Thess - a unique love story in Gujarati Love Stories by Nehul Chikhaliya books and stories PDF | ઠેસ - એક અનોખી પ્રેમ કથા

Featured Books
Categories
Share

ઠેસ - એક અનોખી પ્રેમ કથા


આજે આપણે એક એવી પ્રેમ કહાની વિશે વાત કરવાના છીએ,જેમને કદાચ કેટલાંક લોકો એ સાંભળી પણ હશે ,કદાચ કાલ્પનિક વાર્તા હશે પણ વાસ્તવિક્તા થી તદન નજદીક ,મને ખુદ ને ગમી ,એટલા માટે હું એ વાર્તા તમારી સામે રજૂ કરું છું ,મને આશા છે કે તમોને કહાની ગમશે.
તો કહાની નો કિરદાર છે એક છોકરો ,જેમને હમણાજ “ ૧૨ ધોરણ “પુરું કર્યું હોય છે ,૧૨ ધોરણ માં સારા માર્ક્સ એ પાસ થયા બાદ ,હવે એમના જીવન નો નવો અધ્યાય એટલે કે કોલેજ ચાલુ થવાની હતી ,સ્કૂલ ના દિવસો પૂરા થયા બાદ એમને થોડીક સ્વતંત્ર નો અહેસાસ થતો હતો ,કોલેજ માં આવ્યા પછી કોલેજ ની લાઈફ સ્કૂલ થી થોડીક ભીન્ન પ્રકારની હોય છે , સ્કૂલ માં લાદેલા અમુક બંધનો થી મુક્તિ મળે ,ઉંમર પ્રમાણે નું વાતાવરણ મળે , ભણતર નું થોડુક ટેન્શન હળવું થાય ,આવા અનેક પ્રકાર ના ફેરફાર થતાં હોય છે .કોલેજ માં પસાર કરેલાં એ દિવસો કદાચ બધા ના જીવન ના અનમોલ દિવસો કહી શકાય ,જેમને યાદ કરતા જ આપણા મુખમંડળ પર હલકું સ્મીત આવી જાય , કોલેજ માં કરેલી મસ્તી ,લેક્ચર બંક,દોસ્તારો જોડે મારેલા ગપ્પા ,કોલેજ ટ્રીપ , ઇત્યાદિ ના સંસ્મરણો જીવન ને રંગીન બનાવતા હોય છે .તો આવાજ સુંદર અને યાદગાર સપના ને પોતાના જીવન માં ભેગા કરવા માટે આપણી કહાની નો કિરદાર એટલે કે “ અમન “ એક સામાન્ય પરિવાર નો છોકરો હતો ,એમના પપ્પા એક સામાન્ય નોકરી કરીને પોતાના ઘર નું ગુજરાન ચલાવતા હતા , ' અમન ' પણ હોશિયાર ,સમજદાર , દેખાડવો,પોતે શેર – શાયરી નો શોખીન એ જ્યારે પોતાના દોસ્તારો જોડે હોય ત્યારે અમન પાસેથી અવશ્ય શેર કે શાયરી સાંભળે . “ અમન “ નો કોલેજ નો પહેલો દિવસ હતો , કોલેજ નો સમય સવાર ના ' સાત ' વાગ્યા નો હતો માટે વહેલા ઉઠીને , તૈયાર થઈ ને પોતાના મમ્મીપપ્પા ના આર્શિવાદ લઇને ,કોલેજ માં હોવાથી ચાલીને કે રિક્ષા માં જાય તો ઈજ્જત શું રહે ! ,માટે પપ્પા પાસે બાઈક ની માંગણી કરી , સામાન્ય પરિવાર હોવાથી માંગણી ને ખારીશ કરી , દિલાસો આપતા કયું કે કોલેજ ના પહેલાં વર્ષ માં જો સારા “percentage” આવશે તો બાઈક લઈ આપીશ , માંગણી “ શરતો ને આધીન “ હતી , પરિસ્થિતી સમજતા ' અમન ' પણ વધારે કશું બોલ્યો નહિ ને કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યો .કોલેજ નો પહેલો દિવસ હતો માટે કોલેજ જવાની ખુશી ,નવા ઉત્સાહ સાથે એક શેરી માંથી પસાર થતો હતો ,એટલા માં ' અમન ' ની નજર એક ઘર માં રાખેલા હીંચકા પર લાંબા ઘટાદાર કાળા વાળ પર પડી એ કોણ છે એ જોવા માટે નજર થોડીક લંબાવે છે ,થોડુક જુકી ને એ વ્યક્તિ ને જોવા જાય છે એટલા માં શેરી ની વચ્ચો વચ પડેલા પથ્થર સાથે “ ઠેસ “ વાગે છે , અમન ના મોં માંથી ચીસ નીકળે છે ઓય…………..માં……….ઠેસ વાગતાની સાથે જ પગ ના અંગુઠા નો નખ નીકળી જાય છે , લોઈ ની ધાર વહેવા લાગે છે .એટલા માં ' અમન ' ના કાન પર એક કુમળી ચીસ સંભળાય છે , આસપાસ જોવે છે તો કોઈ દેખાતું નથી , પોતાનું દુઃખ થોડીવાર માટે ભૂલીને પેલા હીંચકા પર કોણ છે એ જોવે છે પણ હીંચકો તો ખાલી હતો , લાગેલા ઘાવ પર પોતાનો રૂમાલ બાંધી , ' અમન ' નિરાશા અને દુઃખ સાથે લંગડાતા લંગડાતા કોલેજ જવા માટે ત્યાંથી નીકળ્યો , જેમતેમ કરીને ' અમન ' કોલેજ પહોંચ્યો , પણ કોલેજ માં મન ક્યાંથી લાગે ? , કોલેજ ના પહેલાં જ દિવસે “ ઠેસ “ વાગી તો સ્વાભાવિક છે કે મૂડ જતો રહે ,પણ ' અમન ' ના મન માં તો પેલી કુમળી ચીસ કોણી હતી એમના જ વિચારો ચાલતા હતા , જેમતેમ કરીને કોલેજ નો પહેલો દિવસ કાઢ્યો ,ઘરે જઈ ને પણ ' અમન ' ના મન માં પેલી કુમળી ચીસ કોની હશે એ જ વિચારો ચાલતા હતા , બીજા દિવસે ' અમન ' કોલેજ જવા માટે એ જ શેરી માંથી નીકળ્યો , એ આશા સાથે કે પેલી કુમળી ચીસ કોની હશે,એમની જાણકારી મળે ,શેરી માંથી પસાર થતા પેલા હીંચકા વાળા ઘર તરફ નજર કરતા કરતા આગળ જતો હતો ,એમને જોયું તો હિંચકા પર કોઈ તો હિચે છે ! એ કોણ છે એ જોવા જાય છે ત્યાં ફરી એ જ પથ્થર સાથે ઠેસ વાગે છે. હવે જ્યાં એક વાર ઠેસ વાગી હોય ત્યાં જ બીજી વાર વાગે તો એમનું દર્દ કેટલું હશે તમે સમજી શકો, ' અમન ' ના મોં માંથી ચીસ નીકળી......ઓય..... માં થોડીવાર માટે અમન ને તમ્મર ચડી ગઈ, ત્યાં ફરી એક કુમળી ચીસ સંભળાઈ,,,,, અમન ને તાગ મળી ગયો કે હા આ કુમળી ચીસ કાલ વાળી જ છે .એટલી વાર માં એક છોકરી પોતાના મકાન નો દરવાજો ખોલી દોડી ને ' અમન' પાસે આવી ને કહ્યું ઓય…………તું આંધળો છે ? બીજી વાર એ જ પથ્થર સાથે કેમની ઠેસ વાગી ?? પાગલ…………….. ' અમન ' ને વિશ્વાસ આવી ગયો કે પેલી કુમળી ચીસ આમની જ હતી ,માનવતાની રુએ પેલી એ અમન ને પાટો આપ્યો ,પણ અમન તો એમને જોતો જ રહી ગયો ,
“ લંબ વીણી લજા ઘણી અને જેના પોચાય પાતળીયા
સર્જન હારે સર્જીયા એવા કોક કોક માણસો….. કાગડા “
“ હેમ સરીખી કાયા અને હેમ સરીખા હાથ ,જ્યારે એમણે ઘડી ત્યારે નવરો દીનોનાંથ “

એમની સુંદરતા નું વર્ણન કરુંતો , ચંદ્રમાના ચોહલા જેવું એમનું કપાળ,કામદેવની પળશ જેવી કાળી ભમર આંખો , સંખલા જેવી એની ડોક ,ભૂખી સિંહણ જેવા એમનો કેડ નો લાખ અને કમર સુધીનો કેસ કલાપ ,હાથ માં જેમ પાચ જ્યોતું સળગાવી હોઇ એવી એમની આંગળીઓ ,નખ કાપીને કોઈ સૂરજ સામે મુકે તો થોડી જ વાર માં એ નખ ઓગળી જાય એવા તો એમના નખ ,એમનો ચહેરો જાણે ઊગતો આંબો જાણે રાઇડ નો કોરામ્બો જાણે હોળી ની જાર જાણે પૂનમ નો ચંદ્રમા જાણે બહારવટિયા ની બરછી જાણે જૂની વાળ નો ભરકો નહિતર એમ કહો કે ભાદરવાનો તડકો …
પાટો બાંધતા અમન ની નજર પેલી છોકરી સામેથી હટતી જ નથી એટલા માં પેલી બોલી ઓય…….. શું કરે છે ? જમણા પગ માં લાગ્યું છે ને ડાબા પગ માં પાટો કેમ બાંધે છે પાગલ ………( હસતા)
અમન :સોરી ભૂલાય ગયું…..પણ તારું નામે શું છે ?
પેલી. : કેમ તારે શું કામ છે ?????હું તારા જેવા લફંગા છોકરાવ ને સારી રીતે ઓળખું છું ,પેલા નામે પૂછશે ,પછી ફેસબૂક માં સર્ચ કરશે ,પાછું મેસેજ કરશે ,પછી નંબર માંગસે ,પાછું આખ્ખો દિવસ કોલ અને મેસેજ કરીને હેરાન કર્યા કરશે. સો ….. આઈ……નો……વેરી વેલ…..પાટો બાંધ અને ચાલતી પકડ.
એટલા માં બાલ્કની માંથી પેલી ના મમ્મી બોલ્યા “ અમી “ અમન પણ મનમાં બોલ્યો થેંક્યું મમ્મી…..( હસતા ) .
દિવસો આમ પસાર થતા ગયા , “ ત્રીજો” દિવસે' અમન ' તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળે છે એટલા માં એમના મમ્મી કહે બેટા……..તું જુવાન થઈ ગયો છે .' અમન ' :- કેમ મમ્મી?
મમ્મી :- આજે રવિવાર છે બેટા , રવિવાર પણ કોલેજ ચાલુ હોય?
અમન:- અરે હા મમ્મી હું તો ભૂલી જ ગયો …..સોરી મમ્મી ,સારું તો હું વોકિંગ કરવા જાવ છું .
મમ્મી :- લાગ્યું છે તો કઈ રીતે વોકીંગ કરીશ ? બેટા
અમન:- મારા ફ્રેન્ડ છે ને એ મને વોકિગ કરાવશે બાઈક માં
મમ્મી :- ( હસતા) દુનિયા નો તું પેલો આવો વ્યક્તિ હશે જે બાઈક પર વોકીગ કરતો હશે……( હસતા) સારું બેટા જા .
“ ચોથો “ દિવસ ' અમન ' રોજ ની જેમ કોલેજ જવા માટે એ શેરી માંથી નીકળે ને તેમને વાગેલી ઠેસ વાળા પથ્થર ને અડકીને પગે લાગે છે ,જેમ વરરાજો ફેરા ફરતી વખતે માણેક થંભ ને જેમ પગ સ્પર્શ કરે એ જ રીતે આજે ' અમન ' ઠેસ લાગેલા પથ્થર ને સ્પર્શ કરીને પગે લાગે છે , આ ઘટના “ અમી “ જોઈ જાય છે ને ત્યાંથી હાકલ મારે છે ઓય ઊભો રેતો ………એમની પાસે જઈને ઓય …….તું આ શું કરે છે આ પથ્થર ને કેમ પગે લાગે છે ..” અમન “ :- એ તારી માટે પથ્થર હશે પણ મારી માટે તો એ પ્રેમ નો દેવતા છે .
અમી:- ઓ હેલો……..પ્રેમ ના પૂજારી બંધ કર તારી બક્વાસ.
અમન શેર શાયરી નો શોખીન હતો માટે એમને એક શેર ફેક્યો.
“ હરગિજ ગલત નિગાહ સે દેખા ના કર મુજે, મે તેરા હો ચૂકા હુ પરખા ના કર મુજે ,તન્હાઈ ઓ મે બેઠ કર તન્હા ના કર મુજે , મે કહી ઘૂંટ કર મર ના જાઉં એસા ના કર મુજે “.
સામે “ અમી “ પણ શાયરી ની શોખીન હોય છે માટે અમન ના શેર નો જવાબ આપતા કહે છે .
“ તું મુજકો ભૂલ જાયે ઉસકા ગમ નહિ ,લેકિન ખુદા કે વાસ્તે ઋષવા ના કર મુજે” .

અમન પણ એમને જવાબ આપતા કહે છે કે
“ અમન તેરે ઇસ્ક મે બીમાર હો ગયા , તેરા મરીઝ ઈસ્ક હું અચ્છા ના કર મુજે “.

આમ શેર – શાયરી નો દોર ચાલતો જ હતો ત્યાં બાજુ વાળા પાડોશી ના ઘર નો દરવાજો ખોલવા નો અવાજ આવ્યો .જેમ બગીચા માં બેઠેલા પ્રેમી પંખીડા પોલીસ ની ગાડી નું સાયરન સાંભળીને ભાગે એ જ રીતે “ અમી “ ઘર ની અંદર અને “ અમન “ શેરી ની બહાર .
“ પાચમો” દિવસ “ છઠો “ દિવસ “સાતમો “ દિવસ “ આઠમો “ દિવસ ,” અમન” નું રોજ કોલેજ જવા માટે શેરી માંથી નીકળવાનું બંને એક બીજા ને જોવાના ,હલકું સ્મીત આપવાનું , આમ રોજ દિવસ પસાર થવા લાગ્યા .
“ નવમા “ દિવસ ની સવારે ૬:૪૫ ' અમન નું કોલેજ જવા એ શેરી માંથી નીકળવાનું થયું ,તો જોયું તો અમી એમના દરવાજે ઊભી છે ,અમન ( મનોમન ખુશ થઈ ને કે નક્કી મારી ગાડી પાટે ચડી ગઈ છે ) એમ હરખાતા હરખાતા ' અમી ' પાસે જાય છે ,
અમી :- અમન મારે તને એક વાત કલિયર કરી દેવી છે ,જો તું જેવું વિચારે છે એવું કશું છે જ નહિ , મે માનવતાની રુએ તારી મદદ કરી અને આપણા સંબંધ ખાલી મિત્રતા ના જ છે ,તું કશું ઉલટું વિચારીને દેવદાસ ની જેમ ફર્યા કરે એ હું નથી ઈચ્છતી , “ મારા શેરી ના પથ્થર એ તને હર્ટ કર્યો છે ,હું તને હર્ટ કરવા નથી માંગતી “
જો સાંભળ મારા પપ્પા ના એક દિવસ મિત્ર લંડન રહે છે ,એમનો છોકરો છે “ માનવ “ એમની જોડે મારી સગાઈ ની વાત ચાલતી હતી ,અને એ લોકો આજે મને જોવા આવવાનાં છે ,કદાચ બંને ને ગમી જાય તો આજે જ સગાઈ નક્કી પણ થઈ જાય .માટે તું જાજુ ના વિચારે એટલા માટે તને કહ્યું . અમન પણ અમી ના જવાબ નો જવાબ આપતા એક શેર કહે છે .
“ વો મેરી પીઠ મેં ખંજર જરૂર ઉતરેગા ,મગર નિગાહ મિલેગી તો કેશે મારેગા “
અમી:- હવે કશું ના થઈ શકે અમન તું ખોટી આશા રાખે છે .
અમન: - “ શક્યતા ની કોઈ સીમા નથી હોતી અમી .
અમી :- તો પણ હવે કશું થશે નહિ ,………તારા નસીબ માં નહિ હોઇ કદાચ .
અમન :- તારા નસીબ માં નહિ હોઇ એમ કહે ,હું તો હજુ પણ કહીશ કે “ શક્યતા ની કોઈ સીમા “ નથી હોતી .
એટલું કહેતાં અમી એમના ઘરે જતી રહે છે ને અમન વિચારોના વંટોળ સાથે કોલેજ જવા નીકળે છે પણ કોલેજ માં મન કેમનું લાગે ………. એ કદાચ ખોટું બોલતી હસે તો લાવ ચેક કરવા તો જવું ,એમના મિત્ર પાસેથી બાઈક ૩-૪ કલાક માટે ઉછિતું માંગે છે ને બાઈક લઈને અમી ના ઘર પાસે પહોંચે છે બાઈક ઉભુ રાખીને ખોટે ખોટું રિપેર કરવાનો ઢોંગ કરે છે .થોડી વાર માં મોટી ગાડી આવી ,ગાડી માંથી બધાં લોકો ઉતર્યા સાથે એક દેખાવડો છોકરો પણ હતો તો અમન મનોમન કહે કે અમી સાચું કહેતી હતી ,થોડીવાર માં અંદર થી જોર જોર થી હસવા નો અવાજ આવવા લાગ્યો ,અમન મનોમન કહે કે હા હવે તો સગાઈ નક્કી થઈ ગઈ છે પાક્કું.એટલા માં ઘરની અંદર થી બધાં બહાર આવ્યા માનવ અને અમી ના હાથ માં ફૂલો નો હાર હતો ,એટલા માં માનવ ના પપ્પા બોલ્યા કે વિદેશ પાછું જવાનું છે તો સગાઈ જલ્દી થઈ જાય તો વાંધો નહિ ,એમ પણ વિદેશ માં શું જાજુ હોઇ.
અમી ની નજર પેલા બાઈક ઉભુ રાખીને રિપેર નો ઢોંગ કરતા અમન પર પડી અને જાણે આંખો થી કહેતી હોઇ કે હું કહેતી હતી ને કે અમારી આજે સગાઈ થઈ જશે આમ આંખો ના ઇશારાથી જવાબ આપવા જાય છે તો બને છે એવું કે “ જે પથ્થર થી અમન ને ઠેસ વાગી હતી એ જ પથ્થર સાથે અમી નો પગ નો અંગૂઠો અથડાય છે “
અમી ના મોં માંથી ચીસ નીકળી જાય છે ઓય…….માં નખ તૂટી જાય છે ને લોઇ નીકળવા લાગે છે એટલા માં “ માનવ “ બોલે છે કે નોનસેન્સ………તારા જ શેરી નો પથ્થર તને દેખાયો નહિ ,અને તારું ધ્યાન ક્યાં હતું …..પાગલ.માનવ ની વાક્ય પુરુ થાય એ પહેલાં જ ' અમન ' બાઈક થી દોડી ને સીધો અમી સુધી પહોંચી ગયો ને પોતાનો રૂમાલ કાઢીને એમના પગ ના અંગુઠા પર વિતાળી દીધો , વાત કહેતા વાર લાગે પણ જેવો રૂમાલ બાંધી ને અમન ઊભો થયો તો અમી ના હાથ માં રહેલી ફૂલો ની માળા સિદ્ધિ અમન ના ગળા માં પહેરાવી દીધી.
આમ અચાનક બનેલી ઘટના જોતા અમી ના પપ્પા બોલ્યા કે અમી આ તે શું કર્યું ? અમી એમના પ્રશ્ન નો જવાબ આપતા કહે કે પપ્પા “ જે મારા ઠેસ ની માવજત ના કરી શક્યો એ મને શું સાચવવાનો “ અમી કહે કે પપ્પા ભલે માનવ ઇન્ટેલિજનસ છે પણ અમન પાસે ઇમોશન્સ છે ,માનવ પાસે મોંઘી કાર છે ,પણ અમન પાસે કદાચ બાઈક હશે,માનવ પાસે ભલે ફોરેન જવાના વિઝા છે ,અમન જોડે ક્યારેક પિઝ્ઝા ખાવા મળશે ,પપ્પા માનવ દંભ અને ડોળ છે અને અમન પ્રેમ નો અંબોળ છે .
સારાંશ:- જેમને તમે પ્રેમ કરો ,ત્યારે એમના જીવન માં આવતી બધી જ ઠેસ( મુશ્કિલ સમય ) માં તમારી મોજુદગી પહેલાં જોવી જોઈયે.તમે જેમને પ્રેમ કરો એમને એ વિશ્વાસ આપવો જોઈ કે ગમે તેવો સમય આવશે ,કદાચ તારા પરિવાર વાળા સાથ આપે કે ના આપે પણ હું તારી સાથે જ હોઈશ .


(સુખદ અંત )