I continue with myself in Gujarati Motivational Stories by Manish Patel books and stories PDF | હું તો ચાલુ મારી સાથે

Featured Books
Categories
Share

હું તો ચાલુ મારી સાથે

જિંદગીની ગતિ કેવી ન્યારી છે. ડગલેને પગલે સુખ અને દુઃખ ના અનુભવ થાય છે . ક્યારેક એવું પણ લાગે છે કે જિંદગીની આ રેસ માં એકલા પડી ગયા. ઘણીવાર જિંદગીની ગાડી બરાબર પાટા ઉપર ચાલતી હોય અને અચાનક ખાડો આવી જાય છે. આ ખાડો એટલે દુઃખ. દુઃખ એક એવો પદાર્થ છે જે આપણી આસપાસ સતત મંડરાતો રહે છે આપણે તેનાથી પીછો છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરીએ છતાં પણ તે આપણી સામે આવીને ઊભુ રહી જાય છે.
ઘણીવાર એવુંં લાગે છે કે આ દુનિયામાં આપણું કોઈ નથી એક જ છત નીચે રહેતાા પરિવારના તમામ સભ્યો આપણને પારકા લાાગવા માડે છે.
કારણ વગર નું દુઃખ થવું સ્વાાભાવિ બનતું જાય છે. જેમ આપણે ક્યારેક ખૂબ ખુશ થઈ જઈએ છીએ તેવી જ રીતે ક્યારેક આપણા મનમાં દુઃખના વાદળો છવાઇ જાય છે. ક્યારેક સારા પ્રસંગે પણ આપણે ખુશ રહી શકતા નથી.
મન ખૂબ ચંચળ છે. માટે મન પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જો આપણે એક વાર દિલ થી નક્કી કરી લઈ એ તો કોઈ આપણ ને સુખી કે દુઃખી કરી શકે નહિ. આપણે સુખી થવું છે કે દુઃખી એ આપણે જાતે જ નક્કી કરવાનું છે. કારણ કે દુઃખ નું કોઈ કાયમી સરનામું નથી જે બોલાવે તેની પાસે જતું રહે છે.
બીજા લોકો આપણા વિશે શું બોલે છે અને બીજા લોકો આપણા વિશે શું વિચારે છે એ વાત ભૂલી જાવ. આપણે આપણી એક આગવી દુનિયા નું સર્જન કરવું પડશે. જ્યાં માત્ર ખુશી અને ખુશી જ હોવી જોઈએ.
દુઃખ પોતાની પાંખો ફફડાવી ને આપણા અંતરાત્માને વિચલિત ન કરી શકવું જોઈએ. આપણે માત્ર માનવ બનવા માટે નથી સર્જાયા પરંતુ આપણે મહામાનવની બની સૃષ્ટિનું કલ્યાણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ માટે આપણે આપણા ભૂતકાળ ને ભૂલવો પડશે. ભૂતકાળમાં આપણે કોણ હતા અને શું કર્યું એ ભૂલી જાવ અને એક નવી શરૂઆત કરો. હંમેશા હરપળ એ વિચારો કે મારાથી સૃષ્ટિનું કલ્યાણ કેવી રીતે થઈ શકે? આપણે એ વાતના સાક્ષી છીએ કે માણસે નદીઓને નાથી છે અને પર્વતોને ઓળંગ્યા છે. માનવી સાગર ના પેટાળ માં જઈને અમૂલ્ય મોતી નો ખજાનો લઇને આવ્યો છે.
આપણે એ સમુદાયના અંસ છીએ કે જેને કણ માંથી મણ કર્યું છે. આપણે એ સમુદાયના વંશજ છીએ જેણે આકાશમાં ઉચી ઉડાન ભરી છે. અને ચંદ્ર પર પગ પણ મૂક્યો છે. જરૂર છે એક નવી અનોખી શરૂઆત ની. સીધા રસ્તા ઉપર તો બધા જ પગરણ માંડે છે. પણ એવો રસ્તો પસંદ કરો કે જે ભલે વિકટ હોય પરંતુ આપણને મોટી સફળતા અપાવે. એવું ક્યારેય ના વિચારો કે હું એકલો છું.જ્યારે એકાંત હોય છે ત્યારે મનુષ્યના હમ સફર તરીકે તેનું પોતાનું આત્મ બળ હોય છે. સંજોગો ગમે તેટલા વિકટ કેમ નાં હોય આપણા ચહેરા ઉપર નું સ્મિત ક્યારેય ના વિલાવું જોયીયે. જો આપણે બીજા લોકો આગળ દુઃખ અને વ્યથા રજૂ કરતા રહીશું તો ક્યારેય આપણે મન થી મજબૂત નહિ બની શકીએ. માટે બીજા આગળ તો શું પણ પોતાની જાત આગળ પણ હું ખૂબ ખુશ છું કહેતા શીખવું પડશે. કોઈ આપણને મદદ કરશે કે કોઈ આપણા દુઃખ માં ભાગીદાર બનશે એ વિચાર મિથ્યા છે.
હંમેશા શ્રેષ્ઠ કાર્ય કરવું પણ ક્યારેય પોતાની જાત ને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન ના કરવો.જે કામ પડદા ની પાછળ કરવા માં મજા છે એ કામ દેખાડવા ખાતર કરવામાં નથી. લોકો આપણા વખાણ કરે કે નાં કરે પણ આપણા કામ નાં વખાણ થવા જોયીએ. દુનિયા ખૂબ રંગીન છે. આપણો દ્રષ્ટિકોણ રંગીન બનાવો પડશે.
એક વાર આપણે આપણી જાત સાથે ચાલતા શીખવું પડશે પછી જુવો લોકો આપણી સાથે કદમ મિલાવવા આપણો પીછો કરશે.