૧૯૭૦ ના દસક મા મનોજકુમાર ની એક ફિલ્મ આવી હતી " પૂરબ ઓર પશ્ચિમ " ભારત દેશ ના નાગરિકો જ્યારે બિઝનેસ માટે વિશ્વ ના જુદા જુદા દેશો મા સ્થાયી થઈ ત્યાં ના કલ્ચર ને જીવન મા ઉતારી ભારતીય સંસ્કૃતિ ને ભુલી જઈ હાથ મા ગ્લાસ જુમતા અને કેબ્રે ની મોજ મસ્તી મા ગડા ડૂબ હતા ત્યારે એક શિક્ષિત ભારતીય એવો પણ હતો આવા લોકો ની વચ્ચે કે જેને ગ્રસ્થ હોવા છતા પોતાના પરિવાર સાથે આફ્રિકા દેશ મા રહેતા હતા.. જી હા આપણે વાત કરી રહ્યા છીએ એક એવા મહાપુરુષ ની કે જેણે પોતાના હાઇફાઇ જીવન માંથી મુક્ત કેમ થવું તેના રસ્તાઓ શોધી રહ્યા હતા.. ત્યારે આદ્યાત્મિક જીવનશૈલી અને ધર્મના સિદ્ધાંતો ને પૂર્વ ના વિચારો સાથે કેમ મનગમતી પાઘડી તેના ગડમથલ વિચારો ને પહેરાવી તેની ચિંતા મા આફ્રીકા બેઠા બેઠા વિશ્રામ ભાઈ કેરાઇ ને આદ્યાત્મિક જીવન તરફ ખેંચી જતા હતા... આવા વિચારો સાથે કુદરતી શક્તિ પણ એટલો જ મહત્વ નો ભાગ ભજવે છે જેના કારણે મનુષ્ય જીવન મા નવી ચેતના રૂપી ઉર્જા તેને સંસારી જીવન માંથી આદ્યાત્મિક જીવન તરફ ખેંચી જાય છે તેનું સચોટ પ્રતિબિંબ છે કેનિયા ( આફ્રિકા ) દેશ મૂળ ગામ મિરઝાપર ના વિશ્રામ ભાઈ કેરાઈ ( પૂર્વાશ્રમ નું નામ) ઉર્ફે ઓમદાસ બાપુ તેવું માનવું છે. ત્રીસ વર્ષ પહેલાં આફ્રીકા દેશ મા એક સફળ બિઝનેસ મેન તરીકે ની જવાબદારી સાથે આજ્ઞાકારી સંતાનો ના પિતા પ્રભુ પ્રીતિ નો માર્ગ ખુદ ભગવાન શ્રી ગણેશજી ના સાનિધ્ય મા દ્રઢ વિશ્વાસ સાથે મળ્યો છે કચ્છ દેશ મા એવી એક જગ્યા જંગલ મા આવેલી છે ત્યાં નાનકડા ડેરા મા ભગવાન શિવ ભીમનાથ મહાદેવ તરીકે બિરાજમાન છે. બસ એજ દિવસે મન મા નક્કી કર્યું કે ખુદ ભગવાન ગણેશજી એ આદેશ કરેલ છે ત્યારે આ ભીમનાથ મહાદેવની ખોજ મા આફ્રીકા દેશ થી સંસાર ની મોહમાયા મૂકી સંતાનો ને લાખો નો બિઝનેસ સોંપી શિવ ની શોધ મા વિશ્રામ ભાઈ (ઓમદાસ બાપુ ) ભારત આવા રવાના થયા..૨૮ વર્ષ પહેલા કચ્છ ભુજ પહોંચેલા ઓમદાસજી બાપુ ને ભોમિયા રૂપે એક સંત મળ્યા અને શિવનામ નું ઉચારણ જય ભીમનાથ થી થતા ઓમદાસજી બાપુ અને એ સંત ભુજ- હાલાપર મોડકુબા બસ મા આવ્યા. જંગલ વિસ્તાર મા રાત પડી જતાં જંગલમા રાતવાસો કરી બીજે દિવસે સવારે શિવરાત્રી હોઈ મંદિર ની ધજા ના દર્શન થતાં શિવ મંદિર અને ભીમનાથ મહાદેવ ની ઉપસ્થિત નો અહેસાસ થયો... વેરાન આ જગ્યા મા શરૂઆત મા ઝાડ પર માંચડો બનાવી ને રહેવાનું શરૂ કર્યું.. આફ્રીકા મા વસેલ પ્રકૃતિ પ્રેમ ને કંઈ રીતે આ જગ્યાએ ચેતનવંતુ બનાવું એવા સંકલ્પ સાથે દાસ બાપુ એ ભગવાન શ્રી કૃષ્ણ ના વૃંદાવન જેવું વન બનાવવાનું વિચાર્યું અને આ વિચાર ને સિદ્ધિ કરતા અનેક વૃક્ષો અને કુદરતી Ausadhi જડીબુટ્ટી ના વૃક્ષો નું પણ રોપણ કર્યુ હતું.. આજે જ્યારે માંડવી અને અબડાસા વચ્ચે આવેલ કરોડિયા ગામ થી વન તરફ જતા માર્ગ પર પ્રવેશ ની સાથે અનેક પક્ષીઓ ના કલકર ના મધુર અવાજ કર્ણપ્રિય લાગે... ભીમનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય ની પરોઢ ઓમ સાધના સ્થાન માંથી ૐ ૐ ના મધુર રણકા સાથે ઓમદાસજી મહારાજ નું નિત્યક્રમ પણ એટલુંજ પવિત્ર છે એ ઓમ સાધના કેન્દ્ર માંથી ભગવાન શ્રી સૂર્યનારાયણ ને જળ નું અરગ અર્પણ કરી , તુંહી માતપિતા જગતપિતા ને યાદ કરી ઓમ નમઃ ભગવતે વાસદેવાય સાથે પીપળે પિતૃઓ ની તૃપ્તિ ના નિત્યક્રમ સાથે સિધી વાટ ત્રી નેત્રમ ભાસક્રારાય તરફ ખેંચી જાય છે આ વૃંદાવન સમા વન મા સવાર ની મહેક પ્રસરાવી સુગંધ મા મોર ની કળા કોયલ નો ટહુકો અને પક્ષીઓ ના મધુર અવાજ વચ્ચે શિવ સાધના નો સમય તે પણ સરસ પ્રકૃતિ ની પરોઢ એ ભીમનાથ મહાદેવ ભસ્મ પૂજન વિધિ અને પંચામૃત થી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના ગુંજન થી અહીંયા મહાદેવ ના છટાદાર શણગાર અને સુગંધ થી મહેકતું ભીમનાથ મહાદેવ નું આ સાનિધ્ય મા આ ભોલે ભંડારી ની આરતી નો રણકાર કચ્છ મા કૈલાશ ની અનુભૂતિ કરાવે છે...ઓમદાસજી બાપુ નો ભીમનાથ મહાદેવ તરફ નો તેમનો ભાવ જાણે સાક્ષાત્ માં ભવાની અને શંકરન ની સામે જ ભાવપૂર્વક ની આરતી કરતા કરતા હોય તે રીતે જોવા મળે છે.. આ અલોકીક ભાવ ના દર્શન કરવા હોયતો ચોક્કસ પણે તમારે ભીમનાથ મહાદેવ ના સાનિધ્ય મા આવવું પડે.. કુદરતે આપેલ શણગાર વચ્ચે આ ઉપવન ની ચોફેર સરોવર ની જેમ વિશાળ ડુંગરો થી ઘેરાયેલ વિશાળ સરોવર માન ભેર જાણે માનસરોવર ની શોભા હોય તેવો અહેસાસ કરાવે છે.. આ શિવ ના સાનિધ્ય મા આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સાક્ષાત્ તમને ભગવાન કૈલાસપતિ ની અનુભૂતિ કરાવશે તેમાં બે મત નથી... ઓમ નમઃ શિવાય...🙏💐