THE MAGIC'S WAY - 1 in Gujarati Thriller by Vivek Patel books and stories PDF | THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 1

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 1

પાત્રો:
1) alexander(મુખ્ય પાત્ર)
2)michal(alexander નો મિત્ર)
3)adam(alexander નો મિત્ર)
4)jacob(alexander નો મિત્ર)
5)stefan(alexander નો મિત્ર)


"દુનિયા માં ક્યારેય બધી વાતો મગજ કે બુદ્ધિ લગાડી ને નથી ઉકેલી શકાતી, ક્યારેક વાતો ને મગજ અને બુદ્ધિ વાપરવા કરતા વાતો માં રહેલી અડચણો સમજીએ તો આપો આપ બધું સારું થઈ જાય છે, બસ વાતો માં રહેલા આજ જાદુ(ચમત્કાર) પરિસ્થિતિ માંથી ઉગાડી શકે છે" - એ હંમેશા આવી વાતો કરતો હતો જ્યારે અમે કામ કરવા માટે જતા હતા, બધા એની વાતો માં ખોવાઈ જતા.
દુનિયા થી અલગ ના હતો પણ દુનિયાને પોતાની અલગ આંખો થી જોતો હતો. બધા વિવાદો માં પોતાનો મત હંમેશા મુકતો હતો.

સમય બદલતા લોકો એની ફરજો ભૂલતા ગયા , લોકો જાણે મદદ કરવાનું ભૂલ જ ગયા, ઠેર -ઠેર ગુનાઓ અને ચોરી ના કિસ્સા માં વધારો થવા લાગ્યો અને બળાત્કાર ના કેસો માં પણ વધારો થઈ ગયો. લોકો હવે જ્યાં સુધી બીજા પર વિતેલુ પોતાના પર ના વીતે ત્યાં સુધી વાતો સમજતી ના હતી, એટલે તે તેના વિચારો ની ખિલાફ જઈને એણે આ કાર્ય ચાલુ કર્યું હતું. એની માત્ર એ જ ઈચ્છા હતી કે જે બીજાએ સહન કર્યું છે એ બધા સમજે અને બીજાની મદદ કરવી એ આપણી ફરજ છે એમ માની મુસીબત માં મદદ એ કામ આવે, અને બધાને પોતાની ફરજ યાદ અપાવવા એ કોઈ પણ હદ સુધી જવા માંગતો હતો. એને ખબર હતી કે આ રસ્તો ખોટો છે પરંતુ એ પોતાની જાત ને સમજાવતો ગયો કે ક્યારેક સાચી જગ્યા એ જવા માટે ખોટો રસ્તા નો પણ સહારો લેવો પડે ....

વાત છે રશિયા ના 'chita' સીટી ની જ્યાં અમુક માણસો ની ટુકડી એ ઘણા લોકો નું અપહરણ કર્યા , એ લોકો કેમેરા માં કેદ તો થયા પણ ક્યારેય પકડાયા નહીં. વાત તો ત્યાં બગડી જ્યારે એ લોકો એ એક પોલીસ ઓફિસર સામે અપહરણ કર્યું. તેમના ના પકડવા પાછળ નું કારણ હતું કે તેમને જાદુ કરતા આવડતું હતું. તેઓ અપહરણ પણ એના ઉપયોગ થી જ કરતા હતા તેઓ એ વ્યક્તિ પાસે જઈ એને ગાયબ કરી દેતા અને આ બધું કેમેરા પણ કેદ થતું, પોલીસ કર્મચારી એ પણ તેને પકડવા ગયા અને એ અપહરણકર્તા તેની સામે થી જાદુ થી ગાયબ થઈ ગયો. આ કેસો ચોકાવનારા હતા. એટલે તરત જ સિટી પોલીસે એ બાબત માટે અધિકારો સાથે વાતચીત કરી અને સિટી ના બધા પોલીસ ઓફિસર ને ઇલેક્ટ્રિક શોક વારી rod (લાકડી)આપવામાં આવી . તેમ છતાં અપહરણકર્તા 3-4 લોકો નું અપહરણ કરવામાં સફર રહ્યા, આખરે એક વખત તેઓ પકડાઈ ગયા. તે જેવા અપહરણ ની કોશિશ કરવા ગયા અને પોલિસ ઓફિસર એ તેને શૉક આપી બેહોશ કરી દીધો ધીરે ધીરે એના સાથીદારો પણ પકડાઇ ગયા.

(બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા)

Adam નું સ્ટેટમેન્ટ:- (Adam- alexander's friend)
-હું(adam) અને બીજા ચારેય મિત્રો(alexander, jacob, michal, stefan) ફેક્ટરીમાં વર્કર (કામદાર,મજૂર વર્ગ) હતા, આખો દિવસ કામ કરીને પછી સાથે રહેતા , અને જે કાંઈ કમાણી કરતા તે પોતાના ગામો માં રહેતા પરિવાર ને મોકલી આપતા. સાથે રહેતા તો ક્યારેય પરિવાર જનોની યાદ આવતી જ નહીં. ભવિષ્ય ની કોઈ ચિંતા ન હતી ખાલી વર્તમાન માં ખુશ રહેતા હતા. Alexander ને magic's tricks (જાદુઈ કળાઓ) આવડતી અને એ નવરાશ ના સમય માં અમને બધાને શીખવતો. ધીરે ધીરે અમે પણ જાદુ શીખી ગયા. થોડા દિવસો અમે જે ફેક્ટરી માં કામ કરતા હતા તે ફેક્ટરી બંધ થઈ ગઈ. તેના બધા કામદારો બેરોજગાર બની ગયા. ઘણા સમય ગયા બાદ પણ અમને નોકરી ના મળી. થોડા દિવસો બાદ અમારા ખાવા ફાંફા પાડવા લાગ્યા. પરિવાર જનો ને પૈસા મોકલવાની વાત તો દૂર રહી પણ પોતે પણ જીવી ના શકીએ એવું થઈ ગયું હતું. પછી એક દિવસ alexander આવ્યો અને એણે કહ્યું કે આપણા ગુજરાન કરવા માટે હવે એક જ ઉપાય છે જે મને હમણાં મને દેખાય આવે છે. અને પછી એણે અપહરણ કરવાનો વિચાર આપ્યો. એયે કહ્યું કે magic(જાદુ) ના ઉપયોગ થી અપહરણ કરીશુ તો આપણે ક્યારેય ના પકડાયે અને આપણે ચાહિયે એટલી રકમ કમાઈ શકીયે છીએ. બધા પેહલા તો ચોકી ગયા પણ પછી થોડા દિવસો પછી બધા માની ગયા. બધાને પોતાના પરિવાર ની ચિંતા સતાવતી હતી એટલે ક-મન એ પણ બધા માની ગયા.

-પછી અમે ભેગા મળીને અપહરણ કરવાનું ચાલુ કર્યું જેમાં શરૂવાત ના અપહરણ માં તો ઘણી મુશ્કેલીઓ પડી પણ છેવટે અમે માહિર થઈ ગયા. અપહરણ કરીને અમે એમના પરિવારજનો પાસે પૈસા માગીને ગુજરાન કરવાનું ચાલુ કર્યું. અને અમે magic (જાદુ) થી અપહરણ કરતા એટલે અમારા પકડવાના મોકાઓ પણ ના બરાબર થઈ ગયા. જેથી આમારો આત્મવિશ્વાસ વધી ગયો. અમે પછી પોલીસ સામે પણ અપહરણ કરતા ડરતા ના હતા.

પોલીસ એ પાંચેય પાસે થી આવું એક સરખું સ્ટેટમેન્ટ મેળવ્યું. આ કેસ થોડા દિવસો અદાલત માં ચાલ્યો. અને એ બધાને ફાંસી ની સજા થઈ. તમના કેસ ના ઘણા પહેલું ચકાસવાના બાકી હતા એટલે એમની ફાસી ની તારીખ 2 મહિના પછીની રાખવામાં આવી.

એ દરમિયાન alexander એ બુક લખવા માટે ની માંગ કરી, પેહલા તો ના પાડવામાં આવી પણ પછી એ બુક થી કેસ માં કંઈક મદદ થશે કારણકે આ કેસ માં કઈ એવું બહાર ન આવ્યું હતું. Alexander એ બુક લખી એનું નામ રાખ્યું
'THE MAGIC'S WAY~ જાદુ ની રસ્તો' એ નામ રાખ્યું હતું.

એ બુક વાંચવા પેહલા એક ચોંકાવી દે એવી વાત બહાર આવી, પોલીસ તપાસ માં એ વાત આવી કે અપહરણ થયેલા વ્યક્તિના ઘરે કોઈ પૈસા ની માંગ થઈ નથી અને બધા વ્યક્તિઓ માં એક વાત સમાન હતી કે બધા અપહરણ પામેલા વ્યક્તિ કોઈ ના કોઈ ગુનાહ ના સાક્ષી હતા. આ વાત જાણતા પોલીસ alexander પાસે ગયા અને આ વિશે પૂછ્યું અને તે દિવસ થી એ પાંચેય એક પણ શબ્દ બોલ્યા નહીં. પોલીસે એ ઘણા પ્રયત્ન કર્યા માહિતી મેળવવા ની પણ એ પાંચેય તસ ના મસ ના થયા. પછી પોલિસ એ એની બુક વાંચવાની શરૂ કરી...

THE MAGIC'S WAY (બુક માં લખેલ વાતો)

ફેકટરી માં મને 4 સાથીઓ મળ્યા તેમની સાથે મારો સમય ક્યારે નીકળી જાય ખબર નથી રહેતી હતી. પછી એક દિવસ સમાચાર આવ્યા કે chita સિટી માં 6 વર્ષ ની બાળકી નો બળાત્કાર થયો, થોડા દિવસો માં પાછા એવા સમાચાર આવ્યા અને પછી તો એક એવો દિવસ ગયો ના હોય કે આવા સમાચાર ના આવ્યા હોય. આ વાત મારાથી સહન ન થઈ. હંમેશા હું મુંજવણ માં રહેતો. અને એ વાત તો કઈ નહીં ઘણા કેસો માં તો ત્યાં લોકો હઝાર હોય તો પણ લોકો ને આ મુશ્કેલી ત્યાં મદદ કરતા નથી. આ મુંજવણ હંમેશા મારા માં રહેતી અને આ મુંજવણ મારા સાથીદારો જોય ના શકતા. હદ તો ત્યારે થઈ જ્યારે stefan ની બહેન નું અહરણ થયું અને એનો બળાત્કાર કરી એને મારી નાખવામાં આવી. ત્યારે અમે નક્કી કર્યું કે હવે આ સહન થાય એમ નથી , હવે પાણી માથા ની ઉપર થી વહી રહયું છે હવે તો કંઈક કરવું જ પડશે. આ માટે મૈં યુક્તિ વિચારી રાખી એ માટે અમે લિસ્ટ(યાદી) બનાવ્યું . જેમાં 100 થી વધારે લોકો ની યાદી હતી અમને ખબર હતી કે એક દિવસ અમે પકડાય જઈશું અને એ માંગતા જ હતા જેથી લોકો ની અમારું આ કરવા પાછળ નું કારણ સમજાય અને એમને એમની ફરજ સમજાય. એ પહેલાં બધા ને સમજવા અમે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ સમજવા માગતું ના હતું. પેહલા બે ચાર અપહરણ માં તો ઘણી મુશ્કેલીઓ નડી પણ પછી આદત પડી ગઈ . Tv સમાચાર ઘ્વારા ખબર પડતી કે અપહરણ થયેલા ના ઘરે કેવો માહોલ છે. તેઓ મદદ ની માંગ કરતા હતા પણ એ મદદ તેમણે પેહલા જ કરી હોત તો આવા દિવસો ક્યારે ય ના આવતે...

ધીરે ધીરે અપહરણ કરેલા લોકો ની સંખ્યા વધતી ગઈ . પેહલા અમે તમને અમારી ફેક્ટરી માં રાખતા હતા પછી એમની સંખ્યા વધતા એમની ખાવા પીવાની તકલીફ વધવા લાગી જેથી અમારે ના કરવુ હતું એ આખરે કરવું પડ્યું. ખબર નહીં લોકો કેમ સમજતા નથી જ્યાં સુધી એ વસ્તુ પોતાના પર ના વીતે.. અમને ખબર હતી કે અમે ખોટું કામ કરી રહ્યા છે પણ અમે ખરાબ છીએ તો અમે ક્યારેય સારા હોવાના નાટક તો નથી કરતા. તમે માત્ર સારા દેખાવા માંગો છો. બધાની મદદ કરો પણ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે કોઈ મદદ એ રહેતું નથી. બળાત્કાર થયા પછી કૅન્ડેલ માર્ચ (મીણબત્તી માર્ચ) કરીને પાવર બતાવો છો એક વાર માત્ર એક વાર એ જ પાવર અને ગુસ્સો એ લોકો પેહલા બતાવી મેં લોકો ની મદદે આવે તો ક્યારે એવું થાય જ નહીં.જ્યાં સુધી આ સમજવા કોઈની ઝીંદગી ના જાય ત્યાં સુધી કોઈ સમજવા તૈયાર જ નથી. આપણે આખા જીવનકાળ માં કારણ શોધવામાં જ જે કામ કરવાનું હોય એજ કામ નથી કરતા. થોડા પૈસા ની સમજ લાવવા કરોડો ની જિંદગી ગુમાવી પડે ત્યાં સુધી સમજ ન આવે. અરે ક્યારેક શરૂવાત તો કરો નહીંતર સમયાંતરે અમારા જેવા લોકો એ પોતાનું બધું ગુમાવી આવા કામો કરવા પડે છે. ......
અંતે બુક માં લખ્યું હતું, કે "આવી હઝારો જિંદગી આપતા રહીશું, કારણકે જિંદગી આપીને જ તો લોકો ને ખબર પડે છે, કોર્ટ ની તારીખ આવે છે થોડા દિવસ બધું ચર્ચા થશે અને પછી જેમ હતું તેમ થઇ જાય છે, શ્વાસ ના બંધ થવાથી મૃત્યુ નથી થતું વ્યક્તિ તો એ પણ મૃત્યુ પામેલો કેવાય જે ખોટા ને ખોટું કહેવાની તાકાત કે સુધારવાની તાકાત ખોવી દીધી હોય"

આ લોકો ને શુ લાગે છે કે અહીંયા જ પૂરું થઈ જશે??

-------
બીજે દિવસે પોલીસ સ્ટેશન એ માહિતી કે પાછું એક અપહરણ થયું, તરતજ બીજી વાત આવી અપહરણ ની.....
પોલીસ કર્મીઓ હેરાન થઈ ગયા અને તેઓ alexander પાસે ગયા . પોલીસ અધિકારી તેની cell (જેલ) સુધી પોહચે ત્યાં સુધી માં બીજા પોલીસે મુખ્ય અધિકારી ને કહ્યું કે stefan ની કોઈ બહેન નથી , અને એના બળાત્કાર નો કોઈ કેસ ક્યારેય કોઈ પણ પોલીસ સ્ટેશન માં નોધાયો જ નથી એટલું નહીં પરંતુ આ લોકો એ પોતાની સ્ટેટમેન્ટ માં કહેલી બધી વાતો માં 80% વાતો ખોટી છે...આ સાંભળી મુખ્ય પોલીસ કર્મી ને ઘણો ગુસ્સો આવ્યો. એ બધા પોલીસ કર્મીઓ ને લઈને લાઠીઓ વડે તૂટી પડ્યા પાંચેય ઉપર, તેઓ ને લાઠી ઓ જાણે હાડકા તોડવા ઉપડતી હતી એમ હતું પણ એ પાંચેય ના મુખ માંથી થોડો એવો પણ આવાજ ન નિકાર્યો જાણે એમના પર લાઠીઓ ની કોઈ અસર ના થતી હોય એમ અને આખરી પોલીસ કર્મીઓ થાકી ગયા અને એ જોઈ alexander એમની સામે જોઈ હસવા લાગ્યો....

To be continue...


For contact:
vivupatel3155@gmail.com