breakup - beginnig of self love - 17 in Gujarati Love Stories by Sachin Sagathiya books and stories PDF | બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 17

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 17

નીકની વાતો સાંભળી વિજય વિચારમાં પડી ગયો હતો. તેને વિશ્વાસ ન હતો આવતો કે તે જે સાંભળી રહ્યો હતો એ નીક બોલી રહ્યો હતો. અત્યાર સુધી વિજય માનતો હતો કે નીક જેની સાથે રિલેશનશીપમાં હોય છે તેને સાચો પ્રેમ કરે છે પણ નીકની વાતો સાંભળી વિજયને ખબર પડી કે તેની માન્યતા ખોટી હતી. તે બોલી ઉઠ્યો,

“તો અત્યાર સુધી તુ જેટલી છોકરીઓ સાથે હતો એ બધી સાથે બસ ટાઈમપાસ કરતો હતો?”

“હા. મને કહેતા જરા પણ શરમ નહિ આવે કે હું ટાઈમપાસ કરતો હતો અને હજી એક નવાઈ લાગે એવી વાત કહું? અત્યાર સુધી મારી લાઈફમાં જેટલી છોકરીઓ આવી એ પણ મારી સાથે ટાઈમપાસ જ કરતી હતી. વિશ્વાસ ન આવતો હોય તો જા તને ચેલેન્જ આપું છું એ છોકરીઓમાંથી એક પણ સાચા દિલે એમ સ્વીકારે કે તે મને સાચો પ્રેમ કરતી હતી, ફક્ત મને પ્રેમ કરતી હતી તો હું તારો ગુલામ બની જઈશ.”

“યાર પણ...” વિજય ચુપ થઇ ગયો.

“છે જવાબ તારી પાસે? નથીને? શું તને એમ લાગે છે નિશા તારી પીઠ પાછળ જે કરી રહી હતી એ મને ન હતી ખબર? હું એ બધુ પહેલેથી જ જાણતો હતો. નિશાએ જ્યારે શરૂઆત કરી ત્યારથી જાણતો હતો. તને યાદ જ હશે કે એક દિવસ હું નિશાના ગામની બસમાં ગયો હતો. હું જ્યારે બસમાં અંદર ગયો ત્યાં મારી સામે નિશા અને લકી એકબીજાનો હાથ પકડી સાથે બેઠા હતા. નિશાએ મને જોતા જ તેનો હાથ લકીના હાથમાંથી લઈ લીધો હતો.”

“તો આ મને પહેલા કેમ ન કીધું?”

“એ દિવસે મેં વિચાર્યું કે નિશા એ બધું છોડી દેશે પણ તેણ એવું ન કર્યું. એ દિવસે મને લાગ્યું કે કદાચ નિશાથી આ ભૂલથી થઇ ગયું હશે પણ એ તેણે પોતાના મનથી જ કર્યું હતું. યાદ કર જ્યારે તુ અને નિશા રિલેશનશીપમાં ન હતા ત્યારે નિશા મારી પાસે ફરિયાદ લઈને આવી હતી કે કોઈ છોકરો તેને બસમાં છેડે છે. તને ખબર છે એ કોણ હતુ? એ લકી જ હતો. એવુ નથી કે મેં તને કીધું ન હતું. મેં તને ઘણીવાર સમજાવ્યો હતો કે તુ તારી આ પ્રેમની ગતિ ધીમી રાખ પણ તુ ન માન્યો. મને એમ હતુ કે તારામાં એટલી સેન્સ તો હશે જ કે તુ ‘ના’ કહેવા પાછળના અર્થને સમજી શકે. હું જેમ તને ના પાડતો ગયો એમ તુ વધારે સ્પીડ વધારતો ગયો અને છેલ્લે તે મારી પાસે એક જ વિકલ્પ છોડ્યો. એ હતો કે તારી જિંદગી તારા હાથે જ બરબાદ થતી જોવ અને મેં એ જ કર્યું. મારી વાત સાંભળીને તને કદાચ એવું લાગશે કે હું તને બરબાદ જોવા માંગતો હતો એટલે મેં એ બધુ થવા દીધું અથવા હું તને દુશ્મન માનુ છુ વગેરે. નિશા લકીને પોતે જ તેની લાઈફમાંથી કાઢી નાખે અને બસ તારી રહે એવુ કરવુ એ મારા માટે કોઈ મોટી વાત ન હતી. હું હજી પણ એ કરી શકું છું કે નિશા તારી પાસે આવી જાય પણ હું નહી કરું. મેં એક વખત ભૂલ કરી છે. બીજી વખત કરવા નથી માંગતો. આ પ્રેમ નામના સપનામાંથી હું ઘણા વર્ષો પહેલા જ બહાર આવી ગયો હતો. એક મિત્ર તરીકે મારી જવાબદારી હતી કે હું પણ તને આ પ્રેમ નામના સપનામાંથી બહાર લાવું. કલ્પનાની દુનિયામાંથી વાસ્તવિકતાની દુનિયામાં લાવું. હું જાણતો હતો કે એ કરવાથી તુ ઘણો દુખી થઈશ પણ તને ઠેસ લાગવી ખૂબ જરૂરી હતી. છેલ્લે પણ નિશાએ તને જ ચૂઝ કર્યો હતો પણ તે શું કર્યું? તેને જે જોઈતું હતુ તે એ આપી દીધું કારણ કે તારે પણ ઇતિહાસના પ્રેમીઓની જેમ મહાન બનવુ હતું. શું મળ્યુ તને મહાન બનીને?”

“પણ યાર એ બંને સાથે રહેવા માંગતી હતી જે પોસીબલ ન હતું.”

“તને છોકરીઓની એક ખાસ વાત ખબર છે? છોકરીઓ કદી તેના પિતા સિવાય કોઈના પર જલ્દી ભરોસો નથી કરતી. તે ઘણી ફિલ્મમાં સાંભળ્યું હશે કે છોકરી હંમેશાં તેના પતિમાં પોતાના પિતાને શોધતી હોય છે. હા એ વાત સો ટકા સાચી છે કારણ કે એક પિતા જ હોય છે જેની પાસે દીકરી સેફ ફિલ કરે છે. તો તે એમ કેમ નક્કી કરી લીધું કે બસ એક મહિનામાં નિશા તારા પર એટલો ભરોસો મૂકી દેશે જેટલો તે તેના પિતા પર કરે છે? જ્યાં સુધી તેને કોઈ રિલેશનશીપમાં સેફ ફિલ ન થાય ત્યાં સુધી એ હંમેશાં તેના વિકલ્પ શોધ્યા જ કરે છે. તારા કેસમાં એ વિકલ્પ લકી હતો.”

“યાર મેં મારો પ્રેમ સાબિત કરવા બધું જ કર્યું હતું. છેલ્લે મેં મારી ચિંતા ન કરતા મારા હાથમાં તેનુ નામ પણ ચીતરાવી નાખ્યું. હું સાબિત કરવા માંગતો હતો કે હું તેને ખૂબ ચાહું છું. શું આટલું કાફી નથી?”

“હા એ વાત હું સારી રીતે જાણુ છું પણ તારે તારો પ્રેમ સાબિત કરવાની નહિ પણ તુ તેના માટે બેટર છે એ સાબિત કરવાની જરૂર હતી. કોઈને આઈ લવ યુ કહીને કે થોડા ફિલ્મી ડાયલોગ બોલીને પ્રેમ બતાવવો સૌથી સરળ કામ છે પણ પોતાના પ્રેમને સાબિત કરવા પોતાની જાત સાબિત કરવી એ દુનિયાનું સૌથી અઘરું કામ છે એવુ હું માનું છું કારણ કે પોતાની જાત સાબિત કરવા પોતાની જાતને ઘસાવવી પડે છે. જે બધા નથી કરી શકતા. યાર હજી પણ તુ એ પ્રેમ નામના સપનામાં જ જીવી રહ્યો છે. એક વખત આંખ ખોલીને આજુબાજુ જો દુનિયા કેવી છે? હકીકતમાં કેવી છે? યાર પ્રેમ અને ઈમોશનથી ઘર નથી ચાલતુ અને જિંદગી નથી જીવાતી. તુ જે પ્રેમ માટે તડપી રહ્યો છે એ બસ જીવનનો એક ભાગ છે. એક નાનકડો અનુભવ છે પણ દુખની વાત એ છે કે તુ બસ એ નાનકડા ભાગને આખું જીવન સમજીને જીવી રહ્યો છે. જીવનમાં પ્રેમ સિવાય ઘણું બધું છે. જો તને જણાવી દવ કે હું આ ફક્ત રિલેશનશીપવાળા પ્રેમની વાત કરું છું કારણ કે તારી નજરમાં બસ એ જ પ્રેમ છે. તો જ્યારે પણ હું પ્રેમ શબ્દ બોલું એટલે રિલેશનશીપના અર્થમાં લેજે. હવે મારી એક વાતનો સાચો જવાબ આપજે પણ એ પહેલા એક સ્ટોરી સાંભળ. આ સ્ટોરી તારી છે. માની લે અત્યારે તુ કોઈ છોકરી સાથે રીલેશનશીમાં છે. તમે બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા છો. એ છોકરી તારી સાથે જીવન વિતાવવા તૈયાર થઇ જાય છે અને પોતાના ઘરને છોડીને તારી પાસે આવી જાય છે. તમે એકબીજાને જ પોતાની દુનિયા માનો છો એટલે તમે બંને ભાગીને ક્યાંક એવી જગ્યાએ ચાલ્યા જાવ છો જ્યાં તમને કોઈ નથી ઓળખતું. તમે ત્યાં પોતાનો સંસાર શરૂ કરો છો. તને ખબર છે કે તને કોઈ કામનો અનુભવ નથી. ધીમે ધીમે તુ કામ શીખી પણ જાય છે. એટલું કમાતા શીખી જાય છે કે પોતાનું ઘર ચલાવી શકે છે. શરૂઆતમાં તમારી વચ્ચે ખૂબ પ્રેમ હશે કારણ કે તમારા માટે એ નવો અનુભવ છે. તમને સ્વર્ગમાં આવી ગયા હોય એવું ફિલ થશે. થોડા વર્ષો પછી તમે એકબીજાથી કંટાળી જશો. એકબીજાને દોષ આપ્યા કરશો. કમાણીને લઈને તમારી વચ્ચે વારંવાર ઝઘડા થશે. તમે બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા એટલે હવે તમે એકબીજાના પરિવાર પાસે નથી જઈ શકતા. હવે તમને આ પ્રેમ જેવી વસ્તુ કાલ્પનિક લાગવા માંડે છે કારણ કે હવે તમારી સામે વાસ્તવિક જીવન હોય છે. તમે હવે ઈમોશનથી નહિ તર્કથી જીવવા લાગો છો. આગળ પછી જિંદગી કેવી હશે એ મારે કહેવાની જરૂર નથી. હવે મારા સવાલ પર આવું છું. તો વિજય મારો સવાલ એ છે કે શું તને આવુ જીવન જોઈએ છે? જો આ હું તારી હાલની આવડત, તારી નોલેજ, તારી પરીસ્થિતિ અને તારા ઘરના સભ્યોના વિચારોના આધાર પર કહી રહ્યો છું. વિચાર અને મને જવાબ આપ. જો તને મારી સ્ટોરી પસંદ ન આવી હોય તો તારી પોતાની સ્ટોરી બનાવીને મને સંભળાવ. શરત એ છે કે સ્ટોરીનો આધાર એ જ હોવો જોઈએ જે મેં રાખ્યો હતો. હું વેઇટ કરું છુ તારા જવાબનો.”

નીકે વિજય સામે એક વિચિત્ર પ્રશ્ન રાખી દીધો હતો. આ પ્રશ્ન વિજય માટે ખૂબ અઘરો હતો કારણ કે વિજયે કદી આ રીતે વિચાર્યું જ ન હતું. તેની નજરમાં પ્રેમ એટલે એક સુંદર બગીચો હતો જેમાં તે અને તેની પ્રેમિકા ખુશીથી જીવન જીવી રહ્યા છે. નથી તેમને ફૂલોને પાણી આપવાની ચિંતા. નથી બગીચાની સંભાળ લેવાની ચિંતા કે નથી બગીચામાંથી નીકળતા સાપ જેવા જીવજંતુઓની ચિંતા. એ બસ તેમાં ખુશીથી જીવી રહ્યા છે. વાસ્તવિકતા તો એ છે કે જો સંભાળ લેવામાં ન આવે તો પછી એ બગીચો હોય કે જીવન. ઉજ્જડ કે ઉકરડો તો થઇ જ જાય છે.

To be continued…..