ganga ba ni haveli - 2 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | ગંગાબાની હવેલી(ભાગ-૨)

Featured Books
Categories
Share

ગંગાબાની હવેલી(ભાગ-૨)

ગંગાબાની હવેલી(ભાગ-૨)

આખા ગામમાં ગંગાબાની ધાક હતી.ગામના મુખી તો ખાલી કેહવાના હતા,પણ ગંગાબા જેમ કહે તેમ જ ગામમાં થતું.આખી હવેલી સુમ સામ પડી હતી.
ગંગાબાનો દેહ હવેલીની વચ્ચે જ ખાટલા પર પડયો હતો.

સાંજે મંજુ ગંગાબા માટે ભોજન બનાવવા માટે આવી.ગંગાબા આજે શું બનાવું?દરરોજની જેમ આજ પણ મંજુએ સવાલ કર્યો,પણ ગંગાબા કઈ બોલ્યા નહીં.એટલે ફરી તેણે કહ્યું કે ગંગાબા જમવામાં શું લેશો આજે.તો પણ ગંગાબા કહી બોલ્યા નહિ.મંજુ ગંગાબા પાસે આવી જોયું તો
ગંગાબાને ગળે કોઈએ ચૂંદડી બાંધી દીધી હતી.
મંજુ સમજી ગઈ કે ગંગાબાનું કોઈએ ખૂન કરી નાખ્યું છે.તેણે હવેલીમાં તપાસ કરી બધી જ બાજુ વેરવિખેર કરી નાખ્યું હતું.કોણ હશે જેણે આ ગંગાબા જેવા નિર્દોષનું ખૂન કરી નાખ્યું.એ તો ગામની સેવા કરતા હતા.

મંજુએ હવેલીની બહાર નીકળી ગામમાં દોટ મુકી
ગંગાબાને કોઈએ ગળું દબાવીને મારી નાખ્યા છે.જલ્દી બધા હવેલીમાં આવો.આજુબાજુ ચોકમાં જેટલા લોકો બેઠા હતા,તે દોડીને ગંગાબાની હવેલીમાં ગયા.જોયું તો ગંગાબાનો મૂર્ત દેહ ખાટલામાં પડ્યો હતો.આજુબાજુ તપાસ કરી તો હવેલીના રસોડામાં
ડાબી તરફ એક મોટો ખાડો પડ્યો હતો.બધા તે ખાડાને જોઈ રહ્યા હતા.થોડીજવારમાં ગામના મુખીના કાને વાત પોહચી ગઇ.તે દોડતા દોડતા હવેલી પર આવીયા.હવેલીમાં બધી જ જગ્યા પર તપાસ કરી.કોઈ જગ્યાએથી કોઈ વસ્તું રેહવા દીધું ન હતું.

સરપંચ રસોડામાં આવ્યા.તે મનમાં વિચારી રહ્યા હતા કે ગંગાબા કહેતા હતા કે મારી પાસે ઘણોબધો ખજાનો છે.પણ હું કોઈને દેવાની નથી.હું ઈશ્વર પાસે જશ એ પહેલાં કોઈને આપી દશ.પણ અત્યારે
એમાંથી કોઈને કઈ આપીશ નહિ.ગંગાબાને મારનાર જાણતો હતો કે આ ખજાનો ક્યાં છે.એટલે જ તેમણે હવેલીમાં આવી ગંગાબાને મારીને આ જગ્યા પર ખોદકામ કર્યું હોઈ.

હવેલીમાં પરષોત્તમ,વીજુડી અને મંજુ કામ કરતા હતા.ક્યારેક કયારેક કોઈ બહારના પણ આવતા પણ
ગંગાબા કોઈને આ વાત કરતા નહિ.આ ત્રણ માંથી કોઈને વાત કરી પણ હોઈ,અને "હા" એક વાત બીજી તેમનો પુત્ર અમેરિકામાં રહે છે.તેમને પણ આ વાત ખબર હોઈ.પણ એ અહીં અત્યારે કેવી રીતે આવી શકે,એ તો શક્ય જ નથી.

ગામના મુખીએ ગંગાબાના દિકરાને ફોન કરી ગંગાબાનું
મુત્યું થયું છે,એ ખબર આપી.મને આવતા બે દિવસ થશે હું આજે અહીંથી નીકળું જ છું.તમે મારી વાટ જો જો.એ પહેલાં મારી "બા" ના અગ્નિસંસ્કાર નહિ કરતા.

બે દિવસ કોઈનો મૂર્ત દેહ કેવી રીતે રાખવો.ગામના મુખીએ અત્યારે જ બધી તૈયારી કરવાની કહયું.
ગંગાબાએ ગામ માટે ઘણું બધું કર્યું છે.માટે અગ્નિસંસ્કાર આપણે જ આપવો પડશે.ગામના બધા એક સાથે ભેગા થઈને ગંગાબાનો અગ્નિસંસ્કાર કર્યો.

આજ સોમવારની સવાર પડી ગઈ હતી.પરસોત્તમ મંજુ અને વીજુડી ગંગાબાને યાદ કરી કરીને રડી રહ્યા હતા.આજ સવારે જ ગામના મુખીએ ત્રણેયને હેવલી એ બોલાવ્યા હતા.

ગામના મુખીને જાણવું હતું ગંગાબાના મોતનું રહસ્ય.
તે જાણવા માંગતા હતા કે કેવી રીતે ગંગાબાનું મોત થયું.એ જાણવા માંગતા હતા કે ગંગાબાનું ગળું આ ત્રણમાંથી કોઈએ દબાવ્યું નથી ને?તે આજ ઘણું બધું વિચારી રહ્યા હતા.અંતે તેણે ત્રણેયને બોલવાનું કહ્યું.

ગામના મુખી જ્યાં રસોડામાં મોટો ખાડો હતો.જ્યાં ખજાનો હતો ત્યાં ખુરશી નાંખીને ગામના મુખી બેઠા.એક પછી એકને રસોડાની અંદર મેકલો.સૌથી પહેલા વિજુડી ગઇ.આ પહેલા ક્યારેય ગામના મુખી સાથે તેમણે વાત કરી ન હતી.તેનું શરીર ધ્રુજી રહ્યું હતું.તે થોડી ડરી રહી હતી.તેનું શરીર કાંપી રહ્યું હતું.
તે ગંગાબાના મરણથી એટલી બધી ડરી ગઈ હતી કે તે કઈ બોલી પણ શક્તિ ન હતી.

ગંગાબાનું મુત્યું થયું તને કયારેય ખબર પડી?

તે ધ્રુજતા અવાજે બોલી ..!!!જયારે મંજુ દોડતી દોડતી મારા ઘરે આવી કહેવા ત્યારે.એ પહેલાં મને કઈ ખબર નથી.હું તો સવારે વહેલા હવેલી પર સાફ સફાઈ કરવા માટે આવી હતી.ત્યારે ગંગાબા મારી સાથે વાત પણ કરી રહ્યા હતા.

શું તેણે તને કયારેય ખજાનાની વાત કરી હતી.કે આ હવેલીમાં ખજાનો છે?હા,તેમણે મને વાત ઘણા સમય પહેલા કરી હતી પણ ખજાનો ક્યાં છે,એ વાત ગંગાબાએ મને કયારેય કહ્યું નથી.એ તો તમે પણ જાણો છો અને આખું ગામ પણ જાણે છે કે આ હવેલીમાં ખજાનો હતો.

હવેલીનું મારું કામ પતાવી મારા બાપુજીને ખેતરમાં મદદ કરવા હું ચાલી જતી.મને બીજી કોઈ પણ પ્રકારની ખબર નથી.મને દુઃખ છે કે ગંગાબાનું કોઈએ ખૂન કરી નાખ્યું તે મને ખુબ વાહલથી રાખતા હતા.

ક્રમશ

લિ.કલ્પેશ દિયોરા.