શું તમે સારું લખી શકો છો? શું તમે સારૂ એવું લખાણ કરી એને પુસ્તક નું સ્વરૂપ આપવા માંગો છો? શું તમે તમારી લેખન કળા ને વધુ વિકસતી જોવા માંગો છો? તો હવે તમારો સારો સમય શરુ થઇ ગયો છે, કેમ કે આ પુસ્તક ના લેખક શ્રી રાજ ગોસ્વામી એ સાબિત કરી દીધું છે કે ગુજરાતી લેખકો પણ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તકો લખી શકે છે.
લેખક રાજ ગોસ્વામી એ આ પુસ્તક માં એક એવી વાત કહી છે જે અમુક સમજદાર વ્યક્તિ જે જલ્દી સમજી શકે છે. "જિંદગી લંબી હોની ચાહિયે, બડી નહિ." રાજેશ ખન્નાનાં ડાઈલોગ ને ઉલટ-સુલટ કરી ને રાજ ભાઈ એ આ પુસ્તક માં જિંદગી કેટલી અને કેવી જીવવી તેની ટેક્નિક દર્શાવી છે. રાજ ભાઈ તમને સલામ છે. ગુજરાતી લેખક રાજ ગોસ્વામીનું આ બીજું પુસ્તક છે. આ બુક માં જિંદગી લાંબી કઈ રીતે જીવવી એ અંગે ના જાપાનીઝ રહસ્યો લેખકે વર્ણવ્યા છે. જાપાન ના એક ટાપુ ઓકિનાવાના લોકોનું જીવન ખુબજ લાબું હોય છે. તેઓ નો ખોરાક, રોજિંદી પ્રક્રિયાઓ, તેઓ નું કામ, વગેરે ક્રિયાઓ વર્ણવી છે. તેઓ શું કરે છે, શું નથી કરતા એ બધું આ પુસ્તક માં લખ્યું છે. સાથે સાથે તેઓ મન માં કેવા વિચારો લઇ ને ફરે છે? હકારાત્મક કે નકારાત્મક ? ક્યાં સમયે હકારાત્મક અને ક્યાં સમયે નકારાત્મક? આ બધી જ વિગતો આ પુસ્તક માં છે.
હવે તમને એ સવાલ ચોક્કસપણે મગજ મોં દોડ્યો હશે કે આ "ઈકીગાઇ" નો અર્થ શું થાય? તો મિત્રો જાપાનીઝ ભાષા માં "ઈકી" શબ્દ નો અર્થ થાય છે "જીવન" અને "ગાઈ" શબ્દનો અર્થ થાય છે "ઉદ્દેશ્ય" જેથી "ઇકિગાઈ" એટલે કે "જીવનનો ઉદ્દેશ્ય" આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે? ભગવાન એ આપણને મનુષ્ય અવતાર રૂપી આ જિંદગી આપી છે તો આ જિંદગી લાંબી કેવી રીતે જીવવી? શું કરવું? શું ના કરવું? એ મનુષ્ય ના હાથ માં છે. મે ક્યાંક સાંભળ્યું હતું કે, "કાળા માથા નો માનવી ધારે તે કરી શકે" તો શું આપણે આપણી આ અમૂલ્ય જિંદગી ને લાંબી જીવવા માટે કંઈ ન કરી શકીએ? કરવું જ પડશે. એ જ આપણા જીવન ની ઈકીગાઈ છે. રોજ બરોજ ના કાર્યો માંથી આપણને શું ઈકીગાઈ મળે છે? તમે આ સવાલ તમારી જાત ને પૂછો. અને જો જવાબ હકારાત્મક આવે તો તમે એકદમ સારા રૂટ પર છો. અને જો જવાબ નકારાત્મક આવે તો પછી એ શોધવાની કોશિશ કરો કે તમને તમારી ઈકીગાઈ કઈ વસ્તુ માંથી મળી શકે છે ? એમાં કઈ પણ સમાવેશ કરી શકો. તમારી રોજિંદી ક્રિયાઓ, તમારો શોખ, તમારું પ્રોફેશન, તમારું પૅશન, બધું જ...... અને જો આ વસ્તુ તમે જાણી ગયા તો તમે દુનિયા ના સૌથી સ્વસ્થ અને સૌથી સુખી માણસ બની શકો છો.
હવે વાત કરીયે સ્ટાર્સની તો લેખક ખુબ મજાના છે. રાજભાઈ નું આ બીજું પુસ્તક છે. અને લાઈફ ને લાંબી જીવવા માટે સતત મોટીવેટ કરે તેવું આ પુસ્તક છે. જીવન લાબું જીવવાના જાપાનીઝ રહસ્યોને ગુજરાતી માં દર્શાવી ને ખુબજ અલગ રીતે પ્રદર્શિત થનાર આ પુસ્તક ને હું 5 માંથી 4.8 સ્ટાર આપું છું.
તો મિત્રો, આજે જ આપનાં નજીક ના બુક સ્ટોર માંથી "ઈકીગાઈ" વસાવો. અને....... ઘણું જીવો.
રાજભાઈ, આપ શ્રી ને આ પુસ્તક ;સફળ થાય તે માટે ખુબ-ખુબ અભિનંદન.
હવે પછી મળીશું બીજા પુસ્તકના રિવિયુમાં..... ત્યાં સુધી ખુશ રહો સુખી રહો....
અસ્તુ.....
- વિજેતા મારુ