ભર બપોરનો સમય થયો હતો અને બધા એના આવવાની રાહ જોતા હતા કે ક્યારે આવશે ? એટલા માં જ સંધ્યા નો અવાજ સંભળાયો અને શ્યામની મમ્મી બોલી કે જો આવી ગઈ મારી લાડકી સો વર્ષ ની થશે, અમે તને જ યાદ કરતા હતા કે ક્યારે આવીશ તું અને તું એટલા માં આવી ગઈ,ઘરના કામ પતાવીને સંધ્યા શ્યામના ત્યાં આવી હતી, બપોરે તો એના ઘરના બધા લોકો આરામ કરે અને સંધ્યા ને તો બપોરે ક્યારેય ઊંઘવાની ટેવ જ ના હતી એટલે એ તેના નવરાસ નો સમય શ્યામના ઘરે જતી અને એમની મમ્મી અને બહેન સાથે વાતો માં સમય પસાર કરતી.
સંધ્યા ઘરે આવીને શ્યામને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહી હતી,અને શ્યામ પણ જાગતો હોવા છતાય સુઈ રહ્યો હોય એવો ઢોંગ કરતો હતો,સંધ્યા એના માથાના વાળ ને પંપાળતી એ એને ઘણું જ ગમતું,શ્યામ થોડી આળસ મરડી અને આંખો ખોલી ત્યારે સંધ્યાનો એ માસુમ અને પ્રેમાળ ચહેરો એની આંખો ની સામે જોઇને એનો અખો દિવસ ખુસનુમા બની ગયો હોય એવું લાગે, શ્યામ પોતાનું માથું સંધ્યાના ખોળા તરફ કરતો અને એના હળવા હાથ નો સ્પર્શ શ્યામને ઘણોજ વહાલો લાગતો,સંધ્યા એને ઉઠાડીને રસોડામાં જઈને એના માટે સરસ ચા બનાવીને લાવતી,ચા પીધા પછી શ્યામ ફ્રેશ થવા જતો એ આવે ત્યાં સુંધીમાં સંધ્યાએ એના માટે જમવાનું પીરસીને તૈયાર કરી દેતી.
બંને એક જ થાળી માં જમતા સંધ્યા તેના ઘરે થી અધૂરું જમીને આવતી કારણ કે એને શ્યામની સાથે જમવાનું હોય,બધા જમતા હતા એટલામાં જ ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ સંભળાયો પોસ્ટમેન કોઈક કાગળ આપવા માટે ઘરે આવ્યો હતો,જમતા જમતા ઉભા થઈને શ્યામે બારણું ઉઘાડ્યું અને કાગળ પર સહી કરી અને કાગળ લઈને ઘરમાં આવ્યો,કાગળ બાજુ પર મુકીને શ્યામ પાછો જમવા બેસી ગયો,જમ્યા પછી શ્યામ ની બહેન અને મમ્મી બંને ટીવી જોવા બેસી ગયા અને શ્યામ તો સંધ્યાની સાથે વાતો કરવામાં લાગી ગયો,વાતો વાતોમાં એને પેલો કાગળ યાદ આવ્યો એ કાગળ ખોલીને વાંચવા બેઠો કાગળ માં લખ્યું હતું કે ‘મિસ્ટર શ્યામ ને ભારતીય સેના માં જોડવામાં આવ્યા છે તેથી એમને ટૂંક સમયમાં હાજર થવાનું રહેશે’ આ સમાચાર વાંચતાની સાથેજ શ્યામ ખુશ થઈને નાચવા લાગ્યો, એની મમ્મીને ગળે વળગીને એમને પણ આ સમાચાર કહ્યા એ સાંભળીને મમ્મી અને બહેન પણ ઘણા જ ખુશ થઇ ગયા,શ્યામ ની ખુશીનો કોઈ પાર નહોતો એને ખુશીમાં ને ખુશીમાં સંધ્યાને ગળે વળગી પડ્યો સંધ્યા પણ ખુશ હતી કે શ્યામ ને તેની મહેનત નું પરિણામ મળ્યું! પણ એની ચહેરા પર ખુશી અને મન માં શ્યામના વિયોગ નું દુખ હતું.
શ્યામ ઘણો મહેનતી હતો એને આર્મીની ભરતી માં પણ પાસ થયો હતો અને એના સખત પરિશ્રમના સારા પરિણામે આખરે એને સફળતા મળી ગઈ અને એની પસંદગી થઇ ગઈ,સંધ્યા મનમાં તો શ્યામના વિયોગના વિચારોમાં પડી ગઈ હતી કે પોતે શ્યામના ગયા પછી એને જોયા વગર અને એની સાથે વાત કર્યા વગર કેવી રીતે રહેશે? શ્યામની સામે તો સંધ્યા ખુશ રહી પણ ઘરે જતા એ પોતાના આંસુ ને રોકીના શકી અને શ્યામની સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી શ્યામ પણ સંધ્યાને ગળે વળગી ને એ પણ રડવા લાગ્યો બંને એકબીજાને ગળે વળગીને ખુબ રડ્યા બંને ના મનમાં નોકરી મળ્યા ની ખુશી અને એકબીજા થી દૂર થવાનું દુખ પણ હતું,પણ શું કરે સમય ને બદલાતા વાર નથી લગતી તેમ શ્યામની જીંદગીમાં પણ કઈ ક એવુજ થયું કે એને સમયે ઘણું સારું પરિણામ આપ્યું જેના કારણે હવે એના ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઘણો જ બદલાવ આવશે, સંધ્યા પણ સાંજ થતા એના ઘરે જવા નીકળી હતી જતા જતા એ પાછળ વળી વળી ને બસ શ્યામને જોતી હતી ઘર તરફ જવા માટે એના પગ પણ નહોતા ઉપાડતા પણ શું કરે જવું તો પડેજ એટલે સંધ્યા સાંજે ઘરે ગઈ અને જઈને પલંગમાં આડી પડીને ખુબ જ રડી, પછી તો જાણે કે કઈ જ થયું ના હોય એમ કોઈ ને ખબર પણ ના પડે એમ એ ઘરના કામ માં લાગી ગઈ, કામ પૂરું કરતા કરતા રાત પડી ગઈ અને રાતનો સમય તો સંધ્યા બસ આખી રાત રડી છે,અને એના મનમાં બસ શ્યામના વિરહના વિચારો ચાલતા હતા,સંધ્યાના મન ની હાલત એવી થઇ કે એ સંધ્યા જ જાણતી હતી,રાત તો કાળાનાગ ની જેમ સંધ્યાને ડંખતી હતી,બસ હવે તો કાલ સવારનો સુરજ કેવો ઉગશે ?