Gabbar ka schoolo mein daka in Gujarati Comedy stories by Mukesh Pandya books and stories PDF | ગબ્બરકા સ્કૂલોમેં ડાકા

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગબ્બરકા સ્કૂલોમેં ડાકા

ગબ્બર કા સ્કૂલો મેં ડાકા....

મુકેશ પંડયા

રામગઢની પહાડી પર બેસી આખો દિવસ પહેરો ભરીને કંટાળી ગયેલ સાંભા અને ગબ્બરસિંહની ગાળો ખાવા સાથે સતત અપમાનથી ત્રાસી ગયેલો કાલીયા,બંને જણા આ સમસ્યાથી છુટકારો મેળવવા એક પહાડી પર આતંકવાદીઓની માફક પીઠ પાછળ બંદુકોને ક્રોસમાં ગોઠવી,ચોક્કસ મુદ્રામાં બેસીને પોતાની જીંદગી વિષે વિચારી રહ્યા હતા. સાંભાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું “સુનો સાંભા,સરદારકી ગાલી ખા,ખા કર હમહોં બહુત કંટાલ ગયેલ હૈં.પતો નહીં કબહુ ગોલી ખાવન પડે.” હાં કાલિયા,મૈં ભી પહાડી પર બૈઠે બૈઠે કંટાલ ગયા હું. કુછ તો રાસ્તા નીકાલના હી પડેગા. થોડીવાર બાદ બંને જણા પહાડીથી અડધા કોસ દૂર એક સ્કૂલ બસને ધુમાડા અને ધૂળનાં ગોટા ઉડાડતી ભાગતી જતી જોઇ રહ્યા. બસને જોઇને સાંભા ના મનમાં પણ વિચારોના ધૂમાડા અને આઇડીયાના ગોટા ઉડવા લાગ્યા. સાંભા ખુશ થતા કાલિયાને કહેવા લાગ્યો “મિલ ગયા...મિલ ગયા.” કાલિયાએ આશ્ચર્યથી પહાડીની ચારે તરફ નજર ઘુમાવતા પુછયું “કોઇ શિકાર મિલ ગયો હૈ કા?...કહાં હૈ?” “હાં કાલિયા, બસ યહી સમજલો. સુનો,યહ સબ સમસ્યા સે છુટકારા ચાહીયે ના?” “હાં..હાં સાંભા.” “કાલિયા વો સ્કૂલ બસ તુમને દેખી ના ? હમ સરદાર કો ઉનકે લલ્લે કો પઢાઇ કે વાસ્તે સ્કૂલ ભેજને કે લિયે સમજાયેંગે.” “અરે સાંભા,કાહે અપના પાંવ આગ મેં દે રહે હો.ઇસકા નતીજા જાનતો હૈ કા?” “યહ કયા બોલ રહે હો કાલિયા?” “અરે,લલ્લા થોડા પઢ લિખ કર સાહિબ બન જાવેગો ફિર યહાં ભી વો સુસરા બડા બડા કંપનીઓં કી તરહ કારપોરેટ કલ્ચર લાગુ કરેગા ઔર ફીર હમકો વીઆરએસ લેને કો મજબૂર કર દેગો.”કાલિયાએ ડર રજુ કર્યો. “ઐસા કુછ નહીં હોગા.અરે વહ અપની પઢાઇ પુરી કરેગા તબ ના!” “કાહે પઢાઇ પૂરી નહીં કરેગો? લલ્લા સ્કૂલ જાવેગો તો પઢાઇ પૂરી તો કરેગો હી.” “અરે મેરે કલ્લૂ,એક બાર સરદાર કા બચ્ચા સ્કૂલમેં પઢના શુરૂ કરેગા ફિર સ્કૂલવાલોં કે સામને ગબ્બરકી ડાકૂગીરી જરા ભી નહીં ચલેગી.હમારા સરદાર જીંદગીભર સ્કૂલવાલોંકી ફીસ ભરને ઔર રોજ રોજ ઉનકી નયી નયી માંગે પુરી કરને મેં હી ઉલઝા રહેગા.ફીર હમારી તરફ ઉસકા ધ્યાન નહીં પડેગા.બસ, ફિર આરામ હી આરામ.”સાંભા એ સવિસ્તાર વાત કાલિયાને સમજાવી. સાંભાની વાત કાલિયાના ભેજામાં બંદુકની ગોળીની જેમ ઘુસી ગઇ એટલે બંને જણા થોડી ઘણી ચર્ચા કર્યા બાદ ગબ્બરને પોતાનો પ્લાન સંભળાવવા ઉપડયા. સાંભા અને કાલિયાએ ગબ્બરને તેના બચ્ચાને સ્કૂલમાં ભણવા મોકલવા બાબતે થોડુ અગડમ બગડમ સમજાવ્યું.તેમની વાતો પર થોડો વિચાર કર્યા બાદ ગબ્બર બોલ્યો.”હમ ઉસે પઢા-લિખવા કર કયા કરેંગે? બસ હમારી પહાડી,હમારી ડાકુગીરી હમારા લલ્લા સંભાલ લે યહી બહુત હોગા.” આ સાંભળી કાલિયા મનોમન બબડયો “હાં,વૈસે આજકલ હમારે નેતા ઔર અભિનેતા લોગ ઐસા હી કરતે હૈં.” સાંભાએ ગબ્બરને સમજાવતા આગળ ચલાવ્યું “સરદાર પઢ લિખ કર તો યે સારે કામ લલ્લા ઔર ભી અચ્છી તરહ કર સકતા હે. લલ્લા થોડા ચિઠ્ઠી-પતરી લિખના,પઢના સિખ લે બાદ મેં હમ ઉસે કાપરેટિવ બેંક યા ફાઇનાસ કંપની કા ચેરમેન યા ડિરેકટરવા બના દેંગે.યા ફિર ભવનનિર્માતા મતલબ બિલ્ડર યા ફિર કોઇ તૂટે-ફૂટે મકાનમેં સ્કૂલ યા કોલેજ ખૂલવા દેંગે ઉસકો.સરદાર જો કામ હમ ઘોડે પર ભાગ ભાગ કરકે કરતે હૈં વો કામ હમારા લલ્લા ખુરશી પર બૈઠ કર આરામ સે કરતા રહેગા”. કાલિયાએ વચ્ચેથી વાત સંભાળતા કહ્યું “ઔર હાં,સરદાર કહેતે હૈં આજકલ તો આતંકવાદી ભી પઢે-લિખે ઔર શિક્ષિત હોતે હૈં.” સાંભા અને કાલિયાની દલીલોનાં ઘડાકા-ભડાકા સામે ગબ્બરની દલીલોનો ગોળીબાર લાંબી ટક્કર ના લઇ શક્યો એટલે તેણે આ આખો પ્રોજેકટ સાંભા અને કાલિયાને સોંપી દીધો અને પોતે હવે પછીના ડાકા નાખવા માટેના પ્લાન બનાવવા ઉંચી પહાડી પર ચાલ્યો ગયો. બે દિવસ બાદ સાંભા અને કાલિયાએ ગબ્બરને અલગ અલગ સ્કૂલોનાં બ્રોશર બતાવ્યા અને તેની પાસે પચાસ હજાર રૂપિયાની માગણી કરી.પૈસાની વાત આવતાજ ગબ્બર અસલિયત પર આવી ગયો અને બરાડવા લાગ્યો. “ઇસ્કૂલ વાલોં કા દિમાગ ખરાબ હો ગયા હૈ ક્યા ? ગબ્બર સે પૈસોંકી ઉગાહી કર રહે હૈં?” સાંભા ગબ્બરની બૂમાબૂમથી નર્વસ થઇ ગયો પણ તેણે થોડી હિંમત ભેગી કરતા કહ્યું “નહીં નહીં સરદાર,યહ તો બચ્ચેકા ઇસ્કૂલ મેં એડમિશન કરવાને કી ફિસ હૈ.” ગબ્બરને એડમિશન શબ્દમાં સમજ ના પડી એટલે તેણે પૂછયું “અરે ઓ સાંભા,યહ એડમિશન ફીસ કયા હોતી હૈ?” સાંભાએ એક જાણકારની અદાથી સમજાવતા કહ્યું “સરદાર એડમિશન મતલબ દાખિલા.જૈસે હમ કિસી નયે આદમી કો હમારી ગિરોહમેં શામિલ કરતે હૈ,તબ ઉસકે માથે પર માં ભવાની કા ટીકા લગાકર ઉસસે માતા કે ચરનો મેં ગ્યારહ રૂપૈયે કા ચઢાવા રખવાતે હૈ,વૈસે પચીસ હજારકા ચઢાવા હમે ઇસ્કૂલવાલોંકો ચઢાના પડેગા.લલ્લે કે દાખલે કે લિયો. સાંભાની વાતથી ગબ્બર ફરીથી બગડયો અને બોલ્યો “યહ બચ્ચે કો પઢાને કા ચઢાવા હૈ યા બચ્ચે કો ગુંડો સે છુડવાને કા હૈ?” વાતને સંભાળી લેતા કાલિયા તરત બોલ્યો “સરદાર,યહ સબ બચ્ચે કે ભવિષ્ય ઔર આપકી વિરાસત કે લીયે હૈ” કહેતા તેણે એક સ્કૂલનું બ્રોશર સહિત ફી નું લિસ્ટ ગબ્બરના હાથમાં પકડાવી દીધું. લિસ્ટમાં અલગ અલગ પ્રકારની ફી ના આંકડા જોઇ ગબ્બર હાથેળીમાં ખૈની ચૌળી મોં મા મૂકી થોડી ક્ષણો બાદ જમીન પર થૂકતા બોલ્યો.“યહ સ્કૂલવાલોનેં ડાકા ડાલનેકી ચિઠ્ઠી ભેજી હૈ ક્યા હમ પર?” ગબ્બરને વિચલીત થતો જોઇને સાંભાએ કહ્યું “નહીં સરદાર નહીં,યહ ઇસ્કૂલકી ફીસ કા લિસ્ટ હૈ.દેખો યહ એડમિશન ફીસ,ફિર ટયુશન ફીસ,ઇસકે બાદ એન્ટરટેઇનમેન્ટ,ટ્રાન્સપોર્ટેશન ફીસ યે સબ મિલા કર પચાસ હજાર ઔર ઇસ્કૂલમેં દાખીલે કે લિયે થોડા બહોત ડોનેશન દેના પડેગા.” ગબ્બરને આ બધી જાતજાતની ફીસ માં સમજ ના પડી એટલે પુછયું.”સાંભા યહ સુસરી ફીસ ક્યા હોતા હૈ ? ઔર બાર-બાર કયોં આતી હૈ ?” ગબ્બરની ગાડી ટ્રેક પર આવતી જોઇ ખુશ થતા સાંભાએ સમજાવ્યું “સરદાર ફીસ કા મતલબ ખરચા-પાની,રોકડા દેના પડતા હૈ ઇસ્કૂલવાલોં કો.જૈસે હમ રામગઢવાલોં સે દાના-પાની માંગતે હૈ,લગાન વસૂલતે હૈં.ઠીક વૈસે યહ સ્કૂલ વાલે હમારે લલ્લેકો પઢાનેકા ખરચા-પાની વસૂલેંગે.” હાં સરદાર,ટયુશન ફીસ લેકર ઇસ્કૂલવાલે બચ્ચોંકો પઢના-લિખના સિખાતે હૈં.જૈસે હમ હમારે સાથીયોંકો ઘુડસવારી,બંદુકબાજી ઓર પુલિસસે બચના સીખાતે હૈં ઠીસ વૈસે.” કાલિયાએ ગબ્બરને જ્ઞાન પીરસ્યુ. “ઔર યહ સ્ટેશનરી ફીસ?” ગબ્બરે સવાલનું હવાઇ ફાયરીંગ કર્યું. ગબ્બરને સમજાવતા સાંભાએ કહ્યું “યહ સ્ટેશનરી ફીસ સ્કૂલવાલે ભવિષ્ય મેં હમકો ચીઠ્ઠી-પતરી લિખને કે લિયે લેતે હૈં.બસ સમજલો જૈસે ડાકા ડાલનેસે પહલે હમ પથ્થર કે સાથ ચિઠ્ઠી ફેંકકર ગાંવવાલોંકો આગાહ કરતે હૈં વૈસે યહ સ્કૂલવાલે હમે ચિઠ્ઠી ભેજ કર આગાહ કરેંગે કી આજ ઇસકે પૈસે ભેજો,કલ ઉસકે પૈસે ભેજના.” “ઔર યહ એન્ટરટેઇનમેન્ટ ફીસ ક્યા હૈ?” ગબ્બરે બીજો ધડાકો કર્યો. “સરદાર,યહ એન્ટરટેઇનમેન્ટ કી ફીસ મેં સ્કૂલવાલે બચ્ચોંકો સનિમા દિખાયેંગે,નાચ નચાયેંગે,ગાને ગવાયેંગે ઔર મજે કરવાયેંગે.” “વો કયોં?” ગબ્બરે સવાલોનો ગોળીબાર ચાલુ રાખ્યો. “સરદાર હમભી તો યહ સબકુછ કરતે રહેતે હૈં.જૈસે હમારે સાથી ગાંવ કે મેલે મેં ઘુમને જાતે હૈ.ઔર આપકો યાદ હૈ? એક દિન હમ બસંતીકો ઉઠાકર યહાં અડ્ડે પર લે આયે થે ઔર આપને ઉસ છમિયા કો કુછ નાચગાન દિખાનેકો કહા થા.ઔર યાદ કરો હીરા હમેં બંદુકે ઔર ગોલીયાં દેને આયા થા તબ હમને કેમ્પફાયર કરકે “મહેબુબા મહેબુબા” વાલા ઉસ નચનીયાકા આઇટમ સોંગ દેખા થા. વહ સબ એન્ટરટેઇનમેન્ટ હી તો થા. ગબ્બરને હવે થોડી થોડી સમજ પડવા સાથે મજા પણ આવવા લાગી હતી એટલે તેણે ટ્રાન્સપોર્ટેશન ફીસ તરફ બંદુક તાકતા કાલીયાને પુછયુ “યહ ટ્રાન્સપોર્ટેશન ફીસ કિસકે લિયે હૈ ?” ગબ્બરના સવાલથી ડરી ગયેલો કાલિયા જવાબમાં લોચા મારવા લાગ્યો એટલે સાંભાએ બાજી સંભાળી લેતા કહ્યું “દેખો સરદાર હમ જબ રામગઢ યા કિસી ગાંવમેં ડાકા ડાલને જાતે હૈં તો ઘોડે પર જાતે હૈં.ઔર હમેં કહીં ભી આના-જાના હોતા હૈ તો ઘોડોંકા ઇસ્તેમાલ કરતે હૈં.વો હમારે દુશ્મન વિરૂ ઔર જય ફટફટી પર બૈઠકર ઇઘર-ઉધર ઘુમતે રહતે હૈં ઔર “યે દોસ્તી હમ નહીં તોડેંગે” વાલા ગાના ગાતે રહેતે હૈં ઇસી તરહ યહ સ્કૂલવાલે બચ્ચોંકો સ્કૂલમેં લાને,છોડને કે લિયે ટેમ્પો,કાર યા બસ કો કામમેં લેતે હૈં,ઔર ઉસમેં ઢેર સારે બચ્ચોંકો ભરકર બસંતી કે ટાંગે કી તરહ ફર્રાટે સે ભગાતે હૈં.વો સુસરે એસા કરકે ખુબ પૈસા કમાતે હૈં.દિપાવલી ઔર ગરમીકી છુટ્ટીયોં કે પૈસોં કી ભી ઉગાહી ભી બચ્ચોં કે મા-બાપ સે કરતે હૈં યે હરામજાદે.” હવે ગબ્બરને ઘણીબધી સમજ પડી ગઇ હતી.તે થોડીવાર વિચાર કરીને બોલ્યો “ફિર તો હમ હમારે લલ્લેકો ઉનકી બસમેં ઇસ્કૂલ નહીં ભેજેંગે.” “તો ફિર સરદાર લલ્લા ઇસ્કૂલ કૈસે જાયેગા ? ”કાલિયાએ સવાલ કર્યો. ગબ્બર થોડો શરમાતા બોલ્યો “અરે વો બસંતી કે ટાંગે મેં.સુના હૈ બસંતી આજ ભી સ્ટેશન સે રામગઢ કા કિરાયા દો આના હી લેતી હૈ.” “પરંતુ સરદાર વો કાર,ટેમ્પો વાલે બસંતી કા ટાંગા ચલને નહીં દેંગે.વો સબકી યુનિયન હોતી હૈ.કાલિયાએ ગબ્બરને અસલીયત થી રૂબરૂ કરાવ્યો.” ગબ્બર ફરી મુંઝાયો એટલે બોલ્યો “અરે ઓ સાંભા,યહ યુનિયન કૌન હૈ જો હમારી બસંતી કો પરેશાન કરેગા? “સરદાર,જૈસે હમારે ચંબલ મેં અલગ અલગ ગિરોહ હૈ પરંતુ પુલિસ કે સામને હમ સબ એક હોકર લડતે હૈં તો વો હમારી યુનિયન હો ગઇ,બસ.સાંભાએ સરળતાથી સમજાવ્યું.” “ફિર તો હમ સ્કૂલવાલોંકે પાસ હમારા ખબરી ભેજકર યુનિયન વાલોંકી સારી ખબર દે દેંગે.” ગબ્બરે કહ્યું. “વહાં હમારી કોઇ સુનવાઇ નહીં હોગી સરદાર,વો હરામી કે પીલ્લે સ્કૂલવાલે ભી ઉનકે સાથ મિલે હુએ હોતે હૈં.”કાલિયાની વાત સાંભળીને ગબ્બર ગંભીર થઇ ગયો.થોડી ક્ષણો બાદ તે બોલ્યો.”યહ ડોનેશન ઔર સારી ફિસ જોડ કર કિતના રૂપિયા માંગા હૈ સ્કૂલવાલોને હમસે?” ગબ્બરનો સવાલ સાંભળી સાંભા ઉત્સાહમાં આવીને બોલ્યો “પૂરે પચાસ હજાર સરદાર.” “હં...કિતને આદમી હૈ યે લોગ?” ગબ્બર હવે ગિન્નાયો હતો. “સરદાર,ચંબલ કે ડાકૂ કી તરહે ઉનકો કભી ગીન નહીં પાયેંગે. યે સ્કૂલવાલોંને બડી લૂંટમાર મચા રખ્ખી હૈ દેશભર મેં.” કાલિયાએ વગર જોયતી સમજ આપી. કાલિયાની વાતથી ગબ્બર બરાબર ગિન્નાયો ને ગુસ્સામાં બરાડવા લાગ્યો “હં...તો યહ સબ શહરવાલે હમસે ભી બડે સફેદપોશ ડાકૂ હૈ.લેકિન અબ આયેગા મજા.હાં અબ આયેગા મજા.આજ મિલા હે કોઇ સુરમા જો ગબ્બર સે ટક્કર લે સકે.અરે ઓ સાંભા,ઉઠા તો બંદુક ઔર લગા ઇન કુત્તોં પર નિશાના”. પછી ગબ્બરે શહેરની સ્કૂલોમાં ડાકા નાખવાનો પ્લાન બનાવ્યો. .

સમાપ્ત