પછીનો દિવસ સ્મૃતિ વર્ગ માં પ્રવેશ કરે છે. તે હીર ની બેન્ચ પર જુએ છે કે કોઈ બીજા વ્યક્તિ નું પણ બેગ હોય છે તે એ બેગ ઉઠાવવા જ જતી હોય છે કે પાછળ થી અવાજ આવે છે.
રિધિમાંં : hii. એકચ્યુલી. I'm Ridhima gosai. સ્કૂલ ના પેહલા દિવસે હું નતી આવી.શું હું અહી બેસી શકું તારી સાથે?
ત્યાં જ પાછળ થી વીર નો અવાજ આવે છે.
વીર: રિધિમાં ગઈ કાલે તું કેમ નતી આવી?
રિધીમાં: કારણ કે હુ new admission નથી અને પેલા દિવસે આમ પણ introduction સિવાય કાઈ હોતું નથી.
વીર: રિધિમા આ છે સ્મૃતિ. સ્મૃતિ મારી કમ્પ્યુટર પ્રોજેક્ટ ની પાર્ટનર પણ છે.
રીધિમાં(આશ્ચર્ય સાથે): means કે ગઈ કાલે સ્કૂલ ના પેહલા દિવસે જ રીના મેડમે પ્રોજેક્ટ આપ્યો?
વીર: હા.
રીધીમાં: અને આ પ્રોજેક્ટ ટીમ માં બનાવવાનો છે. સાચું?
વીર: હા
રીધિમા: તો મારું patner કોણ?
સ્મૃતિ(હસતાં હસતાં): જે ગઈ કાલે ઘરે હાજર હશે તે.
રીધિમાં : અને મને કઈ રીતે ખબર પડશે કે કોણ ગઈ કાલે ગેરહાજર હતું.
સ્મૃતિ: શાહ સર ને પૂછી લઈશું.
રીધીમાં: ઓકે. આપડે એમ જ કરીશું.
ત્યાં સુધી માં સમર્થ અને હીર પણ આવી જાય છે અને પછી શાહ સર આવી જાય છે.
રીધીમાં: સર. તમે મને કહી શકો કે ગઈ કાલે કોણ ગેરહાજર હતું
Mr.શાહ : કેમ તમારે શુ કામ છે ?
રીધીમાં : સર રીના મેમ એ પ્રોજેક્ટ વર્ક આપ્યું છે ટીમમાં તો જે ગઇકાલે ગેરહાજર હશે તે જ મારુ પાર્ટનર હશે.
Mr. શાહ : ગઇ કાલે વૃત્તિ શાહ ગેર હાજર હતા.
રીધીમાં પછી પોતાની બેન્ચ પર બેઠી જાય છે. પછી અલગ અલગ સબ્જેક્ટનાં લેકચર આવે છે. પછી લંચ બ્રેક પડે છે.
રીધીમા , હીર અને સ્મૃતિ ક્લાસ માંથી બહાર નીકળી રહ્યા હોય છે કે સમર્થ તેને પાછળ થી બોલાવે છે.
સમર્થ: બુધવાર ની કમ્પેટીશન વિશે સાંભળ્યું હવે તે ફકત મહિના ના છેલ્લા બુધવારે થશે. તમે કોઈ એમાં પાર્ટીસીપેટ કરશો?
સ્મૃતિ બોલવા જ જાતિ હોઈ છે કે વીર કહે છે
વીર: તેમાં શુ પૂછવું તું અને સ્મૃતિ બંને સિંગિંગ માં અને રીધીમાં ડાંસ માં પાર્ટ લેશે.
સ્મૃતિ: નો હુ સિંગીંગ અને ડાંસ બંને માં પાર્ટ લઈશ
વીર: ઓકે મેં તો ફકત કહ્યું હતું મને નહતી ખબર કે તને નૃત્ય નો પણ શોખ છે.
રિધિમાં: તો આપણ 3 થી 5 સ્કૂલ ના પ્રાર્થનાખંડ માં મળીશું . ત્યારે તે ઈતર પ્રવૃત્તિઓ માટે ખુલું રાખવામાં આવે છે પ્રેક્ટિસ કરવા માટે.
સ્મૃતી : ઓકે પણ હુ 4 વાગ્યે અહિયાં થી નીકળી જઈશ. આજે મમ્મી,પાપા અને ભાઈ સૂરત થી આવવાના છે.
રિધિમાં: ઓકે . કાઈ વાંધો નહિ. પરંતુ આવતીકાલે તો તારે 5 વાગ્યા સુધી રેહવું પડશે.
સ્મૃતી: ઓકે
વીર: હુ પણ ડાંસ competition માં તમારી સાથે પાર્ટીસિપેટ કરીશ.
હીર: તો હુ પણ કરીશ. હું એકલી એકલી તમારા ડાંસ જોવ એના કરતા સારું કે હુ પણ પાર્ટીસિપેટ કરું.
સ્મૃતિ: ઓકે તો હવે લંચ કરી લઈએ નહિતર બ્રેક ખતમ થઇ જશે.
સમર્થ: શું અમે પણ તમારી સાથે કરી શકીએ લંચ તમને પ્રોબ્લેમ ના હોઈ તો
હીર: હા મને પ્રોબ્લેમ છે. તમે ના કરી શકો.
સમર્થ અને વીર જતા હોય છે કે રિધીમાં એમને રોકી ને હીર ને સમજાવે છે પછી સ્મૃતિ પણ હીર ને સમજાવે છે. અને હીર માની જાય છે.
પછી તે બધા સાથે મળી ને લંચ કરે છે.
સ્મૃતિ: આ વૃત્તિ શાહ કોણ છે?
રિધિમાં: શાહ સર ની છોકરી, ખુબ જ ભણેશ્રી ટાઇપ ની છે, એટલે મારે કાઈ પ્રોજેક્ટ ની ચિંતા નહિ થાય તે જ બધું કરી નાખશે
સ્મૃતિ, સમર્થ, વિર, હીર અને રીધિમાં ની જિંદગી આગળ શું વળાંક લે છે જાણવા માટે વાંચતા રહો સમર્થ અને સ્મૃતી
મારી પેહલી જ સ્ટોરી છે એટલે તમારા અભિપ્રાયો જરૂર જણાવશો . .... કવિતા