Khalipo - 8 in Gujarati Love Stories by Ankit Sadariya books and stories PDF | ખાલીપો - ૮

Featured Books
Categories
Share

ખાલીપો - ૮

વરસાદ બંધ થવાનું નામ લેતો નહતો, મને દીપકની ચિંતા હતી કે એ વરસાદમાં ભીંજાતા ભીંજાતા રાહ જોતો હશે તો? બહુ મૂંઝવણ થતી હતી શું કરવું? બા રસોડામાં જ કૈક કરતી હતી. અમે ત્રણેય ભાઈ બહેન વરસતા ધોધમાર વરસાદને જોઈ રહ્યા હતા. આજે મને વરસાદ મારા પ્રેમનો શત્રુ લાગતો હતો. સમય વીતતો જઈ રહ્યો હતો, ત્યાં મને એક વિચાર આવ્યો. મેં કહ્યું હું વરસાદમાં ન્હાવા જાવ છું અને ન્હાતા ન્હાતા જ રેખાના ઘરે જઈશ. બા ને ના સંભળાય એટલું ધીમે બોલી જલ્દી જલદી નીકળી ગઈ. જગદીશ અને જાગૃતિ લેશન કરતા કરતા એકબીજા સાથે કૈક વાતનો ઝગડો કરવામાં વ્યસ્ત હતા. કોઈએ સાંભળ્યું ના હતું !

હું ભીંજાતી ભીંજાતી ચાલી જઈ રહી હતી. વરસાદ ધીમો પડવાનું નામ લેતો નહોતો. શેરીઓમાં મારા સિવાય કોઈ દેખાતું નહોતું. કુતરાઓ ગાડા નીચે કે કોઈકના ઓટલે આશરો લઈને બેઠા હતા. વીજળીના કડાકાઓ જાણે મને ના જવા માટે રોકી રહ્યા હતા. શેરીઓ જાણે નાના ઝરણાઓ બની ગઈ હતી. એમાં હું માંડ માંડ હાંફતા હાંફતા ઝડપથી ચાલી રહી હતી.

પ્રેમમાં કઈક એવી તાકાત છે જે તમને એવું કરાવી શકે જે તમે સ્વસ્થ મને કરવાની કલ્પના પણ ના કરી શકો.

હું આગળ ચાલી જતી હતી. ધીમે ધીમે ખેતરો આવવા લાગ્યા. બે ખેતરો વચ્ચેની જગ્યા જેને સેલું કહેતા, એમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા. હું એમાં પણ ચાલી જતી હતી. એકવાર વિચાર આવ્યો કે જો ત્યાં દિપક નહીં આવ્યો હોય તો? તો હું માની લઈશ કે એનો પ્રેમ સાચો નથી. જો હું આવી ઘેલી થઈ શકું તો એ કેમ નહિ??

રાવણાનું ઝાડ દૂર નહોતું. એ થોડી ઉંચાઈ પર ખેતરમાં જ હતું. મને દૂરથી ત્યાં સાઇકલ પડેલી દેખાણી. મારુ હૃદય લગભગ એક ધબકારો ચુકી ગયું. હું ત્યાંથી જેટલી ઝડપથી દોડી શકાય એટલી ઝડપથી દોડી. લગભગ જોરથી બૂમ પણ મારી, "દિપક...". અને મને સામેથી અવાજ સંભળાયો "દક્ષા..." હું દોડતી દોડતી એની પાસે પહોંચી અને એને વળગી પડી. ઠંડીમાં એનું શરીર ધ્રુજતું હતું એને મારી બાહોમાં લઈને ગરમી આપી રહી હતી. આજે મારું સિરિયલવાળું સપનું પૂરું થતું હોઇ એવું લાગ્યું. મારા હાથ એની મજબૂત પીઠ પર ફરતા હતા. એને મને બાથમાં પકડી રાખી હતી જાણે અમારા માટે આ બધું સપનું હતું.

અમને બંને ને જોવા માટે ત્યાં કોઈ નહોતું. રાવણો વરસાદમાં ન્હાતા ન્હાતા પવન સાથે જાણે પ્રેમ ગીતો ગાઇ રહ્યો હતો, બેકગ્રાઉન્ડમાં ધીમા પડેલા વરસાદનું સંગીત હતું. બાજુમાં રસ્તાઓ પર ખડ ખડ વહી રહેલું પાણી અલગ ધૂન છેડતું હતું. દેડકાઓ ડ્રાંઉં ડ્રાંઉ કરી જાણે અમને ઉત્સાહિત કરી રહ્યા હતા. ઝાડ પર બેઠેલ પોપટ અને મેના આ બધું જોતા હતા.

મારો ઉપરનો હોઠ એના નીચેના રસીલા હોઠનું રસપાન કરી રહ્યો હતો. અમે બંને એકમેકમાં ખોવાઈ ચુક્યા હતા. હવે જે થતું હતું એની અમને પણ ખબર નહોતી. હું એની ગરદન પર, પીઠ પર હાથ ફેરવી રહી હતી. એ મારા પીઠ પર, નિતમ્બ પર હાથ ફેરવી રહ્યો હતો. અમારી ઉત્તેજના વધતી જતી હતી. એનો હાથ ફરતો ફરતો મારા સ્તન પર આવ્યો. શરીરમાં ગજબની કંપારી છૂટી. એને ધીમે ધીમે એમ જ મારી કુર્તિ કાઢી નાખી અને અડધા ઉઘાડા સ્તનના ભાગ પર હળવેથી ચુમ્મી ભરી. મેં લાગણીના વહેણમાં તણાઈને એનો શર્ટ કાઢ્યો. આગળ શું થઈ રહ્યું હતું એ હવે અમારા હાથમાં નહોતું. હું દીપકને માણી રહી હતી, એક ગમતા છોકરા માટે સર્વસ્વ લૂંટાવી રહી હતી.એક એક ક્ષણે જે લાગણીઓ થતી હતી એ લાગણી ક્યારેય શબ્દોમાં વર્ણવી ના શકાય. શબ્દોને શરમ આવવા લાગે, સેક્સનું વર્ણન થાય પણ લાગણીનું નહીં. આજે અમે બંનેએ એકબીજાને સંપુર્ણ મહેસુસ કર્યા.

વરસાદ બંધ થઈ ગયો હતો. દેડકાઓ ડ્રાંઉ ડ્રાંઉ કરતા બહાર નીકળવા લાગ્યા હતા. પવન ધીમો પડી ગયો હતો. પાણી હજુ ય એમ જ ખળ ખળ વહી રહ્યું હતું. રાવણો ડોલતો બંધ થઈ ગયો હતો. એક તોફાન આવી ને જતું રહ્યું હતું, બહાર પણ અને ભીતરમાં પણ. બહાર આકાશમાં એક સુંદર મેઘધનુષ બન્યું હતા અને મનમાં પણ. પેલા પોપટ મેના હજુ ત્યાં જ બેઠા બેઠા અમને જોઈ રહ્યા હતા, જાણે કશું જ ના બન્યું હોય. આજે આખી કુદરત અમારા પ્રેમમાં ભાગીદાર બની હતી !

પછી શું વાત કરવી એ એકેયને ખબર પડી રહી નહોતી. હું એમ જ એના ખોળામાં બેઠી હતી, એ મારી ગરદનની આજુબાજુ હાથ વીંટાળીને બેઠો હતો. હું એના ગરમ શ્વાસને મહેસુસ કરી શકતી હતી. હું એની આંગળીઓમાં મારી આંગળીઓ પરોવીને રમતી હતી. મગજમાં કોઈ જ વિચાર નહોતા બસ જે થઈ રહ્યું હતું એ જીવી રહી હતી. જે કુદરત આસપાસ રમી રહી હતી એ માણી રહી હતી. લગભગ અંધારું થઈ ચૂક્યું હતું. મેં કહ્યું હવે નીકળવું જોઈએ. મને ખાલી "હમમ" સંભળાયું.

અમે બંને અલગ અલગ નીકળ્યા. હું ચાલતી જતી હતી અને એ મને જોઈ શકે એમ થોડો દૂર રહીને પાછળ સાઇકલ લઈને આવતો હતો.ધીમે ધીમે ગામ નજીક આવ્યું. એ સાઇકલ લઈને આગળ જતો રહ્યો. હું ઘરે ગઈ.

ઘરે બા સાંજનું વાળું બનાવી રહી હતી. જગદીશ અને જાગૃતિ ઘરની ઓસરીમાં જ મારી રાહ જોઇને બેઠા હતા. બાપુજી ફળિયામાં કૈક કામ કરી રહ્યા હતા. મને જોતા જ બા ઉભી થઈને મારી નજીક આવી અને કાંઈ પૂછ્યા વગર જ ગાલ પર એક થપ્પડ મારી દીધી.

(ક્રમશઃ)
(તમને આ ભાગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. તમને આ વાર્તા ગમી રહી હોય તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો).