Pranaybhang - 13 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 13

Featured Books
Categories
Share

પ્રણયભંગ ભાગ – 13

પ્રણયભંગ ભાગ – 13

લેખક - મેર મેહુલ

સિયાના જન્મદિવસ પર અખિલ સિયાને આજવા ગાર્ડનમાં લઈને આવ્યો હતો. સિયા આજે ઘણાં દિવસો પછી ખુશ હતી. એ અખિલ સાથે કમ્ફર્ટેબલ ફિલ કરવા લાગી હતી.

“ગાર્ડનનું ચક્કર લગાવીને નીકળીએ ?” સિયાએ સમય જોઈને કહ્યું.

“સારું” કહેતાં અખિલ ઉભો થયો, તેણે સિયાને સહારો આપીને ઉભી કરી.બંને અડધી કલાક સુધી ગાર્ડનમાં ફર્યા પછી આગળની મંજિલ તરફ અગ્રેસર થયાં. આ વખતે કાર અખિલ ડ્રાઇવ કરતો હતો. સિયા તેની બાજુમાં બેસીને બહારનું દ્રશ્ય નિહાળી રહી હતી. દસેક કિલોમીટર આગળ જતાં સિયાને ટેકરી જેવું કંઈક દેખાયું,જ્યાં ઘણીબધી વિન્ડફાર્મ હતી.રસ્તાની ડાબી બાજુએ એ તરફ જવાનું બોર્ડ લાગેલું હતું.

“ચાલને અખિલ ત્યાં જઈએ” સિયાએ અખિલનાં ખભે હાથ રાખીને કહ્યું.અખિલે ડાબી બાજુ નજર કરી, સાઈડ લાઈટ બતાવીને કાર ડાબી બાજુ વાળી લીધી.ધૂળિયા રસ્તામાં કાર આગળ વધી રહી હતી. સૂરજ પણ માથે ચડી ગયો હતો. આગળ એક કોલ્ડડ્રિન્કની શોપ પરથી બંનેએ પાણી અને કોલ્ડડ્રિન્કની બોટલ લીધી અને આગળ વધ્યાં.

અખિલે કાર ટેકરી પર જવા દીધી. એક પવનચક્કી નીચે અખિલે કાર થોભાવી.ટેકરીની બીજીબાજુ ઉતરતાં થોડાં ઘાટા વૃક્ષો હતો, તેની નીચે જઈ બંને બેઠાં.

“આ પ્લેસનું તે શેડ્યુલ નહિ બનાવ્યું હોયને?” સિયાએ પાણીની બોટલ ખોલતાં પુછ્યું.

“ખબર નહોતી તને આવી જગ્યા વધુ ગમે છે” અખિલે કહ્યું, “નહીંતર આ જગ્યાની પણ માહિતી લઈ લેત”

“બધી ઘટનાનું શેડ્યુલ ના હોય બકા, ક્યારેક અણધારી ઘટના વધુ ખુશી આપે છે” સિયાએ કહ્યું અને બે-ત્રણ પાણીના ઘૂંટ પેટમાં ઉતારી બોટલ અખિલને આપી.અખિલે પણ સિયાનું અનુકરણ કર્યું અને કહ્યું,

“હું તો સમય સાથે ચાલનારો વ્યક્તિ છું, શેડ્યુલ વિનાની લાઈફ ડ્રાઇવર વિનાનાં વાહન જેવી લાગે,ક્યાં જવું એ જ ખબર ના પડે”

“તું કેમ આટલો બધો પ્રેક્ટિકલ છે ?” સિયાએ પુછ્યુ.

“હા તું મને પ્રેક્ટિકલ કહી શકે કારણ કે હું લાઈફને જુદાં એંગલથી જોઉં છું. બીજા લોકો શું વિચારે એ હું નથી વિચારતો માટે બીજા લોકોનાં વિચારોની મારાં પર કોઈ ઇફેક્ટ નથી પડતી”

“તું અને તારી ફિલોસોફી બંને એન્ટિક છે” કહેતાં સિયા હસી પડી.

“કોલ્ડડ્રિન્ક કે સિગરેટ ?” અખિલે બંને વસ્તુ હાથમાં ઉઠાવીને પુછ્યું.

“પહેલાં કોલ્ડડ્રિન્ક અને પછી સિગરેટ” સિયાએ કોલ્ડડ્રિન્કની બોટલ હાથમાં લઈને કહ્યું.

“ડ્રીંક પરથી યાદ આવ્યું, તું ડ્રીંક કરે છે ?” સિયાએ પુછ્યું.

“ઓકેઝનલી કરી લઉં પણ આદત નથી પડી” અખિલે કહ્યું.

“વાહ, તો મને એમાં પણ પાર્ટનર મળી ગયો” સિયાએ કહ્યું.

“મતલબ તું” અખિલે સિયા તરફ આંગળી ચીંધીને આંખો ઝીણી કરી.

“કેમ ના કરી શકું ?” સિયાએ અખિલે ચીંધેલી આંગળી નીચે કરી દીધી.

“તું શું નથી કરતી એ કહે મને” અખિલે કહ્યું.

“લાઈફમાં એક વાર બધું કરી લેવાનું એવો મારો નિયમ છે” સિયાએ હસીને કહ્યું, “હવે કોલ્ડડ્રિન્કને ન્યાય આપીએ નહીંતર ગરમ થઈને હોટડ્રિન્ક થઈ જશે”

બંનેએ ડ્રીંક અને સિગરેટ પતાવી ત્યાં અડધી કલાક નીકળી ગઈ.

“હવે જઈશું ?” સિયાએ ઊભાં થઈને કહ્યું.

“બેસ થોડીવાર” કહેતાં અખિલે સિયાનો હાથ પકડી,સિયાને બેસારી દીધી અને પોતે ઉભો થઇ કાર તરફ ચાલવા લાગ્યો.

“ક્યાં જાય છે તું ?” સિયાએ પુછ્યું. અખિલે કંઈ જવાબ ન આપ્યો, કારમાંથી બેગ લઈ એ સિયા તરફ આવ્યો.

“શું છે બેગમાં ?” સિયાએ કહ્યું.

અખિલે બેગ ખોલી કેનોનનો કેમરો બહાર કાઢ્યો.

“ઓહ માય ગોડ, તું કેમેરો સાથે લાવ્યો છે” સિયાએ ખુશ થઈને કહ્યું.

“હાસ્તો, ભવિષ્યમાં આપણે આજનો દિવસ યાદ કરીએ તો જોવા માટે કંઈક તો હોવું જોઈએને ?”

“પહેલો ફોટો હું ક્લિક કરીશ” સિયાએ અખિલનાં હાથમાંથી કેમેરો લઈ શરૂ કર્યો. અખિલ તેને ના પાડવા હાથ લંબાવતો હતો એટલામાં સિયાએ ફોટો પાડી લીધો.

“મને આપ” અખિલે કેમેરો આંચકી લીધો, “આજે તારો જન્મદિવસ છે માટે તારાં ફોટા પહેલાં”

“હું તો મસ્ત પોઝ આપીશ” કહેતાં સિયાએ વાળમાં આંગળીઓ પરોવીને વાળ વ્યવસ્થિત કર્યા, કાનના ઝૂમખાં ચૅક કર્યા, ગાઉન વ્યવસ્થિત કર્યું અને પોઝ આપવા લાગી.જુદાં જુદાં લોકેશન અને જુદાં જુદાં પોઝમાં અખિલ સિયાના ફોટા પાડી રહ્યો હતો.

સિયાના ફોટા પાડ્યા પછી અખિલનાં ફોટા પાડવામાં આવ્યાં. અખિલ પણ એકથી એક ચડિયાતા પોઝ આપવા લાગ્યો.
“હવે થોડી સેલ્ફી લઈએ ?” સિયાએ કહ્યું.

“સ્યોર” કહેતાં અખિલે કેમેરો હાથમાં લીધો.બંને કારને ટેકો આપીને ઊભાં રહી ગયા. અખિલે કેમેરા ઉલટો પકડ્યો, સિયા અખિલની થોડી બાજુમાં આવી ગઈ.

“થ્રિ…ટુ…વન…” અખિલે કેમેરાની સ્વીચ દબાવી અને આ બાજુ સિયાએ અખિલનાં ગાલ પર ચુંબન કર્યું.

“આવી રીતે મને ટ્રીટ કરવા માટે” કહેતાં અખિલનાં બીજાં ગાલ પર ચુંબન કર્યું. અખિલે પોકેટમાંથી હાથ રૂમાલ કાઢ્યો, ગાલ લૂછયાં અને કહ્યું, “એમાં મારો ગાલ પલાળવાની શું જરૂર હતી?”

“હટ્ટ” સિયાએ અખિલને ધક્કો માર્યો અને કારમાં બેસી ગઈ. અખિલ હસવા લાગ્યો.બંને ત્યાંથી આગળ ચાલ્યાં.

રસ્તામાં જ બપોર થઈ ગઈ એટલે અખિલે સારી રેસ્ટોરન્ટ જોઈને કાર થોભાવી, લંચ કરીને આગળ વધ્યાં.

“કેટલું દૂર છે હવે ?” સિયાએ પુછ્યું.

“પાંચ કિલોમીટર હવે” અખિલે કહ્યું.

“તું કોઈ દિવસ આવેલો અહીં ?” સિયાએ પુછ્યું.

“નાનો હતો ત્યારે મમ્મી-પપ્પા જોડે આવેલો”

“લોન્ગ ડ્રાઇવમાં મજા આવે નહિ”

“મજા તો આવે પણ તું ટોપિક કેમ બદલતી રહે છે ?” અખિલે કહ્યું, “એક ટોપિક પર વાત કરને”

“મને તો કંઈ યાદ નથી આવતું” સિયાએ કહ્યું, “તું જ લાવ કોઈ નવો ટોપિક”

“અચ્છા મને એક સવાલનો જવાબ આપ” અખિલે કહ્યું, “હું તને કેવો લાગ્યો ?”

“મતલબ ?” સિયાએ અખિલ તરફ નજર કરી.

“મતલબ હું ક્યાં ટાઈપનું મટીરીયલ લાગ્યો તને” અખિલે હસીને કહ્યું, “ફ્રેન્ડ, બોયફ્રેન્ડ, હસબન્ડ કે પછી ભાઈ”

“તું બોરિંગ પર્સન છે” સિયા મસ્તીના મૂડમાં હતી, “તારી જોડે મને વાતો કરવી ગમતી જ નથી”

“અચ્છા એવું ?” અખિલ ફરી હસ્યો, “થોડાં મહિના પછી રક્ષાબંધન આવે છે તો શું વિચાર છે તારો”

“ચલ હટ્ટ” સિયાએ અખિલનાં ખભે ટપલી મારી, “આયો રક્ષાબંધન વાળો”

“તો વ્યવસ્થિત જવાબ આપને” અખિલે કહ્યું.

“તું છે ને ફ્લેક્સીબલ મટીરીયલ છે”સિયાએ કહ્યું, “તને કોઈ પણ રોલ આપવામાં આવે, તું બખૂબી નિભાબી લઈશ”

“તું મને કયો રોલ આપવાનું વિચારે છે ?” અખિલે પુછ્યું.

“અમમમ….” સિયા વિચારમાં પડી ગઈ.

“લો આવી ગયું” અખિલે સામે નજર કરીને કહ્યું અને બંનેની વાત અધૂરી રહી ગઈ.

સિયાએ સામે નજર કરી તો પાવાગઢનો ડુંગર દેખાઈ રહ્યો હતો. આજુબાજુમાં વનરાજી ફેલાયેલી હતી.ગાઢ રસ્તાની વચ્ચે કાર પુરવેગે જતી હતી. આગળ મોટા દરવાજામાં થઈને કાર અંદર પ્રવેશી.

અખિલે કાર પાર્ક કરી, બંને બહાર આવ્યાં.

“અહીં જ્યારે મહંમદ બેગડાએ આક્રમણ કર્યું ત્યારે પતઈ રાવળનું શાસન હતું, મહંમદ બેગડો પતઈ રાવળના સંતાનને ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો. રાજાએ જ્યારે એની વાત ના સ્વીકારી ત્યારે બેગડાએ તેનાં પર આક્રમણ કર્યું અને ચાંપાનેર પર કબ્જો કરી લીધો” અખિલે ઇતિહાસની માહિતી આપી, “હાલ અહીં ઘણી બધી મસ્જિદો છે, પર્વતારોહણની સુવિધા છે. સરકાર પર્યટનના સ્થળ તરીકે આ જગ્યાને વિકસાવી રહી છે”

“આપણે બધી જગ્યાએ નથી જવું” સિયાએ કહ્યું, “કોઈ એક સારી જગ્યા શોધીને બેસીએ,હું થાકી ગઈ છું”

“બેસ થોડીવાર અહીં” અખિલે સહારો આપી સિયાને સામેના બાંકડા પર બેસારી દીધી અને કારમાંથી પાણીની બોટલ લઈ આવ્યો.

“અરે મને કંઈ નથી થયું” સિયાએ કહ્યું.

“દેખાય છે તારાં ચહેરા પર” અખિલ ખિજાયો, “લાલ ટામેટા જેવો થઈ ગયો છે અને તું કહે છે કંઈ નથી થયું”

“અરે…આટલો તડકો છે, કોઈ દિવસ બહાર નીકળીએ નહિ તો આટલી તો અસર થવાની જ ને ?”

“એ મને નથી ખબર” અખિલે કહ્યું, “આપણે થોડીવાર અહીં આરામ કરીશું, થોડું ફરીશું અને પછી નીકળી જશું”

“સારું તું કહે એમ” સિયાએ કહ્યું.

થોડીવાર આરામ કરી બંને ફરવા ગયાં. એક-બે મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો જોઈ બંને વડોદરા તરફ પરત ફર્યા.સિયાને બપોરે સુવાની આદત હતી એટલે સિયા રસ્તામાં સુઈ ગઈ હતી.

અખિલ સિયાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો.સિયાનાં વાળ તેનાં ચહેરા પર આવી ગયાં હતાં.અખિલે એ વાળને સિયા જાગે નહિ એટલી સિફતથી ચહેરા પરથી દૂર કર્યા.

“તારું મેઈન સરપ્રાઈઝ તો હજી બાકી જ છે” અખિલે મુસ્કુરાઈને મનમાં કહ્યું.

( ક્રમશઃ )