svpnil in Gujarati Short Stories by Lakum Chandresh books and stories PDF | સ્વપ્નિલ

Featured Books
Categories
Share

સ્વપ્નિલ

" ભાઈ હું તો મોટો થઈ ડોક્ટર બનીશ. પછી અમદાવાદ માં એક હોસ્પીટલ ખોલિશ અને એય પછી આખી જિંદગી બેઠા - બેઠા ખાવાનુ."

" હું તો પાઇલટ બનીશ. પછી તો જ્યાં જવું હોય ત્યાં એયને વિમાન લઈ ઉપડી જવાનું."

" ઓ મનીષ એ વિમાનનો તું ખાલી ડ્રાઈવર હોઈશ. કંઈ વિમાન તારું થોડું છે તે ગમે ત્યાં લઈ ને તું ચાલ્યો જા. શું કહેવું સ્વપ્નિલ?"
કાળી રાત્રીના અંધકારમાં પવનના સુસવાટા વચ્ચે એક ગલ્લા પર સ્વપ્નિલ અને તેના મિત્રો ની મહેફીલ જામી હતી. બધાં મિત્રો ખોટા ખોટા ભવિષ્યના ઘોડા દોડાવી રહ્યા હતા પણ સ્વપ્નિલ ગાયની જેમ શાંત બેઠો હતો.
" શું ભાઈ સ્વપ્નીલ, તું ભવિષ્યમાં ખાલી પતિ જ બનવાનો છે કે ડૉક્ટર એન્જિનિયર પણ બનવાનો છે?" બધાં મિત્રો સુરપઘાની જેમ રાક્ષસી રીતે હસ્યા."
" હું તો પહેલા માણસ બનીશ." સ્વપ્નિલે ટૂંકો અને સાચો જવાબ આપ્યો. અત્યારે ડૉક્ટર, એન્જિનિયર તો ઘણાં બને છે પણ કોઈ માણસ બની શકતું નથી.
" એમ તો અત્યારે તું શું ઢોર છો !" બધાં પાછાં એ જ રાક્ષસી રીતે હસ્યા.
" મનીષ તું સમજતો નથી. અત્યારે જ્યારે માણસને મદદની જરૂર હોય છે ત્યારે શું તેને કોઈ મદદ કરે છે ? વ્યક્તિને પીડામાં જોઈ બધા હસે છે. પણ મારે તે હસનાર નથી બનવું. હું ભવિષ્યમાં શું બનીશ એ મને નથી ખબર પણ હું લોકોનો સેવક જરૂર બનીશ." સ્વપ્નીલ ની વાત સાંભળી તેના મિત્રો અવાચક બની ગયા. ગાઢ અંધકારમાં પણ સ્વપ્નીલ ના ચહેરા પર સૂર્ય જેવું તેજ ઝળહળતું હતું.
" એમ તો તારે પોલીટીશન બનવું છે એમ કહે ને. ખોટા લાંબા ભાષણ શું કામ આપે છો !"
" ના સમીર લોકોની સેવા કરવા નેતા બનવું જરૂરી નથી. લોકોની વચ્ચે માણસ રહીને પણ સેવા કરી શકાય છે. વેલ મારે કાલે સવારે વહેલા જાગી પરીક્ષાની તૈયારી કરવાની છે. હું જાવ છું. ગુડ નાઈટ."

રાત્રીના ચંદ્રના પ્રકાશમાં સૂર્યનો પુત્ર કર્ણ જેવો ભાસતો સ્વપ્નીલ ઘરે જવા નીકળ્યો. આમ તો સ્વપ્નિલ ના વિચાર કર્ણ સાથે મળતાં આવતાં હતાં. કર્ણ પણ દરરોજ કોઈના કોઈ જરૂરતમંદ વ્યક્તિની નિસ્વાર્થ ભાવે સેવા કરતો. તેમ સ્વપ્નિલ પણ ભવિષ્યમાં રાધે બનવા ઈચ્છતો હતો. પણ માત્ર વિચાર જ નહીં પણ સ્વપ્નિલ ની પરિસ્થિતિ પણ કર્ણ ને મળતી આવતી હતી. જેમ કર્ણ એક રાજકુમાર હોવા છતાં તે જિંદગીભર એક સુત પુત્ર તરીકે રહ્યો હતો તેમ સ્વપ્નિલ પણ કોઈ અમીર બાપનો એક નો એક દીકરો પણ સ્વપ્નિલના જન્મની સાથે જ તેની માં મૃત્યુ પામી અને તેનો બાપ તેની પ્રેમિકા સાથે ભાગી ગયો. આખરે સ્વપ્નિલને એક અનાથ આશ્રમમાં મૂકવામાં આવ્યો અને ત્યાં જ તેનું નામ "સ્વપ્નીલ" પાડવા માં આવ્યું.

એક દિવસ એક મધ્યમવર્ગીય દંપતી આવ્યું અને કર્ણ જેવાં સ્વપ્નિલને રાધે બનાવીને લઈ ગયું. અત્યારે સ્વપ્નિલને એક જ ચિંતા હતી કે પોતે આગળ ભણવા માટેનો ખર્ચ કયાંથી કાઢશે ? જો પોતે ભણીને કંઈક બનશે નહિ તો બીજાની સેવા કઈ રીતે કરશે ? એ માટે સ્વપ્નિલે પોતાના સગા સંબંધી તરફ હાથ લંબાવ્યા પણ દરેક જગ્યાએથી આ એક જ વાક્ય સાંભળવા મળ્યું કે, " અત્યારે ખાનગી નોકરી કરી લેવાય. અત્યારથી નોકરી કરીશ તો પરણવા જેવડો થઈશ ત્યારે ઘરખર્ચ જેટલો પગાર થઇ જશે." આવા બધા વાક્યો સાંભળી સ્વપ્નીલ નું મન તેના સગાવહાલા ઉપરથી ઉઠી ગયું.

એટલે સ્વપ્નીલ રોજ રાતે ઉજાગરા કરી અને સવારે વહેલા જાગી ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરતો જેથી જો સારા માર્ક્સ આવે તો કોઈ જગ્યાએ ફી તો માફ થઈ જાય ! આખરે એ જંગના ક્ષણ આવી ગયાં એટલે કે પરિક્ષાની દિવસો આવી ગયા. સ્વપ્નિલે જાત મહેનત ઘસીને અને રાતના ઉજાગરા વેઠીને પરિક્ષાની તૈયારી કરી અને પેપર દીધાં. સ્વપ્નીલ ની મહેનત ફળી સ્વપ્નિલને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 80% આવ્યા.

સ્વપ્નિલે ભાવનગરની એક ગર્વમેન્ટ કૉલેજમાં એડમીશન લીધું. ગર્વમેન્ટ કૉલેજ હોવાને કારણે ફી પણ નજીવી હતી. સ્વપ્નિલે કોલેજની બાજુના જ એક પેઈન ગેસ્ટ માં રહેવાની વ્યવસ્થા કરી લીધી. તે ખર્ચને પહોંચી વળવા સ્વપ્નિલ પાર્ટ ટાઈમ જોબ કરતો. કૉલેજના 3 વર્ષ તો જેમ તેમ કરી પસાર થઈ ગયાં. પણ હવે સ્વપ્નિલને C.A બનવા માટે ઓછામાં ઓછાં 3 લાખની જરૂર હતી. એટલું ગજું તો સ્વપ્નીલ નું હતું નહિ. છતાં સ્વપ્નિલે કેટલીક સેવાભાવી સંસ્થાઓ પાસે આજીજી કરી પણ કોઈ આટલી મોટી રકમની મદદ કરવા તૈયાર થયું નહિ.

આખરે સ્વપ્નિલે પોતાનું સપનું જતું કર્યું અને ભાવનગરમાં જ કોઈ નાની ઓરડી ભાડા પર રાખી ત્યાં ટ્યુશન કરાવવાનું ચાલું કર્યુ. કોઈ બીજા સ્વપ્નિલ ને પોતાના સ્વપ્નને આમ તરછોડવુ ન પડે એ માટે સ્વપ્નિલે પોતાના ટ્યુશનની ફી નજીવી રાખી. સ્વપ્નિલ ના ટયૂશનમાં ગોરાંગ નામનો છોકરો આવતો. તે ખૂબ પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થી હતો. આજે ટ્યુશન નો છેલ્લો દિવસ હતો. સ્વપ્નિલ બધાં વિદ્યાર્થી ને પરિક્ષાની સૂચના આપી રહ્યો હતો. તેણે જોયું કે ગોરાંગ નું તેમાં ધ્યાન નથી. ટ્યુશન પૂરું થયા પછી સ્વપ્નિલે ગોરાંગ ને બોલાવ્યો.
" ગોરાંગ આજે તારું ધ્યાન કેમ ન્હોતું ? તું પરેશાન કેમ છો? ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? " સ્વપ્નીલ ના એક સામટા આટલાં બધાં પ્રશ્નો જોઈ ગોરાંગ મુંઝાય ગયો.
" સર..... હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. સર મારું સપનું જિલ્લા કલેક્ટર બનવાનું છે. સર એકેડમી નો ખર્ચ અંદાજે 10000 રૂપિયા આવે છે. 12 ધોરણ તો કાલે પુરું થઇ જશે પણ પછી..!" ગોરાંગ પ્રશ્ર્નાથભાવે જોઈ રહ્યો. સ્વપ્નીલ ને પોતાની એ ક્ષણ યાદ આવી ગઈ જ્યારે પોતાયે પણ C.A બનવા નું સ્વપ્ન જોયું હતું અને તેની માટે દરેક પાસે ભીખ માંગી હતી પણ કોઈ એ ફૂટી કોડી પણ આપી ન્હોતી.
સ્વપ્નીલ ને થયું કે જો આજે તે ગોરાંગ ની મદદ નહિ કરે તો તેના ગુરુ ના પદને તો કલંક લાગશે જ સાથે સાથે ગોરાંગ નું સ્વપ્ન પણ અઘરું રહી જાશે.
" ગોરાંગ તું એની ચિંતા કરમાં. તું અત્યારે બોર્ડની પરીક્ષા ની તૈયારી પર ધ્યાન દે. બાકી તારું જિલ્લા કલેક્ટર બનવાનું સપનું હું પુરું કરીશ." ગોરાંગ તરત સ્વપ્નિલને ભેટી પડ્યો. ગોરાંગ ની આંખમાંથી નીકળતા આંસુમાં સ્વપ્નીલ નું અતીત ઝળકી ઉઠ્યું. ભૂતકાળમાં સ્વપ્નિલે આમ જ આંસુ સાર્યા હતા. પણ તેના અને ગોરાંગ ના આસું માં માત્ર એટલો જ ફરક હતો કે સ્વપ્નિલે જે આંસુ સાર્યા હતા તેમાં લાચારી હતી અને ગોરાંગ ના આસું માં સ્વપ્નિલે કરેલી મદદની ખુશી હતી.
હવે, ગોરાંગ્ પરિક્ષાની તૈયારી કરવા લાગ્યો. ગોરંગ ને 85% આવ્યા.સ્વપ્નીલ પોતાની ટ્યુશનની પુંજી માંથી બજારમાંથી જનરલ નોલેજ ની બુક ખરીદી અને યુટ્યુબ ઉપર દાખલાની ગણતરી વિડિયો જોવા લાગ્યો જેથી પોતે ગોરંગ્ ને શીખવી શકે. રોજ ટ્યુશન પૂરું થયા પછી સ્વપ્નિલ 1 કલાક ગોરંગ્ ને બધાં વિષય ની સમજ આપતો.
ધીરે ધીરે સ્વપ્નિલની બચત ઓછી થવા લાગી. સ્વપ્નીલ તેની મોટાં ભાગની બચત ગોરાગ ના સ્ટડી મટીરિયલ પાછળ ખર્ચ તો. છતાં સ્વપ્નિલ ગોરાગ ને પૂરા દિલ થી ભણાવતો. જેમ જેમ પરિક્ષાની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ ગોરાગની ભણવાની કલાકો વધવા લાગી . સ્વપ્નિલ પણ ટ્યુશન પછી ગૌરાંગ ને 3-3 કલાક ભણાવવા લાગ્યો.
ગૌરાંગે પૂરા દિલથી અને ઉત્સાહ થી પરીક્ષા દીધી. હવે સ્વપ્નિલ અને ગૌરાંગ બંને પરિણામની ચિંતામાં ઉજાગરા કરવા લાગ્યા. બનેનું સુખ ચેન છિનવાઈ ગયું. પરીક્ષા નું પરિણામ આવ્યું. ગૌરાંગનો આખા જિલ્લા માં રેન્ક 1 આવ્યો. ગૌરાંગ તરત મિઠાઈનું બોક્સ લઈ સ્વપ્નીલ ના ઘરે પહોંચી ગયો. ગૌરાંગ સ્વપ્નીલ ને ભેટી પડ્યો. ગૌરાંગ માતા પિતા સ્વપ્નીલ નો આભાર માનતા થાકતાં નહોતા. આજે ગૌરાંગ ને જોય સ્વપ્નીલ ને જાણે પોતાનું સ્વપ્ન પૂરું થયું હોય તેવી ખુશી થઇ.
થોડાં મહિના પછી ગૌરાંગ ના લગ્ન થઈ ગયાં અને તે અમદાવાદ જઈ સેટલ થઈ ગયો. અને સ્વપ્નીલ પાછો પોતાની રૂખી સુખી, અને લાચારીવાળી જિંદગી જીવવા લાગ્યો.
ધીરે ધીરે આ સમાચાર જેમ સુગંધ હવામાં પ્રસરે તેમ બધે પ્રસરવા લાગી. જુદી જુદી ન્યૂઝ ચેનલ વાળા સ્વપ્નિલના ઘરે પડાપડી કરવા લાગ્યા.
છાપામા, ન્યૂઝ ચેનલ માં સ્વપ્નીલ કોઈ સુપરસ્ટાર ની જેમ ફેમસ થઈ ગયો. ધીરે ધીરે આ વાત મુખ્યમંત્રી પાસે પહોંચી. તેઓ એ સ્વપ્નીલ નું જાહેર કાર્યક્રમમાં સનમાન કર્યું. જ્યારે સ્વપ્નીલ ને સ્પીચ આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે સ્વપ્નિલે પોતાની સ્પિચમાં પોતાની બધી વેદના કહી. ત્યારે ત્યાં બેઠેલા મંત્રી એ ઘોષણા કરી કે આજથી સ્વપ્નિલનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. હવે સ્વપ્નિલ ને જેટલું ભણવું હોય તેટલું ભણી શકશે. સ્વપ્નીલ ની આંખ માં જૂનું સ્વપ્ન પૂરું થવાની ચમક દેખાવા લાગી.
બીજે દિવસે સ્વપ્નિલ અમદાવાદ ગૌરાંગ ના ઘરે પહોંચી ગયો. ગૌરાંગ સ્વપ્નીલ ને જોઈ અંચબત થઈ ગયો. સ્વપ્નિલે ગૌરાંગ ને બધી વાત કરી.
" જો ગૌરાંગ તું ન હોત તો મારું આ સપનું ક્યારેય પૂરું ન થાત અને હું આજે પણ એ ઓરડીમાં ટ્યુશન કરાવતો હોત." ગદગદ હદય સાથે બને ભેટી પડ્યા. કહે છે કે જો તમે બીજાનું ખરાબ ઈચ્છશો તો પહેલાં તમારું ખરાબ થશે અને જો તમે બીજાનું સારું ઈચ્છશો તો પહેલા તમારું સારું થશે. એમ જો તમે બીજાના સ્વપ્ન પૂરા કરશો તો પહેલા તમારા સ્વપ્ન પૂરા થશે.