success - 1 in Gujarati Business by Samir Gandhi books and stories PDF | સફળતા - 1

Featured Books
Categories
Share

સફળતા - 1

સફળતા શું છે અને તે કેવી રીતે મળે?

સામાન્ય રીતે લોકો સફળતા ને આર્થિક સફળતા સાથે જોડતા હોય છે. પરંતુ તે હકીકત નથી. દરેક જણ માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. નાના બાળક માટે પહેલું પગલું ચાલવું, કોઈના પણ સહારા વગર ચાલવું તે તેના માટે સફળતા છે. તો તરુણ માટે ઘરની બહાર એકલો ફરવું તે એક સફળતા હોઈ શકે છે. એક પ્રેમી માટે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા તે એક સફળતા હોય છે તો કોઈના માટે એક હસતો રમતો પરિવાર સફળતા હોઈ શકે છે. એક બીમાર વ્યક્તિ માટે તંદુરસ્તી સફળતા હોઈ શકે છે તો એક ગરીબ મજૂર માટે બે ટંકનું ભોજન સફળતા હોઈ શકે છે. કોઈના માટે કોઈ પ્રતિયોગિતા જીતવી સફળતા હોઈ શકે છે. આમ દરેક જણ માટે સફળતાના પરિમાણ અલગ અલગ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહું તો લક્ષ્યને પ્રાપ્ત કરવું જ એક સફળતા છે.
સામાન્ય રીતે જોઈએ તો આ આપણે જીવનમાં અનેક વખત સફળતા મેળવતા હોય છે. કેટલીક સફળતા ટૂંકા સમયમાં મળે છે. તો કેટલીક સફળતા લાંબા સમય મળે છે. તમે જીવનમાં જેટલા વધારે લક્ષ્ય લેશો અને જેટલા પૂર્ણ કરશો સફળતા તેટલી વધારે મળશે.

દરેક વ્યક્તિ માટે સફળતાના પરિમાણ અલગ હોવા છતાં પણ આપણે સફળતાને ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ.
૧) આર્થિક ૨) સામાજિક ૩) શારીરિક.

સામાન્ય રીતે એક ખ્યાલ એવો છે કે આર્થિક સફળતા મળી જાય ને તો બધું જ મળી જશે. પણ એ સાચું નથી. આ દુનિયામાં એવા ઘણા બધા ગરીબ લોકો છે જેમની પાસે પૈસા સિવાય બીજું કશું જ નથી. અને એવા ઘણા અમીર લોકો છે, જે લોકો પાસે પૈસા કદાચ ઓછા છે, પણ તે લોકો પાસે તંદુરસ્તી છે, દુનિયાના સુખો ભોગવવા માટે ઘણો સમય છે પોતાનો પરિવાર છે અને એ પરિવાર માટે પણ સમય છે.
સફળતા વિશે લોકો સામાન્ય રીતે એવું સમજી લે છે કે જે મારી પાસે નથી અને બીજા પાસે છે તે પોતાને મળી જાય તો તે સફળતા અને એટલા માટે દરેક જણ તે મેળવવાની ઇચ્છા રાખે છે અને તેના માટે કોશિશ કર્યા કરે છે. પણ થાય છે એવું કે કશું જ મળતું નથી અથવા જે મળે છે તે તેને એટલું ઓછું લાગે છે કે તેને સંતોષ થતો નથી આવું કેમ થાય છે તો સમજ પડતી નથી તો ચાલો આપણે જોઈએ કે આવું કેમ થાય છે.

સૌથી પહેલાં આપણે રસ(interest) અને પ્રતિબદ્ધતા (commitment) વચ્ચેનો ફરક સમજવા પડશે. મોટાભાગના લોકોને દરેક પ્રકારની સફળતામાં રસ હોય છે પણ પ્રતિબદ્ધતા નથી હોતી. હવે પ્રશ્ન થશે કે રસ અને પ્રતિબદ્ધતા વચ્ચેનો ફરક કઈ રીતે ઓળખવો?
તો આપણે જોઈએ કે રસ અને પ્રતિબદ્ધતા માં શું ફરક હોય છે જે વસ્તુમાં તમને રસ હશે તેના માટે તમે બહુ આગ્રહી નહી હોવ. તે મળી જાય તો પણ સારું અને ના મળે તો પણ સારું. લાંબા સમય તમને તે નહીં મળે તો કદાચ અફસોસ થશે પણ તેનું દુઃખ નહિ હોય. કારણકે તમે તે મેળવવા માટે ફક્ત રસ રાખ્યો હશે કોઈ પ્રયત્ન નહીં કર્યા હોય.
જ્યારે તમને કોઈ વસ્તુ મેળવવાની પ્રતિબદ્ધતા હશે ને તો તે તમારી ઊંઘ ઉડાડી દેશે. દિવસ રાત તમે તેનાં જ વિચાર કરશો અને જ્યાં સુધી તે નહીં મળે ને ત્યાં સુધી તમને આરામ નહીં મળે તમે સતત તે મેળવવા માટેના નવા નવા રસ્તા વિચાર કરશો અને અંતમાં તે મેળવીને જ રહેશો.

અહીં બહુ પાતળી ભેદરેખા છે રસ અને પ્રતિબદ્ધતા માં ઘણાં એવું લાગે છે કે મારી તો પ્રતિબદ્ધતા હતી પણ મને ધાર્યુ પરિણામ ના મળ્યો. તો ચાલો હવે આપણે એ જોઈએ કે એવા કયા પરિબળો છે જે રસને પ્રતિબદ્ધતા માં ફેરવાતા અટકાવે છે. જેને લઇને ધાર્યું પરિણામ નથી મળતું.
-દ્રષ્ટિકોણ (Attitude)
-માન્યતાઓ (Bilief system)
-ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત નહીં કરવા
- લક્ષ્ય નિર્ધારિત કર્યા પછી પણ પરિણામ નહીં મળવા

મિત્રો સૌથી પહેલાં તમે સફળતા મેળવવાનું રહસ્ય જણાવી દઉં. લોકો કહે છે કે સફળતા એમ નથી મળતી બહુ મહેનત કરવી પડે છે તો કોઈ કહેશે કે એ તો ઉપરવાળાની મહેરબાની હોય છે, સફળતા જેવું કંઈ હોતું જ નથી.તો કોઈ કહેશે કિસ્મત હોય ને તો જ મહેનત ઊગી નીકળે બાકી તો હું બહુ મહેનત કરું છું પણ મારુ કિસ્મત જ ખરાબ છે. ઘણા લોકો કહેશે કે 'સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય'. પરસેવો સૌથી વધારે મજૂરનો વહે છે પણ તેને કોઈ સફળ ગણતું નથી અને તે સફળ હોતો પણ નથી. મિત્રો બધા જ લોકો શબ્દો પર ધ્યાન આપે છે લોકો તેનો અર્થ નથી સમજતા. તો હવે તમે કહેશો કે તો સફળતા કઈ રીતે મળે છે? જે લોકોએ સફળતા મેળવી છે ને તે લોકોને સફળતાનું રહસ્ય ખબર છે જે હું તમને અત્યારે જણાવી રહ્યો છું.

'સફળતા ખરીદવી પડે છે'
જી હા મિત્રો સફળતા ખરીદવી પડે છે આ વાંચીને ઘણા લોકોને સમજ નહિ પડે તો ઘણાં લોકોને હસવું આવશે તો ઘણા લોકો એમ પૂછશે કે સફળતા કયા બજારમાં મળે છે તો અમે ત્યાં જઈને ખરીદી લઇએ. મિત્રો આપણે આ રહસ્યને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આપણે કોઈ સારા પ્રસંગમાં પહેરવા માટે કપડાં લેવાના છે તો સૌથી પહેલા આપણે શું કરીશું તે જોઈએ. આપણે કેટલાંક કપડાં લેવાના છે એક, બે કે તેથી વધારે. ત્યારબાદ આપણે તેના માટેનું બજેટ નક્કી કરીશું આપણે અત્યારે માની લઈએ કે એક જ કપડું લેવાનું છે અને તેના માટે આપણું બજેટ 1000 રૂપિયા નું છે. હવે આપણા શહેરમાં આપણા બજેટ પ્રમાણેના કપડાં વેચતી દુકાનો નું લિસ્ટ બનાવીશું અને તેમાંથી બે ત્રણ દુકાનોમાં જવાનું મન બનાવીશું. યાદ રાખો આપણા શહેરમાં આપણા બજેટથી સસ્તા અને મોંઘા કપડા વેચવાવાળી દુકાનો પણ છે પરંતુ આપણે તે દુકાનો વિશે નથી વિચારતા કારણકે સસ્તા કપડા વાળી દુકાનમાં આપણો રસ નથી અને મોંઘા કપડાં વેચતી દુકાન માં આપણો રસ છે પણ પ્રતિબદ્ધતા નથી.
હવે આપણે આપણા બજેટવાળી દુકાનમાં જઈશું અને ત્યાં આપણા બજેટ પ્રમાણે ના ઘણા બધા કપડાં જોઈશું તેમાંથી એક પસંદ કરીશું પણ હવે તે દુકાનમાં પૂતળાને પહેરાવેલું પ્રદર્શનમાં મૂકેલું એક કપડું છે જે આપણને પસંદ પડી ગયું આપણે તેની કિંમત પૂછી ખબર પડી કે તે આપણા બજેટ કરતાં વધારે છે એક કપડું બજેટ કરતાં ઘણું વધારે છે પણ આપણને પસંદ પડી ગયું છે. હવે દુકાનદારને આપણે પૂછીએ છે કે શું કિંમત છે અને આપણે તેની કિંમત જાણ્યા પછી વિચારીએ છે કે આ કિંમત ચૂકવી શકીશ કે નહીં. મોટાભાગના લોકો જો જરાક વધારે કિંમત હશે તો ચૂકવવા તૈયાર થઇ જશે પણ બહુ વધારે કિંમત હશે તો વિચારમાં પડી જશે. ઉદાહરણ તરીકે જો તે 1200 રૂપિયા નું હશે તો 200 રૂપિયા જ વધારે ચૂકવવાના છે. તો મોટા ભાગના લોકો ચૂકવી દેશે. પણ જો તેની કિંમત 5000 રૂપિયા હશે તો શું કરશે. અહીં બે પ્રકારના લોકો હશે 1) એક કે જે પાંચ હજારની કિંમતના ડ્રેસ તો ગમી ગયો છે દિલમાં વસી ગયો છે પણ બજેટ નથી એટલે પોતાના બજેટમાં જે છે તે લઈને નીકળી જશે પેલો 5000 વાળો ડ્રેસ તેમને શાંતિ નહીં આપે. તેમને તેનો બહુ અફસોસ થશે. તે બધાને એમ કહેશે કે બહુ મસ્ત ડ્રેસ હતો પણ મોંઘો હતો એટલે ના લીધો પણ લેવાની બહુ ઈચ્છા હતી. અને જ્યારે એ બીજા કોઈને એ ડ્રેસ પહેરેલો જોશે ત્યારે તેમને દિલમાં કશેક દુઃખી આવશે. આ પ્રકારના લોકોનું બજેટ વપરાઈ ગયું અને સંતોષ પણ ના મળ્યો.
૨) હવે બીજા પ્રકારના લોકો એ હશે કે તે સમય પર તે ત્યાંથી નીકળી જશે અને ઘેર આવીને વિચારશે કે હું તેની કિંમત કઈ રીતે ચૂકવી અને તે ગણતરી કરશે કે કયા ખર્ચા પર કાપ મૂકવો છે અને આવકના નવા સ્ત્રોત કેવી રીતે કરવા છે જેથી તે ડ્રેસ લઈ શકાશે. અને થોડા દિવસમાં એ ડ્રેસ ખરીદીને જ રહેશે.

સફળતાનું એવું જ છે મિત્રો. જ્યારે તમે કોઇ સિદ્ધિ મેળવવાનું વિચારો છો ત્યારે દરેક સિદ્ધિ તેના મૂલ્ય દર્શક ( Price tag)ની સાથે જ હોય છે. તેના માટે તમારે શું કિંમત ચૂકવવી પડશે તે તમને ખબર જ હોય છે. પરંતુ આપણે તે ચૂકવવા તૈયાર નથી હોતા.
ઉદાહરણ તરીકે સારા શરિર માટે સવારે વહેલા ઊઠીને વ્યાયામ કરવો જોઈએ પણ આપણે વહેલા ઉઠવાની જે કિંમત છે તે ચૂકવવા તૈયાર નથી હોતા. હું ઘણા એવા લોકો ને ઓળખું છું કે જે લોકોને કંપની પ્રમોશન આપતી હોય છે પણ તેના માટે બીજા રાજ્ય કે શહેરમાં જવાની કિંમત ચૂકવવાની પણ તે લોકોમાં તે ચૂકવવાની તૈયારી નથી હોતી. કેટલા બેંકના ક્લાર્કને મેનેજરની પોસ્ટ મળતી હોય છે શિક્ષકોને પ્રિન્સિપાલની પદવીથ મળતી હોય છે પણ તે લોકો તેની સાથે આવતી જવાબદારીઓ લેવા તૈયાર નથી હોતા અને તે વખતે તેમની સાથે કામ કરતો વ્યક્તિ તેમનો ઉપરી અધિકારી બની જાય છે અને જ્યારે તે તેમને ઠપકો આપે છે ત્યારે અંદરથી સમસમી ને પોતાને અને બીજા સહ કર્મીઓને કહે છે આતો મેં તેને પ્રમોશન લેવા દીધું અને આજે મને શીખવાડે છે એ લોકોની સાથે એવું જ થાય છે જે પેલો ૫૦૦૦ નો ડ્રેસ બીજા કોઈને પહેરેલો જોઈને લાગણી થતી હતી.

મિત્રો સફળતા મેળવવી કપડા ખરીદવા જેટલું જ સરળ છે. લક્ષ્ય પસંદ કરો, તેની કિંમત નક્કી કરો અને તે કિંમત ચૂકવી દો એટલે સફળતા તમારી.