"કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે
જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે
કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે"
આજે સાજે નેહા કોલેજ થી ઘરે આવી, અને એના ફાધરને ફોન કર્યો. અને થોડાક ગુસ્સામાં જ બોલી કે હવે ક્યા સુધી તમે બંને માસીનાં ત્યાં રહેશો? આજે પાંચ દિવસ થયા, તમારા લોકોએ આવવું છે કે હું પણ ત્યાં આવું.? સામે છેડે થી જવાબ આવ્યો થોડીક વાત કરી ફોન કટ થયું. એટલીવારમાં જ અલકાબેને તેના હાથમાં એક કંકોત્રી આપી અને એ જતા રહ્યા. નેહા કંકોત્રી ઉપર લખેલ નામ ને જોતી રહી. એને એવું લાગ્યું કે એને કઈ દેખાતું નથી.આંખમાં આવેલ આંસુ ને આંખમાં જ રાખીને એને કંકોત્રી વાંચ્યા વગર ટેબલ ઉપર મૂકી. “ બેન ચા સાથે નાસ્તામાં કઈ લાવું. અલકા બેને પૂછ્યું.. નેહાએ હા માં જવાબ આપી, ફ્રેસ થવા રૂમ માં ગઈ. બાથરૂમમાં જવાની જગ્યાએ એ પલંગ ઉપર લાંબી થઇ. એની આંખો સામે સુંદર ભૂતકાળની યાદો તરી આવી. એ કોલેજનાં પ્રથમ વર્ષમાં આવી એની સાથો સાથ ઘરનાં બધા પણ ખુશ હતા, જોતજોતામાં કોલેજ નાં ત્રણેક મહિના વીતી ગયા. અને કોલેજ માં કલ્ચરલ પ્રોગ્રામ રાખવાનો સમય આવ્યો. ઘણાબધા વિધાર્થીઓ પંદરએક દિવસથી એની તૈયારીમાં લાગ્યા. નેહાએ પણ ભાગ લીધો હતો એટલે એ પણ બધાની સાથે તૈયારીમાં જોડાઈ. મળતિયા સ્વભાવને કારણે એને બધાની સાથે ખુબજ ઝડપથી ફાવી ગયું. દેખાવે સિમ્પલ પણ હોશિયાર એવી નેહા છોકરીઓ તો ઠીક છોકરાઓને પણ ગમવા લાગી. આ પ્રોગ્રામની તૈયારી દરમ્યાન જ એની ઓળખાણ સેકન્ડ યર માં અભ્યાસ કરતા નકુલ સાથે થઇ. અને ઓળખાણ ધીરે ધીરે દોસ્તીમાં અને પછી પ્રેમમાં રૂપાંતર થઇ.
પછીતો રોજ નું રૂટીન થયું, બંને જ્યારે જોઈએ ત્યારે સાથે ને સાથે જ હોય. બંને ને સાથે જોઈ ને કેટલાક ને સારું લાગતું જ્યારે ઘણાબધાને જલન થતી. અથવા મોટા ભાગનાં વિચારતા કે આ તો માત્ર કોલેજ કાલ દરમ્યાનનો ટાઈમપાસ માત્ર છે. કેમ કે નેહા શહેર માં અને સમયસાથે બદલાતા વિચારોને અપનાવતી ફેમીલીમાં મોટી થયેલ છે જ્યારે નકુલ ગામડા માંથી આવતો જડ વિચારોને ફોલો કરતા કુટુંબમાં મોટો થયેલ હતો. જો કે જ્યાં સુધી બંને સાથે રહ્યા ત્યાં સુધી આ ભિન્ન વિચારસણીનાં લીધે બંને વચ્ચે કોઈ મતભેદ થયેલ ન હતો. જ્યારે નેહાએ નુકુલને કહ્યું કે હું અભ્યાસ પૂરું કર્યા પછી પ્રોફેસર તરીકે જોડાવા માગું છું. ત્યારે નિકુલે કહ્યું હતું કે હું તો અહિયાં માત્ર ભણવા માટે આવું છું. ગ્રેજ્યુએશન પછી પાપા ની પેઢી જ સંભાળવાની છે. અને આમ પણ અમારું ગામ નાનું છે ત્યાં ઘરની વહુઓ નોકરી નથી કરી શકતી. “ તો પછી ? નેહાએ પૂછ્યું, હમમ કોઈ રસ્તો કાઢીશું નકુલે ટૂંક માં જવાબ આપ્યો એ વાત ત્યાજ પૂરી થઇ.
કોલેજ પૂરી થતા બંને એ ઘરમાં વાત કરી, નેહાની ફેમીલી માં કઈ ખાસ વાંધા ન થયા. પરતું નકુલ નાં ઘરમાં જાણે આકાશ ઘરતી ઉપર આવી ગયો હોય એવો ઘમાંકો થયો. કેમ કરીને પણ નકુલનાં ઘરના લોકો એ સમજવા તૈયાર ન હતા કે એમના ઘરમાં ગામ બહારની છોકરી આવે. અને નાં છુટકે નકુલે અને નેહાએ અલગ થવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ નેહાએ એમ.કોમ. કરી ને શહેરની જ એક પ્રસિદ્ધ કોલેજ માં અધ્યાપિકા તરીકે જોડાઈ ગઈ. અને નકુલ ગામમાં આવી ને તેના પાપા ની પેઢી મા સી.એ. તરીકે જોડાઈ ગયો. કોલેજ પૂરી થઇ અને બંને નાં રસ્તા પણ અલગ થઇ ગયા. નેહા એ ઘરમાં સાફ કહી દીધું કે એ લગ્ન કરવા માંગતી નથી. એની મમ્મીએ તે સમયે આખો ઘર માથા ઉપર લઇ લીધું. પરતું નેહાનાં ફાધરે એમને સમજાવ્યુ કે અત્યારે સમય પાસ થવા દો. સમય સમય નો કામ કરશે, ત્યાર બાદ ઘરમાં કોઈ એ નેહા ને લગ્ન માટે કહ્યું નહિ. આ બાજુ નકુલે પણ ઘરમાં લગ્ન ન કરવાનું કહી દીધું. પરતું જૂની વિચાર ઘરાવતા એના કુટુંબનાં લોકો એ એક પછી એક અલગ અલગ બહાનું બનાવી ને એને લગ્ન માટે કહ્યા કરતા હતા. ત્રણ વર્ષથી બંને વચ્ચે કોઈ વાતચીત થયેલ ન હોવાથી એક બીજા વિશેની કોઈ ખબર ન હતી. ...... ક્રમશ: