Punyaphal Part 4 in Gujarati Spiritual Stories by Mahesh Vegad books and stories PDF | પુણ્યફળ ભાગ 4

Featured Books
Categories
Share

પુણ્યફળ ભાગ 4

ભાગ – ૦૪
પુણ્યફળ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
અધ્યાયનાં પઠનનું પુણ્યફળ
“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”

“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય ત્રીજો “ કર્મ યોગ ” માં જાણ્યું કે આ અધ્યાયના નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો ની પ્રેતયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે આ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય નું નિત્ય પાઠ કરવાથી તેની મુક્તિ - ઉદ્ધાર નો માર્ગ સરળ બને છે .

આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ચોથો
“ કર્મ બ્રહ્માપર્ણ યોગ ” નું મહત્વ ને પુણ્યફળ સમજીએ

“ ૐ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ”
“ જય શ્રી કૃષ્ણ ”
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો
{ “ કર્મ બ્રહ્માપર્ણ યોગ ” }

વિલાસપુર નામના ગામમાં માધવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો . તે એક દિવસ વેદોના જ્ઞાતા વેદવ્યાસના દર્શન કરવા માટે ગંગા પાર કરીને કાશી ગયો . ત્યાં જઈ તે કુવામાંથી પાણી નીકળી તેણે સ્નાન કરી ત્યાં સંધ્યા – પૂજા અર્ચના કરી .

આ કુવાની પાસે બાવળના બે ઝાડ હતા . ત્યાં બેસી તેણે ગીતાના ચોથા અધ્યાય નો પાઠ કર્યો . પછી જમી થોડો વિશ્રામ કરી પોતાના ગામે આવ્યો . માધવના ગયા પછી આ બંને ઝાળો પડી ગયા . આમ બને એ વૃક્ષયોનીમાંથી ઉદ્ધાર થયો ને મથુરાના એક બ્રાહ્ણણ ને ત્યાં આ બન્ને બાવળ ના ઝાડ કન્યાઓ રૂપે જન્મ લીધો .

ઘણા વર્ષો પછી પેલી કન્યાઓ એ માધવને જોયા . તે સાથે તેને પોતાના ગતજન્મનું સ્મરણ થઈ આવ્યું . પેલી કન્યાઓએ માધવ ને કહ્યું કે આપે વૃક્ષયોની માંથી અમારો ઉદ્ધાર કરી માનવ અવતાર પ્રાપ્ત કરવામાં સહકાર મદદરૂપ બન્યા છો . તમને આ સાંભળી આશ્ચર્ય થશે , પણ એક સમયે કાશી ગામે આપે ઝાડ નીચે બેસી ગીતાજીના ચોથા અધ્યાય નો પાઠ કરવાથી અમારો ઉદ્ધાર થઈ અમને આ નવો જન્મ મળ્યો છે . અમને પુન : જન્મ નું સ્મરણ થતા તમને આ વાત જણાવી . તમને તે અગાઉના અવતાર ની વાત વિગતે પણ જણાવીએ .

અમે અગાઉના જન્મમાં દેવ કન્યાઓ હતી . કૃષ્ણા નદીના કિનારે ત્રિભુવન નામના સ્થાનમાં બટુકસ્વામી નામના ઋષિ તપસ્યા કરતા હતા . તેમની તપસ્યાથી ડરીને ઇન્દ્રે અમને તેમનો તપભંગ કરવા મોકલી . ઇન્દ્રની આજ્ઞા થતા અમે બટુકસ્વામી ઋષિના આશ્રમે આવીને તેમના તપભંગ કરવા અનેક વિધ પ્રયત્નો કર્યા . તપસ્વી ધ્યાનભંગ થતા ગુસ્સા થી તેમણે અમને બાવળના ઝાડ થવાનો શાપ આપ્યો .

જેથી અમે ગભરાઈ ને ઋષિને કરગરવા ને વિનતી કરવા લાગ્યા . અને સાચું કારણ જણાવ્યું . ઋષિને દયા આવી અને તેમણે અમને કહેલ કે તમે ગીતાજીના ચોથો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થશે .

આ રીતે બન્ને કન્યાઓ હંમેશા ચોથા અધ્યાયનો પાઠ કરવાથી મૃત્યુ પછી સ્વર્ગ માં ગઈ . તે જ રીતે માધવ પણ મૃત્યુ પામતા તે પણ વૈકુંઠલોક પામ્યો .

“ શ્રી પરમાત્માને નમઃ ”
“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ”

( સારાંશ : )
( શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ચોથા અધ્યાય “ કર્મ બ્રહ્માપર્ણ યોગ ”
નું નિયમિત પાઠ – પઠન કરવાથી આપણા જે સગા – સંબંધી સ્નેહી મિત્રો અને પૂર્વજો જે અકાળેમૃત્યુ પામી વૃક્ષયોનીના દુઃખ ભોગવે છે તેની મુક્તિ ને ઉદ્ધાર માટે આ અધ્યાય નું નિત્ય પઠન કરવું . )

{ વૃક્ષયોની માંથી મુક્તિ – ઉદ્ધાર માટે }

બોલીએ શ્રી મુરલી મનોહર વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાન કી જય
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻