Taras premni - 68 - last part in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | તરસ પ્રેમની - ૬૮ - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

તરસ પ્રેમની - ૬૮ - છેલ્લો ભાગ


મેહા સાંજે ચા પીતા પીતા વિચારે છે "ઑહ તો રજતે લગ્ન પછી મને સ્પર્શ સુદ્ધાં નથી કર્યો. Thank God કે હું બેભાન થઈ ગઈ. નહીં તો મને તો કંઈ યાદ જ ન આવતે. રજતે મને બહું તડપાવી છે હવે હું રજતને તડપાવીશ.

બીજા દિવસે મેહા ઑફિસ જાય છે. મેહા પોતાના કામમાં બિઝી હોય છે. રજત ઑફિસ આવે છે.

મેહા:- "મેઘના સર માટે ચા લઈને જા."

મેઘના:- "હું લઈને જાઉં? પણ દરરોજ તો તું લઈને જાય છે ને?"

મેહા:- "અરે એક દિવસ તો લઈ જા. કાલથી હું લઈને જઈશ."

મેઘના:- "ઑકે."

મેઘના રજત પાસે ચા લઈને જાય છે.

રજત:- "મેહા કેમ ન આવી?"

મેઘના:- "સર મેહા થોડી બીઝી છે.''

રજત:- "ઑકે."

મેઘના ત્યાંથી નીકળી જાય છે. રજત વિચારે છે કે "આજે વળી મેહાને શું થઈ ગયુ." સાંજે પણ મેઘના જ ચા લઈને આવે છે.

રજતે સાંજે મેહાને મેસેજ કર્યો. મેહાએ દરેક મેસેજનો રિપ્લાય તો આપ્યો પણ પાંચ દસ મીનીટ પછી જ રિપ્લાય આપતી. રજત મનોમન કહે છે "નક્કી મેહાના મનમાં કંઈ તો ચાલે છે. કોઈ વાત છે જેનાથી મેહાને બહું હર્ટ થયું છે."

બીજા દિવસે મેહા ઑફિસ પહોંચે છે.

રજત ઑફિસ આવે એ પહેલાં તો રજતની કેબિનમાં ચા મૂકાઈ ગઈ હતી. રજતે તરત જ મેહા તરફ જોયું. રજત કેબિનની બહાર આવ્યો અને મેહા તરફ જોયું.

રજત મેહા પાસે ગયો.

રજત:- "મેહા મારી ચા ઠંડી થઈ ગઈ છે."

મેહા:- "મેઘના સર માટે બીજી ગરમ ચા લઈને આવ."

રજત:- "મેહા હું તારી સાથે વાત કરું છું."

મેહા:- "હા સર બોલો."

"મેહા મારી કેબિનમાં આવ." એમ કહી રજત તરત જ પોતાની કેબિન તરફ જાય છે. મેહા પણ રજતની કેબિનમાં જાય છે.

રજત:- "શું વાત છે મેહા? મારી સાથે મેસેજથી પણ સરખી રીતના વાત નથી કરતી. મને સમજમાં નથી આવતું કે તું મને ઈગ્નોર કેમ કરે છે?"

મેહા:- "સર હું તમને ઈગ્નોર નથી કરતી. બસ કામમાં બિઝી છું."

રજત:- "મેહા મેં તને કહ્યું છે ને કે મને રજત કહેવાનું."

મેહા:- "ઑકે રજત."

રજત:- "મેહા હું જાણું છું કે તું મને ઈગ્નોર કરે છે. શું થયું છે બોલીશ હવે?"

મેહા:- "રજત મને એવું ફીલ નથી થતું કે તું મને ચાહે છે. મને લાગે છે કે હું પણ તને નથી ચાહતી. તો આપણે છૂટા પડી જવું જોઈએ."

રજત:- "મેહા અત્યાર સુધી તો બધું ઠીક હતું. હવે શું પ્રોબ્લેમ આવી?"

મેહા:- "રજત મને લાગે છે કે આપણે બંને એકબીજાને સમજી શકતા નથી. રજત હું બસ તારાથી દૂર રહેવા માંગું છું. તું મને ફોન પણ નહીં કરતો અને મેસેજ પણ નહીં."

રજત:- "Are you sure?"

મેહા:- "હા..."

રજત:- "ઑકે તને એવું લાગતું હોય તો ઠીક છે. તારે મારાથી દૂર રહેવું હોય તો રહે. પણ યાદ રાખજે તારે મારી પાસે પાછા ફરવું હોય તો બેધડક આવી જજે. હું તારી આખી જીંદગી રાહ જોઈશ."

મેહા:- "ઑકે તો હું અત્યારે જ જોબ છોડીને જાઉં છું."

રજત:- "ઑકે."

મેહા ઑફિસથી નીકળી પોતાના ઘરે જતી રહે છે. રજતથી છૂટકારો મળી જતાં જ મેહા હાશ અનુભવે છે. મેહાએ ઘરે કહી દીધું કે પોતે હવે જોબ કરવા નહીં જાય. પરેશભાઈ અને મમતાબહેને કહી દીધું કે જેવી તારી મરજી દીકરા. તું ખુશ તો અમે પણ ખુશ.

થોડા દિવસ તો મેહાએ વિતાવ્યા. પણ પછી મેહાને એકલતાનો અનુભવ થવા લાગ્યો. મેહા મોબાઈલમાં જોતી રહેતી કે અત્યારે રજતનો મેસેજ આવશે અથવા ફોન આવશે. મેહાએ રજતની રાહ જોઈ. મેહાને વિચાર આવ્યો કે રજત બદલાઈ ગયો છે "પહેલાં તો મને એમ કહી દેતો હતો કે મેહા હવે હું તારી પાછળ નહીં આવું અને હવે એવું કહે છે કે તારે પાછું મારી પાસે ફરવું હોય તો મારી પાસે બેધડક આવી જજે. આ વખતે તો રજત મારું કહેલું માની ગયો. અને પહેલાં તો એની જ મરજી ચલાવીને મારી સાથે ઝઘડો કરીને મને હેરાન-પરેશાન કરી મૂકતો. મેહાને પોતાના અને રજતના ઝઘડા યાદ આવવા લાગ્યાં.

બીજા દિવસે મેહા સવારે ઉઠે છે. મેહા જેવી ઉઠે છે કે પરેશભાઈ-મમતાબહેન,નિખિલ-ક્રીના, યશ, નેહલ બધાં મેહાને Happy birthday કહે છે.

મેહા બધાંને Thank you કહે છે. બધાં જતા રહ્યા પછી મેહા મોબાઈલમાં જોય છે કે રજતનો મેસેજ આવ્યો કે નહીં.

સાંજે એક રેસ્ટોરન્ટમાં મેહાની બર્થ ડે પાર્ટી રાખી હતી. મેહા એના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જાય છે.

મેહા કેક કાપીને મમતાબહેન-પરેશભાઈ, નિખિલ-ક્રીનાને ખવડાવે છે. યશ અને નેહલને તો કેક ખાવાની મજા જ પડી ગઈ.

મેહા:- "Wow ભાભી... આ વખતે તો રેસ્ટોરન્ટને કંઈક અલગ જ રીતે સજાવી છે ને?"

ક્રીના:- "તને ગમ્યું?"

મેહા:- "ખૂબ જ..."

ક્રીના:- "રજતે બધી અરેજમેન્ટ કરી છે."

એટલામાં જ રજત આવે છે.

રજત:- "Happy birthday મેહા."

મેહા:- "Thank you..."

થોડીવાર પછી રજત જતો રહે છે. મેહા એના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમી લે છે. બધાં ઘરે પહોંચે છે. મેહા પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે. મેહા મનોમન કહે છે "રજત તો મારા માટે કોઈ ગિફ્ટ લાવ્યો નહીં."

એટલામાં જ મેહાના મોબાઈલ પર રજતનો ફોન આવ્યો. મેહાએ તો પહેલાં પહેલાં ફોન જ રિસીવ ન કર્યો. પછી રિસીવ કર્યો.

મેહા:- "શું છે રજત? મેં તને ના પાડી હતી ને કે મને ફોન નહીં કરતો."

રજત:- "મેહા તારા માટે ગિફ્ટ છે."

મેહા:- "મને કોઈ ગિફ્ટ નથી‌ જોઈતી."

રજત:- "મેહા એકવાર નીચે આવીને ગિફ્ટ તો જોઈ લે. તને ખૂબ જ પસંદ આવશે."

મેહા:- "હું નીચે નથી આવવાની. તારી ગિફ્ટ તારી પાસે રાખ."

રજત:- "પ્લીઝ મેહા‌ એકવાર નીચે આવ. I am sure કે તને ગમશે."

મેહા:- "ઑકે તો તું ગિફ્ટ લઈ ને ઉપર આવ. મારે નીચે નથી આવવું."

રજત:- "મેહા ગિફ્ટ લઈ ને હું ઉપર નહીં આવી શકુ."

મેહા:- "એવી તો કેવી ગિફ્ટ છે કે તું ઉપર લઈ ને નહીં આવી શકે."

રજત:- "જો તને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો બાલ્કનીમાંથી જોઈ લે."

મેહાએ બાલ્કની માંથી જોયું તો મેહા આશ્ચર્ય ચકિત થઈ ગઈ. એક લાલ રંગની કાર હતી.

રજત:- "મેહા તને કાર પસંદ પડી ને?"

મેહા:- "રજત મને કાર બિલકુલ પસંદ નથી. હવે તું ઘરે જઈ‌ શકે છે."

રજત:- "નહીં મેહા જ્યાં સુધી તું નીચે નહીં આવે ત્યાં સુધી હું અહીં જ ઉભો રહીશ."

મેહા:- "ઑકે ફાઈન...તો ઉભો રહે. મારે શું?"

મેહા પોતાની પથારીમાં જઈને સૂઈ ગઈ. મેહા મનોમન કહે છે "રજતે મને એક રાત ખૂબ ડાન્સ કરાવ્યો હતો. હું રડી પડી હતી. છો ને ઉભો રહેતો. પણ મને નથી લાગતું કે રજત ઉભો રહે. થોડીવાર ઉભો રહેશે પછી જતો રહેશે. મેહા તો બિન્દાસથી સૂઈ ગઈ. રાતના સવા ત્રણે મેહા જાગી ગઈ. મેહાને તરસ લાગી હતી. એટલે મેહા જાગી ગઈ હતી. મેહાએ પાણી પીધું અને સૂતા સૂતા વિચાર્યું કે રજત જતો જ રહ્યો હશે" એમ વિચારી મેહાએ રજતને ખ્યાલ ન આવે એ રીતે બારીમાંથી સ્હેજ પડદો હટાવીને જોયું. રજત તો સાચ્ચે જ ત્યાં ઉભો હતો.

મેહાને તો રજત પર દયા આવી ગઈ. રજત પાગલ થઈ ગયો છે કે શું? આ રીતે કોઈ ઉભું રહેતું હશે? થોડીવાર તો મેહા એમજ વિચાર કરતી બેસી રહી. મેહાની આંખોમાં આંસું આવી ગયા. રજત મારા માટે નીચે ઉભો છે.

મેહા થોડી સ્વસ્થ થાય છે. પછી મેહાએ વિચાર્યું કે "નહીં મેહા. રજતે‌ મને ખૂબ રડાવી છે. રજતે મને ખૂબ તડપાવી છે. રજત પર દયા કરવા જેવી નથી."
રજતે પોતાને‌ કેટલી તડપાવી છે તેના વિચારો કરતા કરતા મેહાને ઊંઘ આવી જાય છે.

સવારે આઠ વાગ્યે મેહાની આંખો ઉઘડે છે. ઉઠતાં જ મેહાને રજતનો વિચાર આવે છે. મેહા તરત જ ધડકતા દિલે બાલ્કનીમાં જઈને જોય છે. રજત હજી પણ ત્યાં જ ઉભો હતો. મેહા ઝડપથી નીચેની તરફ જાય છે. તરત જ રજત પાસે જઈને ઉભી રહે છે.
રજત મેહાને અપલક નજરે જોઈ રહ્યો.

આખી રાત બહાર ઉભો હોવાથી રજતને ચક્કર આવતાં હતાં. રજતના પગ આમતેમ ડોલવા લાગ્યાં.
રજત પડે એ પહેલાં જ મેહાએ રજતને સંભાળી લીધો.

"હું ઠીક છું મેહા. તું નીચે આવી ગઈ ને તો હવે હું જાઉં છું." એમ કહી રજત પોતાની કારમાં જતો હતો કે મેહાએ કહ્યું "રજત હું તને મૂકવા આવું છું." એમ કહી મેહા રજતને સીટ પર બેસાડે છે.

રજત ચાવી આપતા કહે છે "મેહા તારી બર્થ ડે ગિફ્ટ."

મેહા:- "રજત આ બધું પછી. પહેલાં હું તને ઘરે મૂકી આવું."

રજત:- "નહીં મેહા... પહેલાં મેં તને કાર આપી છે તે અંદર મૂકી આવ."

મેહા:- "રજત હવે આ શું નવું નાટક છે?"

રજત:- "તું મૂકી આવે છે કે હું મૂકી આવું?"

મેહા:- "ઑકે તું અહીં જ બેસ હું મૂકી આવું છું."

મેહા ચાવી લઇને કાર અંદર પાર્ક કરી દે છે. અને દોડતી દોડતી રજતની કારમાં બેસી જાય છે.
મેહા કાર ચલાવે છે. મેહાએ રજત સામે જોયું તો રજત સૂઈ ગયો હતો.

મેહા રજતને લઈને ઘરે પહોંચી જાય છે. શીતલકાકીની મદદથી મેહા રજતને બેડરૂમમાં સૂવાડી દે છે.

મેહા:- "શીતલકાકી મમ્મી પપ્પા ક્યાં ગયા છે?"

શીતલબહેન:- "એમને કંઈક અર્જન્ટ કામ આવી જતાં બરોડા ગયા છે. આવતીકાલે સવારે આવી જશે."

શીતલકાકી રસોડામાં જઈને કામમાં વ્યસ્ત થઈ જાય છે.

મેહાએ વિચાર્યું કે રજત સૂતો છે ત્યાં સુધી નાહી લઉં. કબાટમાં મારા કપડાં હશે જ. મેહા શાવર લઈ ચેન્જ કરી રૂમમાં આવી. મેહાએ પટીયાલા ડ્રેસ પહેર્યો હતો. મેહા થોડી ક્ષણો રજતને જોઈ રહી.
મેહાએ રજતને કપાળ પર કિસ કરી.

મેહા વિચારે છે કે અત્યાર સુધી તો રજત સારો જ હતો. તો પછી રજતનુ શરીર કેમ ગરમ લાગે છે. રજતને તાવ આવી ગયો છે. મેહા ડોક્ટરને ફોન કરી બોલાવી લે છે. ડોક્ટર આવીને રજતને ચેક કરી દવા આપી જતા રહે છે. રજત બપોરે બે વાગ્યે જાગી જાય છે.

મેહા:- "મિ.રઘુવંશી જાગી ગયા હોય તો લંચ કરીએ?

રજત અને મેહા જમી લે છે. સાંજ સુધીમાં તો રજતનો તાવ ઉતરી જાય છે. મેહા પોતાના મમ્મી
પપ્પાને ફોન કરી જણાવી દે છે કે પોતાને બધું જ યાદ આવી ગયું છે અને પોતે હવે રજત સાથે જ રહેશે. રાતે રજત અને મેહા ડીનર કરે છે. ડીનર કરીને રજત મેહાને રૂમમાં લઈ આવે છે. રજત કબાટમાંથી એક બોક્સ મેહાને આપા કહે છે "આ પહેરીને આવ. લાલ લહેંગા ચોલીમા મારે તને જોવી છે."

મેહા એક રૂમમાં જઈને લહેંગા ચોલી પહેરે છે. રજત વાતાવરણને રોમેન્ટીક બનાવવા પથારી પર લાલ ગુલાબની પાંખડીઓ બિછાવી દે છે. રજત Song ચાલું કરે છે. એટલામાં જ મેહા લહેંગા ચોલી પહેરીને રજતની સામે આવે છે. એટલામાં Song ચાલું થઈ ગયું.

ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
इश्क़ इश्क़, इश्क़ इश्क़

तुझ संग बैर लगाया ऐसा
तुझ संग बैर लगाया ऐसा
रहा ना मैं फिर अपने जैसा
हो रहा ना मैं फिर अपने जैसा
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम, तेरा नाम, मेरा नाम इश्क़

ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
इश्क़ इश्क़, इश्क़ इश्क़

अपना नाम बदल दूं
या तेरा नाम छुपा लूं
या छोड़ के सारी आग मैं वैराग उठा लूं
बस एक रहे मेरा काम इश्क़
मेरा काम इश्क़, मेरा काम इश्क़
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम, तेरा नाम, मेरा नाम इश्क़

ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़

ये काली रात जकड़ लूं
ये ठंडा चांद पकड़ लूं
ओ, ये काली रात जकड़ लूं
ये ठंडा चांद पकड़ लूं
दिन-रात के बैरी भेद का
रुख मोड़ के मैं रख दूं

तुझ संग बैर लगाया ऐसा
रहा ना मैं फिर अपने जैसा
रहा ना मैं फिर अपने जैसा
मेरा नाम इश्क़
तेरा नाम इश्क़
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम इश्क़, तेरा नाम इश्क़
मेरा नाम, तेरा नाम, मेरा नाम इश्क़

ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़
ये लाल इश्क़, ये मलाल इश्क़
ये ऐब इश्क़, ये बैर इश्क़

રજત મેહાની એકદમ નજીક આવે છે. રજત મેહાની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. મેહાની નજર રજતના હોંઠ પર પડે છે. રજતે મેહાને તસતસતું ચુંબન આપી દીધું. ખાસ્સીવાર સુધી રજત મેહાને કિસ કરતો રહ્યો. આટલાં વર્ષોના વિરહ પછી મેહા અને રજત એકબીજાથી દૂર ન રહી શક્યા. રજતનો સ્પર્શ થતાં જ મેહાના બધાં ઝખ્મો રૂઝાઈ ગયા.

રજત મેહાથી અળગો થયો. રજતે મેહાને ઉંચકી લીધી અને બેડ પર સૂવાડી દીધી. રજત મેહાની પાસે સૂઈ ગયો. રજતના હાથ મેહાના ઉઘાડા પેટ પર ફરવા લાગ્યાં. ઘણાં વર્ષે મેહા રજતના સ્પર્શને અનુભવી રહી. રજત મેહા તરફ ઝૂક્યો. રજતના હોંઠ મેહાના તનબદનને સ્પર્શ કરી રહ્યા હતા. રજત આજે મેહાને સંપૂર્ણપણે ભીંજવી દેવા માંગતો હતો. મેહા પણ રજતના સ્પર્શને માણી રહી.

રજતના હાથ અને હોંઠ મેહાના ઉરોજો પર ફરી રહ્યા. મેહાથી રજતનો સ્પર્શ સહન ન થયો અને ફરી ગઈ. મેહા ફરી જતાં રજતના હાથ મેહાની પીઠ પર ફરવા લાગ્યાં. રજત ચોલીની હૂક ખોલી દે છે. રજત ધીમે ધીમે ચોલી કાઢવા લાગ્યો. મેહા પોતાની જાતને બંન્ને હાથોથી છૂપાવવાનો પ્રયત્ન કરવા લાગી. રજતે મેહાને રજાઈ ઓઢાવી. પછી રજતે ચોલી ઉતારી દીધી. રજત અને મેહા એક જ રજાઈમા સૂઈ રહ્યા. રજતના હાથ મેહાના શરીર પર ફરવા લાગ્યાં.
રજતે ધીરેથી મેહાના લહેંગાની દોરી પણ છોડી દીધી. રજત જેમ જેમ સ્પર્શ કરતો તેમ તેમ મેહાના શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા વધવા લાગી.

રજતે મેહાને પોતાની બાહોમાં લઈ લીધી. રજત ધીમેથી રજાઈ ખેંચવા લાગ્યો.

મેહા:- "રજત શું કરે છે?"

રજત:- "મેહા મારે જોવું છે."

મેહા:- "રજત શું જોવું છે?"

રજત:- "તારા સુંદર અંગો..."

રજતની વાત સાંભળી મેહા ખૂબ શરમાઈ ગઈ.
રજતે સ્હેજ રજાઈ ખેંચી. રજત તો બસ અપલક નજરે મેહાના શરીરનાં અંગોને જોઈ રહ્યો. મેહાની શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ખૂબ વધી જતા રજતે તરત જ રજાઈ ઓઢાવી દીધી અને રજતે તરત જ મેહાને પોતાની બાહોમાં લઈ લીધી અને મેહાના માથે હાથ ફેરવતા બોલ્યો. રિલેક્ષ મેહા...મેહા પણ રજતને વળગી પડી. રજતે મેહાના દરેકે દરેક અંગોનો સ્પર્શ કર્યો. રજતના સ્પર્શથી મેહાના અમુક અંગો અને અમુક ચેતનાઓ જાણે આજે જ સજીવન થઈ ઉઠી. રજતે મેહાને ભરપૂર પ્રેમ આપ્યો. રજતે આજે મેહાને સંપૂર્ણ સ્ત્રી બનાવવાનું સુખ આપ્યું.

સવારે મેહાની આંખો ઉઘડે છે. રજતે મેહાને બાહુપાશમાં જકડી લીધી હતી. રજતનો એક હાથ મેહાના માથા પર હતો. રજત અને મેહા એક જ રજાઈમા લપેટાઈને સૂઈ ગયા હતા. મેહાએ રજત તરફ જોયું તો રજત હજી ઉઠ્યો નહોતો. મેહા બીજી તરફ ફરી. નીચે જોયું તો મેહાની ચોલી દુપટ્ટો લહેંગા બધાં કપડાં નીચે હતા. મેહા રજાઈ ઓઢીને બેડ પરથી નીચે ઉતરતી હતી કે રજત મેહાને પોતાની બાહુપાશમાં જકડી લે છે. મેહા ચૂપચાપ રજતની છાતી પર માથું ટેકવી દે છે.

થોડીવાર પછી રજત કપડાં પહેરી લે છે. મેહા રજાઈ ઓઢી કબાટમાંથી કપડાં કાઢી બાથરૂમમાં ન્હાવા જતી રહે છે. મેહા ડ્રેસ પહેરી બહાર આવે છે. મેહા પોતાની જાતને અરીસામાં જોય છે. મેહા મનોમન કહે છે રજતે આજે મને સંપૂર્ણ બનાવી દીધી. મેહા મંગળસૂત્ર પહેરતી હોય છે કે રજત ન્હાઈને આવે છે. મેહા માથે સિંદૂર લગાવવાની હોય છે કે રજત જ મેહાને માથે સિંદૂર પૂરાવી દે છે.

મેહા:- "રજત તને આશ્ચર્ય ન થયું?"

રજત:- "મને શું કરવા આશ્ચર્ય થવાનું?"

મેહા:- "રજત મને...."

રજત:- "હા ખબર છે તને બધું યાદ આવી ગયું."

મેહા:- "તને કેવી રીતના ખબર પડી?"

રજત:- "તું એટલી આસાનાથી પોતાની જાતને મને થોડી સોંપે..!! કાલે તું કંઈ જ ન બોલી એટલે..."

મેહા:- "સારું હવે હું રસોડામાં જાઉં છું."

રજત:- "ડ્રામાક્વીન બર્થ-ડે ગિફ્ટ પસંદ આવી ને તને?"

મેહા:- "હા બહું જ પસંદ આવી."

સાવિત્રીબહેન રસોડામાં નાસ્તો બનાવી રહ્યા હતા. મેહાને રસોડામાં આવતાં જોઈ સાવિત્રીબહેનને પણ સુખદ આશ્ચર્ય થયું.

સાવિત્રીબહેન:- "મેહા તું ક્યારે આવી અને તારી તબિયત...."

મેહા:- "મમ્મી મને બધું જ યાદ આવી ગયું."

સાવિત્રીબહેન ખુશ થતાં થતાં નાસ્તો બનાવવા લાગ્યાં. મેહા ચા બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ.

રજત દરરોજ મેહાને પોતાની બાહુપાશમાં જકડી લેતો. મેહા રજતની છાતી પર માથું મૂકી ચેનથી સૂઈ જતી. મેહાએ નોટીસ કર્યું કે રજત મેહા નું ખૂબ ધ્યાન રાખે છે. મેહાએ અનુભવ્યું કે રજત મારી નાની નાની વાતે કાળજી લે છે.

એક સવારે મેહા પર ડોક્ટરનો ફોન આવે છે. મેહા ફોન પર થોડી મીનીટો સુધી વાત કરે છે.


રજત મેહાને પથારીમાં સૂવડાવી દે છે.

મેહા:- રજત શું કરે છે? જો હું નીચે નહીં જાઉં તો મમ્મી બોલાવવા આવી જશે.

રજત:- આવવા દે. એમ કહી રજતે મેહા પર સૂઈ ગયો. રજતનો બધો ભાર મેહા પર આવ્યો. એટલામાં જ મેહાના મોબાઈલ રણકી ઉઠ્યો.
મેહા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. રજત મેહાને કિસ કરવામાં લાગેલો હતો.
મેહાએ વાત કરી ફોન સાઈડ પર મૂકી દીધો.

રજત:- "કોનો ફોન હતો?"

મેહા:- "ડોક્ટરનો."

રજત:- "મેહા શું થયું તને?"

મેહા:- "મને કંઈ નથી થયું રજત. એક ગુડ ન્યૂઝ છે. રજત હું પ્રેગનેન્ટ છું."

રજતે ખૂબ ખુશ થઈ ગયો. રજત હવે પહેલાં કરતા વધારે મેહાનો ખ્યાલ રાખવા લાગ્યો.

મેહા રાતે જમીને પોતાના રૂમમાં આવી. તો રજત બાલ્કનીમાં ઉભો ઉભો કંઈક વિચારી રહ્યો હતો. મેહા રજત પાસે ગઈ.

મેહા:- "શું વિચારે છે રજત?"

રજત:- "હું તો એમજ વિચાર્યા કરું છું. તું ઉભી કેમ છે? આરામ કર."

રજત મેહાને બેડ પર લઈ જાય છે. રજત અને મેહા બેડ પર સૂતા સૂતા વાત કરે છે.

મેહા:- "રજત શું વિચારે છે તું? પ્લીઝ મને કહે."

રજત:- "મેહા સૉરી...મેં તને ખૂબ હેરાન કરી ને? હું એક વાત માટે બહું ગિલ્ટી ફીલ કરું છું."

મેહા:- "રજત તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. પણ મને કહે કે તું કંઈ વાત માટે ગિલ્ટી ફીલ કરે છે?"

રજત:- "લગ્ન પછી તને મેં સ્પર્શ કર્યો હતો પણ તને કોઈ જ ફરક ન પડ્યો. મેં તને પથ્થર બનાવી દીધી હતી. હું તને સ્પર્શ કરું તો તારા શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી જાય છે. પણ તે દિવસે એવું કંઈ જ ન થયું. તારી એવી હાલત જોઈને હું ખૂબ ડરી ગયો હતો."

મેહા:- "રજત તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. તે દિવસે તું થોડીવાર માટે બહાર ગયો. તારા ગયા પછી મારા શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ હતી. તારા સ્પર્શથી મારી લાગણીઓ ફરી સજીવન થઈ ગઈ. તો તારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી ઑકે?"

રજત:- "તું સાચ્ચું કહે છે ને?"

મેહા:- "હા હું સાચ્ચું કહું છું."

રજતની આંખોમાં આંસું આવી ગયા.

મેહા આંસુ સાફ કરી રજતને કપાળ પર કિસ કરે છે.

રજત:- "મેહા તને પ્રેગનેન્સીને લીધે બહું ડર લાગે છે ને...પણ હું છું ત્યાં સુધી તારે ડરવાની જરૂર નથી. હું આપણાં બેબીને અને તને કંઈ નહીં થવા દઉં."

રજત મેહાને બાહોમાં લઈ સૂઈ જાય છે.

મેહાના ગર્ભાવસ્થાનો નવમો મહીનો ચાલી રહ્યો હતો. એક દિવસે સવારે મેહાને દુઃખાવો થયો.

રજત ઑફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. રજતે મેહા સામે જોયું. રજત મેહાનો ચહેરો જોઈ સમજી ગયો.

રજત:- "મેહા વધારે દુઃખે છે?"

મેહા:- "ના એટલું બધું નથી દુખતું."

રજત:- "પણ હું રિસ્ક નથી લેવા માંગતો. ડોક્ટરે આ અઠવાડિયાની તારીખ આપી છે. I think આપણે અત્યારે જ હોસ્પિટલ જવું જોઈએ."

સાવિત્રીબહેન અને રજત મેહાને હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલ પહોંચી રજત મેહાના મમ્મી પપ્પાને ફોન કરી દે છે.

મેહા:- "રજત તું મારી સાથે અંદર આવીશ ને?"

રજત મેહા સાથે અંદર જ રહ્યો. થોડી જ વારમાં મેહા એક સુંદર છોકરીને જન્મ આપે છે. મેહા બેભાન થઈ ગઈ હતી. થોડીવાર પછી મેહા ભાનમાં આવે છે. રજત અને મેહાના પરિવારવાળા બહાર બેઠાં હતા. તેઓ પણ અંદર આવીને વારાફરતી બેબીને વ્હાલ કરે છે.

એક દિવસ રજત મેહાને ફરવા લઈ જવાનો હોય છે. મેહા પોતાની બાળકીને લઈ કારમાં બેસી જાય છે. મેહા તો પોતાની બાળકીને રમાડવામાં જ વ્યસ્ત હોય છે.

થોડીવાર પછી રજતે કાર ઉભી રખાડી. મેહાએ જોયું તો રજત એક પહાડ પર મેહાને લઈ આવ્યો હતો.

રજત:- "મેહા આપણું ઘર.... સુંદર છે ને?"

મેહા તો જોઈ જ રહી...પહાડ પર બાનાવેલા સુંદર ઘરને...મેહા અને રજત ઘરમાં જાય છે. મેહાને ઘર ખૂબ ગમ્યું.

મેહા મનોમન કહે છે મારી પ્રેમની તરસને રજતે પૂર્ણ કરી...અને મારું સપનું પણ પૂરું કર્યું."

રજત:- "શું વિચારે છે મેહા?"

મેહા:- "રજત તને ખબર છે હું તારા માટે કેટલું તડપી છું."

રજત:- "હું પણ તારા માટે બહું તડપ્યો છું મેહા."

રજત અને મેહા બંનેને પોતાના પ્રેમનો અહેસાસ થઈ ગયો હતો.

મેહા રજતની છાતી પર માથું રાખી કહે છે "રજત તે મારી પ્રેમની તરસ પૂરી કરી."

રજત પોતાની બાળકીને અને મેહાને કપાળ પર કિસ કરતા કહે છે "અને તું જ તો છે મારી અધૂરી વાર્તાનો છેડો."

સમાપ્ત......