The world of viruses in Gujarati Comedy stories by Sunil Gohil books and stories PDF | વાઇરસવાળી દુનિયા

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

વાઇરસવાળી દુનિયા

ભગવાનને હું પ્રણામ કરી, કેતકીબેનના પેટમાં આરામ કરવા નવ મહિના માટે તૈયાર છું. જી હા તમે સાચું જ સમજી રહ્યા છો, અત્યાર સુધી તમે મૃત વ્યક્તિની, જીવિત વ્યક્તિની કથાઓ સાંભળી છે ને તો હવે મારી કેમ ને નો સાંભળો? મારુ નામ તો હજુ કેતકીબેન અને તુષારભાઈ નક્કી કરશે. તમને પણ થતું હશે ને આ કોણ છે બન્ને? મારા પરિચય પહેલા એમનો પરિચય આપી દવ એ મારા થવાં વાળા મમ્મી પપ્પા છે અને હું જો કહી દઇશ કે હું છોકરો છું કે છોકરી તો અત્યારથી જ આ દુનિયા થોડી જજમેન્ટલ થઈ જશે તો હાલ પૂરતું મારી જાતિ ગુપ્ત રાખીએ, આગળ જેમ જેમ કથા વધશે તેમ હું મારી વધુ ઓળખ આપતું જઈશ.

તો હવે શરૂ થી શરૂ કરીએ તો, ભગવાનના આશીર્વાદથી મને આ મનુષ્ય અવતાર મળી રહ્યો છે તો એના માટે ભગવાનનો આભાર કે મને આ એક અનુભવ બાકી હતો એ પણ આપી દીધો. હાલ મારી ઉમર કેતકીબેનના પેટ માં એક મહિના ને વીસ દિવસની છે. તમને પણ થતું હશે ને આની પાસે ના તો આંખો છે ના તો હ્રદય છે કયા થી બધુ જાણે છે, તો સાહેબ કહી દવ એકવીસમી સદી ચાલે છે અને ઉપરથી કળયુગ તો પછી આટલું તો ભ્રૂણ એડવાંસ હોવાનું ને!

બીજા મહિનાના પ્રવેશ સાથે મારી મુલાકાત બહારની દુનિયા સાથે થાઈ છે, સુંદર મજાની આ દુનિયા ભગવાને ખૂબ મહેનતથી બનાવી છે, માણસો પણ અત્યાર સુધીમાં સારા જ મે તો જોયા છે. ઘરમાં મારા આવવાની ખૂબ ખુશી અને ધૂમ છે અને અહી બહાર તો અલગ જ બૂમાબૂમ છે. અચાનક એક સફેદ કોટ પહેરેલા બેન અહી બધા એને ભગવાન કહે છે તો મે પણ એમને નમન કર્યું અને મારા સુધી જે મશીન અંદર આવ્યું એને પ્રસાદ સમજી અડી લીધું. મને તો પછી ખબર પડી કે એને ડોક્ટર કહેવાઈ છે. થોડી ઘણી કેતકીબેનને સલાહ આપી, મારુ ધ્યાન રાખવા કહ્યું અને મોજમાં રહેવાનું કહ્યું અને મને એ વાત સૌથી વધુ ગમી.

આપણે તો અંદર જલસા જ હતા. શુદ્ધ ઘી, દૂધ, ખાટું, મીઠું બધુ આપણને વગર માંગે મળતું હતું. મે પણ ભગવાનને કહ્યું, “શું વાત છે ભગવાન, આ તારી દુનિયા તો મોજીલી છે આપણે તો અહી હવે સેટ છીએ.” સમય એનું કામ કરતો ગયો અને ધીરે ધીરે હું પણ અંદરથી બહાર આવવાની તૈયારીમાં લાગી ગયું. મને અંદરથી ખૂબ જ ઉત્સુકતા છે, જે અત્યાર સુધી છુપાઈ છુપાઈને જોયું એ હવે રૂબરૂ જોવાનો સમય આવી ગયો છે.

મે વિચાર્યું કેતકીબેનને ખોટા હેરાન નથી કરવા, શાંતિથી હું કાઇ જ નાટક કર્યા વગર બહાર આવી જાવ, ખોટું કઈક નાટક મને આ નવીન કૃત્રિમ કાચ ની પેટીમાં નાખે એના કરતાં ભલું કરે ભગવાનને મએ પણ હર હર મહાદેવ કરી બહાર આવવાનું નક્કી કરી લીધું. કોઈ પણ પ્રકારની સમસ્યા વગર મારો જન્મ થયો, મારે રડવું ના હતું પણ આ સફેદ કોટ વાળા ડોકટરે મને ઊંધું કરી પીઠ પર બે હળવેકથી ટાપલી મારી, મને પણ થયું આ શું પછી ખબર પડી અહી આવો રિવાજ છે કે દુનિયામાં આવો તો રોતાં રોતાં આવો અને જાવ ત્યારે બીજાને રોવડાવતા જાવ.

હવે હું મારી સાચી ઓળખ આપું, ઘર માં બધા પેંડા વેચે છે, રાજી ના રેડ છે એટલે આમ તો તમે સમજી જ ગયા હશો, જી હા મે એક છોકરા તરીકે જન્મ લીધો છે. નામકરણ આ લોકો કરશે હવે, એ પણ છ દિવસ પછી. ગજબ છે આ દુનિયામાં દરેક વસ્તુ માટે દિવસ છે! બહાર આવ્યા પછી મારી ઉમર એક મહિનાની થઈ, મને કોઈ શારીરિક સમસ્યા ના થાઈ એટલે મને કેતકીબેન અને તુષારભાઈ, અરે હા, હા મારા મમ્મી – પપ્પા બસ, શું કરું જૂની આદત છે નામથી બોલાવાની. એ બન્ને મને લઈને રસીકરણ માટે આવ્યા છે, પરંતુ આ દુનિયાતો હું પેટ માં હતો એના કરતાં આખી અલગ છે. પેલા બધા ના મોઢા ખુલ્લા હતા ને મન પર આ માસ્ક હતા ને હવે તો મન ને મોઢા બન્ને પર માસ્ક! પહેલા તો થોડું થોડું માણસને ઓળખી શકાતું અને હવે તો માણસને ઓળખવો અશક્ય લાગે છે.

રસીકરણ બાદ મને થયું આજે એક મહિના પછી મને બહાર કાઢે છે, કદાચ મને મંદિરે લઈ જશે, આ લોકોએ જે ભગવાનને ભાડે રહેવા ઘર આપ્યું એને હું મંદિર કહું છું. પણ નહી ગાડી તો સીધી ઘર સુધી ચાલી. રસ્તામાં મે ભગવાનને સંપર્ક કરવા કોશિશ કરી, માણસો જ કહે છે ને નાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે તો મને થયું ભગવાન સાથે એ વાત ને કન્ફર્મ કરી લવ ને આ નવી દુનિયા અચાનક ક્યાથી આવી એની વિશે ચર્ચા કરી લવ.

“ભગવાન કેમ તારું ઘર બંધ છે? શું તે માણસ ને સમયસર ભાડું નથી ચૂકવ્યું? પહેલા તો આ લોકો રોજ નવી નવી ઓફર સાથે તારે ત્યાં આવતા. અચાનક એવું તો શું થયું? મે ભગવાનને સવાલો ના વમળમાં ઘેરી લીધો. “આ છે ને માણસ ના કર્મ છે, લોકો એને વાઈરસ કહે છે પરંતુ એ કર્મ ના ખેલ છે. પહેલા તો હું માણસને ઓળખી જતો કેમ આવ્યો છે, કોણ છે, શું છે? હવે બધુ બંધ મે એટલે કર્યું છે કારણ કે મને પણ લાગ્યું છે આ લોકો ને મારી હવે જરૂર નથી. એ લોકો પાસે વિજ્ઞાન છે, ટેક્નોલોજી છે, એના કર્મ છે તો પછી મારી શું જરૂર? એટલે ભાડું તો મે આજીવનનું ચૂકવી આપ્યું છે પરંતુ હવે મને જ ઈચ્છા નથી રહેવાની.” ભગવાને પણ નિરાશાજનક જવાબ આપ્યો.

હાલ તો મારી ઉમર બાર મહિનાની થઈ ગઈ છે, આ મહિનો પૂર્ણ થતાં મારૂ એક વર્ષ થશે. આટલા સમયમાં હું નવજાતતો સમજી ગયો ઘર માં ને ઘર માં રહી કે તમે જે વાવો છે એનું ફળ તમને આજે નહીં તો કાલે મળશે જ, વાવતા પહેલા માણસ એ નથી વિચારતો કે મન સ્વચ્છ હશે, નિયત સારી હશે, કર્મ સારા કરશું તો ફળ પણ મીઠું મળશે, પરંતુ માણસજાત ના તો ક્યારેય સમજી હતી ના તો ક્યારેય સમજે છે ના તો ક્યારેય સમજશે.

માણસ જાતે જ ઝહેર વાવે છે અને જાતે જ એને પીવે છે અને અંતે પછી હાથ ગમે એટલી સેકેન્ડ ધોવે, નવું આયુ છે ને પેલું સેનિટાઈઝ એ કરે, બે ગજની દૂરી રાખે કે પછી મોઢું માસ્કથી છુપાવે કોઈ ફાયદો નથી. હું તો બહાર ના બાર અને અંદર ના નવ મહિના એટલું શીખ્યો છું કર્મ તમારા સારા તો ભગવાનને દીધા કર્મના ફળ મીઠા બાકી તો આ દુનિયા અને માણસના ખોટે ખોટા ધર્મના ધીંગાણા.

આ કથા નો અંતતો શું હોય શકે? હજુ તો મારે મારા કર્મ બાકી છે, તો મળતો રહીશ આમ જ તમને, અને હા જતાં જતાં મારુ નામ કહી દવ જે આ માણસોએ રાખ્યું છે જો કે હવે હું પણ એક માણસ જ છું, મારુ નામ “અનન્ય” છે, એટલું હેવી નામ રાખ્યું છે ને કેતકીબેને કે મને હવે આનો વજન લાગે છે. સારું ત્યારે પાછા આપણે આ કર્મ નામના વાઇરસનો અંત આવે પછી કાઈક તો મળશુ જ.