Birthday cake in Gujarati Motivational Stories by Veer Raval લંકેશ books and stories PDF | Birthday Cake

Featured Books
Categories
Share

Birthday Cake

Happy birthday to you..Happy birthday to you dear "Sneha"......

સ્નેહા એમના મા બાપની એકના એક દીકરી હતી, એનો આજે ત્રીજો જન્મદિવસ હતો.ઘરમાં ખુશીઓનો માહોલ હતો.ઘરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. ચારે બાજુ નાના બાળકોનો શોરબકોર હતો.વડીલો પણ ગિફ્ટ સાથે બેબી સ્નેહાને આશીર્વાદ આપવા આવ્યા હતા. બહું મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું..
એકદમ હસતી કુદતી સ્નેહા કેક કાપવા હાથમાં ચાકુ લીધું..એકદમ મોટી કેક પર એકદમ ક્યૂટ હસતી સ્નેહાનો ફોટો હતો.ખૂબ મોંઘી કેક હતી.ચારે બાજુ Happy birthday to you..Happy birthday to you dear "Sneha".....ના અવાજો આવી રહ્યા હતા. તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો.

હાર્દિક અને શિલ્પા ખૂબ ખુશ હતા. કેક કાપી બધા ને આપી. બધા એ ખૂબ મોજ મસ્તી કરી. મોટી મોટી ભેટ સોગાદો સ્વીકારી અને ફોટોગ્રાફી પણ થઈ.......લોકો વાત પણ કરતા થયા કે આજ સુધી કોઇએ આવી પાર્ટી આપી નથી.

આવી ખુશીના માહોલ વચ્ચે દાદા દાદીના આંખમાં આંસુ હતા.એ બન્ને ગમગીન નજર આવી રહ્યા હતા.દીકરી સ્નેહાને વળગી દાદા એ ખૂબ વ્હાલથી ચુંબન કર્યું......બન્ને વૃદ્ધને આજે આવી ખુશીના માહોલમાં પણ દુઃખ ???? ફિક્કા ચેહરા ???? શુ થયું હશે એવું ???

મહેમાનો વિખરાઈ ગયા, દાદા દાદીની કેક ડિશમાં જ પડી રહી હતી અને બન્ને વૃદ્ધ નાખુશ દેખાતા હતા...

હાર્દિક એ કેકનો ટુકડો લીધો અને દાદાના મોઢામાં નાખવાની તૈયાર હતો ત્યાં જ દાદા હાર્દિકનો હાથ પકડતા બોલ્યા "રેહવા દે, આ કેક હું નહિ ખાઇ શકું......."

"પણ કેમ પપ્પા ?.હું જોઈ રહ્યો છું કે તમે અને મમ્મી બન્ને દુઃખી લાગો છો, કઈ તકલીફ થઈ હોય તો કહો મને..."

"રહેવા દો હાર્દિક ,એમ પણ એ ગામડાંના અભણ લોકો ને આ બધું નહિ સમજે અને આ બધું નહીં જ ગમે એમને,લો આ સુખડી ખવડાવો એમને એટલે બન્ને ખુશ" શિલ્પા બોલી...

"હા વહુ દીકરા,અમે સુખડી ખાઈ શકીએ પણ જેનો જન્મદિવસ છે, જે મારો ક્લેજા નો ટુકડો છે,એવી મારી સ્નેહાના ફોટોવાળી કેક કેમ ખાઉં? હાર્દિક આ ટુકડા પર જોતો ખરો, મારી સ્નેહા કેવી હસી રહી છે, અને આજે જન્મ દિવસે જ એનો ફોટો કાપી તાળીઓ પાળી ??? આ વળી કેવો રિવાજ ??? ...જન્મદિવસે પોતાના ક્લેજાના ટુકડા ના ટુકડા,એ અમે અભણ લોકો ના જ ખાઈ શકીએ........"

ઘરમાં સન્નટો થઈ ગયો, શિલ્પા અને હાર્દિક ડિશમાં પડેલ કેક જોઈ રહ્યા હતા...જેમાં સ્નેહાના હોઠ દેખાઈ રહ્યા હતા....

********************
મિત્રો આજકાલ સરપ્રાઈઝ બર્થ ડે, એમાં પણ પાછી કેક, અને એમાં પણ ફોટોવાળી કેક...જેનો જન્મદિવસ છે, જેની લાંબી ઉંમરની દુવા કરવાની જગ્યા પર ઍને જ કાપી ને ખાવાનું ????
તમે તો આવું નથી કરતા ને ?????? સમજો વિચારો......જન્મદિવસ ખુશીઓ માટે છે, પોતાના ટુકડા કરવા માટે નહીં....શુ તમે તમારા પ્રિયજન નો ફોટો ફાડી શકો ? શુ એને સળગાવી શકો ? ..તો પછી ખુશીના સમયે ઍને કાપી કેવી રીતે શકો ?????...ક્યાંથી આવી પ્રથા તમે અપનાવી ? આપણે ભારતીયો તો જન્મદિવસે આ બધું તો ના જ કરીએ.....


******************
સ્વતંત્ર ભારત આ કેવી ગુલામીમા જીવી રહ્યું છે કે પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર ભુલીને ખોટા રવાડે ચડી ગયું છે..અન્ય સંસ્કૃતિઓ દ્રાક્ષ જેવી છે અને આપણી રુદ્રાક્ષ જેવી..બસ ઍને સાચવો,ગુલામીની પ્રથાઓ છોડો, આપણી અપનાવો...સ્વતંત્ર બનો અને બનાવો.મારી આ રજુઆતનો હેતુ કોઈપણની લાગણી દુભાવાનો નથી, તમે જન્મદિવસ ઉજવો એનો પણ કોઈજ વિરોધ નથી. પણ બસ જન્મદિવસે જે કેક ખાઈએ એના પર કોઈના ટુકડા ના કરીએ, ટુકડા કેકના કરાય, જન્મ દિવસવાળા ના તો નહીં જ....

મહાદેવ હર.....