મિત્રો આપણે પ્રકરણ એક માં જોયું કે સંઘષૅ આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે.સંઘષૅ વગર નું જીવન આપણા માટે જ એક નિષ્ફળ જીંદગી નો રસ્તો બની જાય છે .
જીવનમાં સંઘષૅ કરવું આવશ્યક છે પણ તે પણ યોગ્ય રીતે જ થવું જોઈએ. તે માટે હું તમને એક પ્રંસગ કહેવા માંગું છું.
એક રીના નામની છોકરી હતી, જે પોતાના જીવનથી ખૂબજ કટાળી ગઈ હતી. તેને એમ થતું હતું કે આ શું વળી રોજ રોજ ના જીવન છે. સવારે ઉઠવું રોજ કામ કરવું અને સુઈ જવું, એમા વળી સ્કુલ લેશન ,પરિક્ષાઓ એમા પણ વળી કેટલું પણ વાંચો જોઇએ એવા ગુણ તો મળે જ નહી, આમ આમ વિચારોમાં એક દીવસ તે બેઠી હતી એટલા માં એના પપ્પા આવ્યા .
પપ્પા--શું થયું બેટા ક્યાં ખોવાયેલી છે આજ પપ્પા ની લાડલી
રીના --અરે પપ્પા જુવો ને હું તો આ રોજ રોજ ના જીંવન થી કટાળી ગઈ છું, એમા વળી કેટલું પણ સારુ કરો પણ જોઇએ એવું પરીણામ તો ન જ મલે મારે શુ કરવાનું?
પપ્પા --રીયાના માથે હાથ ફેરવતા અરે બેટા જીવનમાં સઘષૅ તો કરવું જ પડે ને સારુ ચાલ અત્યારે સુઈજા સવારે વહેલી ઉઠજે આપણે ફરવા જશું
રીયા --સારુ પપ્પા શુભ રાત્રી અમે કહી રીયા સુઈ ગઈ.
બીજો દિવસ ..
ચલ બેટા રીયા તૈયાર છે તુ, હા કહી બન્ને ચાલ્યા
પિતા રીયાને એવી જગ્યા એ લાવયા હતા કે જ્યા અલગ અલગ બાળકો હતા પણ એ બાળકો શારીરિક અને માનસિક રીતે ખોળ-ખાપણ વાળા હતા.કેટલાક બાળકો સાંભળી નોતા શકતા તો કેટલા બોલી નતા શકતા, કેટલાક ચક્ષુહીન હતા છતાં પણ તેઆો મા કંઈ અલગ હતું .
રીયા એ પ્રશ્ન કયો પપ્પા તમે મને અહી કેમ લાવ્યા છો.
પિતા જવાબ આપતા કહ્યુ ચલ મારી સાથે .
તેના પિતા સો પ્રથમ જેને બંને હાથ ન હતા તેવા માણસ ની મુલાકાતે ગયા, તે ગયા ત્યારે તે ભાઈ જે બધા લોકો હાથ થી કામ કરે તે પગ થી કરતા હતા, અને એટલું જ નહી પણ તેઓ સારા ડાન્સર તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા, આ જોઈ રીયા નવાઈ લાગી.
ત્યાર પછી એક બેન ચક્ષુહીન હતા તેની મુલાકાત લીધી તે ભલે ચક્ષુહીન હતા છતા પણ અદભૂત ચિત્ર બનાવતા હતા, તેઆે કોઈ પણ ચિત્રને સ્પશૅ કરી અને મનમાં તેની છબી બનાવી અદભુત ચિત્ર બનાવતા હતા. કહેવાય છે ને જ્યા કળા હોય શીખવાની આવડત હોય ત્યા કોઈ પણ ખામી નથી દેખાતી.
ત્યાર પછી તેના પપ્પા તેને જે બોલી નોતા શકતા એવા માણસ ની મુલાકાત લેવડાવી એ ભલે બોલી નોતા શકતા છતા પણ તેમને ગાવાનો શોક હતો, તેથી તેમણે હાર ન માની અને ગીટાર વગાડવાનું શીખયા અને તેઆો જે ગીત કહો તેની પર તે એવોજ ગિટાર વગાડી આપે, કેમ કે તેમને ખૂબજ મહેનત કરી હતી જે ફળ દાયી બની હતી.
ત્યાર પછી રીયા અને તેના પપ્પા થોડીવાર બેસ્યા પછી ઘરે આવતા હતા ત્યારે રીયા પુછ્યું
પપ્પા તમે મને અહી કેમ લાયા શું સમજાવા માગો છો મને, ખબર ના પડી
પપ્પા --રીયા બેટા હું તને એ સમજાવા માગું છું કે, આ જે લોકો થી મળી એમા કંઈ ને કંઈ ખામી હતી છતા પણ તેઆો કદી પોતાના જીંવન કટાળ્યા નથી અને પોતાની ખામી ને યોગ્ય સંઘષૅ થી પોતાના જીવનમાં ખુશી ના ચાંદ ચાંદ લગાવી દીધા છે.જો તેઆે નિરાશ થઇ ને બેશી ગયા હોત તો શું આજે એમના જીવનમાં ખુશી હોત, બસ હું તને એટલું જ કહેવા માંગુ છું કે જો સંઘષૅ કરતા નિરાશા નું ત્યારે જ યોગ્ય ફળ ન મળે જે સંઘષૅ બરાબર ન થયું હોય.યોગ્ય મહેનત થી કરેલું સઘષૅ અવશ્ય ફળ દાયી જ બને છે.
ઉઠ ખડે હો આે મુસાફીર, મંઝિલ અભી દૂર હે તેરી
જો સહી રાહ ચુનેગા સંઘષૅ કી તો રાહ ભી મંઝિલ ભી આ જાયે ગી તેરી.
આભાર