ય:" અચ્છા !!?? ઓહ સમજી ગયો આજે તારો birthday છે, એટલેજ પિન્ક સાડી..ને એરિંગ્સ બિંદી બધું બરાબર મૅચિંગ કરી ને આવી છો."
છબી:" ના એવું કશુજ નથી"
આરાધ્ય:"તો નક્કી કોઈ મેરેજ function માં જાવા નું લાગે. છે...કે ક્યાંક તારી સગાઈ....!!??"
છબી:" લેખક સાહેબ, ખૂબ બધું લખ્યું-ને વાંચ્યું પણ કોઈ દિવસ તમે કોઈની આંખો ની ભાષા પણ ઉકેલતા શીખો!!!"
આરાધ્ય:" તું આજે કાઈ અલગ જ મૂડ માં હોય તેવું લાગે છે!, તારો કહેવા નો મતલબ!!?"
છબી:" આપણી આ ચાર પાંચ દિવસ ની મુલાકાતો એ આપણી વચ્ચે ની દોસ્તી હતી કે તેનાથી પણ વધારે...પણ જે કાંઈ હતું તે ખૂબ સુંદર અને મારા માટે મહત્ત્વનું હતું અને હજુ પણ છે, બસ એ ખતમ ના થઇ જાય એટલે મેં કહ્યું નહીં પરંતુ હું તમને પ્રેમ કરવા લાગી છું.."
આરાધ્ય( અવાચક થઈ): " શું !!? પ્રેમ!!??, કેવી વાતો કરે છે!!??"
છબી:" સાચું કહું છું હું આપને પ્રેમ....", એટલુંજ બોલી ત્યાં તેને અટકાવતા આરાધ્ય નો આશ્ચર્ય નો ભાવ ગુસ્સામાં માં પલટાઈ ગયો ને તે બોલ્યો "પણ હું તને પ્રેમ નથી કરતો.."
છબી:" તો આજ સુધીની આ મુલાકાતો..એકબીજાને મળવા ની તાલાવેલી એનો અર્થ!!???"
આરાધ્ય :" એનો કોઈ અર્થ નથી, ફક્ત ને ફક્ત તારા મન નું ખોટું અર્થઘટન છે.", " આ તારી ભૂલ છે છબી."
છબી"ભૂલ..ફક્ત મારી જ !!?? તમે પણ એકબીજાની આંખો મળતાજ હસતા હતા."
આરાધ્ય એકદમ જુસ્સા માં એક શ્વાસે કહી દે છે " મારા માટે તું માત્ર મારી નવલિકા નું પાત્ર જિયા છો, એથી વિશેષ કશુજ નથી"
છબી આખી વાત ને સમજી ગઈ, કે આમ એકતરફી પ્રેમ નો કઈ અર્થ નથી,આરાધ્ય ના શબ્દો છબી ના મન માં મેખ ની જેમ ખૂંચી ગયા, કસાજ પ્રતિઉત્તર વગર તે ત્યાં થી નીકળી ગઇ...આરાધ્ય તેને જતી જોઈ રહયો.....
6-7 દિવસ બાદ આરાધ્ય ની બુક નું નું એડિટિંગ પણ પૂરું થઈ ગયું, આદત મુજબ આરાધ્ય એ પોતાની બુક ની ચર્ચા થોડા ખાસ કહી શકાય તેવા સાહિત્ય જગત ના લોકો સાથે કરી તેવો ની પ્રતિક્રિયા પણખૂબ સારી રહી,
બુક નું નામ આરાધ્ય એ રાખ્યું 'જિયા'
નિશ્ચિત દિવસે બુક નું અનાવરણ પણ ખૂબ સારું રહ્યું...અને જોતજોતામાં આ એક best saller નોવેલ બની ગઈ...social midia સહિત બધી જગ્યાએ પ્રસિધ્ધ થયેલ નોવેલ ની બીજી આવૃત્તિ માટે પ્રકાશક રીતસર ના આરાધ્ય ને કારગરવા લાગ્યા..
એક સાહિત્ય ના કાર્યક્રમમાં પત્રકારો એ આરાધ્ય ને ઘેરી લીધો ને સવાલો ની ઝડી વરસાવી દીધી, અંતે દૂર ઉભેલ એક મહિલા પત્રકારે સવાલ કર્યો " આ બુક જિયા ના પાત્ર ને લીધે જ આટલી સફળ રહી છે જે એક સ્ત્રી પાત્ર છે, તો આપ ની સફળતા પાછળ પણ કોઈ સ્ત્રી પાત્ર છે!!??"
આ સવાલ જાણે વિઝળી બની ને આરાધ્ય પર આવી પડ્યો.....
થોડી ક્ષણો માટે તે શુન્ય અવકાશ માં ગરકાવ થઈ ગયો....કેમેરાઓ ની ફ્લેશ ના ઝબકારા ની જેમ...છબી એક ક્ષણ માટે તેની આંખોમાં આવી અને અદ્રશ્ય થઈ ગઈ...
:સમાપ્ત: