Boundless love in Gujarati Love Stories by Het Bhatt Mahek books and stories PDF | અનહદ પ્રેમ

Featured Books
Categories
Share

અનહદ પ્રેમ


કાશ મેં પ્રેમ ના કર્યો હોત?. પાગલપણ નો પ્રેમ શું જિંદગી પુરી કરી નાખે?.. શુ પ્રેમ માં બધું ગુમાવવાનું જ હોય?. આના કરતા પણ વધારે સવાલો મગજમાં તરંગોની જેમ જન્મે છે અને પાણીના પરપોટાની જેમ પાણીમાં ઓગળી જાય છે..

અપેક્ષાની ખુબ ઊંચી અપેક્ષાઓ હતી. અપેક્ષા ખુબ અમીર ઘરની દિકરી હતી. સ્વભાવે ખુબ જીંદા દિલ હતી. લાગણીના આવેશમાં તે એકદમ મરી જતી.

પ્રેમ ની કોઈ મનમાં અપેક્ષા જ નહોતી. છતાંય, અપેક્ષા ફરી વાર કોઈના પ્રેમમાં પડી. જોકે, સમસ્યા અપેક્ષા પ્રેમમાં પડી તે ન હતી. પણ અપેક્ષાના સ્ટેટસની હતી. અપેક્ષા તો પરણેલી જ હતી, પણ અપેક્ષાની સાથે મિહિર પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. મિહિર પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો, અને અપેક્ષા પોતાના પરિવાર સાથે રહેતી હતી. અપેક્ષા અને મિહિર ની મુલાકાત ફેશબુક પર થઇ હતી. બન્ને એક બીજા સાથે ખૂબ સારી વાતો કરતાં. પોતાના પરિવાર થી શરૂ કરી પોતાની અંગત વાતો પણ શેર કરતા. અપેક્ષા ને પોતાનો પરિવાર હોવા છતાં તે મિહિર સાથે ખુબ સારા અંગત સબંધ રાખતી. અપેક્ષા એ અને મિહિરે એકબીજાથી દૂર જવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ, જેટલું બન્ને એકબીજાથી દૂર જવા મથતાં, તેટલાં જ એકબીજાની નજીક આવતાં ગયાં. આમને આમ અપેક્ષા અને મિહિરના સંબંધને જોતજોતામાં એક વર્ષ વિતી ગયું. ક્યારેક એવુ લાગતું હતું કે બન્ને એકબીજા માટે જ જીવતા હોઈએ તેમ વર્તતા, તો ક્યારેક સંબંધ સ્થિર લાગતા, ક્યારેક મર્મભેદી.
મિહિર સાથે વિતાવેલી એકેએક પળ અપેક્ષા પોતાની યાદોમાં સંગ્રહી રાખી હતી. અપેક્ષાને પહેલાથી જ એવુ લાગતું હતું કે મિહિર સાથે ના સંબંધો લાંબા ટકવાના નથી. અપેક્ષા ને પોતાને જ એ વાતની ખબર નથી કે તે ખરેખર મિહિરના પ્રેમમાં હતી, કે પછી એવો વ્હેમ હતો. ક્યારેક તો અપેક્ષા પોતાની જ જાતને જ આ સવાલ પૂછતી. જોકે, આ બધી મથામણ પછી એ જ નિર્ણય પર આવતી કે તે જે હોય એ, મિહિર થી કમ સે કમ ખુશ તો છું જ. બસ, આ જ માનીને અપેક્ષાએ મિહિર સાથેના સંબંધોને આગળ વધવા દીધા. આ બન્ને ના પ્રેમનું કોઈ સાક્ષી નહોતું. તે સિક્રેટ હતું. બસ, અપેક્ષા અને મિહિરના ખાસ બે મિત્રોને જ તેની જાણ હતી, અને તે જ સંબંધનું મહત્વ સમજતા હતા.
જોકે, જેના પ્રેમમાં અપેક્ષા પાગલ હતી, તેને એમ સમજાવવામાં તે નિષ્ફળ રહી કે બન્ને નો સબંધ સાચો છે કે ખોટો.
પરંતુ બન્ને એકબીજા પ્રત્યે શું અનુભવતા હતા એ મહત્વનું હતું. એ વાત તો અપેક્ષાએ સ્વીકારવા ની જ રહી કે, બંને વચ્ચે એવું કંઈક ખાસ હતું કે જે બંનેને ઝકડી રાખતું, અને તેના પર બન્ને નો કોઈ કાબુ નહોતો. અપેક્ષા આ અનુભવ અને પોતાના પ્રેમની વાત આખી દુનિયા સાથે શેર કરવા માંગતી હતી. મિહિર સાથે રહીને તે કેટલી ખુશ રહેતી તે બધાને કહેવા ઈચ્છતી. પરંતુ, તેમાં એક છૂપો ડર એને સતત સતાવતો.

તે બન્ને ને ખબર હતી કે આ દુનિયા આ પ્રેમનો ક્યારેય સ્વીકાર નહીં કરે, અને એની સજા મિહિર અને અપેક્ષા બન્ને ને મળશે. અમારા સંબંધોમાં અપેક્ષા ડેરડેવિલ હતી, અને સચ્ચાઈને સ્વીકારવાની તેનામાં હિંમત હતી. પરંતુ જેને અપેક્ષા મનથી મારૂં સર્વસ્વ માનતી હતી, તે મિહિર તેના માટે તૈયાર નહોતો. તેણે પોતાની કરિયરની હજુ શરૂઆત જ કરી હતી, અને તે આ દુનિયાએ બનાવેલા નિયમોના આધારે જ ચાલવા ઈચ્છતો હતો, તેને દુનિયાની નજરમાં એક આદર્શ પુરુષ બનીને રહેવું હતું. અપેક્ષા ને એ વાતનો અહેસાસ થયો કે તેની ફીલિંગ્સ પોતાના જેટલી મજબૂત નથી.


બે - ત્રણ મહિનાઓના હાર્ડ વર્ક બાદ અપેક્ષા વેકેશન પર હતી. તેની યાદોમાંથી મિહિર દૂર ખસતો જ નહોતો. હજી તો વેકેશનનો પહેલો જ દિવસ હતો ત્યાં જ અચાનક અપેક્ષાનો ફોન રણક્યો, અને સ્ક્રીન પર મિહિર નો નંબર ફ્લેશ થયો. અપેક્ષાનું હ્રદય ધબકાર ચૂકી ગયું. તે રેગ્યુલર કોલર નહોતો, અપેક્ષા ને હતું કે મિહિર પણ મને કહેશે કે તે પણ મને મિસ કરે છે. બસ, આ જ વિચારો સાથે અપેક્ષાએ ફોન રિસીવ કર્યો અને કંઈક એવું સાંભળવા મળ્યું કે જેનાથી અપેક્ષાના પગ નીચેથી જ જમીન જ સરકી પડી.
મિહિરે અપેક્ષાને કહ્યું કે તેની ટ્રાન્સફર રિક્વેસ્ટ અપ્રૂવ થઈ ગઈ છે, અને તે શહેર છોડીને પોતાના હોમટાઉન જઈ રહ્યો છે. તેના અવાજમાં ખુશી છલકાતી હતી. અપેક્ષા તેના જવાથી દુ:ખી ન હતી, પરંતુ એને દુ:ખ એ વાતનું હતું કે, જેને મેં આટલો ઝંખ્યો.જેના પ્રેમમાં પાગલ બની ગઈ. તેના અવાજમાં મારાથી દૂર જવાની કોઈ અસર જ નહોતી દેખાઈ રહી. તેના મોમાંથી મારા માટે બે શબ્દો પણ સારા ન નીકળ્યા. ફોન મૂકતા ની જ સાથે અપેક્ષા ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડી. અપેક્ષા ના જીવનમાં આવેલા અન્ય પુરુષોની જેમ જ, તેણે પણ અનેક વચનો આપ્યા હતા, જે અપેક્ષાને ખબર હતી કે પૂરા નથી થવાના. પરંતુ, આશા હતી કે કદાચ મિહિર નોખી માટીનો નીકળશે.

મિહિર ચાલ્યો ગયો તે વાતને આજે ચાર વર્ષ થયા છે. આજે પણ અપેક્ષા વોટ્સએપ પર કરેલા મેસેજ વાચે છે. ફોટા ને બસ જોતી જ રહે છે. તેની યાદ અપાવતા સોંગ્સ વારંવાર સાંભળ્યા કરે છે . રાત્રે સૂવા માટે આંખો બંધ કરે છે ત્યારે ખબર નહીં કેમ પણ મિહિર સાથે ગાળેલી એ ખૂબસૂરત પળો આંખો સામે આવી જાય છે, અને આંખના ખૂણા ક્યારે ભીના થઈ જાય છે તે ખબર જ નથી રહેતી.
આજે મિહિર પોતાના શહેરમાં, પોતાની પ્રેમિકા સાથે જેવી તેણે ઈચ્છી હતી તેવી જિંદગી વિતાવી રહ્યો છે. તેને અપેક્ષા યાદ પણ આવતી હશે કે નહીં તે પણ ખબર નથી. તેની સાથે વિતાવેલી એ પળોની યાદ આંસુ સ્વરૂપે નહીં, પણ સ્માઈલ સાથે નીકળશે ત્યારે કદાચ અપેક્ષાનું દુ:ખ હળવું થશે. જોકે, અપેક્ષા ને એ વાતની તો ખુશી છે જ કે એને જીવનનો એક એવો તબક્કો માણ્યો, જે ખૂબ ગહન અને વાસ્તવિક હતો. અપેક્ષા અને મિહિરના આ સંબંધો દરમિયાન અપેક્ષાને માત્ર પ્રેમ મળ્યો. મિહિરે અપેક્ષાને એક મજબૂત સ્ત્રી બનાવી. આજે કદાચ તે અપેક્ષા ને પ્રેમ નહીં કરતો હોય, અને અપેક્ષા પણ તેની સાથે નથી. પરંતુ આજેય મિહિરને અનહદ પ્રેમ કરવા માટે અપેક્ષા તૈયાર છે.
✍️હેત