College Romance - First Year - 1 in Gujarati Love Stories by Sunil Kapadia books and stories PDF | રોમાન્સ @ કોલેજ - પ્રથમ વર્ષ - 1

Featured Books
Categories
Share

રોમાન્સ @ કોલેજ - પ્રથમ વર્ષ - 1

કોલેજ ના ત્રણ/ચાર વર્ષ બઉ અગત્યના હોય છે. દરેક વિદ્યાર્થી ની જિંદગી નો એ અમૂલ્ય સમય હોય છે. એ સમય દરમ્યાન જ નવા દોસ્તો બને છે અને જીવન ને એક નવી દિશા મળે છે. આ આખી વાર્તા ત્રણ વર્ષ ના સમય નો પ્રવાસ છે ચાર એવા મિત્રો નો જે જિંદગી માં પ્રથમ વખત એક બીજા ને મળ્યા છે અને એમાંથી આખી આ વાર્તા આકાર લે છે.

ચાર મિત્રો ના નામ છે: સમ્રાટ મેહતા, અનુપ જોશી, માઈકલ ડિસૂજા અને પ્રથમ શાહ. સૌથી પેહલા વાત કરીયે સમ્રાટ મેહતા ની. સમ્રાટ એના પરિવાર નો એક માત્ર દીકરો હતો. ૬ ફૂટ ની ઊંચાઈ, સપ્રમાણ દેહ, ગોરો રંગ અને એની બોલકી આંખો. આ કારણે જ સમ્રાટ દોસ્તો માં બઉ જ પ્રખ્યાત હતો. પરંતુ સમ્રાટ ના 12th માં ટકા ઓછા આવાથી એનું શેઠ મંગલદાસ ત્રીકમદાસ કોલેજ માં ભણવાનું સપનું રોળાઈ ગયું હતું. પરંતુ સમ્રાટ ના પાપા એ નકારાત્મક વિચાર્યા વગર એ કોલેજ નું પણ ફોર્મ ભર્યું અને એની સાથે લાઈન માં ઉભા રહ્યા ફક્ત એક જ આશા એ કે એમના દીકરા ને આ કોલેજ માં એડમિશન મળી જાય અને એનું નસીબ બની જાય. સમ્રાટ ને એ વાત ની જાણ નહોતી કે આ વર્ષે આખું પરિણામ ઓછું આવ્યું હોવાથી એનો ચાન્સ હતો એડમિશન મળવાનો.

સમ્રાટ ને થોડી વાર પછી પ્રિન્સિપાલ સાહેબે અંદર બોલાવ્યો અને કહ્યું આટલું લેટ અવાય અત્યાર સુધી ક્યાં ફરતા હતા તમે. હવે બેચલર ઓફ સાયન્સ માં મેથ્સ માં એડમિશન ના મળે એની સીટ્સ પુરી થઇ ગઈ. હવે તો ખાલી બાયોલોજી માં જ બાકી છે. સમ્રાટ એ વિનમ્રતાથી કહ્યું સાહેબ મારે બાયોલોજી માં જ એડમિશન જોઈએ છે. સારું ત્યારે બહાર જઈને ફીસ ભરી ને એડમિશન ની પ્રક્રિયા પુરી કરો એન્ડ આવતા સોમવારે કોલેજ શરુ થાય છે ત્યારે સમય સાર આવી જજો કહીને પ્રિન્સિપાલ સાહેબે બહાર જવાનો ઈશારો કર્યો.

સમ્રાટ નું હૈયું આનંદ થી નાચી ઉઠ્યું એન્ડ એના પાપા એ ફીસ ભરીને એડમિશન લઇ લીધું. બંને બઉ જ ખુશ હતા અને સીધા ઘરે ગયા મંદિર એ દર્શન કરીને.

હવે વાત કરીયે માઈકલની. માઈકલ એક ખ્રિસ્તી પરિવાર નો દીકરો હતો. દેખાવ માં એકદમ રંગીલો ને મજાનો માણસ. એને પાપા નું કઈ સેટિંગ હતું કોલેજ માં અને એને સીધું એડમિશન મળી ગયું એના લીધે. છતાં એ લાઈન માં ઉભો રહીને જોતો હતો બીજા કોણ કોણ એડમિશન લે છે. અચાનક એની નજર સમ્રાટ ની ઉપર પડી અને એને લાગ્યું કે આની જોડે ફાવશે. એટલા માં એને કોઈ એ બોલાવ્યો ને સમ્રાટ ઘરે જવા નીકળી ગયો.

હવે વાત કરીયે અનુપ જોશી એન્ડ પ્રથમ શાહ ની. બંને નાનપણ થી મિત્રો હતા ને કાયમ બધે જોડે જ જતા. બંને લગભગ સરખા જ લગતા. ૬.૧ એન્ડ ૬.3 ફૂટ ની ઊંચાઈ ને ભીનો વાન બંને ને બધા કરતા થોડા અલગ પડી દેતો હતો. બંને NCC માં હતા એટલે એ બંને ને પણ એડમિશન મળી ગયું શેઠ M T કોલેજ માં. પ્રથમ નું પહેલેથી સપનું અમેરિકા જવાનું હતું એટલે એને એ આખો પ્લાન બનાવી રાખેલો. એટલે અનુપ એ પણ પાયલોટ બનીને અમેરિકા જવાનું વિચારી લીધું હતું. એ બંને એ મેથ્સ માં એડમિશન લીધેલું સો અલગ હતા એ બંને સમ્રાટ અને માઈકલ થી. હવે જોવાનું એ હતું કે આ બધા મળશે કઈ રીતે અને એમની જિંદગી કેમની બદલાઈ જશે.

જે દિવસ ની બધા આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવ્યો ને કોલેજ ખુલી અને આ વાર્તા ના ચારેય પાત્રો કોલેજ પહોંચ્યા. શેઠ M T કોલેજ માં પ્રથમ દિવસ પર બધા જ વિદ્યાર્થીઓ પાસે સ્ટેજ પાર એકટીવીટી કરાવતી અને આ ફરજીયાત હતું. આ વાત ની કોઈ ને ખબર નહોતી. નસીબ નું ચક્કર એવું ફર્યું કે આ ચારેય મિત્રો એક જ ગ્રુપ માં આવ્યા ને એમને એક નાટક કરવાનું હતું. આ ગ્રુપ બધા વિદ્યાર્થી ઓ માં અલગ પડતું હતું કારણકે બધા ની ઊંચાઈ ૬ ફૂટ થી વધુ હતી ને બધા જ દેખાવે સરસ હતા. સમ્રાટ ના કેહવા પ્રમાણે બધા એ સંવાદ તૈયાર કાર્ય ને નાટક પૂરું કર્યું. નાટક પૂરું થતા થતા આ ચારેય સારા મિત્રો બની ગયા.

જેવી બધા જ વિદ્યાર્થીઓની એકટીવીટી પુરી થઇ કે પ્રિન્સિપાલ સાહેબ સ્ટેજ પર આવ્યા ને એમને નાનું ભાષણ આપ્યું જેમાં કોઈ એક પણ વિદ્યાર્થી નું ધ્યાન નહોતું. એના પછી સાહેબે એ બધા ને એમની પાછળ આવા કહ્યું ને આખી કોલેજ દેખાડવાની શરૂઆત કરી. વર્ગ ખંડ, લાયબ્રેરી, લેબ્સ બધું બતાવ્યું. પછી એક જગ્યા એ આવીને એમને કહ્યું આને પ્રેમ કુંજ કહે છે અને મને ખાતરી છે કે થોડા જ સમય માં તમારા માંથી કેટલાક મિત્રો અહીં બેઠા હશે. છોકરાઓ મજા કરજો પણ ભણતર ના ભોગે ના કરતા. બધા જ છોકરાઓ ની નજર એ દરમ્યાન છોકરીયો પર હતી ને છોકરીયો ની છોકરાઓ પર.

આમ કરતા સાંજ પડી ને કોલેજ નો સમય પૂરો થયો અને હવે આ વાર્તા પણ શરુ થશે આવતા અંક થી જેમાં આ ચારેય મિત્રો ની કહાની ને એમના પરાક્રમો ને પ્રેમ પ્રકરણો જોઈશું આપડે એક એક કરીને. સૌ મિત્રો ને વિનંતી કે રિવ્યૂ અને રેટિંગ આપજો જયારે પણ આપણે સમય મળે ત્યારે. ધન્યવાદ.