Rudra nandini. - 7 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 7

Featured Books
Categories
Share

રુદ્ર નંદિની - 7


પ્રકરણ ૭

રુદ્ર્ર્ર્રનું ઘર વીર ના ઘરથી નજીક હતું . વીર હંમેશા રુદ્ર ના ઘરે જઈને બેસતો અને ઘરના બધા સાથે ગપ્પા લગાવતો.... રુદ્રના મમ્મી પપ્પા અને દાદાજીને તો વીર રુદ્ર ના જેમ જ એકદમ દીકરા જેવો જ બની ગયો હતો .એક દિવસ પણ જો વીર ઘરે ન આવ્યો હોય તો ઘરમાં બધા પૂછવા લાગતા....

" રુદ્ર ...કેમ આજે વીર ઘરે નથી આવ્યો ....? બંને ઝઘડયા તો નથી ને....."

" શું મમ્મી ...તું પણ...? અમે કાંઈ હવે નાના નથી કે ઝઘડી પડીએ ...હશે એને કોઈ કામ......"

અને જ્યારે વીર બીજા દિવસે ઘરે આવે ....ત્યારે બધાનો એક જ સવાલ હોય.... "કાલેેે કેમ નહોતો આવ્યો......?"

રુદ્ર અને વીર ની જોડી તો સ્કૂલમાં પણ મશહૂર હતી. બંને બધી જગ્યાએ હંમેશા સાથે જ હોય. સ્પોર્ટ હોય કે ડાન્સ કોમ્પીટીશન .....એન્યુુઅલ ફંકશન હોય કે કોઈપણ days ની ઊજવણી કરવાનો પ્રોગ્રામ હોય ....બધી તૈયારીઓ બંને સાથેે મળીને કરતા.....

આમ જ અમદાવાદમાં દિવસો ઉપર દિવસો, અને વર્ષો ઉપર વર્ષો પસાર થતા જતા હતા .પાંચમા ધોરણથી અમદાવાદમાં આવેલો રુદ્ર હવે બારમા ધોરણમાં આવી ગયો હતો . એમનું ગ્રુપ પણ દિવસેને દિવસે વધારે મજબૂત ,અને emotionally attached થતું જતું હતું .....બધાને એકબીજાના ફીલિંગ્સ ની ....એકબીજા ના સ્વભાવની ....અને એકબીજાની જરૂરિયાત ....સુધીની ખબર રહેતી....!!!!

રુદ્ર અને વીર બંને અમીરજાદા હોવાથી , એ લોકો ગ્રુપની ગમે તેવી જરૂરિયાત હોય... એમના ફ્રેન્ડસ નું સ્વમાન ન ઘવાય અને એમના દિલને હર્ટ ન થાય ,એ રીતે ક્યારે પૂરી કરી દેતા એની ખબર પણ ના પડતી.....!!!!

રુદ્ર અને વીર ગ્રુપમાં જ નહીં , પણ ઓલ ઓવર આખી સ્કૂલમાં ,અને ટીચર્સ ગ્રુપમાં પણ ફેમસ હતા . ફક્ત મજાક મસ્તી માં અને તોફાનોમાં જ નહીં ,પણ ભણવામાં પણ એમના ગ્રુપનો નંબર આવતો .બધાનું સારામાં સારા માર્ક સ અને રેન્ક સાથે ખુબજ ઊંચું રિઝલ્ટ આવતું.....

સ્કૂલના ફ્રેન્ડ્સ બધા છેલ્લીવાર મળવાના હતા ....બધાએ ટ્વેલ્થ ની એકઝામ આપી હતી, પછી ખબર નહીં કોણ ....ક્યાં.... કઈ ....કોલેજમાં જશે ....? એટલે બધાએ આજે કેન્ટીનમાં મળવાનું નક્કી કર્યું હતું....

" Hey guys...... કેવી રહી એક્ઝામ બધાની ....? "રુદ્ર અને વીર બધાને પૂછવા લાગ્યા.....

" Fine.....". બધાએ કહ્યું....

" અને તમારી બંનેની.....?" પ્રિયા એ પૂછ્યું.....

" એમને શું પૂછવાનું હોય...? એ તો ટોપર્સ છે .....અને ટોપર્સની એક્ઝામ તો સુપર્બ જ હોય ને ....સાચું કહ્યું ને રુદ્ર અને વીર .....? "સ્વાતિ બોલી.....

બંને હસવા લાગ્યા ....." હા અમારા બંનેના પેપર્સ પણ ખુબજ સરસ ગયા છે...."

" એમ જ બેઠા છો કે કાંઈ મંગાવ્યું .....? રુદ્ર બોલ્યો.....

" ના ......બધા હમણાં જ આવ્યા ......" સ્વાતિએ કહ્યું. .....

" ઓકે ....છોટુ .....બધા માટે કોલ્ડ કોફી વીથ આઈસક્રીમ.... ." વિરેને બધા માટે ઓર્ડર આપ્યો.....

છોટુ .....બિચારો હતો તો સરસ મજાનો હાઇટ અને બોડી વાળો છોકરો , પણ બધા તેની છોટુ કહીને ચીડવતા... એ છોટુ બધા માટે કોલ્ડ કોફી લઈને આવ્યો , અને બધાને આપી.

કોફી પીતા પીતા બધા ગપ્પા મારવા લાગ્યા.....

"ઈશિતા કેમ નથી આવી ....?" વિરેને પૂછ્યું.....
"એ રાજકોટ ગઈ છે....."

"કેમ ..…?અચાનક .....રાજકોટ....?"

" હા ....એના નાનીની તબિયત સારી નહોતી એટલે , એના મમ્મી સાથે ગઈ છે... બે-ત્રણ દિવસમાં આવી જશે ...." પ્રિયાએ કહ્યું....

પાછા બધા મસ્તીએ ચડી ગયા ,પણ આજે છેલ્લા દિવસે ઈશિતાને ન મળાયું તેથી વીરનો મૂડ થોડો ઓફ થઈ ગયો હતો .રુદ્ર એ જોયું પણ કંઈ બોલ્યો નહીં...

" What's up guys ...હવે બધાએ આગળ શું કરવાનું છે..?" કાવ્ય.... પ્રિયા સામુ જોઇને બોલ્યો....

"કાંઈ નહિ , પણ એક વાત નક્કી કે .....રીઝલ્ટ આવે , એટલે બધાએ એક જ કોલેજમાં એડમિશન લેવું .....બોલો છે મંજુર....?" અભિષેક બોલ્યો....

આજે બધા ને એક જ વાતનો ડર હતો , અને એ ડર હતો ગ્રુપના તૂટવાનો ....આ ગ્રુપના વેરવિખેર થઈ જવાનો ડર બધાને અંદરથી લાગતો હતો .

"Ok.....done ....મને મંજુર છે...." શાંતનુએ થમ્સ અપની નિશાની કરી .

"Ok ...done...." બધા એકસાથે થમ્સ અપની નિશાની કરી બોલ્યા....

આમ રીઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોઇને , પછી બધાએ એક જ કોલેજમાં એડમિશન લેવું એવું નક્કી થયું .

*. *. *

ધનંજય આજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એક મૂંઝવણમાં હતો , તેને આ વાત કઈ રીતે સુભદ્રા અને ખાસ તો નંદિનીને જણાવવી તે ખબર નહોતી પડતી .

રાત્રે જમ્યા પછી ધનંજય ગાર્ડનમાં હિંચકા પર બેઠો હતો . સુભદ્રા પાસે આવીને બે ઠી અને પગ વડે ધીરેથી હીંચકાને ઠેસ મારી .....હિચકો ધીમે ધીમે ચાલવા લાગ્યો....

" કેમ...? શું વાત છે....?"

" કાંઈ નહીં...."

" ધનંજય મારાથી વાત ક્યારથી છુપાવતા થઈ ગયા ....?.તમારા હોઠ .....અને અને તમારી આંખોનો જવાબ એક નથી....."

" સુભદ્રા .... તું મને કેવી રીતે સમજી જાય છે....? મારા કહ્યા વિના....?" ધનંજયે સુભદ્રા ની આંખો માં જોઇને પૂછ્યું.....

" કારણ કે ....તમારું દિલ મારી પાસે છે .તો મને તો મારા દિલની વાત ખબર પડી જ જવાની ને ....? બોલો શું વાત છે.....?"

"નંદિની સુઈ ગઈ...."

"ના ....એના રૂમમાં છે. પણ શું છે ધનંજય.....? હવે મારાથી નથી રહેવાતું...."

ધનંજયે એક લેટર સુભદ્રાના હાથમાં મૂક્યો.

સુભદ્રા લેટર ખોલીને વાંચવા લાગી. " અરે ....!!! આ તો તમારા પ્રમોશનનો લેટર છે ...!!અને તમે આટલી ખુશીની વાત આવી રીતે જણાવો છો.....?"

હા સુભદ્રા વાત છે તો ખુશીની પણ આગળ તો વાંચ , એના માટે મારે અમદાવાદ જવું પડશે .મારુ પ્રમોશન અમદાવાદ થયું છે...

"હા ..તો ..? એમાં શું .....? આપણને ક્યાં ટ્રાન્સફરની નવાઈ છે....? લગ્ન પછી આપણે કેટલા શહેર શિફ્ટ થયા તમારી ટ્રાન્સફર ના કારણે....?"

" સુભદ્રા ...આપણને ટ્રાન્સફરની..... નવી જગ્યાઓની..... નવા માણસોની.... આ બધી ટેવ પડી ગઈ છે .પણ નંદિની... એના માટે તો આ બધું નવું છે ,એ માંડ... માંડ.. અહીંયા ના વાતાવરણમાં ...સ્કૂલમાં ....એના ફ્રેન્ડ સાથે ....સેટ થઈ છે ,એ પછી અમદાવાદમાં કેવી રીતે એડજેસ્ટ થઈ શકશે....? સુભદ્રા મેં તને હજુ કહ્યું નથી ,પણ ....નંદિનીના સુરતમાં આવ્યા પછી બે વાર મને પ્રમોશન મળ્યું ,પણ કઈ ના કઈ બહાનુ બતાવી મેં ટ્રાન્સફર ના કારણે પ્રમોશન રિજેક્ટ કરી દીધું હતું. પણ આ વખતે તો ગયા વિના છૂટકો જ નથી... મેં આ વખતે પણ ને ખૂબ જ ટ્રાય કરી પ્રમોશન નહીં એક્સેપ્ટ કરવાની પણ બધું જ વ્યર્થ.....!!!"

સુભદ્રા ધનંજય સામુ જોઈ જ રહી . એ નંદિનીને કેટલો બધો પ્રેમ કરતો હતો.... એનું કેટલું ધ્યાન રાખતો હતો... પોતે નંદિની ની માં હોવા છતાં આ બાબતે તો તેનું ધ્યાન ગયું જ નહોતું ...અને ધનંજયે પોતાની ઝળહળતી કારકિર્દીના બે બે પ્રમોશન ઠુકરાવી દીધા હતા... અને હજુ ત્રીજું પણ રિજેક્ટ કરવાની તૈયારી બતાવતો હતો.... મનોમન તે ધનંજયના પિતૃ હ્રદયને વંદી રહી.....

સુભદ્રા ધનંજય નો હાથ પોતાના હાથમાં લેતાં બોલી , "તમે બિલકુલ ચિંતા ના કરતા..... બધું જ ઠીક થઈ જશે... હું નંદિનીને કાલે વાત કરી જોઈશ ...એ જરૂર આપણી સિચ્યુએશનને સમજશે...."

" ખરેખર ...સુભદ્રા...?"

"કેમ નહીં સમજે પપ્પા...? તમારી નંદિની હવે નાની નથી રહી, એના મમ્મી પપ્પાની વાતને સમજે એટલી તો મોટી થઈ જ ગઈ છે ને....?"

સુભદ્રા અને ધનંજયે પાછળ ફરીને જોયું તો નંદિની ઊભી હતી , તે આવીને બન્નેની વચ્ચે જગ્યા કરી હિંચકા પર બેસી ગઈ. અને મમ્મી-પપ્પા બન્ને નો એક એક હાથ પોતાના હાથમાં પકડી ખૂબ જ પ્રેમથી દબાવ્યો .....અને પછી બોલી..

" મમ્મી મને ખબર છે કે તમારી પર્સનલ વાત સાંભળવી બેડ મેનર્સ છે. પણ તમે પપ્પાને ઉદાસ જોઈને કંઈ વાત જાણવાનો પ્રયત્ન કરતા હતા ....એ જોઈને મને પણ પપ્પાની ઉદાસીનું કારણ જાણવા નું મન થયું ,અને તમારી વાતો સાંભળવા ઊભી રહી ...સોરી ....પણ પપ્પા મેં તમારી વાત સાંભળી લીધી છે...."

" Wow.... પપ્પા...!! તમને પ્રમોશન મળ્યું છે ... અને તમે આટલા ઉદાસ થઈને આ વાત કરો છો....? not fair..... congratulations..... એમ કહીને નંદિની ધનંજય ને વળગી પડી .

ધનંજય નંદિનીને માંથે વહાલથી હાથ ફેરવતો બોલ્યો , બેટા ....મારે પ્રમોશન લેવા માટે અમદાવાદની ટ્રાન્સફર સ્વીકારવી પડશે અને આપણે અમદાવાદ જવું પડશે....

" તો શું થયું ....? અમદાવાદ પણ સરસ જ સીટી છે ને .....? આમ પણ પપ્પા મેં ટ્વેલ્થ ની એકઝામ તો આપી જ દીધી છે....? હવે પછી ડીગ્રી માટે આમ પણ બીજે ક્યાંક તો જવું જ પડ્યું હોત , એમ માનવાનું કે...... મને અમદાવાદમાં જ એડમિશન મળ્યું છે....."

" પણ બેટા ....હજી ક્યાં તારું એડમિશનનું નક્કી છે ...? અને કદાચ તને બીજે ક્યાંક એડમિશન મળ્યું તો.....?" સુભદ્રા બોલી.

" મમ્મી મેં ખુબ જ સરસ મહેનત કરી છે ટ્વેલ્થમા . મને વિશ્વાસ છે કે મારું રીઝલ્ટ બેસ્ટ આવશે .....અને મને અમદાવાદની બેસ્ટ .....કોલેજમાં એડમીશન પણ મળી જશે ."

" અને પપ્પા..... કદાચ મને બીજે ક્યાંક હોસ્ટેલ માં રહેવું પડે ,એના કરતા તો બેટર છે ને કે તમે બંને મારી સાથે હંમેશા રહો, અને રહી વાત એડજસ્ટ થવાની , તો હવે હું મોટી થઈ ગઈ છું i know કે મને અહીંના જેવા ફ્રેન્ડ્સ ત્યાં નહીં મળે ......પણ ત્યાં પણ મારા ફ્રેન્ડ બનાવી લઈશ ,તમે ચિંતા ના કરો પપ્પા . તમારું પ્રમોશન થયું એટલે હું ....બહુ.... બહુ .....બહુ .....જ ખુશ છું......"

ધનંજય અને સુભદ્રાને પોતાની નાનકડી નંદિની અચાનક જ મોટી થઈ ગઈ હોવાની પ્રતીતિ થવા લાગી....

ધનંજય અને સુભદ્રા થોડીવાર આડીઅવળી વાતો કરીને પોતાના બેડરૂમમાં ગયા .નંદિની પણ પોતાના રૂમમાં જઈને આડી પડી .

નંદિનીએ સુવાની કોશિષ કરી ,પણ આજે તેને ઊંઘ નહોતી આવતી . એ બાલ્કની મા જઈને ત્યાં રાખેલી આરામ ખુરશી પર બેસી ગઈ .....એનું મન વિચારોના વમળમાં ફસાવા લાગ્યું....

તેને થયું કે હવે તો તે મેચ્યોર થઈ ગઈ છે , હવે તે જલ્દીથી બધા સાથે હળી મળી જશે.... નંદિની ભૂતકાળમાં સરી પડી આજથી સાત આઠ વર્ષ પહેલા તે પ્રતાપ ગઢ થી સુરત આવી , ત્યારે તેને સુરત ના નવા માહોલમાં સેટ થતા વાર લાગી હતી .તેનું મન ભૂતકાળની યાદો ને વાગોળતું હતું ....તેના મમ્મી-પપ્પા તેને સુરતની સ્કૂલમાં કેવા મુકવા આવ્યા હતા ... તેને સ્કૂલ નો પહેલો દિવસ યાદ આવી ગયો.....!!!!

પહેલા જ દિવસે તેને લીના ,જીયા ,અવિનાશ અને પ્રતિક જેવા ફ્રેન્ડ્સ મળી ગયા હતા . અને.... આદિત્ય રવિરાજ મહેતા..... એને નંદિની કેવી રીતે ભૂલી શકે ....? હજી પણ આદિનો એ દિવસનો એનો મસ્તીખોર અને થોડીક ઓવર સ્માર્ટનેસ બતાવતો ફેસ યાદ છે .

આદિ હંમેશા નાની નાની બાબતોમાં પણ પોતાની કેર કરતો ...... તે ક્યારેક ઉદાસ થતી તો તેને ખુશ કરવા તે જાત જાતની નકલો કરતો .....અને તેને હસાવતો..... તેની સાથે ઘરે રમવા પણ આવતો.... આદિએ હંમેશા તેને કેવી રીતે ટ્રીટ કરી હતી .......!!! એ બધું નંદિનીને અત્યારે યાદ આવવા લાગ્યું .અત્યાર સુધી આ બધી વાતો નંદિનીના ધ્યાનમાં નહોતી આવી , પણ આજે જ્યારે આ બધાથી છૂટા પડવાનો સમય આમ અચાનક જ સામે આવ્યો , ત્યારે નંદિની ની આંખો સામે આદિ તરવરવા લાગ્યો .....આદિ હવે તેનો ખાસ ફ્રેન્ડ બની ગયો હતો . અને પેલી બંને લીના અને જીયા તો તેના દિલ ના ટુકડાઓ હતી..... તે જીયા અને લીના જોડે સુભદ્રાની જેમ જ દિલ ખોલીને વાતો કરતી થઈ ગઈ હતી . તેને તેમના ગ્રુપના બધા જ ફ્રેન્ડસ ની યાદ આવી ગઈ , અને આંખમાંથી આંસુ આવવા લાગ્યા.....

નંદિની વિચારવા લાગી કે મેં પપ્પાને કહ્યું તો ખરું કે હું ત્યાં નવા ફ્રેન્ડ બનાવી લઈશ , પણ મને મારા આવા ફ્રેન્ડ્સ જેવા ફ્રેન્ડ્સ બીજે ક્યાંય નહિ મળે....

આમ વિચારતી વિચારતી નંદિની સુઈ ગઈ . સવારે ઊઠી ત્યારે મમ્મી કિચનમાં હતી . તે ફ્રેશ થઈને કિચનમાં આવી અને ડાઇનિંગ ઉપર ધનંજય સાથે બેસી ગઈ. સુભદ્રાએ બંનેને ચા-નાસ્તો આપ્યો અને તે પોતે પણ ચા-નાસ્તો કરવા લાગી .

" પપ્પા.... આપણે ક્યારે અમદાવાદ શિફ્ટ થવાનું છે....?"

" બેટા...! પરમ દિવસે મારે ચાર્જ સંભાળવાનો છે , તેથી કાલે નીકળીશું.....સુભદ્રા તું બધું પેકિંગ કરી લે જે ....અને હું એ વિચારતો હતો , કે આપણે કાલે બપોર પછી નીકળીએ છીએ તો ,આજે રાતે એક ફેમિલી ફ્રેન્ડ સર્કલ નું નાનું એવું ફંકશન રાખી દઈએ તો કેમ.....?"

" હા તમારી વાત બરાબર છે .....એ બહાને બધાને એકસાથે મળી પણ લઈશું. હું બધી ફંકશન ની તૈયારી કરાવી લઉં છું , અને તમે બધા ને ઇન્વાઇટ કરી દો .....નંદિની... તું પણ તારા બધા ફ્રેન્ડસ ને ઇન્વાઇટ કરી દેજે..."

" હા ...મમ્મી .....આજે અમે બધા ભેગા થવાના છીએ ત્યારે જ બધાને કહી દઈશ...."

" Ok good .... તો હું હવે ઓફિસે જવા નીકળું , મારે પણ મારો ચાર્જ આજે મિસ્ટર ઝાલાને આપવો પડશે....."

" પપ્પા ....મને પણ ડ્રોપ કરી દેજો ને..... હું તૈયાર જ છું."

" Ok ચાલ ..... હું તને છોડીને ઓફિસે જતો રહીશ ....." અને નંદિની સુભદ્રાને bye બોલીને ધનંજય સાથે બધા ફ્રેન્ડસને મળવા જવા માટે નીકળી.....

એક્ઝામ પુરી થઇ ગઇ હોવાથી ભણવાનું તો હતું નહીં ,એટલે બધા સ્કૂલની કેન્ટીનમાં ભેગા થવાના હતા .આજે તો કેન્ટીનમાં બિલકુલ જગ્યા નહોતી .

" Hi ....guys...." નંદિની ,લીના અને જીયા જ્યાં ઉભા હતા ત્યાં આવીને આદિ બોલ્યો ....

" Hi ..... આદિ...."

એટલામાં ત્યાં અવિનાશ અને પ્રતિક પણ આવ્યા ....." ચલો કેન્ટીનમાં જઇને વાતો કરીએ ....." અવિનાશ બોલ્યો....

" અરે...! પણ ....કેન્ટીનમાં તો ઉભા રહેવાની પણ જગ્યા નથી .....!!! "લીનાએ કહ્યું.

'Ok.... fine... તો ચલો સ્કૂલની બહાર કોફી શોપ છે ત્યાં જઈને બેસીએ ."

"હા , એ બરાબર છે . ત્યાં શાંતિથી બેસીને વાતો થશે ....." નંદિની બોલી ...એને થતું જ હતું કે કેન્ટીનમાં આટલા બધાની વચ્ચે તે કેવી રીતે અમદાવાદ જવાની વાત બધાને કહેશે ....એટલે તેને સ્કૂલ ની કેન્ટીન માં થી બહાર જવા નો આઈડિયા ગમ્યો....

કોફી શોપ નજીકમાં જ હોવાથી બધા વાતો કરતા-કરતા ચાલતા જ ત્યાં પહોંચ્યા અને એક ટેબલ પર ગોઠવાઈ ગયા .

આદિએ જઈને કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો ....અને એ પણ ચેર લઈને નંદિની ની બાજુમાં ગોઠવાઈ ગયો .

થોડીવાર બધા મજાક મસ્તીના મુડમાં વાતો કરવા લાગ્યા..... પણ બધાએ નોટિસ કર્યું કે નંદિની આજે બિલકુલ મૂડમાં નથી...

આદિને લાગ્યું કે હવે સ્કુલમાં નથી મળવાના , એથી નંદિની ઈમોશનલ બની ગઈ છે. આદિ બોલ્યો....." નંદિની , મને ખબર છે કે હવેથી આપણે સ્કૂલમાં ભેગા નહીં થઈ એ એથી તું ઈમોશનલ થઈ ગઈ છું . હવેથી કદાચ આપણું ગ્રુપ છુટુ પડી જશે...."

"હા યાર..... હવે પછી કોને.... ક્યાં ભણવા જવાનું થશે .....કોને ખબર....?" અવિનાશ બોલ્યો....

" પાછા ક્યારે મળીશું .....?" પ્રતિકે પણ હવે પોતાના મનની વાત કરી.

" But don't worry.....આપણે બધા જ્યાં પણ ભણતા હોઈશું ત્યારે વેકેશનમાં , અથવા એકાદ બે રજાઓમાં જોડે જ સુરત આવીશું ,અને ખુબ જ મોજ મસ્તી કરીશું Ok....?" આદિએ... નંદિનીને ખુશ કરવા કહ્યું.

લીના અને જીયા પણ ઉદાસ થઈ ગયા હતા.

નંદિની બોલી...." તમે બધા તો રજાઓમાં પણ સુરત આવશો તો એકબીજાને મળી લેશો હું તો તમને હવે ખબર નહીં ક્યારે મળી શકીશ....?"

નંદિની ની વાત સાંભળી ને બધા એ એકસાથે નંદિની સામે જોયું....તો નંદિની ની આંખોમાંથ આંસુ આવી ને છેક ગાલ સુધી પહોંચી ગયા હતા ,અને હવે તો તેની આંખોમાંથી જાણે કે ગંગા જમના વહી રહી હતી....

આદિ અચાનક shocked થઇ ગયો કે નંદિનીને શું થયું...? બધા એકબીજા સામે જોઈને પૂછવા લાગ્યા...

" શું થયું નંદિની....? તું કેમ આટલી બધી રડે છે....?"

" નંદિની.... પ્લીઝ.. શાંત થઈ જા.... પછી આપણી શાંતિથી વાત કરીએ ઓકે...?." એમ કહીને આદિએ નંદિનીને પાણી પીવડાવ્યું ...થોડીવારે જ્યારે નંદિનીના હીબકા શાંત પડયા ત્યારે આદિએ પૂછ્યું.....

" હવે કહે જોઈએ ... એવું તે શું થયું છે કે અમારી નંદિની આમ આટલી બધી રડે છે.....?"

નંદિની ની આંખમાં પાછા આંસુ ના જાળા બાઝી ગયા અને બોલી...

" જીયા .....લીના ....આદિ...."

" હા બોલ નંદિની ...શું વાત છે ....?" લીના નંદિનીનો હાથ પકડીને બોલી....

" પપ્પાને... પ્રમોશન મળ્યું છે .અને...."

હજી તો નંદિની આગળ બોલવા જ જતી હતી ,ત્યાં તો વચમાં અવિનાશ બોલી ઉઠ્યો....

" અરે ....આ તો ગુડ ન્યુઝ છે .અને તું રડી ને અમને આ ગુડ ન્યુઝ આપે છે....? પાગલ...!!!"

"પણ સાંભળો તો ખરા તમે લોકો....." નંદિની ની આંખ માંથી પાછા આંસુ નીકળવા લાગ્યા.

્ધા્ધ્ધા્લા્ધા્ધ્ધા્ધા્ધ્

આદિ હવે બોલ્યો... " પ્લીઝ ....બધા પહેલા નંદિની ની પૂરી વાત સાંભળી લઈએ ..ઓકે....? "

" પપ્પા નું પ્રમોશન થયું છે ....અને અમારે બધાએ .....હવે અમદાવાદ શિફ્ટ થવાનું છે...."

અમદાવાદ શિફ્ટ થવાની વાત સાંભળીને આદિનું હૃદય એક ધબકારો ચૂકી ગયું ,અને લીના ,જીયા ,અવિનાશ ,પ્રતિક બધા બાઘાની જેમ સૂનમૂન થઈ ગયા ....બધા ને શું બોલવું તેની કાંઈ જ સમજ ના પડી.....

" પણ અમદાવાદ કેમ .....?"છેવટે આદિ બોલ્યો.....

" કારણ કે .....પપ્પાને પ્રમોશન લેવા માટે અમદાવાદ ટ્રાન્સફર એક્સેપ્ટ કરવી પડશે ,આદિ.... મને પણ કાલે જ ખબર પડી કે અત્યાર સુધીમાં પપ્પાએ મારા માટે થઈને પ્રમોશન પણ નહોતું એક્સેપ્ટ કર્યું ...પણ હવે અમદાવાદ નો ચાર્જ લીધા વગર ચાલે તેવું નથી એટલે અમે બધા અમદાવાદ શિફ્ટ થઈએ છીએ .....મને ત્યાં તમારા વગર કેમ ફાવશે ....? હું ત્યાં એકલી પડી જઈશ guys ...."એમ કહીને નંદિની ફરીવાર હીબકે ચડી ગઇ.....

અત્યારે આદિનું હૃદય પણ રડતું હતું ,એ વિચારીને કે નંદિની તેનાથી દૂર થઈ જશે ...પણ અત્યારે નંદિનીને હિંમત આપ્યા વગર ચાલે તેવું ન હોવાથી, આદિ એ જલ્દી થી પોતાની જાતને સંભાળી લીધી .અને બોલ્યો....

" Don't worry નંદિની ....બધું ઠીક થઈ જશે .પણ પહેલા તું રડવાનું બંધ કર ....પ્લીઝ...."

"હા નંદિની ...નહીંતર હું અને લીના પણ હવે રડવા લાગીશું ....." જીયા બોલી....

"અને અમે પણ...…" અવિનાશ અને પ્રતિક એવું મોં કરીને આ વાક્ય બોલ્યા કે નંદિની સાથે બધા હસી પડ્યા....

" Good girl ...." કહીને આદિએ નંદિનીના ગાલ ઉપર થી આંસુ લૂછ્યા અને બોલ્યો , હવે મારી વાત સાંભળ નંદિની ....

" અંકલને જવું જ પડે તેમ હોવાથી તમે લોકો અમદાવાદ જાઓ છો ને....? તો શું થયું કે તું અમારાથી દુર જાય છે ...? પણ અમારી સાથે તો તું હંમેશા એક સ્વીટ ..સ્વીટ .... યાદ બની ને રહેવાની છું .અમે તને રોજ ફોન કરીશું અને તારું માથું ખાઈશુને....?!!!"

" અને છે ને નંદિની ....અમે બધા એકસાથે ભેગા થઈને તને અમદાવાદ મળવા અવાર-નવાર આવતા રહીશું ....." અવિનાશ બોલ્યો....

"અને નંદિની ....અહીયા જેવી મસ્તી કરીએ છીએ ને એવી જ મસ્તી ત્યાં પણ તારા ઘરે કરીશું....." એમ કહેતા કહેતા લીના અને જીયા નંદિનીને વળગીને રડી પડી....

હવે ખરેખર વાતાવરણ થોડું ભારેખમ બની ગયું હતું ...આદિ તો ઠીક પણ અવિનાશ અને પ્રતિક પણ ખુબજ ઇમોશનલી નંદીની સાથે જોડાયેલા હતા તેમના બધાની આંખો પણ ભીની થઈ ગઈ...

Girls ની આજુબાજુ બધા boys પણ નંદિની ને પ્રેમ થી વળગી પડ્યા.... અને બધા ખૂબ જ રડ્યા....


વાચક મિત્રો શું રુદ્રાક્ષની જેમ હવે આદિ પણ નંદિનીના જીવનમાંથી દૂર થઈ જશે....? શું નંદિની અને આદિની સ્ટોરી આમ અધૂરી જ રહી જશે , કે પછી આગળ વધશે....? એ જાણવા માટે વાંચો " રુદ્ર - નંદિની" નો આગળ નો ભાગ

ક્રમશઃ.........