Rudra nandini. - 6 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 6

Featured Books
Categories
Share

રુદ્ર નંદિની - 6

    
                પ્રકરણ-૬

              પાર્ટી પૂરી કરી બધા પોત પોતાના ઘરે જવા નીકળવા લાગ્યા હતા. લીના અને જીયા પણ નંદિનીને મળી નીકળવાની તૈયારી કરતા હતા...... ત્યારે આદિ ના પપ્પા રવિરાજ ભાઈ બોલ્યા...

            " બેટા..... અત્યારે તમારે એકલા નથી જવું , ચાલો અમે તમને તમારા ઘર સુધી ડ્રોપ કરી દઈએ..."
            જીયા બોલી ....

            "  થેન્ક્સ .....અંકલ  પણ  મને ભાઈએ પાર્ટી પૂરી થાય એટલે કોલ કરવાનું કહ્યું હતું ..... હું ભાઈ ને કોલ કરીશ , એટલે આવી ને  અમને લઈ જશે . અમારા બંનેનું ઘર પણ નજીક જ છે , તેથી લીનાના મમ્મી ને પણ કહીનેેે જ આવ્યા છીએ કે ભાઈ અમને લેવા માટે આવી જશે "

         "  પણ બેટા..... અમે એ બાજુથી જ જઈએ છીએ, તો તારા ભાઈને કોલ કરી દે કે લેવા ન આવે અમે તમને ડ્રોપ કરી દઈએ છીએ......"  શ્વેતા બહેનબોલ્યા‌......

            " Ok.....આન્ટી....."

            જીયાએ તેના ભાઈને કોલ કરીને કહી દીધું કે ,અમે  આદિ ના મમ્મી પપ્પા સાથે આવી જઈશું......

             ધનંજય અને સુભદ્રા બધા guests નેેે  ગેટ સુધી છોડીને અંદર આવ્યા, નંદિની પણ અંદર આવીને તરત જ મમ્મી પપ્પા  ને વળગી પડી..
          
 
           " Thank you so.... much ...my dear ...mom ..and dad...."

               "અરે ....અરે... કેમ થેન્ક્સ...?"

             " મારો બર્થ ડે આટલો સરસ બનાવવા માટે... મમ્મી.....
           નંદિની ની આંખ સામે રાતના બાર વાગ્યાનુ એ દ્રશ્ય તરવરી રહ્યું . નંદિની નો બર્થ ડે wish કરવા બરાબર 12:00  વાગ્યે નંદિની ના રૂમ માં ધનંજય અને સુભદ્રા આવ્યા.... નંદિની તો ઘસઘસાટ ઊંઘી રહી હતી.... ઘડીભર તો બંને તેમની આ પરી ને જોતા જ રહ્યા... તેને ઉઠાડવાનું પણ મન નહોતું થતું ...પણ પછી ધનંજયે નંદિની પાસે જઈને જોરથી તેના કાનમાં પોલીસ ઓફિસર પાસે હોય છે એવી સીટી વગાડી....

           નંદિની ઝબકીને જાગી ગઈ અને આજુબાજુ જોઈ રહી ....એને પોતે  ક્યાં છે તે કાંઈ સમજ ના પડી.... અચાનક રૂમની લાઈટ ઓન થઈ અને મમ્મી પપ્પા....

        " Happy Birthday Nandini......"

           એમ કહેતા તેને wish કરવા લાગ્યા .નંદિની તેમને ગળે વળગી પડી. નંદિની એ કેક કાપી અને મમ્મી-પપ્પાને ખવડાવી.....

              અત્યારે તે ખુબ ખુશ હતી ......." મારી ગિફ્ટ ....." તે બોલી.....

           નંદિનીને પેકિંગ કરેલી ગિફ્ટ નું ખુબજ આકર્ષણ રહેતું .ગિફ્ટ ના પેકિંગ ને ખોલીને એમાંથી શું નીકળશે એ જાણવાની આતુરતા એને વધારે રહેતી ,અને એથી જ ધનંજય પણ અવાર નવાર કોઈ પ્રસંગે તેને પેકિંગ ગિફ્ટ જ આપતો.....
 
                 સુભદ્રાએ પોતાની પાસે છુપાવેલી ગિફ્ટ નંદિનીને આપી , તે જલ્દી જલ્દી ગિફ્ટ નુ પેકીંગ ખોલીને અંદર જોવા માટે અધિરી બની ગઈ ....જેવું નંદિનીએ બોક્સ ખોલ્યું તો એનું  મોં ખુલ્લું જ રહી ગયું....!
 
               નંદિનીને ડાયમંડસ બહુ જ ગમતા .....એથી જ આજે ધનંજય અને સુભદ્રા જઈને તેના માટે ડાયમંડસના earrings.... Bracelet, અને rings લઈ આવ્યા હતા..... આજે તેમની પરીને ડાયમંડથી સજાવવાવી હતી.....
 
              નંદિની તો એક સામટી ડાયમંડસની આટલી બધી ગિફ્ટ જોઇને અવાચક બની ગઈ....!!!
 
             સુભદ્રા એ ધીરેથી એનું મોં બંધ કર્યુ .....ધનંજય ને તો નંદિનીના એક્સપ્રેશન જોવાની મજા આવતી હતી......
 
            "  થેંક યૂ મમ્મી... થેન્ક્યુ પપ્પા...."
 
        "પણ ...આટલી બધી મોંઘી ગિફ્ટ .....? શું  જરૂર હતી લાવવાની ?.. કેટલો બધો ખર્ચો કર્યો ખાલી ખોટો.......? "
 
    ધનંજયે પ્રેમથી કહ્યું ....." અમારા માટે અમારી નંદિની અને એની પસંદથી વધારે  મૂલ્યવાન બીજું શું હોઈ શકે....?"
 
              " પણ એક જ વસ્તુ લવાય ને ? આટલી બધી વસ્તુ લાવવાની શું જરૂર હતી.....? "
 
            " કારણ કે .....અમારે અમારી દીકરીને તેના આ બર્થ ડે ઉપર ડાયમંડસ  થી મઢી દેવી હતી...."  સુભદ્રા બોલી......
 
            નંદિનીએ તેમને બંને ને hug કર્યું અને કહ્યું .....કે ....." You are  the best mommy-daddy in the world......"
 
              *.          *.         *.      
 
         
              આજે રુદ્રાક્ષને સવારથી ચેન નહોતું પડતું .તે નંદિની નો બર્થ ડે હજુ સુધી ભૂલ્યો નહોતો..... પ્રતાપ ગઢ થી આવ્યા બાદ નંદિની નો એક પણ બર્થ ડે એવો નહોતો ગયો.... કે જેને રુદ્રાક્ષ ભૂલી ગયો હોય......
 
            રુદ્રાક્ષ જેમ મોટો થતો ગયો , તેમ તેની સમજણ શક્તિ અને તેના દિલની મૃદુતામાં પણ વધારો થતો ગયો હતો .
 
              સવારથી જ તેને નંદિની ખૂબ જ યાદ આવતી હતી .મનોમન નંદિની ને wish કર્યું અને ભગવાન પાસે પણ નંદિની હંમેશા ખુશ રહે એવી પ્રાર્થના કરી.....
 
          એ તૈયાર થઈને સ્કૂલે જવા માટે નીકળ્યો . આજે તેણે મમ્મી પાસે ફરમાઈશ કરીને ગુલાબ જાંબુ બનાવડાવ્યા હતા  . સ્કૂલના ફ્રેન્ડસ માટે પણ ડબ્બામાં પેક કરીને લઈ ગયો.... મમ્મી એ આપેલો ગુલાબ જાંબુ નો ડબ્બો જોઈને રુદ્રાક્ષ ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો.....
 
              નંદિની સાથે દોસ્તી થઇ ત્યારથી દર વર્ષે તેને તેનો બર્થ ડે યાદ રહેતો.... અને નંદિની પણ રુદ્રાક્ષનો બર્થ ડે ભૂલથી નહોતી.....
 
               બર્થ ડે ના અઠવાડિયા અગાઉથી નંદિની તેનું માથું ખાઈ જતી .....અને રોજ એક જ વાત પૂછતી રહેતી.....
 
            " કહે ને રુદ્રાક્ષ .....તું મારા માટે શું gift  લાવવાનો છું.....? "
 
           " હું તો કાંઈ નથી લાવવાનો....."
 
          " કેમ .....? તું મને કાંઈ જ ગિફ્ટ નહીં આપે......?"
 
           "  ના . એમ તો દર વર્ષે આવે birthday એટલે થોડી કાંઈ દરેક વર્ષે gift આપવાની હોય.....?  એવો ખોટો ખર્ચો થોડો કરાય.....? "
 
           " કંજૂસ... મખી ચૂસ.... નથી જોઇતી મારે તારી કોઈ ગિફ્ટ ...જા ..અને હું પણ ,તને કોઈ ગિફ્ટ નહી આપુ ......" એમ કહીને નંદિની આખો દિવસ મોં ફુલાવીને ફરતી પણ રમતી તો રુદ્રાક્ષની સાથે જ.....
 
 
           વળી પાછો બીજા દિવસે એનો એ જ પ્રશ્ન..."  રુદ્રાક્ષ ....કહેને... તું મને બર્થ ડે માં શું gift આપીશ....?"
 
        અને પાછો પોતે કેવો કાંઈને કાંઈ gift ના આપવાના બહાના કાઢીને નંદિનીને ચિડવતો .....? તે યાદ આવવાથી રુદ્રાક્ષના ચહેરા પર આપોઆપ એક હળવું સ્મિત ઉપસી  આવ્યું . જાણે અત્યારે નંદિની પોતાની સાથે જ હોય અને આ બધા જ ક્ષણ તે નંદિની સાથે જ જીવતો હોય એવો એને અહેસાસ થયો .....!!!
 
            આજે પણ તેણે દર વર્ષની જેમ gift લાવી ને નંદિની માટે પોતાના કબાટમાં સાચવીને મૂકી દીધી. નંદિની થી છુટા પડ્યા પછી ના બધા જ બર્થ ડે ની ગિફ્ટ તેના માટે લાવીને તેને આપવા માટે સાચવીને રાખી હતી....
 
               નંદિનીને એ મળશે જ .....એવી એના દિલમાં ઉંડે - ઉંડે પણ આશા હતી ...અને જ્યારે મળશે ...ત્યારે તેને આ બધી જ ગિફ્ટ આપીને ,તેના એક્સપ્રેશન તે ખૂબ જ પ્રેમથી નિહાળશે એવું વિચારતો રહેતો.....
 
             તેનું મન પાછું ભૂતકાળમાં સરી પડ્યું . ગિફ્ટ માટે અઠવાડિયાથી માથું ખાનારી નંદિની ,  બર્થ ડેના દિવસે તો તેને કોઈ ગિફ્ટ ની વાત પૂછતી જ નહીં .....એને થતું કે આ વખતે તો ચોક્કસ રુદ્રાક્ષ તેને કોઈ જ ગિફ્ટ નહીં આપે.....
 
            અને રુદ્રાક્ષ સરપ્રાઇઝ ગિફ્ટ આપીને હંમેશા નંદિનીને ખુશ કરી દેતો.... ગિફ્ટ જોઈને નંદિની પેકિંગ ખોલવા અને ગિફ્ટ જોવા કેવી અધિરી બની જતી .....? તે તેને યાદ આવ્યું.....
 
         તેનો આત્મા .....તેનું હૃદય ....તેનું મન .....તેનું રોમેરોમ .....આજે નંદિનીને યાદ કરતું હતું.......એને ઝંખતું હતું .....હવે તો તે એકલો પણ પ્રતાપગઢ જઈ શકે તેમ હતો . છતાં પણ હવે તેને પ્રતાપગઢ જવાની ઇચ્છા જ જાણે મરી પરવારી હતી....!!!!
 
           પ્રતાપ ગઢ થી આવેલા તેના અંકલને જ્યારે તેણે જટાશંકર કાકા અને સાવિત્રી કાકી તથા નંદિની વિશે પૂછ્યું ....તો તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.....
 
           દાદાજી અને તેના મમ્મી પપ્પાને નંદિનીના માતા-પિતા સાથે બનેલી ઘટનાની ખબર હતી .પણ રુદ્રાક્ષ આ સાંભળી ખૂબ જ દુઃખી થશે ......એ વિચારીને એ લોકોએ રુદ્રાક્ષને કશું જ નહોતું જણાવ્યું ....પરંતુ તેના કાકા ને ખબર ન હોવાથી તેમણે રુદ્રાક્ષને બધુ  જણાવી દીધું , કે કેવી રીતે તેમના પ્રતાપગઢ છોડ્યા પછી થોડા સમય બાદ નંદિનીના મમ્મી-પપ્પા નર્મદાના નીરમાં તણાયા.... અને મૃત્યુ પામ્યા.....
 
               નંદિનીના માસા અને માસી નંદિનીને તેમની સાથે લઈ ગયા હતા, અને હવે નંદિની તેમની સાથે જ રહેતી હતી .એ પણ તેના કાકાએ જણાવ્યું....
 
              આટલો  મોટો આઘાત નંદિની કેવી રીતે સહન કરી શકી હશે .....?એવો વિચાર વારંવાર તેને આવ્યા કરતો..... તે નંદિની ની હાલત વિશે વારંવાર વિચારવા લાગ્યો..... એને પોતાના ઉપર પણ ગુસ્સો આવ્યો.... કે જ્યારે નંદિનીને એના જીવનના સૌથી વધારે કપરા સમયમાં મારી જરૂર હતી , ત્યારે જ હું તેની પાસે નહોતો ....નંદિની મને ક્યારેય માફ નહીં કરે ....એક તો હું એને  કશું જ જણાવ્યા વગર પ્રતાપગઢ છોડી ને આવતો રહ્યો , અને વળી આવા સંજોગોમાં પણ તેને સાવ એકલી મૂકી દીધી......
 
        " I am really... very ....very sorry Nandini .....બની શકે તો please મને માફ કરજે...."
 
            અચાનક બ્રેક વાગવાથી ગાડી ને સહેજ ધક્કો લાગતાં રુદ્રાક્ષ પોતાના ભૂતકાળમાંથી બહાર આવ્યો .તેમની સ્કુલ આવી ગઈ હતી.
 
            સ્કૂલમાં તેમના ટેન્થ ના ક્લાસ માં ગયો બધા ફ્રેન્ડસ આવી ગયા હતા .તે આજે થોડો મોડો હતો ...બધા તેના આવવાની જ રાહ જોતા હતા....
 
             " લો ..આ આવી ગયો રુદ્ર્....."  રુદ્રને   જોઈને વીર બોલ્યો.....
 
             ઈશિતા રુદ્રને આવતો જોઈ જ રહી .....રુદ્ર હવે થોડો  વધારે ટોલ થયો હતો... અને એનું શરીર પણ થોડું ભરાવદાર બન્યું હતું ......તેનો  ગોરો  ચિટ્ટો ચહેરો વધારે ભરાવદાર તથા વધારે સોહામણો થયો હતો... તેના લાંબા કાળા ...સહેજ સિલ્કી અને થોડા વાંકડિયા વાળ ....તેને વધારે હેન્ડસમ બનાવતા હતા....
 
              આમ પણ નાનપણથી તે ખૂબ જ દેખાવડો અને  સોહામણો  તો હતો જ.... તેમાં પાછો  યુવાનીમાં પગ મુક્યો .....એટલે પૂછવું જ શું ....? ઈશિતા ને ઝવેરચંદ મેઘાણી ની પંક્તિઓ યાદ આવી ગઈ.....
 
  " ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે  પાંખ
  અણદીઠેલી ભોમ પર  યૌવન માંડે આંખ....."
 
            રુદ્રનું યૌવન પણ જાણે તેની અંદર થનગની રહ્યું હતું ....પણ રુદ્ર એ યુવાની ના ઘોડા ને  લગામથી વશમાં રાખ્યો હતો.....   
 
             ઘણી બધી છોકરીઓના ફ્લર્ટ... પ્રપોઝ ....અને આંખોના છુપા ઇન્વિટેશન ને.... રુદ્ર એ  ખૂબ જ પ્રેમથી ઠુકરાવી દીધા હતા ....   
 
            વિરેન  ,અભિષેક  ,અને શાંતનુ  તો મજાકમાં કહેતા પણ ખરા....
 
        " હે.....  !  રુદ્ર બાબા.....તમારે આજીવન બ્રહ્મચારી રહેવાનો વિચાર છે કે શું ....?"
 
       "   શું  આમ સાવ સન્યાસી જેવો રહે છે તું તો  ?  અરે .....આજ ઉંમર છે ગર્લ્સ સાથે મજાક મસ્તી કરવાની ....."
 
            "મજાક મસ્તી તો હું પણ કરું જ છું ને ....? પણ તમે લોકો જે કરો છો  એને મજાક મસ્તી ન કહેવાય....."
 
        " અચ્છા ..... તો શું કહેવાય બાબા બ્રહ્મચારી ......?" શાંતનુ બે હાથ જોડી બોલ્યો....
 
 
            રુદ્ર  એ હસીને કહ્યું ...." એને ફ્લર્ટ કહેવાય બચ્ચાઓ..... ખુલ્લમ ખુલ્લા  ફ્લર્ટ....."
 
         " એટલે  તું કોઈની સાથે લવ કરીશ જ નહીં એમ.......?  "અભિષેક બોલ્યો.....
 
        " મેં  ક્યાં એવું કહ્યું..... મેં તો ફ્લર્ટ નહિ  કરવાની વાત કરી લવ નહીં કરવાની નહીં....."
 
         " અચ્છા તો અમે કરીએ તે ફ્લર્ટિંગ કહેવાય...... તો  લવ કોને કહેવાય .....? એનું થોડું  જ્ઞાન અમને પણ  આપશો બાબાજી.....? "
 
              " ફક્ત એક બીજા ની આંખો માં જોવું એનું નામ જ પ્રેમ નથી ,પ્રેમ એટલે ....એકબીજા ની દિશા માં જોવુ . પ્રેમ કરવો એટલે ....બીજાના સુખમાં આપણું સુખ મેળવી દેવું ....પ્રેમ ફક્ત પૂજા છે....... પ્રેમની......"
 
 
          " બસ ....બસ ....બાબા પ્રેમ પુજારી ....!!!! આટલું પ્રવચન બસ છે......!!!"
 
          અને બધા હસી પડ્યા હતા .....ઈશિતા રુદ્રાક્ષની આ બધી વાતોમાં ખોવાઈ ગયેલી હતી. રુદ્રાક્ષ બધાની પાસે આવ્યો તો પણ હજુ સુધી ઈશિતા રુદ્રાક્ષના વિચારોમાં જ મગ્ન હતી . તેને રુદ્ર પોતાની પાસે આવ્યો તેનું પણ ધ્યાન ન હતું.....
 
              "Hay .... ઈશિતા  ક્યાં ખોવાઈ ગઈ છું....? "
 
          " રુદ્રાક્ષે ઈશિતા ના ફેસ સામે ચપટી વગાડી ને પૂછ્યું....
 
            ઈશિતા એ ઝબકીને જોયું તો રુદ્ર એકદમ તેની નજીક આવીને ઊભો હતો.... ઈશિતા ના દિલમાં રુદ્ર માટે સોફ્ટ કોર્નર હતો , પણ રુદ્ર તો તેને જસ્ટ ફ્રેન્ડ જ સમજતો હતો ......તેથી ઈશિતા પણ રુદ્ર ને પોતાના દિલની વાત કહેવાનો સમય પાકે તેની રાહ જોતી હતી.....
 
         "Hi.......guys....."
 
        " Hi ........" બધા એકસાથે બોલ્યા..... રુદ્ર એ  ગુલાબ જાંબુ નો ડબ્બો ખોલીને બધાની વચ્ચે મુક્યો....
 
        " Wow  ...ગુલાબ જાંબુ ...."બોલતા બોલતા તો ફટાફટ ગુલાબજાંબુ બધાના મોંમાં ઉતરવા લાગ્યા.... ડબ્બો પૂરો  થયા  પછી  શાંતનુ  એ પૂછ્યું .....
 
              " અલ્યા રુદ્ર........આ ગુલાબ જાંબુ કઈ ખુશીમાં...."
 
          " અલ્યા... શાંતનુ ......ખાઇ લીધા પછી પૂછ્યું.....?" વિશ્વા  દોઢ ડાહી થઈને બોલી......
       
          " તને ખાધા પહેલા યાદ આવ્યું હતું..... તો તારે પુછવું જોઇએ ને ......?"  
 
             અભિષેકે વિશ્વાને કહ્યું..... અને બધા હસવા લાગ્યા......
 
            " પોતે પણ કેવા ફટાફટ ગુલાબજાંબુ મોમાં મુકવા લાગી હતી.... તો  ક્યાંથી યાદ આવે પૂછવાનું.......?"
 
        "  એ.... વિરેન...... યાર ....બહુ હોશિયારી નહિ હો......"
 
            આજે બધાના હાથમાં વિશ્વા આવી ગઈ હતી .બધા તેની વારાફરતી ફીરકી લેવા લાગ્યા હતા ....અને વિશ્વા  ગુસ્સે થતી થતી બધાને જવાબ આપતી હતી....
 
            રુદ્ર હસતો હસતો બોલ્યો....."  guys બહુ બધી મજાક મસ્તી થઈ ગઈ ......બસ હવે યાર....."
 
           "તો બોલ ..... ગુલાબ જાંબુ કઈ ખુશીમાં......?"
 
          ઈશિતા એ રુદ્રની આંખોમાં જોઈ ને પૂછ્યું.......
 
           " કાંઈ નહીં બસ.... એમ જ ખાલી.... મમ્મી એ બનાવ્યા હતા, તો થયું કે તમારા બધા માટે લેતો આવું... કેમ કેવા લાગ્યા.......? ".  એમ કહીને રુદ્ર એ  ઉડાઉ જવાબ આપી દીધો .....અને બધાએ માની પણ લીધો.....
 
          રિશેષમાં બધા લંચ કરી રહ્યા હતા ,ત્યારે રુદ્ર કહ્યું ......" friends આજે સાંજ નો શુ પ્રોગ્રામ છે તમારે લોકોને .......?"
 
          " ખાસ તો કાંઇ નહીં ......" બધાએ લગભગ આ જ જવાબ આપ્યો......
 
            "Ok....... તો ચલો આજે બધા મુવી જોવા જઈએ.....
 
         "Ok .....જઈશું ,પણ ક્યાં થિયેટરમાં જવું છે.....?"  વીર બોલ્યો....
 
          "  PVR માં જઈએ ......? બધા ના ઘરથી નજીક છે એટલે ઘરમાં કોઈ ના નહીં પાડે .....સ્વાતિ બોલી ,એને મનમાં બીક હતી કે કદાચ ઘરમાંથી મુવી જોવા ની રજા નહીં  મળે
 
           .્્્્્્્્્્્્્્્્્
 
         "Ok ....done. તો સાંજે બધા PVR માં જઈશું movie જોવા ok....?
 
         " Ok....  done.
 
           " Hey ....guys.... ક્યાં જવાનો પ્રોગ્રામ બનાવો છો ? એકલા એકલા મને મૂકીને....."
 
        બે વરસ પહેલા જ બરોડા થી આવેલો કાવ્ય પણ એમના ગ્રુપનો મેમ્બર બની ગયો હતો તે આવ્યો અને બોલ્યો....
 
             " અલ્યા.... કાવ્ય ...કેમ મોડો આવ્યો ? રહી ગયો તું તો ગુલાબ જાંબુ ખાધા વગર નો ......" પ્રિયા બોલી....
 
       "   કઈ ખાસ નહીં, ઊઠવામાં મોડું થયું હતું એટલે..... પણ ગુલાબ જાંબુ કઈ ખુશીમાં....?  કોણે ખવડાવ્યા.....?"
 
           " રુદ્રને પૂછ કઈ ખુશીમાં ......? "ઈશિતાને  હજુ રુદ્રના ઉડાઉ જવાબથી સંતોષ થયો નહોતો , એને લાગ્યું કે રુદ્ર એ સાચો જવાબ નથી આપ્યો .....એથી કદાચ કાવ્યને જુદો જવાબ મળે તો , રુદ્ર સાચો છે કે ખોટો ......? તે પકડાઈ જાય.....
 
          પણ રુદ્ર જેનું નામ ....એમ કાંઈ પકડાય એવો નહોતો ,  એણે કાવ્યને પણ એ જ જવાબ આપ્યો , જે બધાને આપ્યો હતો . હવે ઈશિતાને થોડો વિશ્વાસ આવ્યો .
 
          પણ રુદ્રને ક્યાં ખબર  , કે ગ્રુપમાં એક મેમ્બર એવો પણ હતો, કે જે હમણાં ઘણા સમયથી..... અને આજે જ્યારથી રુદ્ર આવ્યો ત્યારથી.... તેને નોટિસ કરી રહ્યો હતો.....
 
            " સાંજે બધા મુવી જોવા જવાના છીએ , તું આવીશ ને કાવ્ય......? પ્રિયા બોલી....
 
            કાવ્ય બરોડા થી અહીંયા આવ્યો ત્યારે પહેલા દિવસથી જ પ્રિયાને તે ગમવા લાગ્યો હતો. અને કાવ્ય હતો પણ ખૂબ જ હેન્ડસમ ,અને થોડોક એવો ડાર્ક .....  પ્રિયાને ચોકલેટી બોય કરતા આવો રફ એન્ડ ટફ કાવ્ય ગમવા લાગ્યો હતો.....
 
       "  Of course ...આવીશ....."
 
          " Ok..... તો પછી કાવ્ય.... તું પ્રિયાને પીક અપ કરતો આવજે .એનું ઘર તારા ઘરથી નજીક છે ને.....? "
 
          " Ok ...done....."
 
           " અને અભિષેક ....તું વિશ્વાને લેતો આવજે Ok.....? "
 
            "Ok .....sure......"
 
          " શાંતનુ ....તું સ્વાતિને લેતો આવીશ......?  I know કે તારા ઘરથી એના ઘરનું distance થોડું વધારે છે......"
 
           "Don't worry bro......  હું ઘરેથી થોડો વહેલો નીકળી જઈશ ,સ્વાતિ તું તૈયાર રહેજે Ok......?" 
 
          " Ok ......" સ્વાતિએ કહ્યું....
 
           શાંતનુ તો આમેય સ્વાતિને ઘરે જવાના અને તેને પોતાની બાઈક પાછળ બેસાડવા ના બહાના શોધતો રહેતો હતો. પણ સ્વાતિ  બહુ ભાવ નહોતી આપતી.....
 
           ઘણી વાર શાંતનુ ને ગુસ્સો આવતો ....જ્યારે તે સ્વાતિને ઘરે ડ્રોપ  કરવા માટે તેની પાસે બાઈક ઉભો રાખતો ,અને સ્વાતિ કંઈ ને કંઈ બહાનું કાઢીને ના પાડતી , ત્યારે  શાંતનુ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો..... અને એ ગુસ્સાની અસર બીજા દિવસે પણ સ્કૂલમાં દેખાતી .   સ્વાતિ તેને જોઈને આખો દિવસ મનોમન હસતી રહેતી......
 
             પણ આજે સ્વાતિએ કંઈપણ બહાનું કાઢ્યા વગર તરત જ હા કહી દીધી  તે સાંભળીને....... શાંતનુ દિલ હિ દિલ મેં બહુત ખુશ હુઆ.....!!!
 
             ઈશિતાને  થયું કે રુદ્ર એને પીક અપ  કરવા નો પ્રોગ્રામ બનાવે તો સારું ......તે કહેવા જ જતી હતી ત્યાં જ વિરેન બોલ્યો....
 
             " એન્ડ... ઈશુ...... તને હું પીક અપ કરી જઈશ okay....? "
     
        "  Ok......"   ઈશુએ કહ્યું......
 
             કારણ કે .....રુદ્રની ગ્રુપમાં એન્ટ્રી થઈ ,એ પહેલાથી જ વિરેન જ ગ્રુપમાં બધાનો લીડર હતો .....અને આજે પણ એ જે કંઈ કહે તેને બધા જ follow કરતા.... અત્યારે પણ બધાએ વિરનને  Ok... કહી દીધું...... ઈશિતાએ પણ.....
 
            વિરેન  હતો પણ એવો જ... એને ખબર જ હતી ,  કે કોને કોના બાઈક પાછળ બેસવું ગમશે..... અને વળી એને  એ રીતે જ પ્રોગ્રામ બનાવ્યો હોવાથી લગભગ બધા જ boys ખુશ હતા ‌.‌......અને બધી જ girls પણ...... ફક્ત એક ઈશિતા સિવાય.....
 
            વીર ને એની પણ ખબર હતી કે ઈશુ રુદ્રને પસંદ કરે છે ,  પણ તેણે રુદ્રની આંખોમાં ઈશુ પ્રત્યે એવી કોઈ જ ફીલિંગ્સ , અત્યાર સુધી જોઈ નહોતી ...... અને એથી જ એ ઈશુને રુદ્ર થી દૂર રાખવાની કોશિશ કરતો...... પણ તે એને રુદ્ર થી દૂર રાખવાની કોશિશ કેમ કરતો હતો ......? એની તો એને પોતાને પણ ખબર નહોતી......!!!!
 
           " Ok.... તો સાંજે બધા મળીએ PVR માં.... હું બધાની online ટિકિટ બુક કરાવી દઉં છું ......" રુદ્ર બોલ્યો.....
 
           "  એક મિનિટ... એક મિનિટ .... એટલે કે આજનું movie તારા તરફથી એમને ......? " અભિષેક એમ કહીને બધા ની ટિકિટો નો ખર્ચો રુદ્ર પર નાખવા જતો હતો ત્યાં જ રુદ્ર બોલ્યો.....
 
 
        " Of ...course ....આજનું મુવી મારા તરફથી બસ......"
 
 
              " Hey ....wow..... પણ શું વાત છે....? આજે કાંઈ વધારે જ મહેરબાન થઈ ગયા છો ગ્રુપ ઉપર હેં .....?"
 
           એમ કહીને બધા પાછા મજાક મસ્તી એ વળગ્યા... અને પાછો ગ્રુપનો એક મેમ્બર આંખ ઝીણી કરીને આ બધુ શું થઈ રહ્યું છે..... તે વિચારવા લાગ્યો......
 
             સાંજે બધા PVR આગળ ભેગા થવા લાગ્યા.... બધાના આવી ગયા પછી બધા અંદર ગયા... મૂવી શરૂ થવાને હવે  વાર નહોતી .વિરેન બધાને માટે પોપકોર્ન લઈને આવ્યો .બધાએ પોપકોર્ન ખાતાં movie મુવી ની મજા માણી.....
 
             Movie પૂરું થયા પછી બધા જેવી રીતે આવ્યા હતા , તેવી રીતે બાઈક પર boys બધી girls ને ઘરે ડ્રોપ કરવા ગયા..‌‌.
 
     
 
           મિત્રો વિરન અને ઈશિતા ની કહાની બનશે......? કે પછી રુદ્ર અને ઈશિતા ની.....? તમને શું લાગે છે.....? ગ્રુપનો કયો મેમ્બર રુદ્ર ના વર્તન અને એની વર્તણૂક પર નજર રાખી રહ્યો છે ........? તે જાણવા માટે વાંચો રુદ્ર નંદિની નો આગળ નો ભાગ
 
 
 
           ક્રમશઃ........
 
 
              આ નવલકથા માં આવતા બધા જ પાત્રો , તેમના નામ , સ્થળ , ઘટના ઓ, જાતિ ,ધર્મ , સ્વભાવ , સંપ્રદાય, હોદ્દો , બધું જ કાલ્પનિક છે. તેમને કોઈ પણ ધર્મ , જાતિ ,સ્વભાવ ,હોદ્દો ,ઘટના કે સંપ્રદાય... સાથે કોઈ પણ વ્યક્તિ ગત સંબંધ નથી અને જો કાઈ એવું લાગે તો તે એકમાત્ર સંજોગ છે...
 
                  BHAVNA MAHETA