Sanam tari kasam - 8 in Gujarati Drama by આર્યન પરમાર books and stories PDF | સનમ તારી કસમ - (ભાગ ૮)

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

સનમ તારી કસમ - (ભાગ ૮)


દીકરા ! હું તને કેવી રીતે કહું,
કેવી રીતે તને કહું કે તારા પપ્પા એ મને નથી છોડી કે ના હું તેમને છોડવા માંગતી હતી પણ પરિસ્થિતિને વશ અમે બન્નેએ એકબીજાને ભૂલવા પડ્યા એક તું જ હતો જેની સાથે રહીને હું મારૂ આગળનું જીવન શાંતિથી ગુજારવા માંગુ છું.
મને ખબર હતી કે આજે નહિ તો કાલે તું આ પ્રશ્ન કરીશ જ પણ કેવી રીતે તને સમજાવું હું,શું કહું...
સર.......સર......
કોઈના બોલવાના અવાજ સાથે જ નીલનું આ સ્વપ્ન તૂટી ગયું આંખો ખોલી સામે જોયું તો રાજુ દેખાયો, નીલ એ પોતાની ચુપકી તોડી કહ્યું,
" હા રાજુ શુ જોઈએ તને ?? સર મને ભૂખ લાગી છે રાજુએ જવાબ આપ્યો.
નીલએ પોતાનો ફોન કાઢી બીટ્ટીને કોલ કર્યો,
ઘરે આવજે જમવાનું લઈને, જા નહાઈ લે તું. થોડો કચકાતો અટકાતો રાજુ બોલ્યો સર નહાવાનું? મને તો નથી આવડતું, નીલએ રાજુને બાથરૂમ બતાવ્યું. આ શું ?? રાજુના મોઢામાંથી ઉદગાર નીકળ્યા આ તો ઘણું મોટું છે આટલું મોટું તો અમારુ ઢાબુ પણ નહોતું. બાથરૂમમાં જઈને રાજુ નહાવાને બદલે આજુબાજુ જોવા લાગ્યો એટલું સ્વચ્છ બાથરૂમ પોતે નાહશે તો બાથરૂમ ગંદુ થશે. રાજુ ?? થોડી વાર પછી બહારથી અવાજ આવ્યો.
હા સર...નહાઈ લીધું તે?? ના...જમવાનું આવી ગયું છે જલ્દીથી બહાર આવીને જમી લે અને કપડાં પણ બહાર છે તું એ પહેરી લેજે હું અને નીલ બન્ને નીચે જઈએ છીએ બરાબર !
હા સર....અને કંઈપણ તને જોઈએ કે ડર લાગે તો નીચે વોચમેન કાકાનો નમ્બર ડાયલ કરેલો જ છે આ ફોનથી કહી દેજે અને ના આવડે તો નીચે જઈને કહી આવજે. હા સર....
આટલું કહી બીટ્ટી અને નીલ બન્ને નીચે ગયા,
થોડી વાર પછી રાજુ નહાઈને બહાર આવ્યો અને નવા કપડાં જોઈ ખુશ થઈ ગયો. સામે પડેલ બોક્સ ખોલ્યું તો અંદરથી એક રોટલા જેવું કઈક નીકળ્યું, આ કેવો રોટલો છે?? રાજુએ ખુદને કહ્યું.
હશે મોટા લોકો આવા રોટલા ખાતા હશે પણ આટલો એક જ ?
અરે !! ઢાબા પર તો 2 રોટલા ના ખાઉં ત્યાં સુધી ઓડકાર નહોતો આવતો પણ ચાલશે નીલ સરે આટલું બધું કર્યું છે તો મારે પણ જમવાનું ઓછું કરવું જોઈએ અને ભણવાનું કરીશ.
એક દિવસ ખૂબ મોટો ઓફિસર બનીને નીલ સર જેવી ગાડી લાવીશ આવું વિચારતા વિચારતા રાજુ પેલા બોક્સમાં રહેલું પીજ્જા આખુ ખાઈ ગયો. તેને હતું કે આટલા રોટલામાં એનું કશું નહીં થાય પણ ચાર ટુકડા ખાઈને જ પેટમાંથી ઓડકાર આવી ગયો.
આ શું આટલામાં જ ! કેવી રીતે ? મેં તો થોડુંક જ ખાધું છે હશે અંદર ઘણું બધું નાખેલું છે અને અમારા મક્કકનચાચાનો પેલો સત્તુડો તો ખાલી લોટનો જ રોટલો બનાવતો છે તો બન્ને સારા.. હવે શું કરું હું? ટીવી જોવાનું કીધું તું એ જોઈને હવે રાહ જોઉં, સામે રહેલું ટીવી ચાલુ કરી રાજુએ રિમોટ પકડ્યું.

* * *
અરે !! યાર પેલા આપડા મર્ડરની તો ઘણી મોટી ઇન્વેસ્ટિગેશન થઈ છે કહેવાય છે કે નવા SSP ને આ તપાસ સોંપવામાં આવી છે અને એ એસ.એસ.પી બાપ રે તું યાર એની હિસ્ટ્રી જો તો લે આ, બીટ્ટીએ પોતાના આઇપેડમાં SSP વિરાટ શર્માની પ્રોફાઈલ વિકિપીડિયા પર સર્ચ કરીને આપી.
નીલએ નજર ગુમાવીને જોયું તો ફક્ત 4 વર્ષની ડ્યુટીમાં 12 મર્ડર અને 2 પ્રોમોશન સાથે વર્ષ 2019 માં શ્રેષ્ઠ ડ્યુટી તરીકે કલેકટરના હાથે એવોર્ડ પણ મળી ચુકયો છે. કહેવાય છે કે વિરાટ શર્મા ઘણા શાંત સ્વાભાવના અને દેખાવે તદ્દન એક સાધુ માફક વ્યક્તિત્વ ધરાવે છે પણ જ્યારે ઈન્વેસ્ટીગેશનની શરૂઆત કરે છે ત્યારે ભલ ભલાની પહોળી કરી નાખે છે.
હવે અત્યાર સુધી આટલા બધા મર્ડર કરી ખુલ્લે આમ ફરતા નીલ બીટ્ટી અને બોડાનો કેસ હાથમાં આવ્યો છે.
સામે વિરાટ શર્મા અને એક સાઈડ નીલ
બન્ને પોતાના સ્થાને ઉચ્ચ હતા એક બીજાને પછાડે એવા,

***
નીલ એ કાર બોડાના ઘરની આગળ ઉભી કરી અને બીટ્ટીને ઈશારો કરી બોડાને બોલાવવા કહ્યું, બીટ્ટીએ પોતાનું ટેબ્લેટ કાઢી બોડાનો નમ્બર મિલાવ્યો. હેલો..અબે કહા હે તું આજા બાહર હમ ખડે હે.કેમ આટલી રાત્રે? નીલ સાથે છે? હા હે ચલ આજા સબ બતાતે હે બાદ મેં, રુકો દોનો
સાલા ચૂતી**ઓ છો તમે બન્ને આવવાના હતા તો ફોન તો કરાયને મસ્ત ચડ્ડી એકલી પહેરીને ગર્લ ફ્રેન્ડ સાથે વીડિયો કોલ કરેલો, ચલ ફોન મુક હવે કાળિયા આવુ છું.બીટ્ટી ફોન કટ કરે છે અને નીલને કહે છે, હર ટાઈમ કી તરહ હી સાલા બી.સી વહી કર રહા થા,
પાંચ મિનિટ પછી બોડો બહાર આવે છે ગાડીનો દરવાજો ખોલી અંદર બેઠતાની સાથે જ પોતાના પેન્ટની જીપ બન્ધ કરે છે. બીટ્ટી એ જોઈ રહ્યો હતો, અબે કયા દેખ રહા હે તું? લેના હે કયા તુજે? તું હી લે લે..બીટ્ટીએ જવાબ આપ્યો. નીલ કેમ આટલી રાત્રે? ક્યાં જવાનું છે? પૂછ્યું નીલને હતું પણ આખરે જવાબ તો બીટ્ટીને જ આપવાનો હતો એટલે એણે પોતાના બગડેલા મૂડમાં ટૂંકમાં કહ્યું, બે bc તુજે કુછ પતા હી નહિ હે શહર મેં નયા ssp આયા હે ઔર ઉસકો સ્પેશિયલ આપના કેસ દિયા ગયા હે.તો શું થયું? બોડાએ જવાબ આપ્યો. તેરી મેરી હમ તીનો કી ફાડ દેગા વૉ ઉતના હરામી ઔર ઈન્ટેલિજન્ટ હે ઉસકા પુરાના રેકોર્ડ પકડ લેના.બોડો પેલી ફાઇલ હાથમાં પકડે છે અને વાંચવાનું શરૂ કરે છે ત્યાં જ બીટ્ટી આગળ કહે છે અબ હમેં એ શહર છોડ દેના પડેગા ઇસલીએ મી પી.આર સે જો આપના બાકી કા લેના હે વૉ લે લેતે હે પણ હમણાં અત્યારે? હા અભી નીલ યાર આ શું છે? કેટલી વખત જગ્યાઓ બદલવાની હવે નવી ગર્લફ્રેંડ પટાવાની..
એકને એકલા જીવવું અને બીજાને મળી છે એ તો એની જોડે જ રેવાની પણ મારું શું? મારે તો ટાઈમ કાઢવા દરવખત,પૈસાથી બધી સરખી મળતી જ નથી વપરાયેલી વાપરવાની મારે, અબે બન્ધ હો જા કબ સે બોલ રહા હે બીટ્ટી બોડાથી ગુસ્સે થઈને બોલ્યો, તું પીછે બેથ મુજે આગે આ જાને દે ગાના બજાઉ મેં કુછ અચ્છા સા ચલ અભી તો થોડા ટાઈમ લગેગા ઉસ બિલ્ડર કા ઘર આને મેં, તું વહા બેઠા રેહ. મેં ઓન કરતા હું.
બીટ્ટી રેડીઓ પર હાથ મૂકી ઓન કરે છે...
half hour પછી નીલ ગાડી રોકે છે આ ગયા? હા બે આ ગયા નીકલ ચલ બાહર,
બાહર ઉભેલ ગાર્ડ કોનું કામ છે સાહેબ ? મી.પી આર હા પણ આટલી રાત્રે?
એમને કહો નીલ સર આવ્યા છે વાત થઈ ગઈ છે અમારી, જાઓ સર..ગેટની અંદર જતા બીજો એઓ ગાર્ડ મળે છે પણ આ વખત ખુદ પી.આર બહાર આવીને નીલને મળે છે.
ત્રણે ઘરમાં જાય છે બોડો અને બીટ્ટી ઘર જોઈને જ ચોંકી જાય છે. આ શું લા બીટ્ટી શુ ઘર છે સાલાએ જિંદગીની કમાઈ લાગે ઘરમાં જ નાખી દીધી છે એટલું આલીશાન ઘર જોઈને તે બન્ને પોતાની આંખો પર વિશ્વસ કરી શકતા નથી. અત્યાર સુધી આટલા મર્ડર કર્યા પણ આવા કોઈ ઊંચી ખોપડીએ આપણને સોપારી નથી આપી હન.. હા એ તો છે યાર!! બીટ્ટી બોલ્યો, ત્રણે સોફા પર બેઠા ચાહ આવી નીલએ સિગરેટ કાઢી સળગાવી અને કીધુ કામ પૂરું બાકીનું પેમેન્ટ? આ રહ્યું અને હા મી પી.આર આ પેલો નવો Ssp આવ્યો છે સાચવી લેજો. તમે એ મારા પર છોડી દો હું કરી લઈશ પણ હમણાં થોડો ટાઈમ અંડરગ્રાઉન્ડ થવું જ પડશે Inquiry થશે.
ત્રણે એ રજા લીધી અને પાછા ફર્યા બીટ્ટી બોડા અત્યારે રાત્રે જ આપડે નીકળવું પડશે એટલે તમે રેડી થાવ હું રાજુને લઈને નીકળીશ તમારે બન્નેને પછીનું ઈશારામાં કહી દીધું.
નીલ સરની ગાડી આવતા જોઈ વોચમેનએ દરવાજો ખોલી દીધો, ગાડી ઉભી રહી એટલે વોચમેનએ પૂછ્યું સર તમારા ઘરમાં જે છોકરો હતો તે કોણ છે રિલેટિવ છે નીલએ એટલું જ કહી ગાડી પાર્ક કરી પોતાના ફ્લેટ સુધી જવા માટે લિફ્ટમાં ચઢ્યો, દરવાજો નોક થતા રાજુએ ખોલ્યો અને સામે ઉભેલા નીલને જોઈને ખુશ થઈ ગયો, રાત્રે 4:34 થઈ હશે રાજુને એમ હતું કે હવે નીલ સર સુઈ જશે પણ તે પોતાના રૂમમાં જઇ બેગ ભરવાનું ચાલુ કર્યું. જે ઘરમાં લેવા જેવું હતું તે બધું નીલએ લઈ લીધું ખુરશીમાં બેસીને કહ્યું રાજુ તું ફ્રેશ થઈ આવ આપણે જવાનું છે, અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠેલો રાજુ આંખો મિચોડતો બાથરૂમમાં ગયો બહાર નીલે પેકેટમાંથી સિગરેટ કાઢી સળગાવી અને નંદિનીને કોલ કર્યો પણ રિસીવ ના થયો એટલે મેસેજ લખીને મોકલી દીધો. રાજુ રેડી થઈને બહાર આવી ગયો પછી બન્ને નીકળ્યા, નીચે સુતેલા કાકાને જગાડીને નીલએ પોતાના ખિસ્સામાં રહેલી 2000 ની નોટ કાઢીને આપી અને પછી મળીશું એમ કહી ગાડી હંકારી દીધી.
બીટ્ટી અને બોડો પણ રેડી હતા બન્નેને લઈને ગાડી નીલ આગળ વધારી,જાના કહા હે ? બીટ્ટીએ પૂછ્યું હા નીલ આપણે જઈશું ક્યાં? નીલએ જવાબ આપ્યો યુ.પી મુઝફ્ફરનગર, ઓહો યુ.પી અને એ પણ મુઝફ્ફરનગર તને ખબર છે બીટ્ટી??
નહિ મેં તો કભી નહિ ગયા પર સુના બહોત હે ઇન્ડિયા કા ક્રાઈમ કેપિટલ હે વહી ના, હા વહી.
રાજુ ગાડીમાં બેઠા પછી સુઈ ગયો હતો.નીલ એ ગાડી ચલાવી યુ.પી પહોંચવા માટે,
તેણે નક્કી કર્યું હતું કે પોતાની કારને વારાફરતી ચલાવશે અને ત્યાં પહોંચશે પણ ગુજરાતમાં શાયદ એમના માટે કંઈક અલગ જ લખાયેલું હતું. બરોડાની બોર્ડર પર જ નાકા બંધી પર છટકવાની કોશિશ કરી પણ પ્લાન ફેલ થયો ચારે તો બચી ગયા પણ ગાડી ગુમાવવી પડી. બોડા તું અભી કે અભી દેખ કોનસી ટ્રેન હે જાને કે લીએ તબ તક મેં ઔર નીલ કુછ યહા સે સ્ટેશન તક પોહનચને કા કોઈ જુગાડ લગાતે હે.બોડાએ પોતાનું ટેબ કાઢી ટ્રેનની સાઇટ પર જઈને જોયું તો સવારના 5:00 વાગ્યાની ટ્રેન હતી અને પાંચ વાગવામાં હજી એક કલાકની વાર હતી. કોઈ વાંધો નહિ ત્યાં સુધીમાં તો આપણે સ્ટેશન પહોંચી જશું સીધા જનરલ ડબ્બામાં જ જતા રહીશું અત્યારે રિઝર્વેશન શક્ય નથી. આખરે ત્રણે જણ રાજુને લઈને ટ્રેનમાં બેસવામાં સફળ રહ્યા.જનરલ ડબ્બામાં એક બેગ સાથે ત્રણે જગ્યા લઈને બેસી ગયા બીટ્ટીએ રાજુને પોતાના ખોળામાં બેસાડી દીધો.યાર મેરા તો બેગ મેં સબ કુછ થા સબ ગાડી મેં છૂટ ગયા મેરા લેપટોપ મેરા આઈફોન ઔર કપડે,
તો ચુતી** મેરા ભી સબ કુછ થા ઉસમે બહોત સારે ફોટોજ ઔર અલગ અલગ મેરે કોન્ડોમ્સ,
કિતના કુછ રેહ ગયા. બસ અબ યે ડિબ્બેમેં પૈસે બચે હે,અત્યાર સુધી નીલએ સિગરેટ નહોતી પીધી તેને ખબર હતી ટ્રેનમાં સિગરેટ પીવી અપરાધ છે પણ એ જાણીતો જ અપરાધ કરવા માટે હતો. ખિસ્સામાંથી સિગરેટ કાઢી જલાવી અને ફૂંકવાનું ચાલુ કર્યું આખા ડબ્બામાં ધુમાડાની ગંધ પ્રસરી ગઈ પણ તે ત્રણેના મોઢા જોઈને બાકીના કોઈ પેસેન્જરએ મોઢામાંથી હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો...

ક્રમશ :