Sky Has No Limit - 60 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-60

Featured Books
Categories
Share

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-60

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-60

મોહીત ચિંતા સાથે ઘરે પહોંચ્યો. મલ્લિકા ઘરે પહોંચી ગઇ હતી. એ કાર પાર્ક કરી ઝડપથી ઘરમાં આવ્યો. મીતાબહેન સાથે ઔપચારીકતા પતાવીને મલ્લિકા પાસે આવ્યો એ કોફી પી રહી હતી. મોહીતને જે રીપોર્ટ મળ્યો હતો એ પ્રમાણે મલ્લિકાને પૂછ્યું તે કોફી સાથે દવા લીધી ? અને તેં આવી પરિસ્થિતમાં વાઇન પીધો હતો ? એ પણ આટલો ? કે જેની અસર આપણાં... અને તારી તબીયત પર પડે ? મોહીતને ખૂબજ ગુસ્સો આવેલો.
મલ્લિકા બોલી "મોહીત તારે મોડું થયું એટલે હું ઘરે આવી ગઇ. મને ખૂબ પેઇન હતું.
મોહીતે કહ્યું "હું પૂછું છું એનો જવાબ આપ. તે કાલે કેમ વાઇન પીધો ? શા માટે તું એટલી હદે નીચે ઉતરી ગઇ ? મારી નજરમાં તો તું હવે સાવ... મલ્લિકા કહે. "બધામાં મારો વાંક કાઢ તું આવ્યો છે ત્યારથી નથી મારી સાથે સરખી રીતે બોલતો નથી આપણાં રૂમમાં સૂતો.... તૂં મને શું જતાવે છે ? હું સાવ એકલી પડી ગઇ છું મને હવે આ ઘર ખાવા આવે છે જાણે… મેં ગુસ્સામાં પીધો શું કરું ? તું મને પહેલા જેવો હવે....
મલ્લિકા આગળ બોલે પહેલાંજ મોહીતે એની વાત કાપતાં કહ્યું "બોલીને તું પહેલાં જેવો... ? હાં પહેલાં જેવી તું રહી છે ? અરે પહેલાં પણ તું ક્યાં... છોડ મારે ઝગડો નથી કરવો તારું સ્ત્રી ચરીત્ર હું બરોબર સમજી ગયો છું...
મલ્લિકાએ રડવાનુ શરૂ કર્યું ? બસ બધામાં હુંજ નીચ અને હલકટ છું મને ખબર છે તને હવે હું...
મોહીત કહે હવે વધારે સ્ત્રી લીલા ના બતાવ આ તારાં મગરનાં આંસુ સાચવી રાખ ક્યારેક સાવ સાચુ કારણ બને ત્યારે સારવા કામ લાગશે. તું મને ઔર રડી બીવરાવી નહીં શકે કે નહીં હવે બદલી શકે....
મીતાબહેન મારુ જમવાનું મારાં રૂમમાં મોકલી દેજો એમ કહીને એ એનાં રૂમ તરફ જવા લાગ્યો. જતાં જતાં બોલ્યો... તે જે કર્યુ છે એની તને પાકીજ ખબર છે સ્વાભાવીક છે તે જ કર્યુ હોય એ તને ખબરજ હોય પણ હવે મને પણ બધીજ ખબર છે.. પરિણામ પણ એવુંજ આવશે.
એમ બોલતો ગુસ્સામાં એનાં રૂમમાં જતો રહ્યો. મલ્લિકા એને સાંભળી રહી હતી પણ એને જાણે કંઇ અસરજ નહોતી મલ્લિકાએ જોસેફને બોલાવી કહ્યું "સરને એમનાં રૂમમાં જમવાનું આપી આવ.
મેરી.... મેરી... મલ્લિકાએ મેરીને બૂમ પાડી.. હું ફ્રેશ થઇને આવુ ત્યાં સુધી મારાં જમવાની અહીજ તૈયારી કર હું આવુ છું એમ કહીને એ એનાં રૂમનાં ગઇ જતાં જતાં ખબર નહીં એના ચહેરા પર કોઇ વિચિત્ર હાવભાવ હતાં કોઇ કુટીલ હાસ્ય હતું. પોતાનાં બેડરૂમમાં પહોચી એણે ફોન કર્યો... સામેથી તરતજ ફોન ઉંચકાયો. મલ્લિકા બોલી "હવે હદ થઇ છે મારાંથી આવું બધુ નથી સહેવાતું.. નથી તારાં વિના રહી શક્તી આજે ડોક્ટર જાણે છેલ્લાં શબ્દો કીધાં છે હવે આ બધાં કોઇ ભાર નહીં સહી શકું તું પ્રીપેર રહેજે... બાય ધ વે તારાં પ્રમોશનનું શું થયું ?.... અરે વાહ થઇ ગયું ? વેલ ડન.. કોન્ગ્રેચ્યુલેશન માય ડાર્લીંગ... એય મીસ યુ ચલ પછી ફોન કરીશ બાય.. હેવ એ સ્વીટ ડ્રીમ્સ....
****************
આજે પણ મોહીત સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો. બોબને ઘરેજ રાખ્યો જરૂર પડે મલ્લિકાને લઇ જઇ શકે.
ઓફીસમાં બે દિવસથી ઇમ્પોરટન્ટ મીટીંગ ચાલી રહી હતી રીચડ્સ અને જ્હોન સર સાથે ઘણી અગત્યની વાત થઇ ગઈ મોહીતે પોતાની બધીજ વાત સ્પષ્ટ રજૂ કરી દીધી. મોહીતની વાતચીત અને એની કાર્યશૈલીથી બધાં ખૂબજ પ્રભાવિત હતાં અને કંપનીને પણ ઘણો ફાયદો મળી રહેલો. એટલે જ્હોન સરનાં ચાર હાથ હતાં. રીચડ્સ પણ મોહીતની બધામાં ફેવર કરતો હતો.
આમની મીટીંગમાં છેલ્લે કલેન્સીએ કહ્યું મોહીત વી આર ઇમ્પ્રેસ્ડ એન્ડ વી હેવ ટુ મચ બેનીફીટ બાઈ યોર સ્ટ્રેટેજીસ એન્ડ પોલિસી. વી આર પ્રાઉડ ઓફ યુ બટ આઇ હેવ સજેશન યુ કેન ઓલ્સો હેન્ડેલ ઇન્ડીયા એન્ડ શ્રીલંકા વેરીવેલ. વોટ ડુ યુ સે ?
મોહીત વિચારમાં પડી ગયો પછી એણે સ્પષ્ટ જવાબ આપી દીધો.
**************
"અરે મોહીતભાઇ કેમ છો ? ક્યારે આવ્યાં ? યુ એસ થી ? મને પંચાયતનાં પ્યુને કહેલું કે પેલાં સુભાષભાઇનાં દીકરાં આવ્યાં તમને મળવા પણ મારે કોસંબા વેવાઇને ત્યાં થોડું કામ હતું એટલે પંચાયત ઓફીસમાં આવી નહોતો શક્યો. બોલો તમારી શું સેવા કરું ?
મોહીતે કહ્યું સરપંચશ્રી મારે ખાસ એકજ કામ હતું કે અત્યાર સુધી વાડીનું કામ પાપા સંભાળતાં હતાં એટલે મારે જોવાનું કંઇ નહોતું. જણ હવે હું સંભાળવાનો છું મારી કેરી સહકારી સંઘમાં મારે આપવી છે અને અમુક કેરી ગ્રેડીંગ કરીને હું જાતેજ વેચવા વિચારુ છું પણ મારે ખાસ કામ શેરડીનાં વેચાણની કરવાની છે.
પાપા એ જે નવી જમીનો લીધી છે એ ખૂલ્લી જમીન છે એમાં કલમ નથી નાંખવી મારી પાસે કલમો પૂરતી છે મારે એ જમીનમાં શેરડી ચાલુ કરવી છે. આ વખતનું વાવેવતર પણ કરવા માટે માણસોને સૂચના આપી દીધી છે પણ મારે સુરતમીલમાં જ્યાં માલ વેચાય છે એ અને સહકારી મંડળીમાં જોડાઇને એનાં શેર લેવા છે એટલે હું સભ્ય થઇ શકુ અને વ્યવસ્થિત દર વર્ષે સીઝનમાં એનું વેચાણ થઇ જાય.
સરપંચે કહ્યું "શું મોહીત ભાઇ તમે મારે મશ્કરી કરો છો ? તમે તો યુ એસ માં ખૂબ મોટી કંપનીમાં કામ કરો છો અને આ બધામાં તમને ક્યાથી રસ પડ્યો ? તમારાં પાપા તો ટેક્ષાટાઇલનાં ધંધા સાથે ખેતી પણ ખૂબ સારી કરતાં સંભાળતા હવે તમને પણ રંગ લાગ્યો છે.
મોહીત કહે કંપનીનું કામ તો હું સંભાળુજ છું પણ મારે આ કામ પણ કરવા છે અને અહીં વાડી ખેતર પર આવીને મને ગજબતો સંતોષ થાય છે અને અમારી કલમો પર ખૂબ ગુણવત્તાવાળી કેરીઓ આવે છે અને પાપાએ બધીજ કુદરતી રીતથીજ ઉછેર કરેલો છે એટલે સંપૂર્ણ કુદરતી દવા અને રાસાયણીક ખાતર વિનાની તૈયાર થાય છે. થોડો ઘણો બગાડ થાય છે જાણે પણ બીજી જેવી તૈયાર થાય છે એની સામે એ નુકશાન વેઠી લેવાય.
સરપંચે સલાહ આપતાં કહ્યું "તમારી જેમ ઇચ્છા હોય એમ વેચી શકો છો. વહીવટ કરી શકો છો. પણ તમારાં પિતાએ તમારી વાડીની કેરી મને મોકલી હતી શું સ્વાદ અને ગુણવત્તા છે કારણકે એકદમ કુદરતી ખાતર અને જડીબુટ્ટીઓથી સેવા કરી છે કલમોની તો તમે જાતે વેચશો તો પૈસા વધારે મળશે સંઘમાં પણ આવી શકો છો અને શેરડી માટે તો હું તમને સભાસદ અને કાર્ડ અપાવી દઇશ તમે શેર હોલ્ડર પણ બની જશો એ ચિંતા છોડો...બાકી કંઇ કામ હોય ફોન કરી દેજો. મારાથી શક્ય મદદ કરીશ.
તમે ગામમાં આટલાં પૈસા આપ્યાં છે વિકાસ માટે અમારી પણ ફરજ બની જાય છે તમારું કામ કરવાની, મોહીતે સરપંચનો આભાર માન્યો અને પોતાની જીપ લઇને ઘર તરફ જવા નીકળી ગયો.
મોહીતે ઘરે પહોચ્યો અને માંએ કહ્યું "દીકરા તારે આવ્યે હજી માંડ 5-6 દિવસ થયાં છે કેટલો વ્યસ્ત રહે છે. તેં બગલામાં ઓફીસ બનાવવા માંડી ખેતર વાડી જોવા માંડી અને તારુ કંપનીનું કામ કરે છે... પણ દીકરા બધી વધુ મહેનત કરે છે. કોના માટે ?
મલ્લિકાને ફોન કર ખબર પૂછ મને આવુ નથી ગમતું તું કહે તો હું ફોન કરુ આજે ? આમ તું અચાનક પાછો અહીં ઘરે આવી ગયો દીકરા વાત શું છે ?
આવ્યો ત્યારથી તેં નથી મલ્લિકા સાથે વાત કરી નથી તે મને કંઇ વાત કરી કંઇક ખૂલાસાથી વાત કરને દીકરા મને ચિંતા થાય છે.
મોહીત કાલે કાલીન્દી બહેનનો ફોન હતો ફોનમાં ખૂબ ઢીલા લાગતાં હતાં. એમનો બોલવાનો જાણે રણકોજ બદલાઇ ગયો છે. શું વાત છે ? કહેને ?
મોહીતે કહ્યું માં તમે દેવ સેવામાં અને ઘરમાં ધ્યાન રાખો હું જે કરુ છું એ બરાબર કરી રહ્યો છું. એનાં માં બાપનાં ફોન રીસીવજ ના કરો... મલ્લિકાનો કોઇ ફોન હું રીસીવજ નથી કરતો... છતાં તમે કહો છો તો કાલે વાત કરી લઇશ..
વધુ આવતા અંકે ----- પ્રકરણ-61