લાઈફ પાર્ટનર
દિવ્યેશ પટેલ
ભાગ 19
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો
સહદેવ પ્રિયા અને માનવ ત્રણેય અત્યારે માનવની કાર માં હતા અને સહદેવ ડ્રાઈવ કરી રહ્યો હતો અને માનવ તેની બાજુની સીટ માં બેઠો હતો જ્યારે પ્રિયા પાછળની તરફ બેઠી હતી.ગાડી માંડ બે મિનિટ ચાલી હશે ત્યાં માનવે કહ્યું “યાર સહદેવ તે પપ્પાને થોડું વધારે જ કહી દિધું.કદાચ તેમને તારી વાતનું થોડુંક વધારે જ ખોટું લાગ્યું હશે”
“હા મીકુ સહદેવનો ગુસ્સા પર કાબુ નથી મેં તને પહેલા જ કીધું હતું ને!!!” પ્રિયાએ ધીમા અવાજે કહ્યું
“હા મને થોડો વધારે જ ગુસ્સો આવી ગયો હતો પણ એ સાવ ખોટો હતો એવું પણ નથી મને છોકરા અને છોકરી માં ભેદભાવ કરે એ બીલકુલ પસંદ નથી” સહદેવે ધીમો પણ સ્પષ્ટ જવાબ આપ્યો એટલે પ્રિયાએ કહ્યું “પણ આગળ શું કરીશું હજી સામે આખી જિંદગી પડી છે?”
“અરે પિયુ એની ચિંતા ન કર આપડે ત્રણ કમાવવા વાળા છીએ,કદાચ હું એકલો કમાવ તો પણ વાંધો ન આવે” માનવે થોડા આત્મવિશ્વાસ સાથે કહ્યું
“હા અને પ્રિયા હું તો બસ હવે એકથી દોઢ મહિનો જ છું પછી તો જમ્મુ કાશ્મીર એજ બરફવાળું ખુશનુમા વાતાવરણ અને હસીન બાદીયા” સહદેવે એની દુનિયામાં ખોવાઈ જતા કહ્યું
“હા એતો ઠીક છે પણ હવે તારે કોઈ હસીના નથી ગોતવી?” માનવે હસતા હસતા કહ્યું
“હા તું પણ ગોતી લે એટલે આ બહાર હોટલમાં જમવાનું બંધ થઈ જાય”પ્રિયાએ ડબકું પૂરતા કહ્યું
“એ શું યાર તમે બંને પણ?” સહદેવે થોડા શરમાળ સ્વરે કહ્યું
“ઓહ આમ જો કેટલો શરમાય છે!” પ્રિયાએ હસતા હસતા કહ્યું
“એ બધું છોડો હું ગોતી લઈશ પણ તમે બંને હનીમૂન માટે ક્યાં જવાના છો” સહદેવે બધો ટોપલો એ બંને પર નાખતા કહ્યું
“હા અમને બન્નેને તો બરફ એમ પણ પસંદ છે એટલે અમે તો શીમલા જ જશું” પ્રિયા એ કહ્યું
“વાહ,શુ ચોઇસ છે મારી દીદીની” સહદેવના વખાણ કરતા કહ્યું
“ના શિમલા નહીં પણ પેરિસ જશું યાદ છળ પ્રિયા તે મને એક વાર કીધું હતું કે પેરિસ તારું સિટી ઓફ ડ્રિમ છે.પણ એક વાર બધું ઠંડુ પડી જાય એટલે” માનવે કહ્યુ
"વાહ મીકુ સો સ્વીટ..."પ્રિયાએ કહ્યું
“ઠંડુ પડી જાય એટલે?” સહદેવે પૂછ્યું
“એટલે એમ કે ભઈલું કે પપ્પા ભલે ગુસ્સો કરે પણ એ માની જશે થોડા ટાઈમમાં એવો અમને વિશ્વાસ છે” પ્રિયાએ કહ્યું
“થોડા ટાઈમ માં પણ ક્યાં સુધી રાહ જોશો?” સહદેવે કહ્યું
“બસ તારે જવાનું થાય ત્યાં સુધી જો પછી ન માને તો તું જા પછી અમે જશું” માનવે સ્પષ્ટતા કરતા કહ્યું
“ઠીક છે” સહદેવે વાત પર પૂર્ણવિરામ મુકતા કહ્યું
આટલી વાત કરીને થોડી વાર મા તો ઘર પણ આવી ગયું.
****************
આ વાતને પંદરેક દિવસનો સમય વીતી ગયો હતો.સહદેવને કોઈ કામ ન હોવાથી તે રોજ ફ્રી જ હોય પણ પ્રિયાએ પોતાનું એક ક્લિનિક શરૂ કરી દીધું હતું જ્યારે માનવને એક સરકારી હોસ્પિટલમાં માં આસીસ્ટન્ટ ડોક્ટર ની નોકરી મળી ગઈ હતી અને તેની સાથે તે પોતાના પપ્પાનો બિઝનેસ પણ સંભાળી લીધો હતો જોકે પહેલા તો એ માટે તે ઈશ્વરભાઈ ને કહેલા વાક્ય મુજબ તૈયાર નહોતો પણ પછી તે સહદેવના કહેવાથી તૈયાર થયો હતો.
********
એક અંધારિયા રૂમમાં એક વ્યક્તિ બોલી રહ્યો હતો “આજે રાત્રે એ ખતમ થઈ જવી જોઈએ”
“બોસ બિલકુલ ચિંતા નહીં થઈ જશે એ આપડો પ્લાન બિલકુલ પર્ફેક્ટ છે” સામે બેસેલ વ્યક્તિ એ કહ્યું એ સાંભળી લાગતું હતું કે સામે બેઠેલો માણસ તેનો બોસ હતો.
“હા એના લીધે મારુ કેટલું નુકશાન થયું પણ પ્લાન શુ છે તારો?”
“જો બોસ આપડે છેલ્લા ઘણા વર્ષોથી પ્રિયા નો પીછો કરીયે છીએ કેમ કે આપડા માટે આપડો બદલો લેવો જરૂરી છે અને એ માટે અત્યારે જ સારો મોકો છે કેમ કે પહેલા તેની સાથે કોઈને કોઇ રહેતું હવે તેને ભાગીને લગ્ન કર્યા તો તે રાતના સમયે એકલી જ હોય છે ત્યારે હું તેની ગાડી ઉભી રાખીને લિફ્ટ માંગીશ અને પછી તેને થોડી સુમશાન જગ્યાએ મુકવા રિકવેસ્ટ કરિશ એટલે એ એના મદદનિશ સ્વભાવ મુજબ મને મુકી જ જશે જેની મને ખાતરી છે અને તેની સાથે હું તેને તે જગ્યાએ જ ખતમ કરીશ અને પછી હું તેની લાશ ને ક્યાંક ઠેકાણે પાડી દઈશ” ચેલા એ સવિસ્તાર કહ્યું
“વાહ એજન્ટ x પ્લાન તો ખૂબ સરસ બનાવ્યો છે પણ હા એટલું યાદ રાખજે કે કોઈ ગડબડ નહી” બોસે કહ્યું
“જી બોસ”એજેન્ટ x એ કહ્યુ
*******************
રાત્રે પ્રિયા એની ક્લિનિકમાં હોય છે જો કે માનવ તો તેને કોઈ કામ માટે ના પાડી હતી પણ સ્ત્રીહઠ સામે કોણ ટકી શકે.અત્યારે પ્રિયા બંગલે જવા માટે નીકળ્યા.હા,હજી એ લોકો સહદેવ ના મિત્રા ના તે બંગલા માં જ રહેતા હતા,જોકે માનવે તેના પપ્પા ને કહી એક બંગલો લઈ રાખ્યો હતો પણ તે હનીમૂન પછી જ તેમાં ગૃહપ્રવેશનું વિચાર્યું હતું. પ્રિયાએ પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢયો અને પ્યુન ને બંધ કરી જાવા કહી દીધું અને જતા પહેલા માનવને એક ટેક્સ્ટ મેસેજ કર્યો કે એ નીકળે છે.
ગાડીમાં ગીત ચાલતું હતું અને તે તેની ધૂન માં ગાડી ચલાવી રહી હતી ગીતના શબ્દો કંઈક આવું હતું
ओ.. ओ.. ओ..
कल रास्ते में गम मिल गया था
लग के गले मैं रो दिया
जो सिर्फ मेरा था सिर्फ मेरा
मैंने उसे क्यूँ खो दिया
हाँ वो आँखें जिन्हें मैं
चूमता था बेवजह
प्यार मेरे लिए क्यूँ बाकि न रहा
हो हो..
हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना
ओ .. हमनवा मेरे तू है तो मेरी सांसें चले
बता दे कैसे मैं जियूँगा तेरे बिना..
ओ.. ओ.. ओ..
પ્રિયા પોતાનીજ ધૂન માં આગળ વધી રહી હતી અને પોતાની સાથે શુ બનવાનું છે એ વાત થી બિલકુલ અજાણ હતી. તે મેઈન હાઇવે પર પહોંચી હશે ત્યારે તેને આગળ કોઈ મદદ માટે હાથ લંબાવતું લાગ્યું.તે બીજું કોઈ નહીં પણ એજન્ટ x હતો.પ્રિયા એ ગાડી તેની પાસે ઉભી રાખી.ગાડી ઉપર કમિશ્નર ઓફ પોલીસ લખેલું જોઈને તેને થોડો ડર જરૂર લાગી રહ્યું હતું પણ તેને થોડી બહાદુરી (જોકે આવી બહાદુરીને તો કાયરતા જ કહેવાય) સાથે કામ લેવાનું નક્કી કર્યું
પ્રિયાએ કાચ ખોલ્યો અને કહ્યું “જી બોલો હું આપની કઈ રીતે મદદ કરી શકું”
“જી મેમ હું એક મુસાફર છું અને ક્યારનો આ રસ્તે હેરાન થાવ છું શુ તમે મને બસ્ટેન્ડ સુધી ડ્રોપ કરી શકો” એજન્ટ x એ કહ્યું
“જી ચોક્કસ”પ્રિયા જાણતી હતી કે એ રસ્તો ઘણો સુમશાન છે તેમ છતાં તેને કહ્યું કારણકે તેના તો ખૂન માં જ બહાદુરી હતી
“જી આભાર મારુ નામ અભય છે.” એજન્ટ x એ પૂછ્યું ન હતું તેમ છતાં કહેતા ગાડી અંદર બેઠો
પછી પ્રિયા ચૂપકીદી સાથે ડ્રાઈવ ચાલુ રાખી.એજેન્ટ X પોતાના શેતાની દિમાગ માં આગળ શું કરવાનું એ વિચારી રહ્યો હતો.આગળ જતાં રસ્તો બે ભાગ માં વિભાજીત થતો હતો.એટલે પ્રિયાએ કહ્યું “અભયભાઈ આ ડાબી બાજુનો રસ્તો બસસ્ટેન્ડ તરફ જાય છે અને મારે આ જમણી તરફ જવાનું છે. બસ્ટેન્ડ વધારે દૂર નથી તો તમે જતા રહેશો?” પોતાની ગાડી હોવા છતાં પ્રિયા થોડા ખચકાટ સાથે બોલી રહી હતી.
એજન્ટ X એ કહ્યું “ બહેનજી મારે સાડા આઠ ની બસ છે જો તમારે બહુ મોડું ન થતું હોય તો મને મૂકી જશો” એની અદાકારી એટલી મસ્ત હતી કે કોઈ ના ન પાડી શકે એટલે પ્રિયાએ પહેલા ઘડિયાર તરફ જોયું એમા સવા આઠ નો સમય થઈ રહ્યો હતો એટલે પ્રિયાના હાથમાં રહેલું સ્ટેરિંગ આપો આપ ડાબી તરફ ચક્કર ફરી ગયું અને પ્રિયા તથા અભય બંનેના મુખ પર મુસ્કાન આવી ગઈ.
ક્રમશ:
તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો